થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે


(શહીદસ્મારક…                                             … જેસલમેર-2004)

*

થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે,
સીમ થઈ પથરાઈ જાવું છે હવે.

જિંદગી છો લાંબી હો, ચિંતા નથી,
શબ્દનું લખલૂંટ ભાથું છે હવે.

આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.

હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.

રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવે.

તારવી તુજને વલોવી મન સતત,
કયાં બીજું ઘમ્મરવલોણું છે હવે ?

હેલમાં તુજ છલકે છે એ હું જ છું,
એક ઘા થઈ કંકરાવું છે હવે.

શ્વાસ મારા બાંધી માથે લાવે તું,
છે કશે પણ ભાત આવું ? છે હવે?

-વિવેક મનહર ટેલર

9 thoughts on “થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે

  1. આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
    દ્રશ્ય થઈ મારે છવાવું છે હવે.

    હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
    ગીત મારે એ જ ગાવું છે હવે.

    Vaah Vivekbhai…!!
    Excellent expression..
    Maza aavi.!!

  2. રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
    ઝાલ, પાટણનું પટોળું છે હવે

    Khoob Saras!!!!!!!

  3. હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
    ગીત મારે એ જ ગાવું છે હવે.

    વાહ્હ્…..

    આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
    દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.

    beautiful

  4. આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
    દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.
    Excellent!

Leave a Reply to sana Cancel reply

Your email address will not be published. Required fields are marked *