(મારા આંગણનું અજવાળું… …ઑક્ટોબર-2006)
જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.
ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!
દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.
સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.
ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?
ડૉ.વિવેક મનહર ટેલર

17 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/92/trackback/
November 8, 2006 at 11:35 pm
Dhaval
જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
- very nice !
November 10, 2006 at 7:40 am
Jayshree
કિંવા એટલે ?
November 10, 2006 at 11:15 am
વિવેક
કિંવા એટલે પરંતુ…
November 10, 2006 at 6:11 pm
Manish
ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?
તારો દેહ ઘડ્યો શબ્દોઍ,
તુ બસ, ઘડતો રહે ગઝલ.
November 10, 2006 at 7:04 pm
chetan framewala
દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.
વિવેકભાઈ,
આપનાં આ દશ આંકડાનાં છેટા એ મને વીશ વર્ષ પાછો ધકેલી દીધો…….
આપનો આભાર….જરૂર કોઈ ટીશ માં કુંપળ ફૂટશે…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
November 10, 2006 at 7:31 pm
Mrugesh Shah
ખૂબ સુંદર ગઝલ છે આ. વિશેષ તો મને એટલા માટે ગમી કે એમાં બ્લોગનું નામ એકદમ સહજ રીતે આવી ગયું. ખરેખર ઉત્તમ. ખૂબ ખૂબ ધન્યવાદ વિવેકભાઈને.
November 10, 2006 at 7:53 pm
BharatPandya
મજા આવી ગઈ.ખુબ નાજુક વીચારને નજાકત થી પેશ કર્યો છે.
કવીતા તો તમારો શ્વાસ છે.
મનોજનો શેર યાદ આવે છે — ગઝલ તારે મન મનોરં્જ- મારે તો પ્રાણ વાયુ છે.!
તમે કવીતા સું્ઘો છો,શ્વસો છો,સ્પર્શો છો અને ખુલ્લા દીલે વેરો છો.
November 10, 2006 at 9:33 pm
Anonymous
hello doctor,
I read your mail” how far is she from yourself?” What I realised that your’s SHE is other than your wife…!!!
Now please clarify WHO IS SHE???
I can see her in most of your gazals…Please…. if you don”t mind. …
November 10, 2006 at 10:23 pm
nilam doshi
ઘડી ઘડી તને લેવો પડે….સરસ.આવી મજબૂરી તો નશીબદાર ને જ મળે.ને એવી નશીબદાર હોવા માટે આપને અભિનંદન.
nilam doshi
November 10, 2006 at 10:24 pm
Anonymous
મિત્ર વિવેક,
………..
મીના
November 10, 2006 at 11:22 pm
Anonymous
hi there,
soft and sentimental creation.
kyak to tame sabdo ne karya ankbandh
ane kaho chho sabdo chhe swaas tamara!
November 10, 2006 at 11:24 pm
sana
Very nice way to remember someone who is not with u physically but always in your mind.
10 fingers have no strength to dial 10 numbers….very good one.
November 11, 2006 at 12:07 am
અમિત
દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.
વાહ !
અભિનંદન.
November 11, 2006 at 12:07 am
Shroff Puja.
‘Je najukai thi aa samnu ankh ne adke,tu aj rite mara vicharo ne adke’..very nice lines.
Can u please tell me how to write gujarati fonts?
November 11, 2006 at 2:26 am
PlanetSonal
khoob saras
November 14, 2006 at 2:03 am
ઊર્મિસાગર
પહોંચાડશે એજ એક દિ’ મેરુ સમ ઉંચાઇએ,
એટલે આ શબ્દો તમને શ્વાસ થઇને અડકે.
November 25, 2006 at 2:50 pm
Anonymous
Hey doctor u Rock man..! love ur words.. keep it up man..!