![]()
(તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર… …ઘરનું ગુલાબ, ૦૫-૧૧-૨૦૦૯)
*
ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.
ભલે બધા જ કહે કે ખરાબ કાંટા છે,
જીવનના પ્રશ્નનો સાચો જવાબ કાંટા છે.
રહે છે પાંદડીઓમાં છુપાઈને ખુશબૂ,
જિગર છે કોની ફરે બેનકાબ ? કાંટા છે !
તમે તો બેસી ગયાં સ્વપ્ન રોપવા માટે,
તમે શું જાણો છો, અહીં બેહિસાબ કાંટા છે ?!
બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.
બધી જ વાતમાં ચાલે નહીં આ હડિયાદોડ,
ज़रा संभल के तो चलिए, जनाब ! કાંટા છે.
કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું ?
હો દર્દ લાજિમી તો લાજવાબ કાંટા છે.
- વિવેક મનહર ટેલર
(૨૮-૦૮-૨૦૧૦)
*
-
વાહ જનાબ ! ખુબજ સુંદર ગઝલ બની છે. આફરીન.
-
nice [:)]
-
કાબિલે દાદ ગઝલ
આ શેરો તો ખૂબ ગમ્યા
બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.
બધી જ વાતમાં ચાલે નહીં આ હડિયાદોડ,
ज़रा संभल के तो चलिए, जनाब ! કાંટા છે.
કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું ?
હો દર્દ લાજિમી તો લાજવાબ કાંટા છે.
વાહ્
કવિ શ્રી વિનોદની પંક્તી યાદ આવી
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;
ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
અને
ગુલોસે ખાર બહેતર કી
દામન થામ લેતે હૈ! -
ઉભા રહે ચ્હ્હે અદિખમ રન મા ,ફુલો નો તો શુ હિસાબ ,૨હિસાબ chhe kanta
-
વાહ…
બધી જ વાતમાં ચાલે નહીં આ હડિયાદોડ,
ज़रा संभल के तो चलिए, जनाब ! કાંટા છે. -
બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.EXCELLENT….SUPERB…!!!
-
રચના ખુબ ગમી. ડૉ.વિવેક ને અભિનંદન.કાંટા ઉપર ની બે પન્ક્તિ ક્યાંક વાંચેલી તે યાદ આવી.
“જીવનમાના કાંટાંની સેજો પર સુવાનુ જાણું છું ,ને એ સેજોની અંદરથી પણ્, સુવાસ મેળવી જાણું છું.”
પંચમ અને પ્રગ્નાજુની ટીપ્પણી વાંચવાની ઑર મઝા પડી.પ્રજ્ઞાજુ જેવા અભ્યાસુ વાચકની મર્મિલી ટિપ્પણી અને પંચમ જેવા કસાયલા કવિના અભિપ્રાય અમારા જેવા નવા સવા કાવ્યપ્રેમીઓને ભારે મદદરુપ બને છે.
-
સરસ રચના ,જાણે કાટાના શિરે મોરપિચ્છ ફ્ર્ર્યુ .
-
ખુબ જ સુન્દેર રચના…! જો કાટા ના હોઇ તો ફુલરુપેી જિન્દગેી નેી પણ કદર નથેી. કાટા ને લેીધે જ એ ગુલાબ નેી સુન્દરતા મા વધારો થાય ….!જ રેીતે જિન્દગેી મા પણ થોડા કસ્ટરુપેી કાટાઓ થેી જ તેનુ મહત્વ અનેરુ che….! કુદરત પ્રત્યે નો તારો અદ્મ્ય પ્રેમ તારેી આ રચના મા પણ માણવા મ્ળ્યો…!ફરેી થેી સુન્દર્…!કાબિલે તારેીફ્.
-
Very good vivekbhai. I enjoyed it immensely. Keep it up the good laystaros.
-
ખુબ સરસ રચના છે વિવેકભાઈ આપની
-
બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે’
ખૂબ જ ગમ્યુ.કાઁટા વગર ગુલાબ અને દુઃખ વગરનુઁ સુખ માણી શકાતુઁ નથી સુઁદર
-
બધી જ વાતમાં ચાલે નહીં આ હડિયાદોડ,
ज़रा संभल के तो चलिए, जनाब ! કાંટા છે.લાજવાબ ગઝલ અને ફોટોગ્રાફી પણ સુંદર
-
વાહ! વિવેકભાઈ, સર્વાંગ સુંદર ગઝલ માટે હાર્દિક અભિનંદન!!
પરંપરા અને પ્રયોગનો લાજવાબ સમન્વય સધાયો છે!
છઠ્ઠા શે’રનો પ્રયોગ ખૂબ ગમ્યો.
સુધીર પટેલ. -
વિવેકભાઈ
વાહ, ખુબ સરસ રચના છે…
ભલે બધા જ કહે કે ખરાબ કાંટા છે,
જીવનના પ્રશ્નનો સાચો જવાબ કાંટા છે.બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.ખુબ સરસ
-
બહુ ગમ્યુ…
-
ખુબ સુંદર રચના. ગુજરાતી ભાષામાં બહુ ઓછો ખેડાયેલો છંદ પસંદ કરવા બદલ અિભનંદન.
ભલે બધા જ કહે કે ખરાબ કાંટા છે,
જીવનના પ્રશ્નનો સાચો જવાબ કાંટા છે.શેર કાિબલે દાદ છે.
આ જ છંદમાં તસ્નીમ ફારુકીએ લખેલ જગિજત િસંહના કંઠે ગવાયેલ ગઝલ ” નઝર નઝર સે િમલાકર શરાબ પીતે હૈ ”
ગઝલ મારી પ્રીય ગઝલોમાંની એક છે. માણવાલાયક ગઝલ છે.અિભજીત પંડ્યા. ( ભાવનગર ).
-
Excellent , who know where it hurts ! and who gievs it ? ” હો દર્દ લાજિમી તો લાજવાબ કાંટા છે.’”
-
Look at positive site of thorn it protect a flower, if there if no thorn in life how can we value a good thing of life
બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે. -
વહ વાહ ડો વિવેક સુન્દેર રચના
-
Dear Dr.Vivekbhai Tailor,
Its really good to read your “Rachnas”
and enjoy the moments…..this is the life which is full of ….
ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.thank u for posting such a touching
with warm regards,
please keep it forever..
we love to read the same
vinod -
રચના તો સુંદર છે જ. પણ સાથે ફોટો માં ઓલી પાંદડીઓની કુમાશ ને smoothness અતિ સુંદર! લાજવાબ!
-
Dear Dr.Vivekbhai, Hello, Excellent. Very good reflect for human life. I enjoyed it immensely. Keep it up the good laystaros. Who know where it hurts and who gives it ? Look at positive site io thorn it protect a flower, if there no thorn in life how can we valu a good thing of life. Enjoy the moments with warm regards, Ramesh Bhatt Brampton (Ont.) 10-10-2010.
-
Dear Dr.Vivekbhai, Hello, Excellent. Very good reflect for human life. I enjoyed it immensely. Keep it up the good laystaros. Who know where it hurts and who gives it ? Look at positive site io thorn it protect a flower, if there no thorn in life how can we valu a good thing of life. Enjoy the moments with warm regards, Ramesh Bhatt Brampton (Ont.) 10-10-2010.
-
khub j saras
ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે. vah vah

41 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/858/trackback