![]()
(વર્લ્ડ વાઇડ વેબ…. ….માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)
*
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.
પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
- વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)
*
-
it just say wah wah wah so nice
-
ખુબ સુંદર લગે રહો વિવેકભાઇ!!!
-
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.spellbound!!!!!!!!
*
-
ખુબ સરસ
ઉમેશ વોરા -
Really very nice…. it also creats interest to person who are not so aware about specific words of gujarati language
-
સિમ્પ્લી બ્યુટીફૂલ્
-
ખુબજ સરસ રચના
-
હવે તમારી ગઝલમાં ” ખૂબ સરસ ” એવું લખવાની જરૂર જ નથી લાગતી….એ સરસ હોય જ……..
ગાંઠ પડે નાદાન બની રહેવાની વાત ગમી ગઇ…
-
ખુબ સરસ વિવેકભાઇ.
-
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
મત્લાએ જ જીતી લીધા
કોઈક વાર કુછ્ંદે ચઢેલાની
સુંદર ગઝલનો સ-રસ છ્ંદ
શિર્ષક આવે તે પંક્તીમા તો દહેશત લાગે કે
નાદાનકી દોસ્તી …
પણ બહાર શહેનશાહ, અંદર ફકીરની
અંતરંગમા ગુર્જરીના જીવનદાનની ભાવનાને
સ લા મ -
Like it !
-
સરસ રચના…!
-
સરસ રચના, મત્લાઓ વિશેસ ગમ્યા
-
વિવેકભાઈઃ ખુબ સરસ. પણ, અમુક વાંચકોને ગમ્યો છે એ શેર (પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે, મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.) મને જરા અજુગતો લાગ્યો. સુંદર કલ્પન-વિચારોની સામે એક હકીકતની વાસ્તવિકતા નબળી લાગી. ગઝલમાં વિચારોની ગહનતા ઘણી છેઃ ધરીના સ્થાને આંગળી … ગાંઠ વિષેની નાદાનતા … જુદાઈની ખીંચોખીંચ ભીંતો … સમેટી ના શકાય એવો સામાન (વાહ!) … વિ. વિ. … ધન્યવાદ.
-
wonderful,
i know you surely will write something on amoeba!!!!!!!! -
પ્રિય વિવેક્ભાઈ
હું નિયમિત રિતે આપના બ્લોગ નિ મુલાકાતા લઉ છુ.ખુબ સુન્દર અને ભાવપુણ ગઝલ.
ાભિનન્દન.
શશિકાન્ત શાહ. -
VERY GOOD IT IS VERY MUCH NECESSARY TO CONNECT THROUGH TO NET.
-
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.વાહ,ખૂબ સરસ.
-
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.sir, I Like this…..
-
મત્લઆ ખૂબ ગમ્યો…..
-
gud , & different.
-
અમુક શેર લાજવાબ અભિવ્યક્તિ કરે છે.
૧.> દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું
ચાહત અને દુશ્મની બન્ને વિશ્વાસ થી નીભાવવાની વાત અદભૂત રીતે નીભાવી છે.૨.> ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
પ્રણયની પરાકાષ્ઠા વર્ણવતી આ પંક્તિઓ ખરેખર દાદ માંગે છે. -
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
I think we are missing out the tragic sequalae of that episode of “angli in dhari” and the “nadani” displayed by one of the strongest negative characters of Ramayana.
Vivekbhai, do you intend to point to the momentery valors by human existence and vagaries of human nature – may it be lust or love? -
સરસ ગઝલ થઈ છે.
સુધીર પટેલ. -
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

46 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/851/trackback