મનગમતા સંગાથની વાટે…

PB054199
(સાથે સાથે…                 ….બીટલબાટિમ બીચ, ગોવા, ૦૫-૧૧-૨૦૦૮)

*

આજે જ મળસ્કે પાંચ વાગ્યે રચાયેલું એક ગીત…

*

ચાલ, ચાલીએ સાથે સાથે
નીકળી જઈએ પ્રેમમાં આજે
તોડીને હોવાની સાંકળ, રાતથી આગળ, વાતથી આગળ, મનગમતા સંગાથની વાટે…

‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
સંગની હોડી તરતી મૂકીએ
પાણીમાં પાણી થઈ જઈને,
ઘરમાં રહેવું કેમ પાલવે ? પહેલવહેલો વરસાદ છે આજે.
ચાલ, ચાલીએ સાથે સાથે…

મૌનથી એ સંવાદો રચીએ
જડે નહીં જે શબ્દકોશમાં;
સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
હું કે તું ના રહે હોંશમાં,
હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
ચાલ, ચાલીએ સાથે સાથે…

-વિવેક મનહર ટેલર
(૧૯-૦૬-૨૦૧૦)

wet together

62 thoughts on “મનગમતા સંગાથની વાટે…

  1. મજા આવી ગઈ…

    સંવેદનાની નાજુકાઈને સહજતાથી તારી કલમ સ્પર્શે છે… એક અમથું મજાનું પલળતું ગીત… જો આમાં પલળી શકાય તો પ્રેમનો સંદર્ભ છલોછલ ને અવકાશ.. અંતરાલ .. તરબોળ થઈ જાય

  2. Beautiful Snap

    મૌનથી એ સંવાદો રચીએ
    જડે નહીં જે શબ્દકોશમાં;
    સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,

    સુંદર રચના….

  3. મૌનથી એ સંવાદો રચીએ
    જડે નહીં જે શબ્દકોશમાં;
    સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
    હું કે તું ના રહે હોંશમાં,

    To good…silent says…..

  4. I am very happy to read this poem i think this poem’s wording style is like John keats and william wordsworth

    Because in english literature william wordsworth called a poet of nature UPON THE WESTMINISTER BRIDGE poem writen by wordsworth when he went to londan and after saw the londan bridge his poetry heart create this poem

    this type of situation created here.

    so i am very happy

  5. મનગમતા સન્ગાથ નેી આ સફર દુર ….દુર સુધેી સાથે રહે…! એક સુન્દર જોડેી પર રચાયેલુ અતિ સુન્દેર કાવ્ય…! ખુબ જ સ્..ર્…સ્..!તારા ફોટાઓ જોવાનેી મજા આવેી ગઇ….!
    ‘એક …! ગઝલ ખરેખર અતિ ઉત્તમ રચના…!સમાજ મા રહેલા દરેક પાસા ઓ પ્રદુશણ હોઇ કે પર્યાવરણ ,કે એક વેશ્યા નેી વ્યથા… દરેક કવિતાઓ કાબિલે તારેીફ્…!સમાજ ના દરેક પાસાઓને પોતાનેી કવિતા નિ કલમ વડે વાચા આપવાનેી તારેી ખુબેી….આફ્રેીન્..!

  6. wah vivekji bahuj sararta thi mann ni vaat kahi tame,,,, mausam no pahelo varsad ane jo mangamtu sathi koi sathe chaltu hoy tyare ae varsad ma bhinjavava ni je majja aave ae shabdo ma varnan karvu kharekhar ghanu agharu hoy chhe, kem ke ae to fakt sparshi sakay pan tame aghra shabdo ne pan tamari kalam vade bahu j sari rite vani lidha chhe,,,,, bahu saras,,,

  7. ભઈ લિન્ક શોધિ ને જવુ એના કરતા કવિતા જ મેલ કરતા હોવ તો કેવુ ??

  8. ‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
    ભીના થઈએ એક થઈને;
    સંગની હોડી તરતી મૂકીએ
    પાણીમાં પાણી થઈ જઈને,

    વાહ મન તરબોલ થૈ ગયુ

  9. સાવ સાચી વાત.. પહેલા વરસાદમાં ઘરમાં રહેવું કેમ પાલવે..?
    વગર વરસાદે ગીત તરબોળ કરી ગયું..!

  10. મૌનથી એ સંવાદો રચીએ
    જડે નહીં જે શબ્દકોશમાં;
    સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
    હું કે તું ના રહે હોંશમાં,
    હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
    હ્રુદયસ્પર્શી પંક્તીઓ
    વેણ બોલ્યા વિના,
    આંખ ખોલ્યા વિના,
    પ્રીત વ્હેતી હવામાં
    છા ની છા ની

  11. પ્રેમને સરસ રીતે સમજાવતી રચના. તમારા બેની જોડી અને તમાર પ્રેમ આમ જ પાંગરતો રહે.

  12. હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.

    Lovely
    Universal language……..

  13. મૌનથી એ સંવાદો રચીએ
    જડે નહીં જે શબ્દકોશમાં;
    સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
    હું કે તું ના રહે હોંશમાં,

    wow! સુંદર ભાવો પ્રકટ થયાઁ છે,

  14. હું અને તું ,નામના કાંઠાને તોડી જળ વહ્યા સંગાથમાં તે આપણે….
    દામ્પત્ય જીવનના મહિમાનો બંને રચનામાં નિર્દેશ …

  15. વરસાદ ના દીવસો અને તેમા પણ આવી સુન્દર રચના.
    મન મન ભીનુ ભીનુ થઈ ગયુ.
    સરસ.

  16. મૌનથી એ સંવાદો રચીએ
    જડે નહીં જે શબ્દકોશમાં;
    સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
    હું કે તું ના રહે હોંશમાં,
    હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.

    એક્દમ સુંદર

  17. ‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
    ભીના થઈએ એક થઈને;
    ——————-
    એકત્વનુ સરસ રુપક!

  18. મૌનથી એ સંવાદો રચીએ
    જડે નહીં જે શબ્દકોશમાં;
    કેટલી સુંદર વાત!

  19. વાહ સરસ રચના….વરસાદ વિના જ પલળી જવાય એવુ મઝાનુ ગીત….સ્પર્શી ગયુ મનને.બાપ….!ગુજરાતી સિવાય આવી કવિતા ક્યા જોઈ જડૅ…..અભિનન્દન….આભાર..
    સુરેશ મકવાણા
    એનસીઈઆરટી,
    ભોપાલ

  20. વિવેકભાઇ,

    હમેશની માફક મજા પડી ગઈ !

    થોડી વધુ મજાનો પ્રયાસ ….

    નજરની કેડી પકડી લઈએ,
    હ્રદયની બેડી જકડી લઈએ,
    જ્યાં મોત ના પ્રવેશે એવી
    શ્વાસની મેડી રચી લઈએ,
    ફુલોને મારગ સહુ કોઈ ચાલે, આપણે ચાલીએ કાંટે કાંટે
    ચાલ, ચાલીએ સાથે સાથે…

    વિનીત

  21. ‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
    ભીના થઈએ એક થઈને;
    સંગની હોડી તરતી મૂકીએ
    પાણીમાં પાણી થઈ જઈને,

    વરસાદ વિના જ પલળી જવાય એવુ !!!!!!સરસ્
    હેમન્ત વૈદ્ય….

  22. હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
    ભીના થઈએ એક થઈને;

    a hu ane tu ni chhatri jo kharekhar fekie to j a saras majana khara premna varsad no kharo anand luti shakay ekdm saras vat kari vivekbhai

  23. પ્રિય વિવેક,
    ખુબ જ સુંદર પ્રણય તથા કાવ્યાત્મક ગીત (romantic as well as poetic song).
    અજમા

  24. સુંદર છાંટણા વિવેકભાઈ
    હું અને તું ના બરફને ઓગાળી, હમ થઈએ ત્યારે કોઈ છત્રી, રેઈનકોટની આવશક્તા રહેતી નથી,
    પહેલા વરસાદનો છાંટો શબ્દોથી પાર રહીને સૌ સંવેદનાઓ ઝંક્રુત કરી દે છે.

  25. સુંદર ગીત ! પહેલા વરસાદનું !
    પલળતું ને પલાળતું ગીત !
    અભિનંદન !

  26. વાહ….
    વિવેકભાઈ,
    મજા આવી ગઈ.
    “હું” ને “તું” ની છત્રી ફેંકીએ- થી લઈ…. હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે. સુધી બધુંજ જળબંબાકાર…..લાગણીઓને જાણે વાચા ફૂટી….
    મુબારક…આ લયબદ્ધ અભિવ્યક્તિનું નખશિખ પલળવું.

  27. ખૂબ સુંદર પ્રેમ-ઉર્મિ છલકાવતું લય-સભર ગીત!
    સુધીર પટેલ.

  28. વરસાદી ગીતોમા એક નોંધપાત્ર ઉમેરો
    ઘરમાં રહેવું કેમ પાલવે ? પહેલવહેલો વરસાદ છે આજે

  29. મળસ્કે રચાયેલ ગીત, ખુબ સરસ બન્યું છે.પહેલા વરસાદની મઝા જ કાંઈ ઔર છે.સુકી ધરતી પર પહેલો વરસાદ તાઝગી લાવે છે અને ધરતીની સોડમ એવી માદક હોય છેકે વાત ન પુછો. વણબોલાયેલા શબ્દોની હેલી ચઢે છે.ચિત્ત ચગડોળે ચઢે છે.ઘરમાં રહેવું ન પાલવે. “મને ભીંજવે તું , તને વરસાદ ભીંજવે”….ર.પા. ની રચના યાદ આવે છે..

  30. ચાલ છબછબ કરતા ભીંજાતા જઈએ,પહેલા વરસાદ ને મ્હાલતા જઈએ……છાટે છાટે અમિરસ છલકે..ભિજાતા ભિજાતા હયુ હરખે….

  31. હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
    EXCELLENT !!!!!

  32. હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
    ચાલ, ચાલીએ સાથે સાથે…

  33. ખુબ જ સરસ –
    હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
    ચાલ, ચાલીએ સાથે સાથે…

  34. Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ

  35. ભીના થઈએ એક થઈને;
    સંગની હોડી તરતી મૂકીએ……મજા આવિ ગૈ ….રવિવાર સુધરિ ગયો ખુબ ખુબ આભાર વિવેક સર્..

  36. મૌનથી એ સંવાદો રચીએ
    જડે નહીં જે શબ્દકોશમાં;
    સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
    હું કે તું ના રહે હોંશમાં,
    હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
    ચાલ, ચાલીએ સાથે સાથે…—-આ તો મારિ ગમતિ ૬એ…..

Leave a Reply to rachna Cancel reply

Your email address will not be published. Required fields are marked *