એક વેશ્યાની ગઝલ-મારે કંઈક કહેવું છે…

(પ્રણયચિત્રો…                       …ખજૂરાહો, 2004)

*

એક વેશ્યાની ગઝલ…  હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે… પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે…ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે…! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો… ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે… જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે.

વડીલમિત્રએ પ્રતિભાવ આપતા કહ્યું કે આટલા બધા વખાણ થયા પછી, થોડું કડવું લખવાની હિમ્મત કરું છું. એમણે એવું પણ કહ્યું કે જાતીય અંગોને લખાણમાંથી દૂર રાખવાની પ્રથા અને મર્યાદા તોડવા જેવી નથી. નેટ આવા દૂષણોથી ખદબદે છે અને યુવાપેઢીને ગુમરાહ કરે છે. આ વાતમાં મને ભારતવર્ષની મહાન સંસ્કૃતિ અને સભ્યતાની હત્યા થતી જણાય એટલે આ લખવા મજબૂર થયો છું.

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં કેમ ચઢી જાય છે ? સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું અસ્તિત્વ જ શા માટે ઊભુ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી કોઈ વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? અને લખાણમાં જાતીયતાને દૂર રાખવાની પ્રથા? અને મર્યાદા? ભારતવર્ષનું સૌપ્રથમ કાવ્ય કેટલાએ વાંચ્યું છે ? આદિકવિ વાલ્મિકીરચિત આપણા સૌથી ધાર્મિક ગણાતા મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(વિસર્જ્ય ઐનાન્ સચિવાન્ યથાપૂર્વં અરિંદમ, તતઃક્રિડામહે સર્વા વનેષુ મદનોત્કટા. કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

રામાયણને પડતું મૂકો… આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આપણે કયા અંગોને કવિતાથી દૂર રાખવાની વાત કરીએ છીએ? આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે… 36 કરોડ દેવતાઓ ધરાવતા આપણા દેશમાં કયા મંદિરો સૌથી વધુ માત્રામાં છે અને કોનું મહત્વ ઉચ્ચતમ છે, કહો તો?! લિંગનું જ ને ?! આપણી સ્ત્રીઓ લિંગપૂજા કરવા જાય એનો વાંધો નહીં પણ કવિતામાં લિંગ કે યોનિનો પ્રયોગ યુવાપેઢીને ગુમરાહ કરનારો?

ખજૂરાહોને લો… શું છે ત્યાં? મંદિરની દિવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો તમારી યાત્રાનો ખર્ચ મારી પાસેથી લઈ લેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. દુનિયાના કોઈપણ મહાન ચિત્રકારે નિર્વસ્ત્ર ચિત્રો ન દોર્યા હોય તો મને કહેજો. અને એ ચિત્રો જોતી વખતે આપણને ડર નથી લાગતો કે આ ખુલ્લંખુલ્લા કરાતા યૌનપ્રદર્શનથી આપણી યુવાપેઢી ગુમરાહ થશે.

મહર્ષિ વાત્સ્યાયન લિખિત મહાન ગ્રંથ ‘કામસૂત્ર’ને આ સ્થાને કદી વિસરી ન શકાય. ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણનું એ એવું ઉદાત્ત ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે…. આ છે આપણી સાચી સભ્યતા…

આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી અને એટલે જ આજે ભારતની ગલી-ગલીમાં નાના નાના અમેરિકાઓ ઊછરી રહ્યાં છે. અને આપણે આજે જે વિકૃતિની સજા ભોગવી રહ્યાં છીએ એ આ કાચા-દોગલા પંડિતો અને નિર્વીર્ય વડીલોના પાપે…

કવિતાની વાત કરીએ તો ગુજરાતી કવિતામાં શરૂથી જ જાતિયતા વણાયેલી રહી જ છે. સ્તન, યોનિ, નિતંબની વાતો લઈને ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ અને નવલકથાઓ જન્મી છે. મન્ટોની ‘ખોલ દો’ હોય કે ચંદ્રકાંત બક્ષીની ‘કુત્તી’ હોય, સુધરેલા સમાજને એ વાર્તાઓ અશ્લીલ જ લાગી છે. કલાપી અને એના સમકાલિન કવિઓએ ખુલીને વસ્લની વાતો કરી છે. નર્મદે તો શૃંગારરસ અને કામક્રીડા પર એક આખું પુસ્તક ભરીને કવિતા લખી છે અને સંભોગનું સંપૂર્ણ વર્ણન પણ કર્યું છે. રમેશ પારેખના એક નવલિકાસંગ્રહનું નામ છે, ‘સ્તનપૂર્વક’. મુકુલ કવિતાઓમાં અસંખ્યવાર બે જાંઘનું ટોળું અને યૌનગંધા સ્ત્રીઓને લઈને છડેચોક આવ્યો છે…

અને અંતે ‘જાતીયતા ગોપીત જ રહે તેમાં શ્રેય અને ગૌરવ છે’ એમ કહેનાર વડીલોને મારે એટલું જ કહેવાનું કે જાતીયતા જીવનની ધરી છે. ધરીને કે પાયાને અવગણીને કોઈ સર્જન કદી થઈ ના શકે. જાતીયતાને છાની રાખવાની વિકૃતિને આપણે જ્યારથી આપણી સંસ્કૃતિ ગણી બેઠાં છીએ ત્યારથીજ ભારતવર્ષની પડતીની શરૂઆત થઈ છે… આપણા બાળકોને યોગ્ય ઊંમરે જાતીય શિક્ષણ આપણે નહીં આપીએ તો ગલી-મહોલ્લાના શેરી-મિત્રો નામનો રાક્ષસ તૈયાર જ છે, આપણા ભવિષ્યને ભરખી જવા માટે….

…અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.

29 thoughts on “એક વેશ્યાની ગઝલ-મારે કંઈક કહેવું છે…

 1. સૌ પ્રથમ તો ડો. સાહેબ ખુબ ખુબ અભીનંદન,
  આપના વાંચનભંડોળ માટે,

  આપના આ પત્રમા જે પ્રસંગો વર્ણવામા આવ્યા છે એ ઉપરથી આપની આપણા ભારતીય પુસ્તકો પ્રત્યેનો આદરભાવ ઝળકયો છે,
  વાત ચાહે કોઈ પણ પુસ્તકની હોય કે એના વાચકની સામાન્યત લોકો એને વાંચીને ભુલી જતા હોય છે, એ પુસ્તકની વાતો કે એનો ભવાર્થ બહુ ઓછા લોકો જાણી -સમજી શકતા હોય છે, રામાસણના કિષ્કિંધા કાંડમાં સર્ગ 25, શ્લોક 47મા આવી કોઈ વાત નો ઉલ્લેખ છે એ વાત રજુ કરવા એ પુસ્તકને ધ્યાનથી વંચ્યુ હોવુ જોઈએ અને વાંચ્યા બાદ પચાવ્યુ હોવુ જોઈએ…

  સ્વભાવે અને કાર્યક્ષેત્રે કલાકાર છુ… એટલે આજે આ વિષયમા એક બે શબ્દો લખી રહી છુ

  હુ ફાઈનઆર્ટસની વિધ્યાર્થી રહી ચુકી છુ,
  અભ્યાસકાળ દરમ્યાન અમારે એક વિષય આવતો જેને અમે એનેટોમી ઓફ હયુમન બોડી સ્ટ્રક્ચર કહેતા
  જેમા અમારી સામે એક મોડલ બેસાડવામા આવતુ અને અમારે એના હરેક અંગનુ ઝીણવટભર્યુ નિરક્ષણ કરી એને કાગળ ઉપર ઉતારવાનુ રહેતુ….

  જે મોડેલમા કોઈ સ્ત્રી પણ હોય અને પુરુષ પણ હોઈ શકે, જમેને અમારી સામે તદ્દન નીર્વસ્ત્ર હાલતમા બેસાડવામા આવતા ( અત્રે ઉલ્લેખનીય છે કે અમારા એક વર્ગમા કુલ મળીને 55 થી 60 વિધ્યાર્થી રહેતા જેમા યુવક યુવતી બન્ને નો સમાવેશ થતો )અને એ જરુરી હતુ કારણકે તો જ એક કલાકાર તરીકે અમે માનવ શરીરનો સંપુર્ણ અભ્યાસ કરી શકીએ…અને એક કલાકાર તરીકે અમારી લાગણીઓને વિચલીત થતી રોકી શકીએ..

  આ વાત અમારા માટે આસાન ન હતી, શરુઆતમાં ખુબજ તકલીફ પડી, કેટલાક સ્વચ્છંદી યુવકોની કોમેન્ટસથી અમે છળી ઉઠતા, અમારા યુવકમીત્રો સાથે નજર મેળવવામા અમને ક્ષોભ થતો, અને છેવટે એક સમયે અમે આ રીતે અભ્યાસ કરવુ નહી ફાવે કહી ને બહીષ્કાર પણ કર્યો…

  એ સમયે એમરા પ્રોફેસર સાહેબ અમારી વહારે આવ્યા, એમણે એમને કેટલાક પુસ્તકો બતાવ્યા ખજુરાહો અને અજંતા-ઈલોરાના ઘણી ચર્ચાઓ થઈ હરેક અપ્સરાના એક એક અંગઉપાંગો વિશે અને એનુ શીલ્પ કંડારનાર શીલ્પી વિશે….

  એક પ્રશ્ન એ પણ ઉઠયો કે જો મંદીરોમા જ આ પ્રકારના શીલ્પો કંડારાયા હોય તો કોઈ ઈશ્વરની ભક્તી કઈ રીતે કરી શકે, એનુ મન ચોક્કસ આ શીલ્પોની અપ્સરાઓ મા, એમના શરીર સૌષ્ઠવમા અટવાતુ રહે

  અને ઉત્તર મળ્યો કે,
  આમા શીલ્પી અને ભક્ત બંનેની કસોટી છે,
  શાલ્પીએ તો પોતાના તરફથી 100 % મુકી કામ કર્યુ અને શીલ્પમા પ્રાણ રેડી દીધા. હવે વારો ભક્તનો છે કે એ પણ મન વીચલીત કર્યા વગર ઈશ્વરમા ધ્યાન પરોવે,
  શીલ્પીને મન એની ક્રુતી એક પથ્થર પર કંડારેલુ અત્યંત સુંદર શીલ્પ છે પણ એને જોનાર વ્યક્તી એને કઈ નજરથી કયા ભાવથી જુએ છે એના પર નીર્ભર છે

  આ વાત અહી એટલામાટે રજુ કરી કે અહી પણ આ જ થઈ રહયુ છે, જે ભાવથી આ ગઝલ લખાઈ છે એ ભાવને સમજવા પ્રયત્ન થવો જોઈએ

  સ્પષ્ટ શબ્દોમા અહી એક ગણીકાની વ્યથાકથઆ રજુ થઈ છે એ ભાવને સમજવાને બદલે લોકોએ વાતનુ વતેસર કરી નાખ્યુ છે,

  આ વિષય ઉપર લખવા માટે ક્ષમતા જોઈએ અને એને જાહેરમા મુકવા માટે હિંમત……..
  વિવેકભાઈને મારા હાર્દીક અભીનંદન છે..
  આ ક્રુતી માટે

 2. અહીં, રાધિકાજી ની વાત યોગ્ય લાગે છે.

  વિવેકભાઇ આપનો ખુલાસો પણ વ્યાજબી છે. અંગોનુ વર્ણન તો શૃંગારરસ કવિતાઓમાં હોય છે.

  ગણિકાની મનોવ્યથાની ગઝલ માટે ફરી અભિનંદન.

 3. વિવેક,

  હું તારા વિચારો સાથે સહમત છું

  મીના

 4. I have neither found your Gazal objectionable nor found anything to comment.Sex is important part of life but authors amd painters have tendency to slip into vulgarity. There is a thin line of difference . If you have right to express your views , people have right their opinion. Do not be disturbed . You have tyo accept Bricks with bouquets. Keep on writing.
  And another thjing any Gazal with needs to be explained is an incomplete Gazal. The gazal should be self explanatory.
  BHARAT PANDYA

 5. Vivekbhai
  It seems the thing are going in circles. What I like the most is your original objective in your words and in particular the last line!

  શબ્દો એ મારું સાચું અસ્તિત્વ. જાણે મારા શ્વાસ. મારા શબ્દો અને એ રીતે મારા શ્વાસ લઈને નિયમિત રીતે મિત્રોને મળતા રહેવાની ખ્વાહિશ સાથે આ બ્લોગની શરૂઆત કરી રહ્યો છું. મિત્રોના પ્રતિભાવોની, પછી એ તમારા સપનાંને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાંખે એવા આકરા હોય, સદૈવ પ્રતીક્ષા રહેશે. એની કિંમત આંકવાની ગુસ્તાખી નહીં કરું.

  Jut do what your soul says… If you are happy with your poem (either as an experiment or as a keen emotional need) then nothing should deter you to change your beliefs or expressions, at least in theory.

 6. પ્રિય વિવેકભાઈ,

  પ્રાચીનકાળમાં આપણી સંસ્કૃતિ-સમાજ કેટલો મુક્ત અને નિર્દંભ હતો. જ્યારે અત્યારે આપણે સૌથી વધારે દંભી છીએ… અને એ દાંભિકતા જ સમાજમાં સડો પેદા કરે છે, મુક્તતા નહીં. ‘શાહમૃગ’ વૃત્તિ ફ્ક્ત આપણાં સમાજમાં જ જોવા મળે છે…

  –જયદીપ.

 7. મારી માન્યતા મેં રજુ કરી. એ હક્ક મેં વાપર્યો.
  બસ એટલું જ.

 8. પ્રિય વિવેક,
  100% તમારી વાત સાથે સહમતિ છે…
  આટલી બધી માહિતિ માટે ખૂબ ખૂબ આભાર…

  તમારી વાત એકદમ સાચી છે… અત્યારે આપણો દેશ પશ્ચીમની સંસ્કૃતિ પ્રત્યે ખેંચાઇ રહ્યો છે એનું કારણ પણ આપણો જાતિયતા જેવી પ્રાકૃતિક અને સહજ ક્રિયા પ્રત્યેનો ઢાંકપિછોડો અને એને દુષણ તરીકે ચિતરનાર આપણી જ પેઢી છે.

  અને રાધિકાએ કહ્યું એમ કે એક ગણીકાની વ્યથાના એ ભાવને સમજવાને બદલે લોકોએ વાત બીજે જ પાટે ચડી ગઇ…

  અંતે પંચમભાઇ કહ્યું એમ તમે બસ તમારા શબ્દોનાં શ્વાસો લઇને આવતાં રહો…

 9. એક ખુલાસો કરી લઉં. શ્રી સુરેશભાઈ એ નેટ-જગતના મારા સૌથી આદરપાત્ર મિત્ર છે અને હું એમને મારા પિતાના સ્થાને જ ગણું છું. મને વાંધો પડે ત્યારે હું ખુલ્લેઆમ કોઈ ડર રાખ્યા વિના લડી શકું તો એ માત્ર સુરેશભાઈની સાથે જ શક્ય છે. છાંયડો વડ જ આપી શકે. પણ એમના જેવા સુશિક્ષિત વડીલ જાતીયતાને આભડછેટ તરીકે જુએ એ મને ગમ્યું ન હોવાથી જ આ ખુલાસો કર્યો. સુરેશભાઈ અમારી સાથે લયસ્તરોની ટીમમાં અમસ્તા જ નથી આવ્યા. એમના આશીર્વાદ અને અધિકારને હું કદી નકારી શકું નહીં. આ ખુલાસો કદાચ એમના માટે નથી, આપણા બધાના માટે છે…

  રામાયણની પૂરક માહિતી મેં ક્યાંથી મેળવી છે એનો ઉલ્લેખ ત્યાં કરી જ દીધો છે. એટલે ભૂતકાળમાં વાંચેલા રામાયણના શ્લોકો સર્ગ, ઉપસર્ગ સહિત યાદ હોવાનો ડોળ ન જ કરી શકું.

  …ભરતભાઈ અને પંચમભાઈની વાત સાથે પણ સહમત છું. કવિએ જો કવિતાનો ખુલાસો કરવો પડે તો એ કવિતા અપૂર્ણ ગણાય. એ જ કારણથી આનાથી વધુ ચર્ચાયેલ ગઝલ “ત્રીજો કિનારો” વખતે પણ હું મૌન જ રહ્યો હતો અને આ ખુલાસો પણ માત્ર આપણી માનસિકતા પૂરતો જ સીમિત રાખી આખી વાતમાં ગણિકા કે ગઝલને ક્યાંય લાવ્યા વિના અંતે મેં એક જ વાક્ય મારી ગઝલ માટે કહ્યું છે:

  “..અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.”

 10. મિત્ર વિવેક,

  તમારી કવિતાઓ સરસ જ હોય છે. પરંતુ આ કવિતા માટે હું સુરેશભાઈ સાથે સહમત છું. દરેક વસ્તુ કલમ દ્ધારા રજૂ થઈ શકે છે, પરંતુ કલમકારનાં હાથમાં છે કે એ કલમનો ઉપયોગ કઈ રીતે કરે છે. મને એવુ લાગે છે કે આ જ વ્યથા થોડાક અલગ શબ્દો વડે રજૂ થઈ શકી હોત, અને તમારા જેવા શબ્દોના કારીગર માટે એ અશક્ય તો નથી જ.

  આપણે બધા જ જાણીએ છીએ કે “Bandit Queen” કેમ આટલી સફળ ભારતમાં થઈ હતી. Sex ખરેખર સુંદર વસ્તુ છે પરંતુ એટલા માટે એને Grossly રજૂ કરવાનુ જરૂરી નથી. દરેક સુંદર વસ્તુનું જાહેર પ્રદર્શન યોગ્ય તો નથી જ…
  આ કવિતા વાંચતા ક્યાક સુરુચી ભંગ થતો હોય એવુ તો લાગે જ છે.

  બાકી, તમે ખરેખર સરસ જ લખો છો અને ખેલદિલપૂર્વક કોઈ પણ નેગેટીવ કે ન ગમતા પ્રતિભાવોને હટાવ્યા વગર બહાદુરીથી બ્લોગ પર રજૂ કરો છો એ જીંદાદીલીની વાત છે. કહેવાતા આગળ પડતા બ્લોગરો પાસે પણ આવી ખેલદિલી તો નથી જ.

  સિદ્ધાર્થ

 11. Surely society is now different and more “pretentious” than it used to be earlier. Our literature has used the words like “yoni”, “kaam”, “rati” etc without any hesitation.

  But society is also pretending when they say such & such things happened in ramayan so we can do it too, but they don’t follow the life of Rama who had only Sita as wife in mind and heart. At that time, they say either Ramayan never existed or Ram was God and we are not.

  We all like things partially and that is our pretention.

  In the 7 to 10 thousand verses (please correct me) of Ramayan that Valmiki wrote to bring man closer to God, 3 to 4 verses he may have put in the mouth of some people to depict them in certain way, and what we notice today is these 3 to 4 verses and not the rest of thousands of verses.

  In Khajuraho – and other temples – what it says is leave the ‘lust’, the ‘kaam’ OUTSIDE. that is why all those lustful pictures are OUTSIDE and the GOD is inside. The one who is lustful he will not reach to the divinity that is the message of those temples – but again what message we take is that – our religious forefathers were worshiping sex and they had it in temple too.

  Shiva – who had destroyed Kaam – has the form of Ling – is again being related to human Ling – now that does not make sense. If our ancestors wanted to worship Human Ling – why would they attach him to Shiva who had destroyed Kaam? What about Ganga and Third Eye and Snake and everything then?

  Where is Valmiki, Ved Vyas or even Vatsayan and where are we? Were they only master of words? How can we compare us to them?

  Well, but why should I say all these? everyone has freedom of speech and there is nothing wrong in what you did. It’s just a matter of what category this material should go into! Would be nicer to put ‘Age 16 & Up’ for this poem.

 12. doctor saheb
  i always believe in writing whatever my heart feels. prob keeping this in mind u have also posted such a good gazal of prostitute. it is good to have positive and negative comments since atleast these people have interest in your poem. so continue writing. i am here to read ur all poems since i love it and i likeyour writing shaili. good gazal once again and do continue.
  pl don’t disturb with any comments . manoj

 13. Vivekbhai:
  Just to clarify on your belief on Shivalinga Puja:
  Shivalinga Puja came from Linga Purana, and Puranas in our culture were written to convey spirituality to common people living in jungle through a medium of story. Puranas have stories, which may not necessarily historical, but they are symbolical. The intellectual people get the symbolical i.e. hidden meaning out of these stories. The common people listen to the story only, and start following the “Dharma” based upon these stories, however the goal of the Rishis was to lead the common mass towards higher principles of life progressively. So, the LingaPurana narrates about shivalinga puja, however, the true meaning behind it is as following:
  There is a shivalinga which is a pillar kind of structure, and there is a circle around this pillar on the floor in the temples. This structure signifies that “Ekam Brahman, Anya Shunyam”, meaning the Brahman is the absolute truth, and everything else is Shunyam i.e. mithya. Similar to the Shankaracharya’s Brahma Satyam, Jagat Mithyaa” The shivalinga puja in this way signifies the great philosophy of “Advait Upasana”. If we know this real meaning of Shivalinga Puja, we should be able to explain people around world that in my India, it is not that we worship God’s Linga, but we worship the great principle of “Ekam Brahman, Anya Shunyam”. In Adwait Upasana, God is considered as un-manifest form without any qualities, and shivalinga puja is the way of worship to practice this principle.
  We have Dwait Upasana also where God is considered manifest form with qualities. In this way of worship, people worship the manifest form of Lord Shiva i.e. the Moorti of Shiva- Shiva Bhagvan sitting on the peak of Himalaya with snake, Gangaji etc. This has also meanings behind it.
  In short, two ways of worship- Adwait and Dwait- are thus practiced throughout India in Shiva temples, and in fact it is said in BhagvatGeeta Chapter 12 that these are the two different ways of realizing God; the Adwait (Nirguna Nirakar) is short but very difficult, and Dwait (Saguna Saakaar) long but simplerer for a common people.
  Thus, we should be clear in our minds about Lingapuja, it is not that Indian people are worshipping God’s linga. If someone accuses us in this way, we should be able to give them the right answer. Consider another example, people accuse India that Indians worship elephant-God. Here we should also know that it is not that we worship elephant, but we worship the qualities of elephant that Lord Ganesha has, and we want to acquire these qualities in our lives. All the symbols used in Ganesha’s Moorti have meanings. People accuse us that India worship cow. It is not that we worship cow, it is the fact that our KrushiPradhaan people worship cow as a representative of the whole animal world, we believe that there is a chaitanya i.e. God in animals also and to signify this, we worship cow as a representative of animal kingdom. Of course, we can not worship lion, it is not practical as one tries to do kumkum tilak on lion’s forehead, lion can kill him; so we picked cow who reminds us of our mother, too. Anyways, Indian culture ours is the great culture of the world, we should be proud of it and we should try to know each and every reasons behind our way of thinking, way of life and way of worship.
  -Mehul

 14. hello gujaratis,
  I am also gujarati, and want to say something in terms of philosophy, not in terms of poetry, because concept of shivling is philosophical. Philosophically, the concept is mature, and do not share the theory of original sin, which is essentially religion. But Indian mind, including gujarati, do not learn to sepak in philosopical terms.Shivaling represent more than desire,which is human against animal. And that is why one need philosophy. I am going to write a book on / philosophic interpretation of shivling. OK

 15. Hello,
  This is second comment, specific for prostitution. As a person, dealing with philosophy, and specifically with the symbole of shivling, my view about prostitution is also philosophic, and I think this system as a cruelty against humanity.The root of this cruel system like slavery can be found in philosophic system, which is courrupted by, theory of original sin, which has inspired religious world. Call girl, is not symbole of sacred or divine sex, anyway. The subject is very complicated, and this is the reason, I have decided to write a book on philosophic interpretation of shivaling. Ok

 16. વિવેકભાઈ…..
  નાના મોંઢે મોટી વાત ના થાય પણ સાચું કહું તો……

  કડવાહટ એ કડવાહટ છે પછી ભલે એ કારેલાંની હોય કે લીમડાની. દરેક વ્યકિત આ કડવાહટ પચાવી નથી શકતો, પછી ભલેને એ હકિક્ત જ કેમ ન હોયે? એમાં એ વ્યકિતનોકોઈ વાંક હોતો નથી. દરેક વ્યકિત ગાંધી હોવાની અપેક્ષા તમે રાખો એ ખોટું છે.ખરેખર તો ગાંધીજીના વિચારો પણ સૅકસ વિશે બહુ સારા નહોતા, હ્કિકતે તો એ સંકુચિત હતા.કદાચ જીવનના આ મહાન સત્યને એ સત્યવાદી પણ નહોતા પચાવી શકેલા! તો પછી હું કે સુરેશ જાની તો સામાન્ય માણસો છીએ.
  હું એટલુ જ કહેવા માંગુ છુ કે ઊર્મિબહેન અને જયશ્રીબહેને કરેલી સુરેશ જાની ની ટીકા વધુ પડતી છે.
  તમે એમ કહેવા માગતા હો કે ચંદ્રકાંત બક્ષીના ‘મશાલ’ વાર્તાસંગ્રહની નવલિકા”કુતી” અશ્લીલ નથી તો હું આપની સાથે સહમત નથી.વેશ્યાનુ દર્દ દેખાડવા આ હદે જવુ જ પડે એ જરુરી નથી.ગુરુ દત્તની ફિલ્મ “પ્યાસા”માં પણ એક ગીત(જિને નાઝ હે હિંદ પે વો કહા હે)માં વેશ્યાઓની મનોવેદના વર્ણવેલી છે અને એ ખુબ સારી રીતે વર્ણવી શકયા છે. આ તો થઈ બક્ષીની વાત…….જો તમારી આ ગઝલ વિશે કહુ તો એ મને બિલકુલ અશ્લીલ ન જણાયી અહિં અશ્લીલતા નહી પણ દર્દ પ્રસ્તુત છે. આભાર્.

 17. અરે પ્રતિકભાઇ…
  તમારા આ શબ્દો બીજા કોઇ બ્લોગની પોસ્ટ પરથી ઊડીને અહીં આવી ગયા કે શુ?

  “હું એટલુ જ કહેવા માંગુ છુ કે ઊર્મિબહેન અને જયશ્રીબહેને કરેલી સુરેશ જાની ની ટીકા વધુ પડતી છે.”

  તમારા આ વાક્યનો મર્મ જરા સમજાયો નહીં… કદાચ તમે થોડુ ધ્યાન દઈને વાંચશો તો ખ્યાલ આવશે કે આ પાના પર મારી તો એક પણ comment જ નથી, અને original post પર અમારી comments ‘શ્રી સુરેશભાઇ જાની’ની comment નાં પહેલા મૂકાયેલ છે.

  તમે જરા ફરીવાર ચેક કરશો તો ખબર પડશે કે આ પોસ્ટ અને ગઝલની પોસ્ટ ઉપર લખેલી ઊર્મિ કે જયશ્રીની કોઈપણ કોમેંટમાં ‘શ્રી સુરેશભાઇ જાની’ ના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી !!

  પણ હા… જો તમે ‘ટહુકો’ વાળી જયશ્રી અને ‘ઊર્મિસાગર’ વાળી ‘ઊર્મિ’ની વાત કરતા ન હોવ તો આ ટીપ્પણી બદલ મને માફ કરજો.

 18. …જયશ્રીબહેન
  નીચેના બે અભિપ્રાયો કયા જયશ્રીબહેન અને કયા ઊર્મિબહેનના છે એની મને ખબર નથી.
  At 11/16/2006 09:16:03 AM, UrmiSaagar said…
  એક મુક્તપંચિકા…

  “વિવેકે ભરી
  તારી ગઝલ,
  બસ ચાલ આગળ-
  છો ભસ્યા કરે
  શ્વાન પાછળ!”

  At 11/16/2006 09:43:10 AM, Jayshree said…
  I totally agree, Urmi.

  “જોવાનું એ છે, કે જેને ટીકા કરવી છે, એ પોતાનું નામ સુધ્ધા જણાવી શકતા નથી.

  જાહેરમાં અભિપ્રાય આપવા જેટલી હિંમત નથી, એ લોકો કોઇનું દર્દ શું સમજે ?

  હા આમાં કોઈ કોઈ ચોકકસ નામનો ઉલ્લેખ નથી એથી મારે તમારી માફી માગવી રહી પરંતુ આ અભિપ્રયો કોના માટે છે એ આપ જરુર જણાવજો.વરના તમારા જ અભિપ્રાયમાં લખેલ છે કે “જોવાનું એ છે, કે જેને ટીકા કરવી છે, એ પોતાનું નામ સુધ્ધા જણાવી શકતા નથી.” મારે પછી લખવુ પડશે કે જોવાનું એ છે, કે જેની ટીકા કરવી છે, એનું નામ સુધ્ધા જણાવી શકતા નથી.તમે આગળ પણ ક્ંઈક લખ્યુ છે હું નથી લખી શકતો.બસ હવે એકબીજા પર આક્ષેપબાજી કરવાનું બંધ કરો નહિંતર વિવેકભાઈ તમને ને મને બંનેને ગાળો દેશે…આખરે સુરતી છે.”

 19. પ્રિય પ્રતિકભાઈ, નમસ્તે…! 

  પહેલી વાત તો એ કે જૂની પુરાણી વાત કાઢીને આક્ષેપબાજી કરવાની તમે પોતે જ શરૂઆત કરી છે…!

  બીજી વાત… જયશ્રીની આ કોમેંટ…. “જોવાનું એ છે, કે જેને ટીકા કરવી છે, એ પોતાનું નામ સુધ્ધા જણાવી શકતા નથી. જાહેરમાં અભિપ્રાય આપવા જેટલી હિંમત નથી, એ લોકો કોઇનું દર્દ શું સમજે ? “ પરથી તમને તો ખ્યાલ આવી જ જવો જોઈતો હતો કે જેના માટે અમે કોમેન્ટસ્ લખી છે એણે પોતાનું નામ જ સુદ્ધાં લખ્યું નથી…!

  ત્રીજી વાત… આમ તો બીજાનાં બ્લોગ પર કોઈ પણ વ્યક્તિને લીધે આપેલી અમારી કોમેન્ટની સફાઈ અમારે બ્લોગનાં ઓનર સિવાય બીજા કોઈને આપવાની જરૂર જ નથી… અને એ સારી વાત છે કે તમને ‘નિર્દોષ’ નો પક્ષ લેવાનો ગમે છે, પરંતુ જાતે જાતે મનમાં અટકળ કરીને બંધ બેસતી પાઘડી કોઈ બીજાને પહેરાવી દઈ ને પછી બીજા કોઈકનું નામ લેતા પહેલાં તમારે પણ આ બધુ જરા એક-બે વાર વધુ વાંચીને ચેક જરૂર કરી લેવું જોઈએ… કે જેથી આવી વ્યર્થ ચર્ચાઓમાંથી બચી શકાય અને વાતનું વતેસર થતાં રોકી શકાય.

  ચોથી વાત… મહેરબાની કરીને આવા સુંદર બ્લોગ પર વ્યર્થ વાતોનું કોઈ નવું પ્રકરણ ચાલુ ના કરો અને વાતને અહીં જ સમાપ્ત કરો.

  અસ્તુ.

 20. આભાર ઊર્મિબહેન આ બ્લોગ શું હવે હું કદી કોઈ બ્લોગ પર કૉમેન્ટ નહી કરું.

  ફરી એકવાર આભાર.

 21. ગુજરાતી બ્લોગ જગતમાં સામસામી આક્ષેપબાજી અને એકબીજાને ઉતારી પાડવાના મુખ્ય કારણો છે…

  1. 2006ના મધ્ય કે અંતમાં કેટલાક ઉત્સાહી અને નવરા માણસો ગુજરાતી બ્લોગ જગતામાં પ્રવેશ્યા. 2007 પછી આવા નવરાધૂપોની સંખ્યા વધતી ચાલી….અને દરેક નવરોધૂપ એની સાથે એનો ઝંડો લઈને આવતો ગયો……અને બ્લોગે બ્લોગે પોતાનો ઝંડો લહેરવવાની મહેચ્છા કરતો થયો.

  2. કોઈ પણ સાહિત્યકૃતિ કે સર્જકના મનોભાવ સમજ્યા વગર એના પર સારી કે નરસી ટિપ્પણી કરવી. સારી ટિપ્પ્ણી હોય તો બહુ વાંધો નહિ પણ સાહિત્યના પ્રકારો પ્રયોગોની જાણકારી વગર કરવામાં આવતી કડક ટીકાઓ વાંચનારની મુર્ખાઈ છતી કરે છે અને બધા માટે મુશ્કેલી સર્જે છે.

  3. કોણે કેવા કાવ્ય/લેખ લખવા અથવા ન લખવા એની જાહેર (વણમાગી) સલાહો આપવી . દોઢડાહ્યા બની બીજાના કાવ્ય/લખાણમાં નાના મોટા ફેરફાર સૂચવી પોતાને મહાન સબિત કરવાના પ્રયત્નો કરવા અથવા તો કારણ વગર ગુજરાતી ભાષાની ઠેકેદારી કરવી.

  4. લોકોને જોડણી સુધારવા કે બગાડવાની સલાહો આપવી.

 22. સરસ લખેલ છ અન અમોન આ લખાણ ખુબ જ ગમેલ છે. આવુ ન આવુ લખતા રહેજો.

 23. BITTER ????
  YES…
  TRUTH IS ALWAYS BITTER !!!
  BUT THIS POETRY IS
  WONDERFULL ……

 24. વિવેકભાઈ,
  આપની આ ગઝલ અને તેના પ્રતિભાવો વાંચ્યા પછી મૌન રહેવું ઉચિત ન લાગતા મારો અભિપ્રાય જણાવું છું. મારા અભિપ્રાયનું સત્ય મારા પૂરતું જ સિમિત હોવા છતાં અનેક સાથેના આપણા અરસપરસના વ્યવહારમાં તેની અસર તો છે જ. સ્વતંત્રતા અને સ્વછંદતા તો ભેદ આપણે જાણીએ જ છીએ. પેટભર ભોજન વગર ટળવળતા લોકો પણ રસ્તા પર નગ્ન અવસ્થામાં જોવા નથી મળતા અને કદાચ નાગાબાવાઓ મળે તો પણ એમને વંદન કરનાર સમાજમાં સ્ત્રીઓની અધિકતા અવલોકનને આધારે વાંચવામાં આવી છે. આપણો સમાજ દંભી છે તેની ના નથી. કંઈક અંશે એ દૂષણ અજાણપણે આપણામાં પણ પ્રવેશી ચૂક્યુ હોય જે જાગૃતિ વગર દૂર કરવું શક્ય નથી. આપના આ સાહસ ને બિરદાવતા અને વખોડતા અનેક પ્રતિભાવોમાં ઊંચા આસને બેઠેલા પ્રખ્યાત સાહિત્યકારોએ મૌન સેવ્યુ છે તે જરા ખૂચ્યું. મૌનને અર્ધસંમતિ માનીએ તો સાહિત્યની આબરૂ માટે જવાબદાર એવા સમર્થ સાહિત્યકારોએ અહીં વિવેચન કરવાનું કેમ ટાળ્યુ? તે પ્રશ્ન છે. એમાં ય જ્યારે તમારા જેવા સક્ષમના હાથે લખાયુ છે ત્યારે તો ખાસ!
  મારા બ્લોગ પર મેં સુહાગરાત પર એક રચના લખી છે. સેકસ પ્રત્યે હું સૂગ નથી ધરાવતી એ જણાવવા અહીં ફરી મૂકું છું

  શયનખંડને બારણે તેં પગ મૂક્યો ને
  મારા હ્રદયના ખૂલ્યા કમાડ
  ઓરડે થયો અંધાર ત્યાં તો
  અંતરમાં રોશની ઝળાહળાં
  ખુલ્યા હોઠો ને બંધ થઈ આંખો
  હાથમાં હાથને મૂકતાં જ ફૂટી પાંખો
  આવરણ એક પછી એક સરતાં રહ્યા
  સાથ સરતુ રહ્યુ સહ્યુ ભાન પણ
  પળ બે પળની સમાધિમાં નિરાકારનો એક અંશ
  મને માતૃત્વનું ગૌરવ પ્રદાન કરવા
  મારામાં સાકાર થયો

  સેક્સમાં પવિત્રતા હોવી ઘટે તેમ સ્વચ્છતા પણ હોવી ઘટે. સુંદરતાનો કદાચ સત્ય સાથે મેળ ન પણ ખાય પણ વેશ્યાની સુંદરતા આ પવિત્રતા અને સ્વચ્છતા નષ્ટ કરે છે. વેશ્યાની મજબૂરી સમજીએ અને લગ્નસંસ્થા ટકાવી રાખવામાં તેનો ફાળો ન અવગણીએ તો પણ તે જ્યારે કવિતાનો વિષય બને ત્યારે તેની અસર વિષે વિચાર્યા વિના જવાબદાર કવિ તો પ્રગટ ન જ કરે. તમારા જેવા કવિ વ્યાપક અસર ઊભી કરી શકે છે ત્યારે તો વધુ વિચારવું રહ્યુ. મારા શબ્દોમાં લખાયેલ નીચેનો આ પ્રતિભાવ અનેકનો હોઈ શકે તે શક્યતા નકારી ન શકાય.

  “આખી ય કવિતા અર્થસભર છે અને હચમચાવી નાખે તેવી વાસ્તવિક છે છતાં દરેક પંકતિએ મૂકેલ શબ્દો ” બે જાંઘની વચ્ચેનો સૂર્ય” વિવેકભાઈના શ્વાસમાં વણાયા ત્યારે વિવેકભાઈએ જાણે વેશ્યાની વેદના દર્શાવવા માટે પાઠકને વેશ્યાવાડે લઈ જઈ નગ્ન વેશ્યા સામે ખડા કરી દીધા હોય તેવું લાગે છે આથી ભાગી છૂટવાની અદમ્ય વૃતિ એકવાર તો ઊઠે છે કદાચ આ કારણે જ પ્રતિષ્ઠીત સાહિત્ય સર્જકોના અભિપ્રાયની કમી જણાય છે તમારી કલમ વેશ્યાના ગુપ્તાંગને સ્પર્શ્યા વગર પણ એની વેદના દર્શાવી શકી હોત. આપણા શિલ્પોમાં માનવમનના વણસ્પર્શ્યા જે કેટલાક ભાવો આલેખાયા છે તેના અસ્તિત્વની નોંધના સ્વીકાર સાથે તેના વરવા સ્વરૂપથી મુકત હોવાનો આનંદ સાત્વિક આનંદ સાથે ભળીને વધુ સાત્વિકતા તરફ કદાચ દોરી શકે. મને તો અહીં આ કાવ્યમાં બેશરમ અને ક્રોધિત વેશ્યાનું ખુલ્લુ આહવાન જ પ્રદર્શિત થતુ જણાય છે અને સૂર્યશક્તિના ઉપાસકો જો તમારી કવિતા વાંચે તો સૂર્ય નમસ્કાર વખતે તમારી કવિતા યાદ ન આવે તેવું જરૂર ઈચ્છે. કવિતા ઊંચાઈ પર લઈ જવાને બદલે નીચા ઉતારે ત્યારે વેશ્યાની કવિતા ખુદ કદાચ વેશ્યા જેવી થઈ રહે એમ હું માનું છું અને મારી માન્યતા એ સામાન્ય જનની માન્યતા હોવાથી નકારવા યોગ્ય નહી ગણો તેવી આશા !

 25. આપના અભિપ્રાયનું અન્ય તમામ અભિપ્રાયો પેઠે સ્વાગત છે… દુનિયા જોવા માટે દરેક પાસે પોતપોતાના ચશ્મા છે અને દરેક પોતાના ચશ્મા વડે પોતાના માટે સાચી દુનિયા જ જુએ છે, એટલું જ કહીશ!

  આભાર!!

 26. વિવેક સર દુનિયા જોવા માટે દરેક પાસે પોતપોતાના ચશ્મા છે અને દરેક પોતાના ચશ્મા વડે પોતાના માટે સાચી દુનિયા જ જુએ છે, એટલું જ કહીશ!

 27. can not open the ghazal on your blog….but have read it in the book…awesome…bold….great….

Comments are closed.