જ્યાં દિલને થાય હાશ મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!
વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ !
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.
સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી ?
જૂઠ્ઠાને આજે જે મળે, સઘળું પ્રવર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.
શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
- વિવેક મનહર ટેલર
-
વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ !
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.-વિવેક મનહર ટેલર – waah bahoot khoob.. -
અદભૂત રચના વિવેક અન્કલ ઇર્શાદ…..ઇર્શાદ
-
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.વાહ!!!
-
Pingback from મને આ સફર મળે · શબ્દો છે શ્વાસ મારા on March 14, 2012 at 12:33 pm

10 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/8/trackback