બે હાઈકુ

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા… સુરમ્યા તાપી, સપ્ટેમ્બર,2006)

 

ઝાકળચણ
ચણી જતાં પ્રભાતે
તડકાપંખી !

*

વ્યોમ વિધવા
સાંજટાણે ; લોપાયો
સૂરજચાંલ્લો !

– વિવેક મનહર ટેલર

19 thoughts on “બે હાઈકુ

 1. વાહ વિવેકભાઇ. ખુબ સુંદર રચના! હાઇકુ કાવ્ય પ્રકાર મને હંમેશા બહુ “challenging” લાગ્યો છે. માત્ર ૧૭ અક્ષરોમાં એક ચિત્ર ઊભુ કરવું ખુબ મુશ્કેલ છે. ખાસ તો પહેલી રચના ખુબ ગમી. અભિનંદન.

  થોડા દિવસ પહેલા તમે મારા બ્લોગ પર એક કૉમેન્ટ મુકી હતી કે મૉઝિલા ફાયરફોક્સ પર મારો બ્લોગ વાંચી શકાતો નથી. હું બ્લોગ-વિશ્વમાં ખુબ જ નવો છું. તમે મને આ પ્રૉબ્લેમનું કોઇ સૉલ્યુશન કહી શકશો?

  હેમંત પુણેકર

 2. વિવેકભાઈ,
  સુંદર હાઈકુ….

  એક હાઈકુ…

  ખુરશી મળી,
  નેતા, બદલાયા ,ને
  થયા દાનવ..

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા…..

 3. અરે, વિવેક! તારા હાઇકૂ પણ તારી કવિતા જેટલાજ સરસ છે.
  પણ શ્વાસ ગાયબ?!

 4. શબ્દોનાં શ્વાસે
  ધડકતો રહે છે,
  કાવ્યનો દેહ!

  બંને હાઇકુઓ સરસ છે…
  and what a co-incident!
  આજે મેં પણ મારા બ્લોગ પર હાઇકુઓ જ પોસ્ટ કર્યા છે!

 5. વિવેકભાઇ..

  આભાર…આવી જ રીતે તમારા આભિપ્રાય આપતા રહેશો તો મને કંઇક નવું આપતા રહેવાની ધગશ રહેશે.

 6. આ જોઇ ને હવે મને પણ હાઈકુ પર હાથ અજમાવવાનો વિચાર થઈ આવ્યો..શું લખો છો તમે.તિ સુંદર..વ્યોમ વિધવા
  સાંજટાણે ; લોપાયો
  સૂરજચાંલ્લો !

  આ વધારે ગમ્યું.

 7. સુરજ વ્યોમ ની શોભા છે,

  એના અસ્ત થયા પછી આકાશ વિધવા ના કપાળ જેવુ લાગે..!!!

  અત્યંત સુંદર વિચાર..

 8. સરસ . વ્યોમ પુલિંગ છે . એને વિધવા કહેવાથી કોઈ દોષ તો સર્જાતો નથીને ? એટલું જોવું રહે !!

 9. વ્યોમ’ પુલ્લિંગ છે? ના… વ્યોમ, નભ, આભ, આકાશ – આ બધા નપુંસકલિંગ શબ્દો છે.. પણ અહીં લિંગનું મહત્વ જ નથી.. અહીં તો સૂર્યને એક આકાશસુંદરીના કપાળ પરનો ચાંદલો કલ્પ્યો છે… અને આ ચાંદલો ભૂંસાઈ જતો કલ્પ્યો છે…

 10. અરે !! મારા મનમાં નપુસક્લીંગ છે … અને લખી ગયું પુલિંગ . સોરી . તમારી આવી આકાશ્સુન્દરી !!!!!!!! ઓકે.

 11. ઉડતું પક્ષી,
  લક્ષ લેતો પારઘી,
  પ્રાણ મૂલ્ય શું ?

  પ્રકાશ મકવાણા ‘પ્રેમ’ )…અમરેલી … કેમ લાગ્યું આ હાઇકું…જવાબ આપશો તો ગમશે..

Comments are closed.