સ્વપ્નના પૂરા થવાની શરૂઆત


ગુજરાતી ભાષામાં આજની તારીખે શ્રેષ્ઠ ગણાતા ફક્ત કાવ્યોના દ્વિમાસિક “કવિતા”માં કવિતા છપાવી એ દરેક કવિનું સ્વપ્ન હોય છે… આજે કદાચ મારા સ્વપ્નના પૂરા થવાની શરૂઆત થઈ છે… આ ગઝલ આ બ્લોગ પર અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.

23 thoughts on “સ્વપ્નના પૂરા થવાની શરૂઆત

  1. વ્હાલા પપ્પાને……

    હમણાં હમણાંથી તો પપ્પાનું નામ પેપરમાં… પછી આ મેગેઝીનમાં…વાંચવાની બહુ જ મજા આવે છે હો પપ્પા…! અને હવે તો મને ગુજરાતી પણ સરસ વાંચતા આવડી ગયુ છે એટલે હું તમારુ નામ તરત જ શોધી લઇશ..

    સ્વયમ્

    વ્હાલા વિવેકને,
    ખૂબ ખૂબ અભિનંદન…..
    વૈશાલી..

  2. Congratulations dear Friend…

    Remember when we had talked about publishing your first Gazal Sangrah in 2010? This is indeed the start of fulfillment of that Dream, and many more to come.

    Our wishes are always there with you.
    Once again, Congratulations.

  3. મિત્ર વિવેક,

    અભિનંદન તો ખરા જ તને.તારા આ સપનાની શરૂઆત તો થઇ ગઇ.. હવે આ રસ્તે તને હંમેશ ફૂલ મળે..ને એની સુવાસ અમે માણીએ.
    આવતી કાલે તારી આ ખુશીની એક કૉફી થઇ જાય.
    સ્વયમ તને ખરા સમયે વાંચતો થઇ ગયો એ માટે વૈશાલીને પણ અભિનંદન અને આભાર.

    મીના

  4. ખૂબ આગળ વધો … મા ગુર્જરીની સેવામાં … ખૂબ ખીલો સ્વૈરવિહારમાં ….
    આજે જાણે મને સુવર્ણ ચન્દ્રક મળ્યો હોય તેટલો આનંદ થયો.
    સ્વયમ્ ની જેમ આ બાળક પણ રાજી થયો.

  5. પ્રિય વિવેકભાઈ,

    ખૂબ ખૂબ અભિનંદન. ‘કવિતા’ માં આપની કૃતિ પ્રકાશિત થઈ એ તો સાચે જ ખૂબ આનંદની વાત છે. બસ, આજ રીતે તમામ વાચકોને આપની સુંદર ગઝલોનું રસપાન કરાવતા રહો એવી અંત:કરણની શુભેચ્છાઓ.

  6. Vivekbhai,
    tamaru^ aa swapna to me^ ghaNaa vakhat pahelaathee joee leedhu^ chhe.bahu utaavaL naa karataa.darek kaavya ke gazal lakheene das divas vaagoLasho.pachhej pree^Tamaa^ javaa dejo.beejano daaNo kyaare gharamaa^ paachho paho^che e koN nathee jaNatu^?
    abhinandan

    Shah Pravinchandra Kasturchand.

  7. Dear Dr. Vivek,

    Congratulations ! I am happy to learn that your Gujarati Poem has been published in Bimonthly publication ‘Kavita’. Keep it up….and best wishes.

    -Prashant H. Pandya

  8. મિત્ર વિવેક,

    તમારી રચનાઓ ખરેખર ઉત્તમ ગઝલકારની હરોળમાં સ્થાન પામે એવી જ હોય છે. અભિનંદન.
    વિવેકનું શમણું ‘કવિતા’માં સ્વાતિબુંદ થઈ પ્રગટે;
    વિવેકી તુજ ગઝલું વાંછીએ હવે સરિતા થઈ છલકે.

    – દિલીપ પટેલ

  9. Dear Vivek bhai,

    Please accept my hearty congratatulations on your achievement. All our friends on the NET will feel proud about your success. Good luck … Harish Dave Ahmedabad

  10. વિવેક્ભાઈ,
    હાર્દિક અભિનંદન,
    શ્રી સુરેશભાઈ દલાલની પારખી નજરથી ભાગ્યેજ કોઈ રત્ન છૂટી શકે.
    ‘કવિતા’ માં સ્થાન પામવા બદલ હાર્દિક શુભેચ્છા.
    ગુજરાતી કાવ્ય વર્તુળ ના સર્વે મિત્રો આપના ગઝલ સંગ્રહ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.આપની પાસે ડૉ. રઈસ મણીયાર જેવા માર્ગ-દર્શક છે, આપનો ગઝલ-સંગ્રહ નજીકના ભવીશ્યમાં જ પ્રગટ થશે..એવી અભીલાષા સહ,

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  11. આખરે સ્વાતિબુંદ ઝીલાયું !લોકરુચિને પોષક એવાં
    આપનાં મનોમંથનોને પરમ ક્રુપાળુ સર્વોચ્ચ સ્થાને
    પહોંચાડે એવી આ નાનકડા જીવને અંતરની ઇચ્છા
    છે.સૌ.વૈશાલીબહેન,ચિ.સ્વયમની શુભેચ્છાઓમાં
    મારી મંગલકામનાઓ ભેળવું છું.શુ.મનવંત પટેલ.

  12. dear vivekbhai ,
    abhinandan .looking at the depth of your gazals , you should have been on the pages of kavita long back .
    mill na bhoongla walo sher uttam chhe .

    ek hasya kavita / hazal sangrah nu sampadan kari rahyo chhun . tame tatha mitro 3/4 rachana mokalsho to gamshe .
    yaad …. sanjay pandya, mumbai .

  13. વિવેકભાઈ, લાખ લાખ અભિનંદન… ખરે જ ‘કવિતા’માં પોતાની કૃતિ પ્રકાશિત થાય, એ દરેક ગુજરાતી કવિનું સ્વપ્ન હોય છે. બસ, હવે જલદીથી આપનો સંગ્રહ પ્રકાશિત કરો અને એ માટે આપને હાર્દિક શુભેચ્છાઓ.
    –જયદીપ.

  14. Dearest brother,
    HEARTIEST CONGRATULATIONS
    Have been reading your blog since You have it.Been reading your gazals and poems since you started doodling them.I was always sure that you can acheive whatever you want to do.WAiting eagerly for you “kaavya sangrah”.

  15. મારા તમામ નામી અને અનામી મિત્રોનો એમની શુભેચ્છાઓ વડે મારા શબ્દમાં શ્વાસ પૂરવા બદલ હું આભાર માનું છું… નામ લેવા માંગતો નથી, ક્યાંક કોઈ નામ બાકી ન રહી જાય… અહીં કોમેન્ટ દ્વારા કે ઈ-મેઈલ યા ટેલિફોન દ્વારા જે લોકો મને સ્પર્શી ગયા છે એમને એટલું જ કહેવાનું કે, હા! હું તર-બ-તર ભીંજાયો છું તમારા વ્હાલમાં…

  16. ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે જ સફળતાના શિખરો સર કરતો રહે એવી શુભેચ્છા!

  17. ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે જ સફળતાના શિખરો સર કરતો રહે એવી શુભેચ્છા!

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *