ગઝલ નામે ગઝલ

OLYMPUS DIGITAL CAMERA
(શબ્દનું ઝાકળ…                                  …શબરીધામ, ૧૪-૦૮-૨૦૦૯)

*

કોઈ બુકશૉપમાં પુસ્તક ખરીદવા ઊભા હોઈએ, એક પછી એક ચોપડી ઊઠલાવતાં હોઈએ અને અચાનક કોઈ એક પુસ્તકનું કોઈ એક પાનું તમારું નામ ચિત્કારી ઊઠે તો કેવું અનુભવાય? સુરત ખાતે બુકવર્લ્ડ મારી નિયમિત જાતરાનું એક ધામ છે. એક સાંજે રમેશ પુરોહિત સંપાદિત પુસ્તકોમાંના એકમાં મારી આ ગઝલ જડી આવી… ખૂબ જ આનંદ થયો અને સાથોસાથ આંચકો પણ અનુભવાયો. સંપાદકે ગઝલ છાપતાં પૂર્વે અનુમતિ લેવું તો જરૂરી ન જ સમજ્યું, પુસ્તક છપાયાં પછી પણ જાણ ન કરી. પુરસ્કારની વાત તો આકાશકુસુમવત્ જ છે પણ એક નકલ પણ મોકલાવવાનો ધર્મ ન સમજ્યો…  નિયમિત પુસ્તકો ખરીદવાનું વ્યસન ન હોય તો આવી કોઈ ગઝલ કોઈ પુસ્તકમાં છપાઈ છે એમ કદી ખબર પડે? ખેર, આપણે તો આ ગઝલનો આનંદ લઈએ, ખરું ને?

*

ghazal naame ghazal_janmi java ni

*

ghazal naame ghazal_cover page

 1. વિપુલ કલ્યાણી’s avatar

  સહૃદય અભિનંદન. અા સારી કૃતિ છે.

  Reply

 2. યશવંત ઠક્કર’s avatar

  સુંદર ગઝલ. આનંદ થયો.

  Reply

 3. pragnaju’s avatar

  ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
  અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

  મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
  લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

  ફરીથી પણ તાજો આનંદ આપી ગઈ ગઝલ
  ‘સંપાદકે ગઝલ છાપતાં પૂર્વે અનુમતિ લેવું તો જરૂરી ન જ સમજ્યું,
  પુસ્તક છપાયાં પછી પણ જાણ ન કરી. ‘તમારી વાત દુખદ છે જ પણ
  અત્યારના આ ક્ષેત્રના સર કરેલ ઉંચા સોપાન બાદ આ ગૌણ ગણી
  ઉપેક્ષા કરશો
  મારી વાત- તમારી કેટલીય પંક્તીઓ વાતચિતમાં કે લખાણમા વાપરી એ તો તે મારી જ લાગે છે !પણ મનોમન તો મને પણ જાણ છે કે મારી જ પંક્તીઓ નથી એ ને શું કહેવાય?

  Reply

 4. ઈશ્ક પાલનપુરી’s avatar

  સરસ ગઝલ ! અભિનંદન

  Reply

 5. Chetan framewala’s avatar

  સુંદર ગઝલ્,
  શહિદે ગઝલ ઓક્ટોબર-નવેમ્બર અંકમાં પણ બન્ને ગઝલ મજાની છે.

  જય ગુર્જરી

  Reply

 6. Amit Patel’s avatar

  અભિનન્દન! સંપાદકે જાણ કરી હોત તો સારુ હતુ! વહેલી મોડી લેખકને જાણતો થતી જ હોય છે, આયાસે અનાયાસે. તમારુ તો સરનામુ, ફોન નંબર, મોબાઈલ નંબર બધુ વેબસાઈટ પર છે!

  Reply

 7. Girish Parikh’s avatar

  મારાં અંગ્રેજીમાં, મોટે ભાગે કોમ્પુટર સોફ્ટવેરના વિષયનાં, દસ પુસ્તકો જુદા જુદા પ્રકાશકો (જેવા કે John Wiley & Sons, IEEE Computer Society, વગેરે) દ્વારા પ્રકાશિત થયાં છે. બે પુસ્તકો સંપાદીત છે. બન્ને પુસ્તકોમાં લીધેલી દરેક કૃતિ માટે મૂળ લેખકની લેખીત પરવાનગીઓ લીધેલી. કેટલાક લેખકો કે પ્રકાશકોને ફી પણ આપેલી.

  સંપાદકે આખી ગઝલ લેવા માટે પરવાનગી લેવી જોઇએ. પરવાનગી વિના કોઇની આખી કૃતિનો ઉપયોગ કરવો એ કૃત્યને આ રીતે જુઓઃ તમે કોઇ સ્ટોરમાં જાઓ અને કોઇ ચીજ તમને ગમી જાય તો એના પૈસા ચૂકવ્યા વિના કે માલિકની રજા લીધા વિના એ વસ્તુ લઇને સ્ટોરની બહાર નીકળી જાઓ છો?

  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

  Reply

 8. lalu’s avatar

  સુંદર ગઝલ્,
  શહિદે ગઝલ ઓક્ટોબર-નવેમ્બર અંકમાં પણ બન્ને ગઝલ મજાની છે.

  Reply

 9. Kirtikant Purohit’s avatar

  ઘણી જ સુઁદર ગઝલ વિષયક ગઝલ. અભિનન્દન.

  Reply

 10. મીના છેડા’s avatar

  ……………

  Reply

 11. રાકેશ ઠક્કર’s avatar

  સરસ ગઝલ.
  પુસ્તકનું યુવતીના અંગપ્રદર્શનું કવર પણ આંચકો આપે એવું છે. સાહિત્યને વેચવા હવે આવો સહારો લેવાની જરૂર પડવા લાગી છે?

  Reply

 12. desigujju’s avatar

  hello editor,

  kem cho?

  hu desigujju boy chu http://www.desigujju.com mathi…aathi vishesh ma apne janavanu ke ame darvakhat ni jem aa vakhate pan live garba sponser karel che.

  ame online garba amara videsh ma vasta bhaio ke je navaratri ne miss kare che temna mate kariye chiye.amaro ekaj snkalp che ke ame aapni gujarati sanskruti ne pan online thi felava mangiye chiye.

  ame live garba karva vada pehla chiye..amaro concept gaya varshe ghana media vada e nondh lidhi hati…jem ke “divya bhaskar”, “sandesh”,”ahmedabad mirror”.je article tamne amari site na media room ma jova malse…ame dar vakhate kaik navu karvano prayatna kariye che….bija badha loko have live karta thaya che pan ame aa vakhate navi technology thi work kariye che.ame amara potana server paraj ene telecast kariye che….aa rite ahmedabad ane teni ajubaju na vistar ma amari company pehli che ke je aa rite concept laya chiye…

  “”narendra modi” saheb shri e pan amari nondh lidhi hati ane emna tarafthi amne aprreciate karvama avya hata.kemke gamdao ma,ke jya internet bahuj ocha prman ma hoy che ane ame tya live garba karvano sahas sau pehla karelo hato..

  aa sathe hu apne etluj keva mangu chu ke aap amara kam ni nondh lo ane videsh ma vasta apna gujarati bhaio ne navaratri ni maja manvano moko apso….

  aap thaki hu etluj kahu chu ke ,aap shrii amne support karo.ane amri fakt ek article aap apni website par tatha apna newspaper ma pragat karo ane swarnim gujarat ne aagad vadhvama madad karso…

  jay jay garvi gujarat
  jay gujarat.

  from,

  desigujju boy
  (www.desigujju.com)

  Reply

 13. વિહંગ વ્યાસ’s avatar

  ખુબજ સુંદર ગઝલ. મે પહેલીવારજ જોઇ, અત્યંત ગમી.

  Reply

 14. MANIBHAI pATEL’s avatar

  ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ !
  વાહ ભાઇ વાહ !

  Reply

 15. zankhana’s avatar

  ભીની ભીની ગઝલ!

  Reply

 16. Bharat Trivedi’s avatar

  એવો અનુભવ તમારા એકલાનો જ નથી! હું તો માનું છું કે સારી ગઝલ છાપે તેના સો ગુના માફ કરી દેવા જોઈએ! બાકી તો સંપાદનોમાં એવો તો કચરો ઠલવાતો હોય છે કે વાંચતાંય આપણને હસવું આવે.

  -ભરત ત્રિવેદી

  Reply

 17. વિવેક’s avatar

  આપની વાત સાચી છે, ભરતભાઈ… મારા મનમાં કોઈના માટે કોઈ રોષ છે જ નહીં… આ અનુભવ અહીં બધાની વચ્ચે મૂકવાનો એકમાત્ર હેતુ એ જ હતો કે આપણામાંથી કોઈક મિત્ર આ રસ્તે જતો અટકે… પૈસાનું મારે મન કોઈ મહત્ત્વ નથી. સાહિત્યમાંથી ધનપ્રાપ્તિનો હેતુ ન રાખવો એ નિર્ણય મેં શરૂથી જ કર્યો છે..

  Reply

 18. raksha’s avatar

  sundar j.

  Reply

 19. P Shah’s avatar

  સુંદર રચના માટે અભિનદન !
  સાહિત્યના પ્રકાશન બાબત આપના વિચારો જાણેી આનંદ થયો.

  Reply

 20. Maheshchandra Naik’s avatar

  સ્રરસ રચના,

  Reply

 21. Bharat Pandya’s avatar

  આતો બોડી બમણીનુ ખેતર છે.જેને મન થાય તે વીણી લે ને પાછા ગમતાનો ગુલાલ કર્યો એમ કહી સમાજ પર ઉપકાર કરતા હોય એવું દેખાડે!લગભગતો આવા સપાદનો પર સંપાદક નહી પણ ઉઠાવગીર એમ લખવું જોઇયે.એક મુર્ધન્ય સંપાદકે આવી કેતલીયે વાચન યાત્રા છપાવી છે.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *