મળતી રહે

શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.

છું સમય ની છીપ માં રેતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંક માં રાખી મને વહતી રહે.

-વિવેક મનહર ટેલર 

16 thoughts on “મળતી રહે

  1. આ બ્લોગ જોઈને ખૂબ આનંદ થયો. દર અઠવાડિયે નવી રચના મૂકવાનુ વચન જોઈને એનાથી પણ વધારે આનંદ થયો ! આ શરુઆત વટવૃક્ષ જેમ વિસ્તરે એવી શુભેચ્છાઓ !!

    -ધવલ

  2. છું સમય ની છીપ માં મોતી સમો,
    સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

    I wish,

    Tamara Shabdo Ni Aa Ameedhara,
    Amane Jeevanbhar MaLatee Rahe.

  3. Pingback: શબ્દો છે શ્વાસ મારા · મળતી રહે

  4. સરસ, ખુબજ ગમી.
    લોક સમજે કાંકરો ડુબી ગયો,
    અન્ક માં રાખી મને વહેતી રહે.
    હું સમયની પાર થઈ વીસ્તરતો રહુ,
    તુ અનાગત થઈ મને મળતી રહે.

  5. હું સમય ની પાર વિસ્તરતો રહું,
    તું અનાગત થઈ મને મળતી રહે.

    waah…

  6. Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ

Leave a Reply to narmad Cancel reply

Your email address will not be published. Required fields are marked *