શોષણ V/s સમર્થન

થોડા સમય પહેલાં ગઝલ નામે ગઝલમાં અચાનક નજરે ચડી ગયેલી મારી એક રચનાની વાત કરી. આજે ફરી એવી જ એક વાત કરવી છે. ગઝલ ગરિમા 2009ના અંકમાં મારી રચના પ્રકાશિત થઈ છે એની જાણ એક મિત્રે SMS વડે કરી હતી… રચના તો પ્રકાશનાર્થે મેં જ મોકલાવી હતી પણ એ રચના પ્રકાશિત થઈ છે એની જાણ સંપાદક તરફથી કદી કરવામાં ન આવી… પુરસ્કાર જેવો શબ્દ તો ગુજરાતી સંપાદકોના શબ્દકોશમાં હોતી જ નથી, એક નકલ મોકલાવવાનો વિવેક પણ એ કરી શક્તા નથી…

સુરતમાં ‘બુક વર્લ્ડ’ ખાતેથી હું પુસ્તકો ખરીદું છું. એમણે ગઝલ ગરિમાની લગભગ ડઝન-દોઢ ડઝન પુસ્તિકાઓ મંગાવી. સંપાદક કમ પ્રકાશકે રિટેઇલરને પણ એક ટકો ડિસ્કાઉન્ટ આપ્યું નહીં એ છતાં બુક વર્લ્ડના શ્રી સરવૈયાએ ખોટ ખાઈને પંદર ટકા ડિસ્કાઉન્ટ મને આપ્યું…

…ખેર… ગઝલ ગરિમામાં પ્રકાશિત થયેલ આ મારી પહેલી અને આખરી કૃતિ છે કેમકે શોષણ કોઈ પણ સ્વરૂપમાં હોય, એ ખોટું જ છે… એનું સમર્થન કદી હોઈ શકે નહીં !

Ghazal Garima 2009_aaj varSho pachhi

*

Ghazal Garima 2009

47 thoughts on “શોષણ V/s સમર્થન

  1. બરાબર છે વિવેકભાઈ.

    મેનેજમેન્ટનો પ્રશ્ન હોય એવું વધુ લાગે છે. સારા પ્રકાશનગૃહો પ્રકાશનના દરેક પગથીયે લેખકને સંમિલિત કરતા હોય છે. છાપ્યા પછી પ્રત તો મોકલાવી જ ઘટે પણ ઘણીવાર છાપ્યા પહેલા છેલ્લીવાર પ્રૂફ માટે પણ મોકલે એવી અપેક્ષા અજુગતી ન ગણાય.

    સંસાધનોની કમી નડતી હોય એવું બનવાજોગ છે. કવિતાની ચોપડીના વેચાણમાં પ્રકાશકને જ ગુજરાતમાં ખોટના ધંધા હોય એમાં લેખકને પહોંચાડવાની વાત તો ક્યાય બાજુએ રહી જાય! જો કે આમાંના એકેય તર્કનો મારી પાસે પાયો નથી. આ તો તુક્કા!!! એ બધું કરવામાં શું નડે છે એ તો પ્રકાશન કરી જોઈએ તો કદાચ ખબર પડે.

  2. જો આ ખોટનો જ ધંધો હોય તો આટલા વરસોથી આટલા બધા પ્રકાશકો શા માટે મંડેલા રહે છે એ સમજાતું નથી… અને નવા પ્રકાશકો સતત ઉમેરાતા જ જાય છે. હું મારા પુસ્તકો છપાવવાની પળોજણમાં આજકાલ પડ્યો છું એ ઉપરાંત ત્રણ-ચાર વર્ષથી સુરતના તબીબોના એક ગ્રુપનું ત્રૈમાસિક પણ છપાવું છું એટલે કેટલી વીસે સો થાય છે એ હું બરાબર જાણું છું. પુસ્તક પ્રકાશકો નફાનું માર્જિન જ એટલું મોટું રાખે છે કે ખોટ ખાવાનો પ્રશ્ન જ રહેતો નથી…

    જે સંપાદક-પ્રકાશક નિયમિત પુસ્તક વિક્રેતાને પણ ડિસ્કાઉન્ટ આપતા નથી એમનો નફો એટલો ઓછો ન જ હોઈ શકે કે લેખક-કવિને એક પ્રત અને રોયલ્ટી આપી ન શકે… મારા માટે સાહિત્ય એ અર્થોપાર્જનનો હેતુ કદી હતો નહીં, છે નહીં અને હશે નહીં પણ ઘણા એવા છે જેમની જિંદગી સાહિત્ય ઉપર નિર્ભર કરે છે…

    મારો પ્રશ્ન મારા માટેનો નહીં, પણ આવા સાહિત્યકારો માટે છે… કવિતાઓ કવિઓએ લખી. સંપાદકે ઉઘરાવી, છાપી અને પૈસા ગજવે કરી લીધા… સાહિત્યકારોને સાવ જ ઠેંગો? રૉયલ્ટી તો નહીં જ, એક મફત પ્રત પણ નહીં????

  3. શ્રી વિવેકભાઈ,
    શોષણ V/s સમર્થન…!
    અહીં કવિતા પૂર્વે તમે લખેલા લખાણ અને શ્રી અમિત પટેલના પ્રતિભાવનો તમે આપેલ પ્રત્યુત્ત્રર,બન્ને બાબતે હું મારૂં સમર્થન વ્યક્ત કરૂં છું.
    સાથે-સાથે કવિઓ(સાહિત્યકારો)પ્રત્યે તમારી લાગણીને પણ વધાવું છું.

  4. સ્વાભ્વિક ધન્ધો તો ખરો , પન , દાન્ત ખોતિ, ગુજ્રરાતિ સહિત્ય ને કલન્ક ના લાગે તેવો ઈરાદો ,કોઈ તો કરો , સર્જક ને સહ્યાય કર્વેી, તે જ પ્રમાને પ્રકાસ્ક નિ પહેલિ ફરજ , આ વાત દરેક વાચ્ક વર્ગ વેચારે ……., વાતો ને લેધે …..સ્વાભ્વિક વતાવરન, સરલતા રહેતિ નથિ………….તમારી આ સમ્સ્યા તર્ફ અમારિ સમ્પુર્ને સહય્ત ………………ફરિ … ના થાહ્….તેનિ ……..કલ્જિ લેવિજ રહિ …………………….કાગ્દાનેી જ્જાત કાલિ તો રેહવનિ …….

  5. સાચી વાત વિવેકભાઈ. સમર્થનનો તો સવાલ જ નથી. આ તો વિચારતો હતો કે નીતિ સિવાય બીજું શું ખૂટતું હોઈ શકે? ઈરાદાપૂર્વકનું શોષણ હોય એનો તો વિરોધ કરવો જ રહ્યો. તમારા સાથે સંપૂર્ણ સહમત છું.

  6. પ્રિય વિવેકભાઈ,
    તમારો રોષ અને નિર્ણય બંન્ને સાચા છે. સર્જકોને ફદીયુંય ન પકડાવે એ અપરાધ તો ખરો જ. વળી, જેને મન સર્જન અર્થોપાર્જન નથી તેમને તો એક પ્રતની અપેક્ષા સ્વાભાવિક જ હોય

  7. કવિ વિવેકનો આક્રોશ સમજી શકાય છે.આવો ઘણાનો અનુભવ હતો, છે અને રહેશે. સાહિત્ય સર્જકો અને તબિબિ વ્યવસાયના મહેતાણા અંગે પશ્ચિમના દેશોમા સ્પષ્ટ વલણ છે.હવે ભારતમા પણ આ અંગે પ્રગતિ થઈ છે.
    કવિતાને કારણે
    વરસાદ નહીં વરસે
    કવિતાને કારણે
    સૂરજ નહીં ઊગી શકે
    કવિતાને કારણે
    નહીં ભરી શકાય પેટ.
    પણ કવિતા
    જરૂર બતાવી શકે છે રસ્તો –
    પાણી લાવવાનો
    રાત પસાર કરવાનો
    ભૂખ ભાંગવાનો…કવિતાની મર્યાદા અને તાકાત બંને બખૂબી દર્શાવાયા છે.તો બીજી તરફ આપે આખી જિંદગી શું કવિતાના નામે લોકોની છેતરામણી જ કરી છે? શબ્દોના ફીફાં જ ફાંડ્યા કે શું? એવું માનનાર વર્ગ પણ છે.મારા કવિતાના શોખને એને ઓઢવી કે પાથરવી?પૂછી-નકામો સમયનો બગાડ ગણનારા છે!’કવિતા કરવાનું બંધ કરીએ તો આમ, તો કશું ના થાય – એટલે કે કશું થાય જ નહીં !’ જયન્ત પાઠક
    ત્યારે ફૈઝ અહમદ ફૈઝની કેટલાંક વરસ જેલમાં રહ્યા. ત્યાં એમણે એ નઝમ લખી, જેનો એક શેર પ્રગતિશીલ શાયરીનો ઇકલાબી મંચૂર બની ગયો —
    આ શેર એમણે ત્યારે લખેલો જ્યારે એમના પર રાવળપિંડી કાવતરાનો કેસ ચાલતો હતો તેમ જ તમામ પ્રકારના પ્રતિબંધો એમના પર હતા. કાગળ અને પેન પર પણ પ્રતિબંધ હતો. કોઇ કેદી છૂટતો ત્યારે ફૈઝ પાસેથી એમના સાથીઓ માટે સંદેશ બહાર લઇ જતો. આ સંદેશો મોઢામોઢ અપાતો અને બહારના સાથીઓમાં ખળભળાટ મચી જતો.
    મતાએ-લોહ વ કલમ છિન ગઇ, તો ક્યા ગમ હૈ
    કિ ખૂને દિલ મેં ડૂબો લી હૈ અંગુલિયાં મૈને
    આ માત્ર શેર નહોતો,દુનિયા-એ-ઈન્કલાબનો એક સંદેશ હતો,
    …………………………
    ત્યારે બેકાર સાહેબ કહે છે
    જીવન સમસ્ત કાગળો અઁદર દફન હતુઁ.
    ધર્માદા અંતે મળ્યુઁ કવિને કફન હતુઁ.
    મહેનત વગર હબીબને થેલી મળી ગઈ
    ’બેકાર’નુઁ એ કારણે હસ્તુ વદન હતુઁ,
    ત્યારે બક્ષી પેશાબમા બળતી બળતરા અને આઁખમા આવતા ઉના પ્રસવેદથી લખી ખુશામદિયા બન્યા વગર કટારના રૂ:૫000.00 અને ભાષણના રૂ:૧0000.00 થી ૨0000.00 ચાર્જ કરી શકતા.
    કદાચ આવા આક્રોશનો જવાબ એમની પાસે હતો

  8. વિવેકભાઈ આ વાત તમારી વેબ પર મૂકવી છે પણ પહેલા તમને મારે પૂછવું છે, પછી આજે રાત્રે આ પત્ર મૂકિશ.

    લયસ્તરો પર પણ સંપાદિત કવિતાઓ મૂકાય છે એનું શુ? લયસ્તરો કયા નિયમ જાળવે છે?

    1. માની લો કે ઘણી કવિતાઓ કવિઓ લયસ્તરોને મોકલી આપે છે. પણ પછી કયારે તે લયસ્તરો પર પ્રગટ થઈ તે શું કવિઓને જણાવાય છે? લયસ્તરો કવિતા મૂક્યા સાથે કવિઓના કાવ્યસંગ્રહો/વેબસાઈઈટોની નોંધ લે છે?
    2. લયસ્તરો કવિઓને પુરસ્કાર આપે છે? કવિઓની મંજૂરી લેવાનો પ્રયત્ન કરે છે?
    3. જે કવિઓની, એમની જાણ બહાર કવિતા મૂકાય છે એમની સાથે લયસ્તરો કયા પ્રોટોકોલ ફોલો કરે છે?

    લોકો સામે આંગળી ચીંધવી બહુ સહેલી છે. આપણને જે ન ગમતું હોય એવું વર્તન આપણે બીજા સાથે પણ ન કરીએ.એવું
    મારું માનવું છે.મારા પર તૂટી પડવાની દરેકને છૂટ છે પણ લોજીકલી,અને ભૂતકાળમાં બન્યું છે તેમ મનગમતા વાક્યોમાં
    પણ,
    હિમાન્શુ

  9. હિમાંશુભાઈને અને વિવેકભાઈને બંનેને ધન્યવાદ ! વિવેકભાઈ ખેલદિલ છે તેથી જરૂર આનો જવાબ આપશે પણ મને લાગે છે કે કૃતિ પ્રકાશિત થાય છે તેને જ મોટી કદર માનનારો વર્ગ ઘણો મોટો છે જેમાં પ્રકાશકો પણ આવી જાય છે. સાચો કલાકાર “કલા ખાતર કલા”માં માનતો હોઈ વળતરને તે બહુ મહત્વ ન આપે તો પણ એની કલામાંથી જે લોકો પૈસા રળે તેમણે તો કલાકારને સૌ પ્રથમ વળતર અને આદર આપવા જ જોઈએ. “લયસ્તરો” એ રીતે પૈસા બનાવ્યા વગર ફક્ત આનંદ માટે પોતાને જે ગમે છે તે બીજાને પણ ગમશે માની જે વાંચે છે તે વંચાવે છે. તેથી તેમને માફ કરી શકાય પણ જે રીતે વિવેકભાઈની ગઝલ છપાઈ છે તે તો યોગ્ય નથી જ. કલાનું વેચાણ થાય અને કલાકારને વળતર ન મળે તે તો સરાસર અન્યાય જ છે. અગાઉના સમયમાં કલાને વેચવી પડે તેનું પણ દુ:ખ કલાકારો અનુભવતા તે જગ્યાએ હવે રોયલ્ટીને સ્ટેટસ સાથે જોડીને કલાની દેવી પર અત્યાચારો વધ્યા છે. જેમાં કલાકારો પણ જોડાયા છે ત્યારે એકલા પ્રકાશકો સામે આક્રોશથી સારૂં પરિણામ મેળવી શકાય તેવી આશા રાખવી તે વધારે પડતું લાગે છે.

  10. વિવેક ભાઇ
    ખોટુ તે ખોટુ જ છે પણ શુ કરીશુ ? મને તમારી કવીતા ઓ ખુબ ગમે અને તેથી તેની કોપી હુ મારા ઓર્કુટ ઉપર મુકુ છુ…..બને તો માફ કરશોજી……ખુબ ખુબ સોરી……પણ જવાબ યોગ્ય જરુર થી પોઝીટીવ આપશો એવી આશા……..હુ આપ શ્રી ના જવાબ ની રાહ જોઇશ…..સલીલ પાઠક….

  11. રેખા બેન ગુજરાતના એવા સામયિકો છે જેમણે મારા કાવ્યો છાપ્યા છે અને પુરસ્કાર આપ્યો નથી
    તો મારે આવી કૃત્રીમ વાતો લખવી ? શુશા પૈસા ચાર ભાષા કોઈ ઓળખતું નથી અને એક ગઝલ્
    સંગ્રહ પ્ર્ત્યે ઉહાપોહ? લાખોની આવક ધરાવ્તો ડૉ.૭૫રુ.માટે આવો બદનક્ષિ ભર્યો ઉહાપોહ?????
    કશુંક ખાનગી બફાયું છે જે અમેરિકામાં આપણને ખબર નથી- ટોળાવાદ????

  12. હિમાંશુભાઈ… આપ આપના પ્રતિભાવની શરૂઆતમાં લખો છો કે “વિવેકભાઈ આ વાત તમારી વેબ પર મૂકવી છે પણ પહેલા તમને મારે પૂછવું છે, પછી આજે રાત્રે આ પત્ર મૂકીશ”…

    આના કારણે વાચકમિત્રોને કદાચ ગેરસમજ થાય એટલે સૌથી પહેલાં એનો ખુલાસો કરીશ… આ કોમેંટ મારી સાઇટ ઉપર મૂકવી કે નહીં એ વિશેનો મેલ આપે મને કર્યો ત્યારે ભારતમાં ઘોર અંધારું હોઈ એની તો આપને જાણકારી હશે જ.. સવારે આપનો મેલ વાંચીને આપને અનુમતિ આપતો પ્રત્યુત્તર લખવા બેટઃઓ ત્યારે જ ધ્યાન ગયું કે આપે આ પ્રતિભાવ દલા તરવાડીની જેમ ‘રીંગણા લઉં કે બે-ચાર’વાળી કરીને મૂકી જ દીધો છે… મારી સાઇટ પર બધાને પ્રતિભાવ આપવાની છૂટ છે જ… એના માટે કોઈએ અનુમતિ લેવાની જરૂર નથી. આપે પણ એ જ કર્યું છે તો પછી મને પૂછ્યા પછી પ્રતિભાવ મૂક્યો છે એવી ખોટી છાપ ઊભી કરવાની કોઈ જરૂર ખરી?

  13. આપનો આ મેલ પહેલાં ખાનગી અને પછી પબ્લિક છે કે પછી પહેલાં પબ્લિક અને પછી ખાનગી?

    આપનો મેલ અત્યારે વાંચી રહ્યો છું ત્યારે આપની આ કોમેન્ટ મારી સાઇટ પર પબ્લિશ થઈ ગયેલી જોઉં છું…

    Take care…

    Dr. Vivek Tailor
    મારો જવાબ
    આપનો આ મેલ પહેલાં ખાનગી અને પછી પબ્લિક છે કે પછી પહેલાં પબ્લિક અને પછી ખાનગી?

    આપનો મેલ અત્યારે વાંચી રહ્યો છું ત્યારે આપની આ કોમેન્ટ મારી સાઇટ પર પબ્લિશ થઈ ગયેલી જોઉં છું…
    ( મને હતુ ખાન્ગી રાખૂ પણતમે પબ્લિક થયા તેથી હું પણ પબ્લિક થયો.)
    હિમાન્શુ

  14. લયસ્તરો વિશે થોડી વાત કરું…

    લયસ્તરો અને પુસ્તકો વચ્ચે બહુ મોટો બુનિયાદી તફાવત છે… અને એ બધા જાણે જ છે છતાં આજે પુનરોક્તિ કરીશ.

    લયસ્તરો વર્ડપ્રેસની ‘ફ્રી સર્વિસ’થી ચાલતો બ્લૉગ નથી. લયસ્તરો પોતાનું વેબ-ડોમેઇન અને વેબ-સ્પેસ ધરાવે છે અને એ માટે ગાંઠનું ગોપીચંદન કરે છે… વેબ-સ્પેસ અને ડોમેઇનનો ખર્ચો ભલે બહુ મોટો નહીં હોય પણ લયસ્તરો એ ખર્ચો પોતાના ખિસ્સામાંથી કરે છે.

    લયસ્તરો પર કોઈ પણ પ્રકારની જાહેરાત સ્વીકારવામાં આવતી નથી. લયસ્તરોના વાચકો પાસેથી પણ કોઈ પણ પ્રકારનો ખર્ચ કે લવાજમ વસૂલ કરવામાં આવતું નથી. લયસ્તરો એ વિશ્વભરના ગુજરાતીઓ માટે નિઃશુલ્ક સુવિધા છે…

    લયસ્તરો ચલાવવા માટે અમને સતત પુસ્તકોની જરૂર પડે છે… મારી જ વાત કરું તો હું લગભગ દોઢ ડઝનથી વધુ ગુજરાતી સાહિત્યલક્ષી સામયિકોનું લવાજમ ભરું છું અને વરસે દહાડે દસથી પંદર હજાર રુપિયાના કવિતા વિષયક પુસ્તકો ખરીદું છું જેની રોયલ્ટી જે તે કવિઓને પ્રકાશકો (કદાચ!) પહોંચાડતા જ હશે…

    લયસ્તરો એક ઓન-લાઇન ડાયજેસ્ટ છે જે માત્ર હજારો કવિતાઓના સાગરમાંથી ખાસ પસંદ કરીને કવિતાઓ આપ સહુ સુધી પહોંચાડે છે. અને લયસ્તરો પુસ્તકોથી એ રીતે પણ અલગ પડે છે કે એ કવિતાઓ સાથે એક નાનકડી ટિપ્પણી આપે છે જેથી ગુજરાતી ભાષાથી વિખૂટા થઈ ગયેલા ગુજરાતીઓ કવિતા અંગે સમજણ કેળવી શકે, મિત્રતા બાંધી શકે અને કવિતાને આત્મસાત કરી શકે…

    અમે અમારા ખર્ચે ચારસો-પાંચસો પ્રતોમાં બંધાઈને પડેલી કવિતાઓને વિશ્વભરનું ફલક પૂરું પાડીએ છીએ… જે દિવસે અમે આ સાઇટમાંથી પૈસા કમાવાનું શરૂ કરીશું એ દિવસે કવિઓને પણ રોયલ્ટી જરૂરથી પહોંચાડીશું.

    મોટા ભાગના સંપાદનોમાં કવિના નામ-સરનામાં કે ફોન નંબર હોતા નથી એટલે મોટા ભાગના કવિઓને વ્યક્તિગત રીતે જાણ કરવી શક્ય બનતી નથી… પણ મેં પોતે અત્યાર સુધીમાં લગભગ સોએક કવિઓ સાથે એમની કૃતિ સંદર્ભે વાત કરી જ છે અને એમની અનુમતિ લીધી જ છે…

    ઘણા સામયિકો પણ પુરસ્કાર આપતા નથી એ વાત ખરી… પણ એ પણ યોગ્ય ગણી શકાય?

  15. હિમાંશુભાઈ,

    આપ લખો છો કે: “મને હતુ ખાન્ગી રાખૂ પણતમે પબ્લિક થયા તેથી હું પણ પબ્લિક થયો”

    વાચકોમાં શું સાચે જ એટલી ઓછી અક્કલ હશે કે તમારો પ્રતિભાવ પહેલાં પ્રગટ થયો છે કે મારો જવાબ એ જોઈ ન શકે?

  16. હિમાઁશુભાઈ, તમારી સાથે થયુ તે ન થવું જોઈએ તે જ વાત વિવેકભાઈની પણ છે અને મને ખાત્રી છે કે એમના ઉહાપોહથી ઘણાને ફાયદો થશે. તમારી માફક ઘણા ઉહાપોહ વગર સહી લે છે એટલે જ તો આવું શોષણ અટકતું નથી. તમારા જેવી હિમંતવાળા પણ વિવેકભાઈ સાથે ભળે તો કદાચ વધુ સારૂં પરિણામ લાવી શકાય. બાકી. વિવેકભાઈ જેવા કલાકાર જો ટોળાવાદમાં ફસાય તો તો સાહિત્યક્ષેત્રની બદનસીબી જ સમજવી. ગુજરાતી સાહિત્યક્ષેત્ર એટલું બદનસીબ તો નથી એમ મારૂં માનવું છે.

  17. વિવેકભાઈ,

    ગઝલ ગરિમાની એક પ્રત આપને મળે એ અપેક્ષા યોગ્ય જ છે. પણ સંપાદક/પ્રકાશક શોષણ જ કરે છે એ વાત સાથે હું પુર્ણતઃ સહમત નથી. માનવી માત્ર ભૂલને પાત્ર એ ન્યાયે કદાચ ભૂલી ગયા હોય એવી એક શક્યતા ખરી. બીજી એક (બહુ ઓછી) શક્યતા એ છે કે આપણું પોસ્ટ ખાતુ કરામત કરી ગયું હોય એમ પણ બને. હા, આપ સંપર્ક કરો અને એ દાદ ન આપે તો શોષણ જ કહેવું પડે.

    લયસ્તરો બાબતે હું આપની સાથે સહમત છું.

    આ બધી બબાલ બાજુએ મૂકીએ તો ગઝલ ખરેખર ગઝલની ગરિમા જાળવે એવી થઈ છે! અભિનંદન!

  18. હિમાંશુભાઈના સંદર્ભમાં બે’ક વાતોથી વાચકમિત્રોને માહિતગાર કરવા માંગું છું:

    1) હિમાંશુભાઈના તમામ કાવ્યસંગ્રહો ગઝલ ગરિમાના સંપાદક/પ્રકાશકે જ પ્રકાશિત કર્યા છે.

    2) હિમાંશુભાઈએ એમના આ બધા સંગ્રહો મને અને ધવલને ‘લયસ્તરો’ માટે ભેટ આપ્યા હતા પણ એમની કવિતાનો તાગ પામવામાં અમારો પનો ટૂંકો પડતો હોવાથી અમે લયસ્તરો પર એમના સ્વરચિત કાવ્યો મૂક્યાં નથી. પણ વિશ્વ કવિતાના એમના બે અનુવાદ જરૂર લયસ્તરો પર પ્રકાશિત કર્યા છે અને એ કવિતા સાથે એમના કાવ્યસંગ્રહની નોંધ પણ સાભાર લીધી હતી:

    http://layastaro.com/?cat=601

  19. વિવેકભાઇ..પૈસાની જરૂર હોય કે ન હોય એ અલગ વાત છે..પરંતુ આપણા શબ્દોની કદર તો થવી જ જોઇએ…એમ માનું છું.. હું પણ અર્થોપાર્જન માટે લખતી નથી..કે એવી કોઇ આર્થિક જરૂરિયાત નથી. છતાં પુરસ્કાર ન આપતા હોય ત્યાં લખવાનું પસંદ નથી કરતી… કેમકે આપણા શબ્દોની કદર આપણે જ નહીં કરીએ તો બીજા કોણ કરે ? શા માટે કરે ?
    લેખકો અને કવિઓનું શોષણ થાય છે એ હકીકત સાથે હું સહમત છું. એના કારણો અનેક છે..એની ચર્ચા અહીં શકય નથી.

    લયસ્તરો માટે હું તમારી સાથે સહમત છું.. હું માનું છું કે એનાથી કવિઓને પરોક્ષ રીતે ફાયદો જ થાય છે..નુકશાન નહીં. એટલીસ્ટ એમનું નામ તો લોકો સુધી પહોંચે છે .

  20. I haven’t yet finished reading all the comments but I would certainly study all on this thread. I have been a professioanal author in the field of compuer software for many years, have published eight books, and published many articles, papers, etc. with prestigious publishers,and in computer periodicals. My experiences with all US publishers have been good. For most of my books I got advance, and got paid for most of the artiicles.
    God willing I would try to write on my Blog about my experiences with American publishers, and suggest some remidies about the problems of the worlds of Gujarati books, and magazine publishing. My goal has been to beome a professional writer in the US in Gujarati also which seems to be almost impossible! I would also welcome suggestions from the esteemed readers, operators of Gujarati Blogs and Web sites, and especially from those who have published Gujarati book(s) in the last five years or so.
    –Girish Parikh
    Blog: http://www.girishparikh.wordpress.com
    Forthcoming Gujarati book: ADILNA SHERONO ANANDA.

  21. કોઇ પણ સંપાદકે લેખકની રચના પુસ્તક કે વેબ સાઇટમાં સામેલ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી જોઇએ અને તે માટે જરૂરી સંમતિપત્ર પણ મેળવવું જોઇએ. રચનાત્મક શક્તિઓને માન મળવું જ જોઇએ. સંમતિપત્રમાં જરૂરી શરતો દ્વારા જણાવી શકાય કે લેખકને પુરસ્કાર આપવામાં આવશે કે નહીં. લેખક સહમત થાય પછી જ તેની રચનાને પુસ્તક કે વેબ સાઇટમાં મૂકવી જોઈએ. વેબ સાઇટ પર કવિતા કે નાનકડી રચના મૂકતી વખતે લેખકની પરવાનગી ન લઈ શકાઈ હોય તો તે માટે પ્રયત્ન ચાલુ રાખી, લેખકની રચનાની નીચે તે અંગેની નોંધ પણ મૂકી શકાય. જે વેબ સાઈટ કોઈ ઘંધાકીય હેતુ માટે નથી, પરંતુ પ્રેમથી વાચકો માટે રચનાઓ (ખાસ કરીને કવિતાઓ) મૂકે છે, તેને અપવાદરૂપ ગણી શકાય. જો કે સંપાદકે લેખકનું સૌજન્ય જાળવવું તો જોઇએ જ.

  22. વિવેકભાઈ,
    લયસ્તરો અંગે સંજયભાઈની વાત સાથે હું સહમત છું. ઘણા લોકો તમારી સાથે સહમત થયા હોઈ મને આ મુદ્દો થોડો વધારે વિસ્તારથી ચર્ચવા જેવો લાગે છે. બધાના મતની રાહ જોઇશ. ચર્ચા સંપૂર્ણપણે તટસ્થ લેવા વિનંતી. તમારી, હિમાંશુભાઈ કે ગઝલ ગરિમાના પ્રકાશક સાથે કોઈ સંબંધ હોય એટલી ઓળખ હજી મારી સાહિત્યજગતમા હજુ છે નહિ એટલે મારા માટે એક વાચક તરીકેની તટસ્થ ચર્ચા સિવાય કોઈ હેતુ નથી. ચર્ચા પર આવીએ. અર્થોપાર્જન માટે રાખવું કે સાહિત્ય પ્રેમથી નિ:શુલ્ક વહેંચવા માટે રાખવું એ સંપૂર્ણપણે સંપાદક અને પ્રકાશક તરીકે તમારો નિર્ણય જરૂર થી હોઈ શકે. પણ એવા સંપાદન કે પ્રકાશન માટે સર્જકે પોતાનું સર્જન પણ નિ:શુલ્ક આપવું છે કે નહિ એ એમનો નિર્ણય હોવો ઘટે. મારું માનવું એવું છે કે પ્રકાશક ખોટ ખાય, નફો કરે કે ગાંઠના ગોપીચંદનથી વહેંચણી કરે એ એનું જોખમ છે અને લેખકની રોયલ્ટી સાથે એ વાત ને કોઈ લેવા દેવા નથી. હું તમારી આ વાત સાથે સહમત નથી: “જે દિવસે અમે આ સાઇટમાંથી પૈસા કમાવાનું શરૂ કરીશું એ દિવસે કવિઓને પણ રોયલ્ટી જરૂરથી પહોંચાડીશું.” પ્રશ્ન બહુ સરળ છે: મારી પાસે પૈસા હોય તો હું તમારી કવિતાઓ તમારી સંમતિ વિના છપાવીને ની:શુલ્ક વહેંચી શકું કારણ કે તમારી કવિતા મને બહુ ગમે છે? (Btw, તમારી ગઝલોનો હું બહુ મોટો ચાહક છું અને તમે મારી એક ગઝલ પર ઈસ્લાહ કરી એ મારા માટે એક બહુ મોટો દિવસ હતો) જો કે મને ખાતરી છે કે લયસ્તરો જેવી સંપૂર્ણ નિસ્વાર્થ સેવા માટે મોટાભાગના સર્જકો એમનું સર્જન રાજીખુશીથી અને નિ:શુલ્ક આપશે જ, આપતા હશે જ, પણ પૂછવાનો વિવેક જરૂરી છે. સંજયભાઈ એ કહ્યું તેમ, પૂછવાનો પ્રયત્ન પ્રકાશન પછી પણ જારી રાખવો જરૂરી છે અને બેશક દરેક એવી રચના જેમાં અનુમતિ લેવાની બાકી છે કે શક્ય નથી એની નોંધ એ રચનાની નીચે હોવી જ જોઈએ. આવું કહેવા પાછળ મારો આશય વધારે તો એ છે કે લયસ્તરો (અને ટહુકો) જેવા બ્લોગ ઘણા લોકો માટે એક પ્રેરણા સમાન છે. અહી જે સારા નિયમો પળાય એ બીજે પણ પ્રસરે એવું મારું માનવું છે. અત્યારે એવા કેટલાય બ્લોગ છે જે માત્ર એક જ લેખકની કૃતિઓ એક પછી એક પૂછ્યા વગર છાપ્યે જાય છે. એવા બ્લોગને આંગળી ચીન્ધીએ ત્યારે એ જો આપણને લયસ્તરો પણ ક્યાં પૂછી ને મુકે છે એવું કહે તો જવાબ દેવામા તકલીફ થઇ જાયને! તમારા જેવા દિગ્ગજ શું કરે છે એ ઘણાલોકો જોતા હોવાથી તમારી જવાબદારી થોડી વધારે! જે કારણથી તમારા આ પ્રકાશનનો મુદ્દો તમે લાવ્યા છો, એ જ કારણથી હું આ બધું કહું છું. હિમાંશુભાઈએ કહ્યું તેમ લયસ્તરો કયા પ્રોટોકોલ ફોલો કરે છે એનું એક પાનું બનાવીને મુક્યું હોય તો ખોટું નહિ. તમે જે કરો જ છો એ લોકો જાણે તો બીજા પ્રકાશકો કદાચ શીખે અને કઈ નહિ તો વાચકોને મનમા શાતા રહે. લયસ્તરો પર ની:શુલ્ક વાંચતી વખતે રચનાકારને અન્યાય થતો હોવાનો ગુનાભાવ સંવેદનશીલ વાચકો ને ન આવે એટલો એનો ફાયદો.
    જો કે એક વાત જે તમે કહી નથી એ મને લાગે છે કે બહુ જરૂરી છે: તમે લયસ્તરો પર ફક્ત પુનર્પ્રકાશન કરતા નથી પણ મોટાભાગના કિસ્સામાં રસાસ્વાદ કરાવો છો: એ દ્રષ્ટિએ એ મૌલિક લખાણ હોઈને સંપાદનથી એક ડગલું આગળ છે એટલે કદાચ કવિતાના રસાસ્વાદ જેવા લેખોમા જે પ્રોટોકોલ પળાતો હોય એ વધુ યોગ્ય ગણાય. બહુ લાંબી વાત થઇ ગઈ અને કદાચ નાના મોઢે મોટી વાત થઇ ગઈ, પણ એક ચાહક અને વાચક તરીકે જે સમજણ છે એ કહ્યું. ચર્ચા ઉભી કરવાનો ને એ બહાને જાગરૂકતા લાવવાનો જ તમારો હેતુ હશે એવું માની વિના ખચકાટ એન્ટર પ્રેસ કરું છું 🙂
    -અમિત.

  23. ઘણાં મેગેઝિનો બ્લોગ પરથી લેખકને પૂછયા સિવાય વાર્તા ઉઠાવીને છાપી નાખે છે..લેખકને જાણા સુધ્ધાં નથી હોતી… કયારેક કઓઇ મિત્ર જાણ કરે તો જ અને ત્યારે જ ખબર પડે…

    આવું અનેકવાર મારી સાથે થયું છે..અન્ય સાથે પણ થતું જ હશે. આજનું જ ઉદાહરણ આપું તો આજે જ એક મિત્રે મને જણાવ્યું કે તમારી નવનીત સમર્પણમાં છપાયેલી વાર્તા ” એક ઔર ધરતીકંપ ”
    ” જલારામા દીપ ” નામના મેગેઝિનમાં ફરીથી વાંચી..આનંદ થયો. !!

    આવું અન્ય મેગેઝિનો માં ..પણ થતું રહે છે..
    છે કોઇ ઉપાય ? ભલે એ રીપબ્લીશ થઇ હોય પરંતુ લેખકને જણાવવાની પણ ફરજ નહીં ?

    શરૂઆતમાં તો મારી અપ્રગટ રચનાઓ પણ હું બ્લોગ પર મૂકતી હતી…ત્યારે એમાંથી કોઇએ લઇ લીધી હોય અને મને જાણ ન હોવાથી હું એને અપ્રગટ માનીને અન્ય જગ્યાએ મોકલું ત્યારે …? વિના વાંકે હું આરોપીના પિંજરમાં…. હવે તો પ્રકાશિત થઇ ગયેલી રચનાઓ જ મૂકવાનો નિયમ અપનાવવો પડયો છે..

    આ આપ સૌની જાણ માટે… આવું અન્ય લેખકો સા થે પણ બનતું હશે જ…

    વચ્ચે સુરેશ્ભાઇ જાનીની એક વાર્તા સમુદગાર મેગેઝિનમાં વાંચીને મેં તેમને અભિનંદન આપ્યા તો તેમણે આશ્રવર્ય વ્યકત કરતા કહ્યું કે તેઓ તો એ મેગેઝિનનું નામા સુધ્ધા નથી જાણતા… મોકલવાનો તો સવાલ જ નથી.

  24. Befor publication as respect for author consent is professional courtesy,reward is secondary.We need to end this discussion and carry on with service to Gujarti Language and Guzle,of course this is lesson for publishers to respect author hope they take it right spirit.

  25. બહુ સારા સારા લેખકો અને કવિઓ રૂપકો અને અલંકારોની ઊઠાંતરી કરે છે અને હવે મોટેભાગે બ્લોગ પરથી થતી હોવાથી મારા જેવાના ઊઠાંતરી થયેલા શબ્દો મોટા કવિઓને નામે વાહવાહ પામે ત્યારે એ શબ્દો સતાવાર રીતે એમના થઈ જાય છે અને મૂળ સર્જકને મૌન રહેવામાં શાણપણ છે તે વગર કહ્યે સમજાય જાય છે. કોઈના નામ પર કાદવ ઉછાળવાથી શો ફાયદો?
    મારા બ્લોગ પર મૂકેલા એક ઈંગ્લીશ આર્ટીકલમાં એડીટિંગ માટે મારી અમેરીકન મિત્ર મેરીયનનો આભાર મેં ભૂલથી પ્રદર્શિત કરેલ. ખરેખર તેણે બીજો આર્ટિકલ એડિટ કરી આપેલ જે મેં પોસ્ટ નહોતો કર્યો અને ગેરસમજણથી મારી દીકરીને બદલે તેનું નામ મેં લખેલ. મેરીયને મારી ભૂલ સુધારી એટલે મેં કહ્યુ વાંધો નહી પણ હું હવે સુધારો નહી કરૂં તો ચાલશે ને? એટલે કહે, “પણ જે મેં નથી કર્યુ તેની ક્રેડિટ મારાથી કેમ લેવાય? અને એમ થાય તો મને ખટક્યા કરે”. એક અમેરીકન સાહિત્ય રસીક કરતાં જ્યારે આપણા કોઈ સાહિત્યકારની કક્ષા ઉતરતી દેખાય ત્યારે જે દુ:ખ થાય છે તેમાં સૂકા પાછળ લીલું પણ બળે અને ગુજરાતી તરીકેનું ગૌરવ થોડું ઝાંખુ પડી જાય. ખેર, આ ચર્ચાથી હવે ઉદાસીનતા આવી ગઈ છે. ગમે તેટલા શોરબકોર પછી ય કોઈની વૃતિઓ પર અંકુશ રાખી શકાતો નથી આવું કરનાર પોતે સમજે તો જ સુધારો છે.

  26. વિવેક ભાઈ,
    મુદ્દો ઉઠાવવા બદલ અભિનન્દન . તમે કવિતા ન લખો તો એમનુ પ્રકશન બન્ધ થવાનુ નથી. તમે, તમારા કમનસિબે, વ્યવસાયે રહ્યા તબિબ. અને તબિબોને તો ધનવર્ષા જ હોય !તમને એક કવિતા માટે પ્રકાશક કોઇ રકમ મોક્લે કે ન મોક્લે તમને શુ ફરક પડે? !!!!
    મફ્ત મેળવવામા આપણે ગુજરાતીઓ સિદ્ધ. પછી ભલે એ કોઇનુ શોષણ કરીને મફતમા મેળવેલુ હોય, આપણે એને આપણી સિદ્ધિ લેખાવીએ. આપણે એને ‘ગુડ ફઈનાન્શીયલ મેનેજ્મેન્ટ’ના સભ્ય નામે ઓળખીએ છીએ. આજે ગુજરાતી સુગમ સન્ગીતની જે આર્થિક અવદશા ચાલે છે તેને માટે પણ આપણી આ ગુજરાતી માનસિક્તા જવાબદાર છે.
    તેમ છતા ગુજરાતી લખાતુ રહે છે અને ગવાતુ રહે છે એ પણ આપણુ ગુજરાતીપણુ જ છે. Keep writing.

  27. વ્યક્તિગત પદ્ધતિઓ, લાભાલાભ કે તર્કાતર્ક ઉપરાંત કોઈ પણ પ્રકારના સંપાદનને બે બહુ સહેલી રીતે આ મુજબ પણ જોઈ શકાય.

    ૧. નૈતિક મૂલ્યના આધાર પરઃ એક સમજાય એવું ઉદાહરણ લઈએ તો ગાંધીજી કે વિનોબાજી કોઈ પણ પ્રકારનું સંપાદન કરતા હોય તો કેવી રીતે કરે?

    ૨. કાયદાકીય જોગવાઈઓ મુજબઃ આંતરરાષ્ટ્રીય કૉપીરાઈટના નિયમો અભ્યાસ, પાલન અને યથોચિત અમલીકરણ દ્વારા.

  28. હિમાંશુભાઈના સંદર્ભમાં બે’ક વાતોથી વાચકમિત્રોને માહિતગાર કરવા માંગું છું:
    1) હિમાંશુભાઈના તમામ કાવ્યસંગ્રહો ગઝલ ગરિમાના સંપાદક/પ્રકાશકે જ પ્રકાશિત કર્યા છે.

    વિશ્વમાં સ્મોલ પ્રેસ મુવમેન્ટ્સ જોરશોરથી ચાલે છે. આપણે ત્યાં પા પા પગલી ભરે છે.મફત ઓઝાએ
    શરુ કરેલ હજું છે,અમ્દાવાદથી ડિવાઈન પબ્લીકશન ચાલે છે,ઈમેજવાળા મહેશભાઈએ શરું કરી છે,
    હલક મૂબઈથી પંકજ શાહની,ક્ષિતિજ સુરેશ જોશીની અને તેમાંથી મેં હલક પસંદ કરી હતી ડૉ,નલીન
    પંડ્યા અને યશવંત ત્રિવેદિના સૂચનથી,સંદર્ભે ઉપરનું વાકય-મહિતિ નથી,-targeted language
    લાગે છે,સાંકળીયું છે.

  29. છાપકામ બાબતે અને નેટ બાબતે પણ સરખા ધારાધોરણો લાગુ પાડવા જોઈએ. (ભવિષ્યમા આવનારા નવા કોઈ માધ્યમને પણ આ બાબત લાગુ પડે છે.)

    સમ્પાદન કે પ્રકાશન માટે વિવેકભાઈનો અભિગમ યોગ્ય જ છે. કોઈ પણ પ્રકારનુ શોષણ ચલાવી ના લેવાય.

    નૈતિક રીતે જોઈએ તો લયસ્તરો માટે જે કવિનો સમ્પર્ક ના કરી શકાય એની કૃતિ મુકવી ના જોઈએ. હા, જે નો સમ્પર્ક શક્ય જ નથી તેની કૃતિ મુકી શકાય જેમ કે, ગીતાના શ્લોક માટે કૃષ્ણનો કે વેદવ્યાસનો સમ્પર્ક શક્ય નથી કે નથી તેના કૉપી રાઈટના હક્ક કોઈ પાસે. એવી સ્થિતીમા મૂળ કર્તાના નામનો ઉલ્લેખ પૂરતો છે.

  30. ગુજરાતી બચાવોનો છાશવારે પોકાર કરતા ગુજરાતીના માંધાતાને એટલું જ કહેવાનું કે વિદેશી લેખકો-કવિઓની કૃતિ છપાય ત્યારે તેમને પુરસ્કાર તો ઠીક પણ અંક મોકલાય એટલી કાળજી લેવાય તો ઘણું.બાકી પોકારો કરવાથી ગુજરાતી બચવાની આશા ઓછી છે.પ્રકાશકો-સંપાદકોએ એ સમજવા જેવું છે.

  31. શ્રી ડો.વિવેકભાઈ,
    આપના વિચારોને સમર્થન આપતા એટલુ કહી શકાય કે પ્રકાશકો-સંપાદકો સાહિત્યકારોને રોયલ્ટી ન આપે, પ્રત ન મોકલે, જાણ પણ ન કરે પરંતુ પ્રશસાના બે વાક્યો લખી પત્ર દ્વારા એમની રચના કોઈક અંકમા પ્રકાશીત થયેલી છે એ જણાવવા જેટલો આદર્-વિવેક પણ બતાવી ન શકે, ખુબ અકળામણ થાય એવી વાત ઉપરના સૌ ભાવકો-ચાહકોએ કરી છે ત્યારે સામાન્ય વાચક તરીકે મનદુખ સાથે આપની લાગણીઓ સાથે સહભાગી થાવુ છુ……….આપ આપની યાત્રા-ગઝલ સગોષ્ટી જાળવી રાખશો જેથી અમારી સાથેનો નાતો જળવાઈ રહે, આભાર્…………………….

  32. વિવેકભાઈ
    તમારી બધી સો ટકા સમર્થન આપું છું.
    મને પણ સંપાદકોના માઠા અનુભવ થયા છે.

    એ બધાના નામ લૈ મારે નથી થાવું ખરાબ.
    સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.

    મિત્રો આપણને જણાવતા રહે એટલું સારું છે…

  33. વિવેકભાઇ,

    આ વાતમા હુ સમ્મત છુ….
    આપની તથા સોની જાણ માટે …
    આ બાબતે ‘ગુજરાતી લેખક મડળ’ કામ કરે છે…સરનામુ…
    માનવ મીડીયા, ૩૦૪, આતિશ એનેક્સી, ઓફ સી.જી. રોડ્, સમર્પણ લેન,
    ગુલબઇ ટેકરા, અમદાવાદ – ૩૮૦૦૦૬. ફોન – ૦૭૯-૨૬૪૬૪૭૧૫
    પ્રમુખ – મનીષી જાની – ફોન- ૯૪૨૭૦ ૧૦૦૧૧
    અધ્યક્શ – યશવન્ત મહેતા – ફોન – ૯૪૨૮૦ ૪૬૦૪૩

  34. વિનિતભાઈ (જોડણી બરાબર છે?)
    નમસ્તે.
    ‘ગુજરાતી લેખક મંડળ’ના સભ્ય શી રીતે થઈ શકાય? વેબ સાઈટ કે બ્લોગ હોય તો એની માહિતિ આપશો. ‘ગુજરાતી લેખક મંડળ”નું North American Chapter કોઈ શરૂ કરે તો સરસ.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    Blog: http://www.girishparikh.wordpress.com
    E-mail: girish116@yahoo.com
    Forthcoming Gujarati book: ADILNA SHERONO ANANDA

  35. સહુ દોસ્તોનો દિલથી આભાર…

    બહુ ઓછા મિત્રો પ્રતિભાવ આપવાની હિંમત કરી શક્યા છે એટલે જે જે મિત્રોએ હિંમત દાખવી એ સહુ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે…

    કોમન વેલ્થ ગેમ્સ, આદર્શ સૉસાયટી, 2 જી ટેલિકોમ કૌભાંડ, સ્વીસ બેંકના કાળાં નાણાં અંગેના સરકારના સૂચિત મૌનથી લઈને દૂધ-કાંદા-પેટ્રોલના આગઝરતા ભાવ સામે પણ ચૂપ રહેવા ટેવાઈ ગયેલી પ્રજા (મારા સહિત!) આવી નાની બાબતમાં મૌન સેવે એ જ ઉચિત છે !!!

  36. વિવેકભાઈઃ આ નાની બાબત તો નથી જ. સર્જકોએ જ સાહિત્ય, સંગીત, અને કલાનું મૂલ્ય (ક્લાત્મક અને આર્થિક — બન્ને મૂલ્યોની હું વાત કરું છું) પ્રજા (એમાં પ્રકાશકો પણ આવી જાય છે) ને સમજાવવું જોઈએ. ઈશ્વરની ઈચ્છા હશે તો આ બાબત વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર વધુ લખવા પ્રયત્ન કરીશ.

  37. http://www.girishparikh.wordpress.com પર આજની પોસ્ટ વાંચવા વિનંતી. ઝલકઃ
    ડૉ. ભરત શાં. શાહની ‘મૃત્યુલોક’ વાર્તા પણ વેધક છે. ‘મૃત્યુલોક’ને જીવન-લોક (કે જીવંતલોક) કે કદાચ સ્વર્ગલોકમાં ફેરવી શકે કવિ. પણ કવિનું જ મૃત્યુ થાય કે એ પણ મૃત્યુલોકનો એક સભ્ય બની જાય પછી શું થાય? …

    આગળ વાંચો અને પ્રતિભાવ આપો.

  38. વિવેક ભાઇ,
    ખુબ ખુબ શુભકામનાઓ. આપના આ પાચ વરસ ના સ્વરમય સફરે દુર દુર સુધેી કવિરદય ને રસ તરબોલ કરયા ચ્હે. આમ જ આવિરત આપનેી રસ ધાર વહેતિ રહે.
    માધવિ

  39. Pingback: શોષણ અને મજબૂરી | Axaypatra/અક્ષયપાત્ર

Leave a Reply to Chirag Cancel reply

Your email address will not be published. Required fields are marked *