હવાના મોતી (મુક્તક)


(માલદીવ્સના દરિયાની ભીતરમાં…                   … ફેબ્રુઆરી-02)

*

ભલેને લોક એને ભાગ જળનો માનવાના,
જીવન માપો તો છો ને અલ્પજીવી લાગવાના;
ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,
એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

– વિવેક મનહર ટેલર

9 thoughts on “હવાના મોતી (મુક્તક)

 1. તમારા નામનો છેલ્લો ને પ્રથમ અક્ષર સાથે મૂકી
  વાંચ્યો તો વંચાયું નામ “કવિ ” !અને તે પણ
  વિવેક્યુક્ત ! મુક્તક અસરકારક છે.અભિનંદનો

 2. ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,
  એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

  આપણા જીવનમાં પણ જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જીવન મોતી જેવું રહે છે! હવા ના હોય તો પરપોટો ફૂટી જાય.
  શ્વાસ ના રહે તો જીવન પણ નહીં .
  બહુ સરસ .

 3. વિવેક ભાઈ,
  ખુબજ સુંદર મુક્તક ,
  આપ સતત ગઝલ સંગ્રહ છપાવવાની મંઝીલ તરફ આગળ વધી રહ્યા છો………

  keep it up…

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

Comments are closed.