રેતી-સિમેન્ટ-કપચી (ત્રિપદી ગઝલ)

OLYMPUS DIGITAL CAMERA
(સત્યમ્ શિવમ્ સુંદરમ્….                 …એલિફન્ટાની ગુફાઓ, મુંબઈ)

*

દિવાળી દરવાજે ટકોરા દે છે અને હું બે અઠવાડિયા માટે વેકેશન પર જઈ રહ્યો છું. થોડો વખત અહીં પણ વેકેશન રાખીએ?

*

ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.

હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

– વિવેક મનહર ટેલર
(૦૩/૧૦-૦૮-૨૦૧૦)

29 thoughts on “રેતી-સિમેન્ટ-કપચી (ત્રિપદી ગઝલ)

  1. સરસ સાહેબ………..

    નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
    નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
    સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

    આ પંક્તિઓ ગમી…

  2. બહુ ગમ્યું-

    ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
    ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
    ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.

  3. ખૂબ સુન્દર…
    હમણા ચિત્રલેખામાઁ તમારા માટે સુરેશ દલાલે લખેલુઁ વાન્ચ્યુ. ઘણૉ આનન્દ થયો..
    અભિનન્દન
    લતા હિરાણી

  4. સરસ રચના વિવેકભાઈ…
    રેતી સિમેન્ટ કપચીને કોઇ કવિએ રદિફનો દરજ્જો આ પહેલાં નહીં જ આપ્યો હોય….
    આખી રચનામાં સરસરીતે ઓગળીને એકરસ થયો છે.
    હડચામના નગર…… વધુ ગમ્યો -અભિનંદન.
    દીવાળીના બે અઠવાડીયાના પ્રવાસનું આયોજન સુખરૂપ સંપન્ન હો
    અને સાથે નૂતનવર્ષની શુભકામનાઓ.

  5. ખૂબ સુંદર

    નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
    નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
    સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

    તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો
    આછો અણસાર આપતી રહે છે.

  6. રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
    બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;-ખૂટયા છે પાયામા…….
    પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી

    શુભ દિપાવલી

  7. રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
    બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
    પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

    – સરસ !

  8. રોજ નજર સામે જે પરિસ્થિતિ હોય એને બહુ જ સરળતાથી ઓળંગી જવાનું માણસ શીખી ગયો છે…
    ને છતાંય આ જ પરિસ્થિતિ જે ક્ષણે હૃદયને હલાવી જાય છે… કશુંક સ્પર્શે છે અંદર… ટીસ અનુભવાય છે… ઓળંગીને આગળ વધાતું નથી….
    અને આ થાય છે એક કવિના શબ્દથી તો એ નાની વાત નથી જ…

    ક્યાંક તો કશુંક સુધરશે જ…

  9. વાહ!

    શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
    મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
    પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

    વાંચી લાગણીઓની ધમાલ મચી.
    માણસાઈ ક્યાં છે હવે અહિં બચી?

    સચાઈ હવે એક સપનું બની રહી;
    જુઠ્ઠી બુઠ્ઠી ભાવનાઓ સહુને જચી.

    હસવાનું ખોળતો રહું એક બહાનું
    અરે કોઈ મને કરો થોડી ગલીપચી

    મકાન બની રહી ગયા, ઘરો છે ક્યાં?
    દિવાલમાં કેદ રેતી-સિમેન્ટ-કપચી.

  10. હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
    રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
    માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

    અને

    નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
    નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
    સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

    નરી સચ્ચાઈ અને ખુબ સુંદર અભિવ્યક્તિ…
    શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન in advance…

  11. ખૂબસરસ રચના !
    હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
    રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
    માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

    શુભ દિપાવલી,નૂતનવર્ષની શુભકામનાઓ.

  12. શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
    મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
    પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

    સુંદર ત્રીપદી ગઝલ.

    િદપાવલીની શુભકામના સાથે નુતનવર્ષના અિભનંદન.

    અિભજીત પંડ્યા ( ભાવનગર ).

  13. તદ્દન નવા જ,કદી કોઇએ ન પ્રયોજ્યા હોય તેવા રદીફ લઇને રચેલ સુંદર, સંવેદનાસભર ગઝલ.

  14. હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
    રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
    માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

    સરસ રચના.
    રેતી સિમેન્ટ કપચી,
    મળે ભેળ-સેળીયા
    મતલબીયા, ટાઢા સંબંધો જેવા.

    સ્પંદન.

  15. ખુબ જ સુન્દર રચના.
    HAPPY DIWALI N A VERY PROSPEROUS N HEALTHY NEW YEAR TO YOU.
    Enjoy your vacation now n we will when u post the beautiful photos of those moments.
    chandrika

  16. વાહ વિવેકભાઇ વાહ….. સરસ રચના છે…

    નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
    નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
    સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

    સામ્પ્રત સમાજ નુ પ્રતિબિંબ જાણે….

    શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

  17. એક સામાન્ય આંચકાથી પણ જો જીવનની ઇમારત હચમચી જાય તો તાય કે….

    પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

    સુંદર રચના થઈ છે વિવેકભાઈ !

    અભિનંદન !

    દીપાવલીની શુભકામનાઓ !

Leave a Reply to Chirag Cancel reply

Your email address will not be published. Required fields are marked *