…આજે તારી વર્ષગાંઠ છે !

વહાલાં મિત્રો,

તખ્તા પર ભજવાતું નાટક હંમેશા તાળીઓના ગડગડાટ પામે છે પણ નેપથ્ય હંમેશા અંધારામાં જ રહે છે… લેખક-દિગ્દર્શક-સંગીતકાર-સ્પૉટબૉય અને એક આખી ટીમ આ સફળતાની ખરી હકદાર હોવા છતાં એને એ તાળીઓ મળતી નથી…

મારી કાવ્યયાત્રા અને તમામ ઇતર સાહિત્યિક પ્રવૃત્તિઓ જે મંચ પર ભજવાય છે એના નેપથ્યમાં જે વ્યક્તિ આ તમામની ખરી અને એકમાત્ર હકદાર છે એવી મારી અર્ધાંગિનીની આજે વર્ષગાંઠ છે…

આજના આ દિવસે એને એક ગઝલ પાઠવીને થોડી વાર માટે નેપથ્યમાંથી મંચ ઉપર લાવી રહ્યો છું…

જન્મદિવસની વહાલભરી શુભકામનાઓ, વહાલી વૈ !

*

Vai birthday2

*

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.

તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.

યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.

ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !

*

OLYMPUS DIGITAL CAMERA

70 thoughts on “…આજે તારી વર્ષગાંઠ છે !

 1. Happy Birthday to your betterhalf (there must be a reason why the word “betterhalf” but when I look at mine, I know how true it is and I am sure the same is the case with you) – she has the added advantage of having you who could put these words and create a splendid picture –

  As usual very nice poem and an excellent gift to the person behind the secne – God Bless you all

  Ketan

 2. છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
  જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ
  તારી જ ખૂબ ભાવવાહી પક્તીથી તારી શક્તીસ્વરુપાને જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ
  ‘શ્રીકૃષ્ણ’’નું જ બીજું સ્વરૂપ એટલે ‘‘રાધા’’. રાધાનું વર્ણન કરતાં કરતાં પણ વિદ્વાનો થાકી જાય છે. સામાન્ય રીતે રાધા અદભુત, અનુપમ અને અત્યંત સુમધુર લાવણ્ય ધરાવતી કન્યા એમ આપણે માનીએ છીએ, પણ રાધા એ કોઈ વ્યક્તિનું નામ નથી. રાધા એટલે કલ્પનાતીત, વાસનાવિહીન, અલૌકિક, પરમ વિશુદ્ધ પ્રેમ. એ પરમાત્માનું જ પરમ પ્રેમ સ્વરૂપ છે. એટલે જ એને પરમાત્માની પડખે સ્થાન મળ્યું છે. આપણા સીમિત જ્ઞાન અને ફક્ત લૌકિક પ્રેમની સમજણને કારણે અલૌકિક પ્રેમ શું કહેવાય એ જ ખબર ન હોય ત્યારે રાધાને આપણે ક્યાંથી ઓળખી શકીએ ? પરમ નિષ્કામ એટલે કે નિઃસ્વાર્થ પ્રેમ હોય તો જ શ્રીકૃષ્ણ મળે. રાધાની આંખ વિના એટલે કે આવા પ્રેમ વિના, શ્રીકૃષ્ણ દર્શન શક્ય નથી. રાધાને અદભુત શીતલ, મધુર જળ સાથે સરખાવેલી છે. અત્યંત તરસ્યા માનવીને જ એ જળની મધુરતા સમજાય. એનું વર્ણન ન થઈ શકે…
  આવી આદર્શની વાત વધુ પડતી લાગે પણ સ્વાર્થી પ્રેમ હશે તો તેને નિઃસ્વાર્થ પ્રેમ તરફ વાળી શકાશે

 3. વ્હાલી વૈશાલીને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… and many more to come !

 4. જન્મ દિવસે ધારેલુ સૌ મળે
  કે મળેલુ ધાર્યુ બને તેવી શુભેચ્છા

 5. BEAUTIFUL POETRY…
  જન્મ દિવસ નિ શુભ કામ્ ના ઓ …
  To Mrs Tailor…

 6. આવતા અનેક વરસો સુધી જનમ દીવસો ઉઝવવાના મળતા રહે તેવી પ્રથના..

 7. ભાભીને જન્મ દિન ની ખુબ વધાઈ
  ( એક વાત પુછવી’તી, ભાભી સરસ ગાય છે ને?)

  એ તો આજે આશા ભોસલે પણ જન્મદિન મનાવે છે ને એતલે પુછ્યું
  જય ગુર્જરી

 8. ભાઈ વિવેક અને વૈશાલી,

  તમને બન્નેને ખુબ ખુબ શુભેછાઓ! ખુબ સુન્દર કવિતા છે. જિવનમાં મે ઘણા પતિઓ જોયા છે કે જે તમારી જેમ પત્નિની કદર નથી કરતા. તે સૌ આપ્ની કવિતામાંથી કઈ શીખે તેવી શુભેછા! ભારતમાં પત્નીની કદર બહુ ઓછા પતિઓ કરે છે તેવુ મારું obsrvation છે.

  ડો. દિનેશ ઓ. શાહ, ધર્મસિહ દેસાઈ યુનીવરસિટી, નડિયાદ, ગુજરાત,

 9. મારા વતી તમારી અર્ધન્ગીની ને ખુબ અભીનન્દન. તમારી રચનાઑ મને બહુ ગમે અને ક્યારેક તમારી જેમ લખવાનો વિચાર આવે પણ સાલુ મગજ નથી દોડતુ ઃ)

  આભાર

 10. વર્ષગાંઠની શુભકામનાઓ………..

 11. પ્રેમભરી સુંદર ગઝલ બદલ ધન્યવાદ! તમારા અર્ધાંગિનીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશો.

 12. તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
  તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે…

  સુંદર .. સુંદર .. જન્મદિનની શુભકામનાઓ.

 13. જન્મિદવસની શુભકામના. ઇશ્વર િનરોગી આયુષ્યની સાથે આન્ટીને અને સમગ્ર પિરવારને ક્શેમકુશળ રાખે તેવી
  પ્રાર્થના.

  અિભજીત પંડ્યા ( ભાવનગર ).

 14. ફાંકડી કવિતા.
  જન્મદિને પત્નિને આવી કાવ્યમય વધામણી અપાતી ભાગ્યેજ જોવા મળે છે.એકાદ સાડી,બેચાર ગુલાબનો ગુલદસ્તો અને રેસ્ટૉરંટ્માં કેંડલલાઈટ ડીનર,અને કદાચ એકાદ ફિલમ્.આટલું કરી દેવાતું હોય તો ભયો ભયો.પણ આતો શબ્દોનાસ્વામી ડૉ.વિવેક.રુપકડા શબ્દોના સુંદર હારતોરા કરી પત્નિને જન્મદિનની વધામણી આપી તે ખુબ ગમ્યું.
  હમેશની જેમ્,પ્રજ્ઞાજુની વાતો વાંચવી ખુબ ખુબ ગમી.
  ચાલો હું પણ આપના શ્રીમતીજીને જન્મદિન ની શુભકામના આપી દઊં.
  વૈશાલીજી, શતમ્ જીવો શરદહ……

 15. akha varash ni gantho chhodi ne varshi padva no divash……
  many many happy returns of the day to vaishaliben….
  -dr.shrirang vyas . M.D.(HOM)

 16. happy birthday.
  તમારી બધી મનોકામના ભગવાન પુરી કરે તેવી શુભકામનાઓ સાથે,
  તમને જન્મદીવસ ની ગીફ્ટ તો સરસ મળી છે.

 17. આપની પ્રેરણા-સ્ત્રોત, આપની અર્ધાંગિની. ..ને જન્મદિન મુબારક..દામ્પત્ય આપનુ આ સુષ્ટિનુ
  એક અમર પ્રેમકાવ્ય બને!

 18. વૈશાલીબેનને જન્મ-દિવસની ઘણી ઘણી શુભ કામનાઓ.

  અને આજે ઇત્તેફાકથી અમારા લગ્ન જીવનની ૨૭ મી વર્ષ ગાંઠ છે.

  -અરવિંદભાઈ,. યુ.કે.થી.

 19. Dear Vaishali,
  Wish you happy birthday
  Many many happy returns of the day.
  By the way Vivekbhai, u and Pancham are very lucky….
  Better half of both (Vaishali and Krupa)are having same Birthdate-8th September….

 20. શ્રી વિવેકભાઈ…..
  ભાવસભર અભિવ્યક્તિ…સરસ રચના.
  વૈશાલીને જન્મદિવસે તમામ ઈચ્છાપૂર્તિ અને અખંડ સૌભાગ્યના અઢળક આશીર્વાદ….
  જોગાનુજોગ- આજે અમારા પુત્રવધૂ શ્રુતિનો પણ જન્મદિવસ છે…!

 21. જન્મદિનની હાર્દિક શુભકામનાઓ !!!

 22. પ્રિય વૈશાલી અને વિવેક,
  જન્મદિન મુબારક (વૈશાલીને)!મને લાગે છે કે તેના માટે આ ગઝલ સૌથી મુલ્યવાન ભેટ હશે.

 23. પ્રિય વૈશાલીબેનને જન્મ દિવસની શુભકામનાઓ.

 24. ભાભીને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ

  ચાહ્યાં પહેલાં મળે
  ઈચ્છ્યા પહેલાં ફળે
  ‘ને જીવન ઝળહળે

  નીરજ, ભૂમિ, હેત્વી

 25. Many Happy returns of the day to Dear Dr.Vailshali tailor and warm regards to Dear Dr. Vivek Tailor and Swayam “Tum Jiyo Hazaro Saal, Yehi Meri Duva Hai….”
  once again personal regards,

  CA vinod Gundarwala

 26. સુંદર રચના! ખાસ તો આ બે શેરઃ

  આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
  ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.

  તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
  તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે……..

  તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે …..વાહવાહ!

  વૈશાલીભાભીને જન્મદિનની (belated) હાર્દિક શુભેચ્છાઓ!

 27. ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
  એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !

  HAPPY BIRTHDAY TO YOU VAISHALIBEN

 28. બસ, એટલું જ…

  આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
  ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.

  વૈશાલી, જન્મદિન મુબારક ! 🙂

 29. પાર્વતી પરમેશ્વર જેવું અદ્વૈત દામ્પત્ય હો સદા.
  શબ્દ અને અર્થ જેવું ઐક્ય જીવન હો સદા.
  ગુલાબની ગુલાબીથી ગુલઝાર રાહ હો સદા.

 30. વૈશાલીબેનને તેમના જન્મદિન પર હાર્દિક શુભકામના.

 31. વૈશાલીબેન જન્મદિનની હાર્દિક શુભકામના

  અમારા વીણેલામોતી.કોમ ની ટીમ તરફ થી.

  લિ – કૌશલ પારેખ્

 32. વિવેક સર આપ ના કેમેરા નુ મોડ્લ ક્યુ છે.

  મને જણાવશો તો આપનો આભારી રહિશ.

  કૌશલ પારેખ
  ૯૯૨૪૯૮૨૦૦૪

 33. સુંદર રચના, સરસ પ્રસંગ, મુબારકબાદી બેઉને સ-પ્રેમ

 34. વિવેકભાઈ, આ તો તમે પાકી ‘રોન’ કાઢી ૮-૯-૧૦!!
  સુંદર ગઝલ સાથે વૈશાલીબેનને જન્મ-દિવસની અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન!
  સુધીર પટેલ.

 35. સુંદર ગઝલ. વૈશાલીબેનને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.

 36. મારી વર્ષગાંઠ નિમિત્તે મને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી મારા આ દિવસને ‘ખાસ’ બનાવનાર તમામ મિત્રોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

 37. હુ મોડો પડ્યો પણ્ વર્ષગાંઠ નિમિત્તે ખોૂબ ખોૂબ શુભેછાઓ… અને લગા લગા છંદમાં ગઝલ કહી. વાહ !

 38. આજેજ આ સાઈટ જોઈ. બહુજ સરસ છે. આજે મોડે મોડે (belated) પણ વૈશાલીબેનને જન્મદિનની શુભકામનાઓ.

 39. પ્રિય વૈશાલી
  ફરી એકવાર … ખૂબ ખૂબ વધાઈ તારા આજના દિવસે….

  – સ્નેહ

 40. મારી પત્નીને જન્મદિવસ ની વધાઇ એવું ગુગલ સર્ચ કરતા આઞઝલ કૃતિ મળી મને ખુબજ ગમી, ફેસબુક પર મારી પત્ની સંબોધી પોસ્ટ કરી ઘણા બધા લોકોને ગમી પણ મને ડંખ રહ્યો કે મે રચનાકારનુ નામ ન રજુ કર્યું તો આ રચના આપનીજ હોય આપનુ નામ હુ મુકી શકુ ? આવુ પુછવુ તેપણ આપનુ અઅપમાન લાગે પણ કૃતિ મા નામ ન જોયુ તેથી જ આ લખીને જાણવાન પ્રયત્ન કર્યો માફી ચાહુ છું પણ જણાવશો જરૂર.

 41. @ બાલકૃષ્ણ કુકડિયા:

  આભાર. જી હા. આ રચના મારી જ છે. આ વેબસાઇટ પર મૂકેલી તમામ રચનાઓ મારી લખેલી જ છે.

  કુશળ હશો.

Comments are closed.