*
થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે,
સીમ થઈ પથરાઈ જાવું છે હવે.
જિંદગી છો લાંબી હો, ચિંતા નથી,
શબ્દનું લખલૂંટ ભાથું છે હવે.
આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.
હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.
રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવે.
તારવી તુજને વલોવી મન સતત,
કયાં બીજું ઘમ્મરવલોણું છે હવે ?
હેલમાં તુજ છલકે છે એ હું જ છું,
એક ઘા થઈ કંકરાવું છે હવે.
શ્વાસ મારા બાંધી માથે લાવે તું,
છે કશે પણ ભાત આવું ? છે હવે?
-વિવેક મનહર ટેલર
-
રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવેKhoob Saras!!!!!!!
-
3rd last para,”tarve tujne…..”is very good…
-
waah kharekhar sari kruti chhe.3rd & 4th lines r more beautiful.
Abhinandan. -
હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.વાહ્હ્…..
આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.beautiful
-
આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.
Excellent!


9 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/82/trackback