ત્રીજો કિનારો (ચિર વિરહિણીની ગઝલ)


(પવિત્ર ક્ષિપ્રાનદીના કિનારે એક સંધ્યા… …ઉજ્જૈન, નવેમ્બર-2005)

વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.

તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.

જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?

મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.

નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.

જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?

ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.

– વિવેક મનહર ટેલર

34 thoughts on “ત્રીજો કિનારો (ચિર વિરહિણીની ગઝલ)

  1. ઓ ભાઇલા! કૈંક સમજાય એવું તો લખો !
    કયો કે શાનો કિનારો શોધવા નીકળ્યા છો ?

  2. વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
    તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

    નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
    સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

    -સરસ, ત્રીજા કિનારાની પરિકલ્પના જ આગવી છે.

  3. તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
    નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.

    વિવેક્ભાઇ, ખરેખર અદભુત કલ્પના કરી ને “બીચારા” ત્રીજા કિનારાની મનોવ્યથા વ્યકત કરી છે.

    એક ખુબ જ સરસ અને પ્રસંશનીય રચના. ખુબ ખુબ અભિનંદન ડૉ. વિવેક.

  4. સાવ નવો નક્કોર વિચાર ! થોડી મથામણ પછી ત્રીજો કિનારો સમજાયો, પણ તે શેનું પ્રતિક છે તે તો હજી મગજમાં નથી ઉતર્યું.

  5. bhaila
    awi kavita /gazal no kai arth karo bej kinara hoi
    triao kinaro vichari j kevi rite sako
    trijo kinaro kya ya nathi khota kalpanana ghoda dodavvathi su labh.loko nre ek ke be kinaray nathi malta ane tame triaja kinara mate wato karo chhoo
    gazal,kavita hamrsha lokone upyogi bane
    enuj nama gazal
    ramjibhai

  6. રામજીભાઇ,

    એક ઘણી જાણીતી કહેવત છે ગુજરાતીમાં, પણ લાગે છે તમે નથી સાભળી.

    ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.’

    જયાં લાગણીની વાત હોય ત્યાં બુધ્ધિની કોઇ જરૂર નથી. વર્ષોથી કવિઓ રૂપાળા ચહેરાને ‘ચાંદ જેવું મુખડુ’ કહે છે, ત્યારે કોઇ એમ નથી કહેતુ કે ચાંદ પર તો ધૂળ સિવાય કંઇ નથી.

  7. How r Dr?

    Nadi ne k pani ne bhandhavani kalpna na karso. koshish manas ni prakruti che. nadi, pani ne pranam karo ane thodu prasad rupe eni pilo. baki to nadi to vahevani j che jo ene potani karso k rokso to pan e kayam rokai ne i mean tamari thai ne puri jindgi tamari thai ne revani nathi. jyare pan ene thodo chance malse k taran te ena vahevana nature par avi jase.

  8. નગરના દ્વારે હથી માળા લઇ આવે એ આશામાં
    નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.

    કલ્પના ખૂબ ગમી.નજર સામે સૂંઢમાં માળા લઇ ને ઉભેલ હાથીનું ચિત્ર તરવરી રહ્યું.
    http://paramujas.wordpres.com

  9. Simply Superb doctor,

    i know everyone can’t understand the thing you written.

    i just want to tell you that ….
    KEEP IT UP.

    Jay Shree Krishna.

  10. રામ રામ રામજીભાઇ,

    i m agree with Jayshree…

    અને આપ ડો. સાહેબને કહો છો કે કલ્પના ના ઘોડા દોડાવવાથી શુ લાભ ?????

    તો મને લાગે છે કે તમે account ના અને account મા જ જીવનાર વ્યક્તી હશો

    કારણકે કાવ્ય જગતમા અને કવી ર્હદયમા કયારેય નફા નુકસાનની ગણતરી ન હોઇ શકે

    શબ્દોને શ્ર્વાસ માની શ્વાસવા માટે નફા ટોટા ને ત્રીજો કિનારો, બનાવવો પડે

    “””””
    નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
    સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

    ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
    નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.

    “”””””

  11. ખૂબ ખૂબ આભાર, વિવેક!
    નદી એ ચિર વિરહિણી કુમારી કન્યાનું પ્રતીક છે, તે જાણ્યું ત્યારે જ આ કવિતા બરાબર સમજાઇ.
    મને માફ કરજે પ્રશ્ન કરવા માટે. તેં તો આ કોનું રૂપક છે તે શિર્ષકમાં જણાવેલું જ હતું. પણ કવિતા વાંચવાની અને સમજવાની પળોજણમાં શિર્ષક જ ભૂલી જવાયું !!

  12. Still I can not read your Gazal.Will you please contact me on 9898550137 or see my PC pearsonly what is the mistake there?=Mukund Desai, 1 A , Sai Ashish Society, Near Bhatar Char Rasta Cannel,Bhatar-University Road,Surat -395017.

  13. વિવેકભાઈ,
    સૌ પ્રથમ મને તમારા તો મિત્ર માન્યા બદલ આભાર. આપની આ રચના ખૂબ જ ગમી…ઘણી ગહેરી છે પણ જ્યારે પમાય ત્યારે ધન્ય થઈ જવાય તેવી..આમ પણ ગઝલને એક અર્થ “તીર વાગેલા હરણની ચીસ” એવો પણ થાય છે ને?…હાર્દિક ધન્યવાદ..

  14. વિવેક,

    યાર, ખરૂ વિચારો છો. કેટલી વાર કવિતા વાંચી અને દરેક વખતે કઈક નવો અર્થ નીકળે છે.

    સરસ કલ્પના,

    સિદ્ધાર્થ

  15. રામજીભાઈ અને જયશ્રીબહેન માટે ઉમેરો ;

    જ્યાં ન પહોંચે રવિ..ત્યાં પહોંચે કવિ;
    જ્યાં ન પહોંચે કવિ..ત્યાં પહોંચે અનુભવી..

    વિવેકભાઈ !કાવ્ય રસાસ્વાદ કરાવી શકો ?.અભાર.

  16. bapu bole to jakk…a…s

    kya kalpana hai, kya soch hai , me bhi tisare kinare ki khoj me hu mile to bolna kyo ki nadi bhi paresan hai ke ye kya chij hai.

  17. greatttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt

  18. Your creation is getting richer … I am happy to watch your progress… You still have the untouched potential to explore the inner cores! Keep it up! The best from Vivek Tailor is yet to come, but soon … so soon! … Harish Dave Ahmedabad

  19. Trijo kinaro?????

    વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
    તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

    નગરના દ્વારે હથી માળા લઇ આવે એ આશામાં
    નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો!!
    everytime i read i think of different meaning but better u explain the same u meant.

  20. મિત્ર વિવેક,

    સામન્ય રીતે કહેવાય કે વેદનાને અનુભવી શકાય બતાવી ન શકાય પણ તું શબ્દો દ્વારા સ્પર્શ કરી જાણે છે ને પ્રગટ પણ કરી જાણે છે.

    મીના

  21. વિવેક ભાઈ,
    આવી મૌલિક ગઝલ માટે આપનો આભાર ,

    હું પણ ત્રીજા કિનારાને પામવાની કોશિશ કરું છું….

    કાં સતત તરતો રહે ત્રીજો કિનારો?
    ક્યાંક તો મળતો રહે ત્રીજો કિનારો.

    મુજને હું શોધું સતત , ના-મુજને મળતો,
    મુજને તો છળતો રહે ત્રીજો કિનારો….

    ભવ-ભમળમાં ડૂબવાની હો ઘડી કો’,
    માર્ગ કો’ ધરતો રહે ત્રીજો કિનારો.

    જડ બની ચેતન ભલે ફરતો સદાયે!
    જડ મહીં ઝરતો રહે ત્રીજો કિનારો..

    જય ગુર્જરી,

    ચેતન ફ્રેમવાલા

  22. “Bhale ne tu nahi ave…”(6th)is just fabolous thought..
    I just liked the thought of your ‘Trijo kimaro’ very much.
    As such every lines are very good..

    After reading this ghazal,i want to ask you one question,
    “SU TRIJO KINARO HOI SAKE?”

    Aap no aa “Trijo Kinaro” aapni aa ghazal vaachi ne khub khush hase karenke tame aa Trija kinara nu navu ASTHITVA samjavyu.

  23. ત્રીજો કિનારો પામવા તો નદી જ થવું રહ્યું!

    ભલે જળ મહીં ઝર્યા કરે ત્રીજો કિનારો,
    કાયમ ભલે ડૂબ્યો રહે ત્રીજો કિનારો,
    એક દિ’ અકળાશે તો આવશે બા’ર,
    હવા સંગ વાતો કરશે એ ત્રીજો કિનારો.

    કહેવાની જરૂર તો હોતી જ નથી કે… સુંદર ગઝલ!

  24. જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
    કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

    વાહ !!!

    વિવેકભાઇ , ભારે કલ્પન્ હો !!!
    અભિનંદન !!!

  25. સર, તમારી ઘણી ગઝલો ખુબ મુશ્કેલી થી સમજાય,(અને અમુક તો હજી નથી સમજાઈ, બોલો) પણ તે નાં સમજાતી હોય તો પણ આપણે સમજાય નહિ ત્યાં સુધી વાંચ્યા કરીએ તેવી હોય છે.બાકી શું થાય કે આપણ ને જે વસ્તુ મુશ્કેલ લાગે તે છોડી દઈએ છીએ,તમારી ગઝલો તો વાંચતા જ રહિએ, ખરેખર ખુબ સરસ લખો છો…

  26. hiiii
    after all this comments what can i say? yr all gazals r just outstanding. i dont know why every one use to say that they can`t understand yr gazals? but as per my opnion yr it`s quite eazy 2 understand, if u have imagination and feelings anyways keep it up doc. u rock

  27. નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
    સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

    ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
    નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.
    Awesome expression of awesome thoughts…

  28. નદીમા ડૂબેલો હોવા છતાય તરસ્યો ને તરસ્યો રહેનારો આ ત્રીજો કિનારો———વાહ વિવેકભાઇ,

    આફરીન આપની આ ગઝલ પરતો—-કૉમેંટ માટે શબ્દો ક્યાથી શોધવા એય વિચારવુ પડે. ભલ ભલા

    ધુરન્ધરોનુ માથુ ભમી જાય, આ ગઝલ પર કઇક પણ લખતા તો! છતાય માણવાની અને વાગોળવાની

    ગમે. ગુ.સા.ના ઉત્તમોત્તમ ગઝલકારોની જોડાજોડનુ સ્થાન અવશ્ય પામશેજ પામશે…..

    મેતો વારંવાર વાચવા પ્રિંટ કરી લીધી.

Leave a Reply to komal Cancel reply

Your email address will not be published. Required fields are marked *