મનજીભાઈ…


(મારા મનજીભાઈ…                                                સ્વયમ્…2005)

*

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…

મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા…

મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
પણ કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પાછું એના વિના તો નક્કામા સૌ સરનામા…

-વિવેક મનહર ટેલર

ચૌદ નવેમ્બર…ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ… મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ. એટલે આ નિમિત્તે આજે એક બાળગીત… અને શક્ય હશે તો આવતા એક મહિના સુધી દર અઠવાડિયે એક બાળગીત મૂકવાની ઈચ્છા છે… જન્મદિન મુબારક હો, બેટા !

18 thoughts on “મનજીભાઈ…

 1. Happy Birthday, Dear Svayam..!!

  Vivekbhai, e kadach Jayshree Aunty ne naa olakhato hoy, pan olakhan aapi ne chokkas wish karajo ene mara taraf thi..!!

  ane haa.. Manajeebhai ni vaato sambhalavani kharekhar maza aavi..!!

 2. Dear Swayam, Happy Birthday and many many returns of this day!! Hope your Birthday is ekdum jakkaas!!!!! Wishing for all the best in life!!

  Dear Swayam na daddy, આ મજાનાં મનજીભાઇની સાથે સાથે અમને પણ ગલી ગલી ભટકવાનું અને મજા કરવાનું મળશે એજ આશા સહ… મનજીભાઇને પ્યાર!

  સસ્નેહ…

 3. આપના લાડકવાયાને જન્મ-દિવસની ઘણી ઘણી હાર્દિક શુભેચ્છાઓ.
  અરવિંદભાઇ પટેલ.
  યુ.કે.થી.

 4. DEAR SWAYAM,
  તુમ જિયો હજારો સાલ
  સાલ કે બિન હો પચાસ હજાર

  નીલા

 5. Dear swayam…….
  bar bar ye din aaye bar bar ye dil gaaye….tum jiyo jitne bhi saal bas raho khushaal……

  sujata

 6. Many happy returns of the day to birthday boy!

  This is a very good geet Vivekbhai.
  Simple, easy to follow and meaningful.

  ‘Geet par thodo haath ajamavo Vikekbhai’

 7. ,Jeevem Sharad Shatam….Happy b’day..
  Really nice gift for swayam and all the kids.now let’s have saabu bhai too.Right Swayam

 8. happy (belated )birthday to dear svayam…its never too late to wish.
  vivekabhai.abhinandan apne pan. ihave also started this blog on my daughters b;day as gift to her.
  how old he is?may god fulfill all his dreams.and yr poem is very nice.liked and enjoyed it.thanks

  nilam doshi

  http://paramujas.wordpress.com

 9. સ્વયં,
  Many Many Happy Returns
  of the Day,

  મનજીભાઇ,
  કેટલી મનમાની પાર્ટીમાં કરી ?
  બાળપણને મનભરીને માણી શકે
  તે જ શુભેચ્છા,

  પીન્કી.

 10. ‎——-
  મનજી તો દરેક ના મન નો મૌજી ભાઈ… બેફીકર બાળપણ યાદ આવી ગયું…
  પણ વિશેષ માં એક આનંદ એ પણ થયો આ નીચેની હકીકત જાણી ને…
  “ચૌદ નવેમ્બર…ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ… મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ.”…
  આ નો અર્થ એ કે તમારી પાસે “વેલેન્ટીન ડે” ઉજવવા નું પણ મજબુત કારણ છે… તમારો વેલેન્ટીન ડે આમજ ઉજવાતો રહે …

Comments are closed.