નાદાન બનીશું….

PA252738
(વર્લ્ડ વાઇડ વેબ….                    ….માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)

*

થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)

*

PA262922
(નિકટ દર્શન…                    ….માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)

49 thoughts on “નાદાન બનીશું….

  1. વાહ….
    સુંદર ભાવસાતત્ય અને સશક્ત માવજત આખી ગઝલને એક અલગ આયામ બક્ષી રહ્યાં છે.
    અભિનંદન વિવેકભાઈ…
    સાથેની તસ્વીરો પણ હંમેશની જેમ,લા-જવાબ….

  2. “પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.”

    આ શેર ગમ્યો,,,

  3. ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

    પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

    very good… i like this

  4. મઝાનો છંદ.

    પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

    આ શેરને તમે સાકાર કરી રહ્યા છો એ બદલ ફાંટ ભરીને અભિનંદન.

  5. ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

    પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

    spellbound!!!!!!!!

    *

  6. હવે તમારી ગઝલમાં ” ખૂબ સરસ ” એવું લખવાની જરૂર જ નથી લાગતી….એ સરસ હોય જ……..

    ગાંઠ પડે નાદાન બની રહેવાની વાત ગમી ગઇ…

  7. ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું

    કમપ્યુટર દ્વારા થઈ મુલાકાત છે વિવેક
    સાહિત્યને દિલ દીધું છે જાન પણ દઈશું

    ખુબ સરસ્

  8. થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
    એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
    મત્લાએ જ જીતી લીધા
    કોઈક વાર કુછ્ંદે ચઢેલાની
    સુંદર ગઝલનો સ-રસ છ્ંદ
    શિર્ષક આવે તે પંક્તીમા તો દહેશત લાગે કે
    નાદાનકી દોસ્તી …
    પણ બહાર શહેનશાહ, અંદર ફકીરની
    અંતરંગમા ગુર્જરીના જીવનદાનની ભાવનાને
    સ લા મ

  9. પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

    સુંદર …

  10. વિવેકભાઈઃ ખુબ સરસ. પણ, અમુક વાંચકોને ગમ્યો છે એ શેર (પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે, મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.) મને જરા અજુગતો લાગ્યો. સુંદર કલ્પન-વિચારોની સામે એક હકીકતની વાસ્તવિકતા નબળી લાગી. ગઝલમાં વિચારોની ગહનતા ઘણી છેઃ ધરીના સ્થાને આંગળી … ગાંઠ વિષેની નાદાનતા … જુદાઈની ખીંચોખીંચ ભીંતો … સમેટી ના શકાય એવો સામાન (વાહ!) … વિ. વિ. … ધન્યવાદ.

  11. પ્રિય વિવેક્ભાઈ
    હું નિયમિત રિતે આપના બ્લોગ નિ મુલાકાતા લઉ છુ.ખુબ સુન્દર અને ભાવપુણ ગઝલ.
    ાભિનન્દન.
    શશિકાન્ત શાહ.

  12. થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
    એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

    એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
    જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

    આ બે શેર મને બહુજ ગમ્યા, ખુબ ખુબ અભિનંદન આટલી સરસ ગઝલ માટે… 🙂

  13. ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

    પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

    વાહ,ખૂબ સરસ.

  14. ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
    એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

    ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

    sir, I Like this…..

  15. ચેતનભાઈ,

    તમારી પ્રેમભરી ઉઘરાણી બદલ આભાર.. સંગ્રહ આ વર્ષાંતે પ્રગટ થનાર જ છે…

  16. અમુક શેર લાજવાબ અભિવ્યક્તિ કરે છે.
    ૧.> દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
    જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું
    ચાહત અને દુશ્મની બન્ને વિશ્વાસ થી નીભાવવાની વાત અદભૂત રીતે નીભાવી છે.

    ૨.> ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
    પ્રણયની પરાકાષ્ઠા વર્ણવતી આ પંક્તિઓ ખરેખર દાદ માંગે છે.

  17. ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
    એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

    ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

    really nice one..
    shilpa..
    http:shil1410.blogspot.com/

  18. થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
    એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

    એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
    જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
    I think we are missing out the tragic sequalae of that episode of “angli in dhari” and the “nadani” displayed by one of the strongest negative characters of Ramayana.
    Vivekbhai, do you intend to point to the momentery valors by human existence and vagaries of human nature – may it be lust or love?

  19. પ્રિય પ્રકાશભાઈ,

    ગઝલના બધા શેર એક અલગ એકમ સમા હોય છે… છતાં બધા શેરોને એક સૂક્ષ્મ સાંકળ બાંધી રાખે છે એની ના નહીં… કવિતા લખતી વખતે મને કોઈ એક ભાવ અભિપ્રેત હોય અને ભાવકને મન કોઈ બીજી અનુભૂતિ જ થાય એવુંય બને… આપ જે સમજ્યા છો એ બરાબર જ છે…

    આભાર!

  20. ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
    એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

  21. એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
    જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

    પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
    રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

    ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશુ..
    Waah

    Beautiful gazal…

  22. પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
    રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
    અતિસુંદર, માર્મિક શેર.

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *