એક વેશ્યાની ગઝલ (ફરી એકવાર)…

Sunset
(આથમતા રંગ…               …કિરો ડુંગર, છારી-ઢંઢ, કચ્છ, ઓક્ટૉબર-૨૦૦૯)

*

આ ગઝલ જ્યારે નેટ પર રમતી મૂકી હતી ત્યારે વિક્રમસર્જક પ્રતિભાવો જન્માવશે એની કલ્પના નહોતી પણ ગઝલ મૂકી અને ચારે બાજુથી ઈંટ અને કાંટા વરસવા શરૂ થયા અને જેવો આ વરસાદ શરૂ થયો કે તરત જ મિત્રતાની છત્રીઓ પણ મઘમઘી ઊઠી… આક્રમણ પણ દોસ્તોનું જ અને બચાવ પણ દોસ્તો તરફથી જ… એક આખી પૉસ્ટ મારે આપણી નિર્દંભ સંસ્કૃતિની મૂળભૂત પારદર્શિતા અને હાલની નકરી દંભ અને અપારદર્શક્તા વચ્ચેના વરવા વિરોધાભાસ અંગે કરવી પડી..

મૂળ ગઝલ અને એ વિશે મળેલા પ્રતિભાવ આપ અહીં જોઈ શકો છો:  “એક વેશ્યાની ગઝલ

આપણી સંસ્કૃતિ ખરેખર કેવી હતી એ વિશેની વાતો અને મિત્રોના ઢગલાબંધ પ્રતિભાવ આપ અહીં માણી શકો છે:  “એક વેશ્યાની ગઝલ – મારે કંઈક કહેવું છે

કોઈ સંપાદક આ ગઝલ છાપવાની હિંમત પણ નહીં કરે એ વિચારથી આ ગઝલ આજ સુધી ક્યાંય મોકલાવી પણ નહોતી પણ ‘શહીદે-ગઝલ’ના સંપાદક શ્રી શકીલ કાદરીનું કામ અને જિગર બે વરસ સુધી પ્રમાણ્યા પછી અ ગઝલ એમને મોકલી આપી અને સામી છાતીએ તરતા આ તંત્રીએ આ ગઝલ છાપવાનું જોખમ ઊઠાવ્યું એ બદલ એમનો આભાર પણ માનું છું…

Shahid-e-ghazal
(શહીદે-ગઝલ, માર્ચ-મે-૨૦૧૦….                        …તંત્રી શ્રી શકીલ કાદરી)

*

પ્રકાશિત રચનામાં થોડી છાપ-ભૂલ રહી ગઈ હોવાથી આખી ગઝલ પણ સાથે બીડું છું:

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક ને અપમાનના અશ્વો લઈ
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરની વાત બેઠો છે દબાવીને છતાં,
હર્ફ ના ઉચ્ચારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

જ્યાં કદી ના આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

***

સૂક્ષ્મ અર્થ જોવાની તૈયારી હોય અને મનના મકાનના બારી-બારણાં ખુલ્લા રાખવાની પારદર્શિતા હોય તો અને તો જ આ ગઝલ હકીકતે એક વેશ્યાના દુઃખને સમજીને લખવામાં આવી છે એ વાત તરત સમજી શકાશે.

વેશ્યા તો રાત્રે કામ કરે છે તો પછી સૂર્ય શી રીતે એની વેદનાનું પ્રતીક હોઈ શકે? સૂર્ય કદાચ એના વાસ્તવ અને સ્વપ્નની વચ્ચેનો તફાવત ગાઢો બનાવે છે, એની રાતોની વાસ્તવિક્તા અને એના દિવસોના સ્વપ્નો !

વેશ્યાનું વિશ્વ જન્મે છે અને ટકે છે એના ગુહ્યાંગ પર, બે જાંઘની વચ્ચે ! આપણા ‘કહેવાતા’ સભ્ય અને સુસંસ્કૃત સમાજમાં પૂરી પ્રામાણિક્તાથી કહેવું હોય તો કહી શકાય કે વેશ્યાને આપણે મનુષ્ય તરીકે કદી સ્વીકારી નથી… એ એક શરીર માત્ર છે અને મુખ્યત્વે યોનિ અને સ્તન… એ એક સ્ત્રી નથી, કામવાસના સંતૃપ્તિનું મશીન માત્ર છે. અને આ મશીન ક્યાં વસે છે એ આપણે સહુ જાણીએ છીએ.

સૂર્ય આપણા અસ્તિત્વની મૂળ રોશની છે. સૂર્ય જિંદગીનો મૂળ સ્ત્રોત છે. સૂર્ય આપણા હોવાપણાંની શરૂઆત છે. અને એટલે જ જ્યારે મારે વેશ્યાની વાત કરવી હોય તો ‘બે જાંઘની વચ્ચેનો સૂર્ય’થી વધુ “સભ્ય” કોઈ અન્ય રદીફ જડી નહીં કેમકે આ સ્ત્રીના અસ્તિત્વની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે, એનું અસ્તિત્વ નભે પણ એના પર જ છે અને ખતમ પણ ત્યાં જ થાય છે…

હું આશા રાખું છું કે સુજ્ઞ ગુજરાતી વાચકો પાસે એટલું નિર્દંભ હૃદય તો છે જ કે આ ગઝલ નાકનું ટેરવું દબાવ્યા વિના વાંચી શકે… બાકી આ દેશમાં મરાઠી ન શીખી શકો તો રાજ્ય છોડી જવું પડશે એવું કહેનાર તાનાશાહો હજી જીવે છે અને એમની ધમકી માનનાર જીવડાં જેવા લોકો અને એમનો વિરોધ કરવાની હિંમત ન દેખાડી શકનાર શિક્ષિતો અને રાજકારણીઓ પણ છે જ…

78 thoughts on “એક વેશ્યાની ગઝલ (ફરી એકવાર)…

  1. વાહ ! વિવેકભાઇ, વાહ ! દંભનો આંચળો ઓઢીને ફરતા આ સમાજમાં નિર્ભયપણે આવું કાવ્ય લખવું અને પછી જાહેરમાં લાવવું એ ખુબ જ અઘરું કામ છે. ધન્યવાદ.

  2. વિવેકભાઈ,
    આ ગઝલ ત્યારેય ગમી‘તી, આજેય ગમે છે. દંભનું મ્હોરું પ્હેરી આવા વિષયો પર નાકનું ટેરવું ચઢાવનારા કંઈ કેટલાયે દંભીઓથી હું પરિચિત છું. આવા માહોલમાં આવું સર્જન અને તેનું પ્રકાશન કરનારા બંન્ને– સર્જક અને પ્રકાશક અભિનંદનના અધિકારી છે. રચના કયા વિષય પર લખાઈ છે તે કરતાં, તેનો ભાવ–સંદેશ શું છે તે સમજવું મહત્વનું છે– જો સમજાય તો…!!!

  3. કદાચ હું પ્રથમ હોઈ શકુ છુ એક નારી તરીકે અભિપ્રાય આપવામાં પણ હું સંકોચ વગર જ જે કહેવું છે એ કહી દઊં

    તમે ખરેખર ખુબ સરસ રીતે વર્ણન કર્યું છે અને અહિં અભદ્ર જેવું સહેજ પણ જણાતું નથી..અને આ જે આપણે વાંચી રહ્યાં છીએ એજ તો ખરેખર હકીકત છે..આજનો સમાજ ભલે રુપજીવીની નો સ્વિકાર નથી કરતો એમને સન્માન નથી આપતો પરંતુ હું માનું છુ કે ચોરી કરીને અથવા કોઈને છેતરી ને જીવન જીવવું એવા લોકો કરતા પોતાનો દેહ આપીને પોતનો નિર્વાહ કરવો ઘણો સન્માન પાત્ર છે..

  4. ફરીથી માણી
    આજે જે ચોખલિયા વેડા જોવા મળે છે તે આપણી પરંપરામાં નથી. ભારતીય સંસ્કતિમાં દેહસંબંધોની રજૂઆતમાં કશો છોછ નથી. દાનસ્તુતિના કેટલાક મંત્રો એટલી અશ્લીલ ભાષામાં લખાયા છે કે મેક્સમ્યુલરે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો ત્યાં આ ભાગ લેટિન ભાષામાં લખ્યો !
    સૂરતમા શ્રી મોટાની સભામા ચોખલીઆઓની ટીકા છતા વેશ્યાઓ પણ આવતી અને સતત સંત જીવનના ચિંતનથી સંતને બદલે વેશ્યાને સ્વર્ગમા સ્થાન મળે છે તે તો જાણીતી વાત છે.
    આશ્ચર્ય – વિવેકે સ્ત્રીભાવની વેદનાની આ ગઝલમા સુંદર અભિવ્યક્તી !

  5. its really very good vivek bhai,,,,,,,,,,,am impressed by this bcaz its real life and fact thing tht in our sociaty there is no place for callgirl and we only knows how she came in this field but still our high socity do all this things and ignoring in socity,,,,,,,but u have dont good job.

  6. આવા વિષયને બહુધા કોઇ છેડતું નથી,રખે કોઇ મોંફાટ કહી બેસે એવી બીકે.
    ડોક્ટર વિવેકે સાચા અર્થમા ડોકટરી કરી સમાજના આ કડવા સત્યને કાવ્યમાં લાવી ગણીકાના દર્દને વાચા આપી છે.લાખ લાખ અભિનંદન…બહાદુર કવિજ આ કરી શકે.સલામ ડોક્ટર વિવેક.

  7. વિષય જુદો છે..વાસ્તિકતા સાચી છે.. આવી વાસ્તવિકતા સમાજ સ્વિકારતા ક્ષોભ અનુભાવે..(કે પછી ડૉળ કરે..શકય બને)..પણ આસૂંદર ગઝલ મને તો ગમી)

  8. સરજી ,પહેલીવાર આ ગઝલ માણી રહ્યો છું. બહું સરસ ગઝલ થઈ છે.મિત્ર ‘સપન’નું એક અછાંદસ મને યાદ આવ્યું.

    રાત્રે મુંબઈની સડક પર
    ભટકતાં ભટકતાં…
    એક સ્ત્રી પર નજર ગઈ..
    ઓટલા પર સુતેલા ગરીબોને
    રજાઈઓ વહેંચતી હતી…
    મોઢા પર પ્રસન્નતાના અદભુત ભાવ હતાં
    અને આંખોમાં અનેરી ચમક…
    મારાથી એને સહજતાથી જ કહેવાઈ ગયું…
    “વાહ! ખુબ સરસ કામ કરો છો તમે..”
    તરત જ સામે જવાબ મળ્યો..
    “આ સીવાય પણ એક સારૂં કામ કરૂં છું..”
    આંખ મીચકારી બોલી…
    “લઈ જઈશ મને.. પંદરસો લઈશ.. ઓન્લી..”

    :: સપન ::

  9. Simply..simply…superb.If someone has problem with this than he/she has to be heartless and away from the reality.

  10. વિષય અને એની સંવેદનશીલતા, દંભ અને એની હકીકત, સત્ય અને સ્વીકારવી કઠતી કડવાહટ બધુંજ બાજુપર
    મૂકીને સહુથી પહેલાં વિવેકભાઈ…! એક કવિ તરીકે અહીં દાખવેલું હિંમતપૂર્વકનું કવિત્વ દાદનું અધિકારી છે.
    આજપર્યંત આ, વિષયને વળગી રહેવાની હિંમત અને આ ટિપ્પણીઓ પરત્વે ખેલદીલી બીજે ક્યાંય બહાર આવી હોય એવું, હું નથી માનતો કે કોઈ આંગળી મૂકીને બતાવી શકે….

  11. ખુબ જ સરસ રચના છે.

    Creativity in any form is honorable. That is the main purpose of art, “freedom of expression”.

    ખુબ ખુબ અભિનન્દન!

  12. Vivekbhai,
    I must congratulate you for this forthrightedness. I thoroughly enjoyed it. There are lots and lots of so called tabbos and I am glad you have shatterd them at least for this one.
    Keep it up with some more like this.

  13. આ ગઝલનું આ ફેરનું વાચન અગાઉના વાચન જેટલું જ તીવ્ર ને અસરકારક રહ્યું. કવિ પોતાનાં કોઈ પણ સંવેદનને પોતીકા શબ્દ વડે નિરૂપે એ જ એનું કવિકર્મ. ગુજરાતી કવિતાનું દુર્ભાગ્ય એટલું કે પોતડીધારી સાક્ષરોએ ઠસાવેલી કવિતાની વિભાવના અને કહેવાતા ચોખલિયાઓની ચિબાવલાઈ ૨૧મી સદીમાં પણ કવિને આ પ્રકારની કવિતા સાથે નૈતિક કેફિયત આપવાની નોબત સુધી ઘસડી લાવે. અને આપણા મુખેથી અનાયાસ નીકળી પડે કે કવિ અને તંત્રીની હિંમતને ધન્યવાદ!

  14. પ્રિય વિવેકભાઇ,
    આ ગઝલ અને તે વિશેનાં પ્રતિભાવો આજે બીજી વાર વાચ્યાં, મે લખવા ધાર્યું, યત્ન પણ કર્યો, પરંતુ ધન્યવાદ કહેવા સિવાય કશું સૂઝતું નથી.

  15. ભૂખ, પીડા, થાક ને અપમાનના અશ્વો લઈ
    રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

    !! અદભુત !!

  16. very nice,

    It is a reality and if people are not open to accept it then too… Bad. I think our “Samaj” is living in a world with two faces. They can accept /are accpeting it as a vulgarity (in our hindi pop music) but not reality and creativity. Nice work and I really liked it.

  17. રોજ હું,
    મારી લાગણીઓ વેચું છુ.
    દંભ અને સભ્યતા
    નો વેપાર કરુ છુ.

    માનવતા નુ
    ચીર-હરન કરુ છુ.
    ધર્મના નામે
    નાગો નાચ કરુ છુ.

    આ જ્
    ધંધો છે, મારો. “સેતુ”
    હું, કાઈં
    વૈશ્યા નથી.

  18. એને કહેવાતો સભ્ય અને સુસંસ્કૃત સમાજ કામવાસના સંતૃપ્તિનું મશીન બનાવે છે
    એને કહેવાતો સભ્ય અને સુસંસ્કૃત સમાજ વેશ્યાનું બિરુદ આપે છે

    બહુ સરસ કાવ્યકૃતિ

  19. વિવેકભાઈ,
    વેશ્યાનું વિશ્વ તે વરવી વાસ્તવિકતા, આદિકાળથી વરેલી સમાજની વિકૃતતાનું વિવેકપૂર્વક વ્યક્તીકરણ વિવેકભાઈ! તમે આ ગઝલમાં કર્યું. રાજભોગનાં ભરડામાં ભરમાયેલ ભારતીય, સંભોગને સુસંસ્કૃત કેમ નથી ગણતો? પતિપત્નીનાં મનમેળ વિનાના સંભોગ ને બળાત્કાર કેમ નથી કહેતો? ઉભયસમર્પણ વિનાનો શયનખંડ, વેશ્યાની કોઠી કેમ નથી કહેવાતી? શુક્રવિસર્જનને મુત્રવિસર્જનસમ સહજ કેમ નથી ગણી શકતા? માનવમનના મેલનું પોસ્મટમ કરવાની હિંમતને દાદ છે, ડોક્ટર વિવેક! કદાચ બે પેઢીઓ વચ્ચેનું ટેઈલરીંગ થઇ જાય, કહેવાય નહિ!

  20. ખુબ માર્મિક ને વાસ્તવિક છે. સંબંધ હોય પણ સમજણ વગરનો હોય તો એ સંબંધનો ય થાક લાગે. ક્યાંક વાચેલું છે એ અહી મુકું છું.
    ‘ચામડાનાં ચુંથાઈ ગયેલા ચુંબનો
    અને હરામ હાડકાના હડકાયાં આલીંગનોથી
    થાકી ગયેલી રતિએ
    કામદેવ સાથે કાયદેસરનો ડાયવોર્સ લઇ લીધો છે
    એની ખબર બહુ ઓછા દંપતીઓને પડે છે.’ –

  21. વિવેકભાઈઃ દાદ આપું છું તમારી ગઝલને અને તમારી ગદ્યમાં લખાયેલી ભૂમિકાને.
    ગઝલ વાંચ્યા પછી મને યાદ આવ્યા શ્રી રામકૃષ્ણ પરમહંસના મહાન શિષ્ય ગિરીશચંદ્ર ઘોષ. એ હતા મહાન નાટ્યકાર, કવિ, કુશળ અભિનેતા, અને ડીરેક્ટર. બ્ંગાળી રંગભૂમીના એ પિતા ગણાય છે. પણ એ વેશ્યાગામી અને દારૂડિયા હતા. શ્રી રામકૃષ્ણે એમને પાપીમાંથી સંત બનાવી દીધા. અને ગિરીશે ઘણી પતીત અભિનેત્રીઓને શ્રી રામકૃષ્ણના આશીર્વાદ અપાવ્યા.
    શ્રી રામકૃષ્ણ વેશ્યાઓને પણ માતાઓ ગણી નમસ્કાર કરતા હતા.
    શ્રી રામકૃષ્ણની કૃપાથી આ વિશે વધુ http://www.girishparikh.wordpress.com બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં અનૂકુળતાએ લખીશ. બ્લોગની મુલાકાત લેતા રહેવાની નમ્ર વિનંતી.
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  22. જયા કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
    લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય
    સરસ્….ગઝલ્……દલિત ગઝલ્………શોષણ સામે લાલ બતી……

  23. ખરેખર સુંદર અને ભાવવાહી ગઝલ કે જેમાં એક વેશ્યાની અકળ વેદના તેમજ કરુણતાની અભિવ્યક્તિ સુપેરે આકાર પામી છે. વિષયનું નાવીન્ય ઉપરાંત પ્રયોજાયેલા રદીફ-કાફિયા સોનામાં સુગંધ ભેળવે છે. તમારી હિંમત સાચે જ ધન્યાવાદને પાત્ર ઠરે છે…

  24. સૌપ્રથમવાર આપના બ્લોગનેી મુલાકાત લેીધેી ત્યારે કાવ્ય રચના નો બ્લોગ હોઇ તે તરફ સમજ /રસ ન પડ્વાથેી બહુ લક્ષ આપેલ નહિ, પરંતુ એટલું જ્રુરુર ગમતું હતું કે બ્લોગ તમે ખુબજ સુંદર રીતે સવારેલ છે, આજ વેશ્યાની વેદનાની ગઝલ વાંચી આપના આ પ્રયત્ન માટે ખુબજ માન ઉપજેલ છે., આવું નથી કે કોઈ આ કેહ્વાતો સભ્ય સમાજને આ જાણ ના હોઈ, પરંતુ કેહવાની હિમત દરેકમાં નથી હોતી, જે તમે દાખવી તે અભિનંદન ને પાત્ર છે., જે માટે ધન્યવાદ.

  25. વિવેક સર્….
    કદાચ હંમેશા અંધકાર મા રહેવાજ સર્જાયેલા એક ખૂણા ને આપે શબ્દો ના સૂરજાભિમૂખ
    કર્યો છે.ના વિચાર્યા હોય એવા કેટલાય અપરાધો નું ઊર્ધ્વપાતન્ કરવા ના શ્રેય ની જે અધિકારી છે,એની વેદના જગ માટે હંમેશા અજાણી જ રહી છે…..

    -હ્રદયવેધક્………………………..

    -મનીષા

  26. Dear Viv.

    Prostitute,
    Destitute,
    Attitude,
    Or Aptitude
    All have one thing in common. They HAVE to rise to the occasion.
    In is indeed an antithesis to see SunSet when you write about Rise.
    But, I guess you compensated with a peak in the background.

    Regarding the number of posts, it is always going to make more hay as the topics
    gets controversial. That’s why, we love Page 3 and maybe that’s why connoisseurs of Art pay for paintings whose painter snubs himself on Western shores.

    Viv, forget the person in concern, the poetry was brilliant, touchy and applaudable.
    Keep it UP (The Poetry)!!!!

    Love.
    Prashant.

  27. રેતેીમાં શાહમ્રુગનેી જેમ માથુ સંતાડવાથી હકિકત ઢ્ંકાતી નથી . સમાજમાં છાની અપેક્ષા સંતોષતી અને છ્તાંય સૌથી ઉપેક્ષિત નારીની વ્યથાની ભાવવાહી રચના.

  28. No word !!! “simply suberb” and “Bulls Eye” to our society. I feel that, it is needed to accept them as a part societal aspect and need to to social engineering for them in the line of Shree Ramkrishna Paramhans.

  29. સુંદર્………………

    ગઝલ તો સારી હતી જ્ પણ અહીં દાદ શકીલભાઈને……………..
    એક આડ વાત
    ૨૦૧૦માં તો સંગ્રહ્ મળશે જ ને?
    જય ગુર્જરી

  30. નહોતો લખવો કોઇ જ પ્રતિભાવ આ રચના માટે કારણ તો નહોતુ કશુજ !
    કદીક એમ પણ થાય કે પુર્ણ તિરસ્કૃત આ “અપરાધિતા” ના દર્દને શબ્દો મા સજાવવાની ધૃષ્ટતા પણ કેમ કરવી? સમજી શુ શકીએ આપણે એ મર્મ વેદનાને? શરીરના ઘાવ તો ૨૪ કલાકની પેઇન કીલરથી પણ મટી શકે પરંતુ અસ્તિત્વ પર પડતા ઘાવ, સંસ્કૃતિ, આત્મ સન્માન પર પડતા ઘાવ, જાત સાથે નજર મેળવવાની હીંમતનો સંપુર્ણ છેદ ઉડાડતી આ જીવનશૈલીમા શ્વાસ લેવો તે પણ એક વેદના માત્ર બનીને રહે ત્યારે શબ્દોના શ્વાસ કોઇ પેઇનકીલરનો અર્થ સારી શકે કે નહી તે તો ડોક્ટર જ જાણે અને માટે જ તેમની હિંમતને દાદ દેવી ઘટે આ રચના માટે.

  31. વિવેકભાઈ,

    ગઝલમાં અભિનન્દનીય નીડરતા બતાવવા બદલ શાબાશી.

    નીચેના બે શેરમાં છન્દ સચવાયો છે પણ “ગેય” તો નથી જ.શબ્દોની ગુંથળી કથળતી લાગે છે. —

    રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
    રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

    દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
    પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

    નીચેના ત્રણ શેર સાચે જ “ગેય” છે અને ગઝલનું સાચુ હાર્દ છે. —

    રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
    ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

    ભૂખ, પીડા, થાક ને અપમાનના અશ્વો લઈ
    રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

    દુનિયાભરની વાત બેઠો છે દબાવીને છતાં,
    હર્ફ ના ઉચ્ચારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

    છેલ્લા શેરમાં ફરીથી છન્દ અને શબ્દોના લય વચ્ચે કશ્મકશ થતી જોવા મળે છે. —

    જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
    લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

    પહેલા બે અને અન્તિમ શેરને સુધારી શકો તો અતિઉત્તમ રચના બની શકે એમ લાગે છે. (નાને મોઢે મોટી વાત કરવાનો મિત્રદાવે હક્ક લઈ લઉ છું.)

  32. આ વાતતો થઈ વેશ્યાની પણ એથી પણ ઘ્રુણાપ્રેરક તો એ છે કે ક્યાંક ક્યાંક પરિણિતાઓની પણ આજ દશા હોય છે વેશ્યાની મનોદશાનુ અદભુત વર્ણન છે.
    જાંઘ વચ્ચે સૂર્યની ઉપમા બહુ પ્રતીતીકર ન લાગી.જોકે મને તે સમજાણી નથી ( લેખકની સમજુતી છતાં)તે પણ કારણ હોય શકે.

  33. ધ્રાસ્કો પડે એવી રચના…… વાહ્…

    જ વા હર બક્ષી ની ગઝલ યાદ આવીઃ
    ” એક અણસાર નો પર્દો છે ને ઘર્ ખુલ્લુ છે….રોજ બત્તી નો સમય છે અને અન્ધરુ છે..”

  34. Anyone who does not like this subject should grow-up or stop reading… who forces you to read?

    દરેક સર્જકને સમ્પુર્ણ સ્વતન્ત્રતા છે…..હોવી જ જોઈએ…. અને રહેશે.. વિષય ગમે તે હોય્…..

  35. “દરેક સર્જકને સમ્પુર્ણ સ્વતન્ત્રતા છે…..હોવી જ જોઈએ…. અને રહેશે.. વિષય ગમે તે હો”
    વિજય ભટ્ટ ( લો /ઍ)

    વિવેક્ભૈની ક્રુતી વીશે આ નથી લખતો પણ ઉપર ના વિધાન સાથે હું સહમત નથી, સર્જક હોય કે વાચક તેણે સમાજ્ના તત્ત્કાલીન અમુક નિયમ પાળવા જ રહ્યા,”ફ્રીદમ ઓફ એક્ષ્પ્રેસન” અને ‘ફ્રીદમ ઓફ વ્યુસ” ને નામે ઘણા ધતીણ્ગ ચાલ્યા છે *( જેમકે હુસેન ના દેવીઓના નગન ચીત્રો). દરેક વ્યક્તિ ને પોતાનો અભિપ્રાય રખવાને છુત છે પણ તો જાહેર કરવાની નહી.

    ફરી લખું છું કે આવાત આ ગઝલને લાગુ પડતી નથી.

  36. ખૂબ વેધક અને માર્મિક રદીફ દ્વારા એક વેશ્યાની વ્યથાની ગઝલમય રજૂઆત ન સ્પર્શે તો જ નવાઈ!
    અભિનંદન!
    સુધીર પટેલ.

  37. આ ગઝલ ઘણા વખત પહેલા વાંચી હતી… આજે પણ એટલીજ તાજી છે… કારણકે આજે પણ સચ્ચાઈ એજ છે જે પહેલા હતી, આપણે બધાએ આ વાત સ્વીકારવીજ પડશે… આપણે સમાજના ભાગ છીએ અને સમાજમા રહેલી સારી અને ખરાબ બધી બાબતો માતે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર છીએ.
    વિવેકભાઈ ને આ ગઝલ માટે ખુબ ખુબ અભિનદંન પાઠવુ છું….

    તેમ છત્તા મને “વેશ્યા” શબ્દનો પ્રયોગ ઉચિતના લાગ્યો… મારા ખયાલથી “રૂપજિવની” શબ્દ નો ઉપયોગ વધારે સારો અને સન્માનજનક રહેશે…

  38. પ્રિય ચિરાગભાઈ,

    મારી સાઇટ ઉપર તમામ પ્રકારના અભિપ્રાયો હંમેશા આવકાર્ય જ છે..

    આપે છંદની વાત કરી… એક ‘દુનિયાભરની’ શબ્દમાં છંદદોષ રહી ગયો છે.. એ સિવાય કઈ જગ્યાએ આપને છંદ ખોદંગાતો લાગ્યો એ જાણવશો તો આપની શંકાનું નિરાકરણ કરી શકીશ…

    મારા અન્ય કવિમિત્રો છંદ વિશે પોતાનો અભિપ્રાય આપશે તો ગમશે…

  39. વિવેકભાઈ, છન્દ બરાબ૨ છે. પણ, શરૂઆતના અને અન્તના શેરમાં શબ્દોની ગુંથણી યોગ્ય ના જણાઈ. તમારી ગઝલ પરની પકડ બરાબર જાણુ છું એટલે એ પ્રમાણે આ રચના ઉતરતી તો જણાય જ છે. વિષયને સ્પર્શવા બાબતે આ ગઝલ બેનમૂન છે એ વાત ચોક્કસ. હું હજી બાળમન્દિરમાં છું પણ મને જે લાગ્યુ એ જણાવવુ યોગ્ય માનુ છું. પ્રશ્નો કે જવાબોમાંથી મને ઘણું બધું શીખવાનો સ્વાર્થ તો છે જ.

  40. પ્રિય ચિરાગભાઈ,

    આપના સૂચનને વિધાયકરૂપે લઉં છું… ગઝલની રવાની મારી રીતે ચકાસી જોઈશ… યોગ્ય લાગે તો સુધારા પણ કરીશ… સાડા ત્રણ વર્ષ પહેલાં આ ગઝલ જ્યારે નેટ પર મૂકી હતી એમાં અને આ ગઝલમાં આકાશ-જમીનેનો ફરક છે જે આપ જોઈ-પ્રમાણી શકો છો..

    આભાર!

  41. Deepakbhaai.=ના વેશ્યાજ બરાબર છે.રુપજીવની જેવું સુંવાળુ નામ વિશયની તિવ્રતા ઘટાડવાનો પ્રયાસ છે.રુપાળું નામ આપોતો ગઝલની મજા મરી જાય !

    રુપજીવની કેહવાથી કશું બદલાતું નથી. જે જેવું છે તેવું કેહવાની કવિ ની હિમત દાદ માગી લે તેવી છે.ક્યાં સુધી વાણીવિલાસ મા રચ્યાપચ્યા રેહ્શું ?

  42. માનનીય ભરતભાઈ,

    તમારા પહેલા ફકરાના દ્રષ્ટીકોણથી હું સહમત છું, સાહિત્યની દ્રષ્ટીએ કદાચ યોગ્ય હોય શકે. ગઝલના વિષયને ન્યાય આપવા અને વિષયની ત્રિવતા જાળવવા ઉપયોગી નિવડી શકે.

    …પણ મારુ એવુ માનવુ છે કે જે સ્ત્રિયો આ વ્યવસાયમા છે તેમને “વેશ્યા” કહીને સંમબોધન કરવાથી આપણે તેમનો સમાજમા અસ્વિકાર અને અપમાન કરતા હોય એવી લાગણી પેદા થાય છે. કોઈ પગેથી અપંગ હોય એને આપણે “લંગડો” કહીને બોલાવીએ તે મારે મત મુજબ યોગ્ય નથી.

  43. દુનિયાભરની વાત બેઠો છે દબાવીને છતાં,
    હર્ફ ના ઉચ્ચારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય

    એક વેશ્યાની વેદનાને ખુબજ સુંદર રીતે રજુઆત કરી છે.

  44. માનનિય્ સાહેબ શ્રેી,

    તમારેી આ ગઝલ મારા દિલ ને સ્પર્શિ ગઈ,

    આમ વેીચરિયે તો માત્ર આનદ નુ પાત્ર પુરુશ માતે,

    પન અગનૈત વેદના વેશ્યા નિ ભિતર્,

  45. હ્ર્દયદ્રાવક,તટસ્થ,સ્તબ્ધ કરનારી વાસ્તવિક્તા….,its true for many of legally wedded wives..,live-in -companions,girlfriends…till woman in relationship is a object of desire & physicality is more important than..”soulmate” …….ઍક રુપજીવીનીઍ ઍ સ્રી ના મંગળસૂત્ર અને સિંદૂર સામે વ્યંગથી જોઇ કહ્યું..”તેરેસે અપના નસીબ અચ્છા હૈ,આજ ધંધા બંધ હૈ …..આરામ સે સો તો સકતે હૈ..તું તો વો ભી નહીં કર સક્તી….!

  46. સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

    મારા ઘડતરમાં ઇન્ટરનેટનો બહુ મોટો ફાળો છે અને કોઈ એક જ રચના તરફ મારે આંગળી ચીંધવાની હોય તો તે આ રચના… આ રચના અગાઉ સાડા ત્રણ વર્ષ પોર્વે નેટ પર મૂકી હતી એ પછી એ અંગે એક કેફિયત મૂકી હતી… આ સમયે સાઇટ ઉપરના પ્રતિભાવો અને ઢગલાબંધ ઇ-મેલ્સ મને મળ્યા.. રૂપજીવિની તરફથી પણ ઇ-મેલ્સ મળ્યા… આજે પણ આ રચના પર સાંઠથી વધુ પ્રતિભાવ અને કેટલાક ઇ-મેલ્સ મળ્યા… આ પ્રતિભાવોએ મારા અંતર્જગતને ઘડવામાં સિંહફાળૉ આપ્યો છે…

    આ ગઝલનો આજીવન આભારી રહીશ… !!!

  47. આ ગઝલ અત્યંત અર્થપૂર્ણ છે, કાવ્યાત્મક છે અને એનો સૂર અત્યંત પવિત્ર છે, એમાં ન છાપી શકાય એવું કશું નથી. કવિતા છાપતું કોઇપણ સામયિક એ છાપી જ શકે.

    હિંમતનો સવાલ કેમ ઉઠે એ મને સમજાતું નથી કેમ કે સારા અને ભદ્ર ગણાતા સામયિકોમાં જાણીતા નામો (વાર્તાકારો)ની માત્ર અશ્લિલ જ નહિ, ગંદી અને જેનો પ્રધાન સૂર જ વિકૃત હોય એવી વાર્તાઓ છપાય છે.

  48. આદરણીય લતાબહેન,

    હીંમત શબ્દ મારા પ્રતિભાવમા (પણ) વપરાયો છે માટે જ સ્પષ્ટતાની ધૃષ્ટતા કરવાની પણ હીંમત કેળવી શકી છુ. હીંમત સમાજ સામે કરવાની વાત નહોતી, હીંમત પોતાની જાત સાથે કરવાની વાત છે, આ કોઇ શરદબાબુની “વિરાજ વહુ” ના કે મધર ઇન્ડીયાના દર્દની વાત નથી કે જે જીવનના જંજાવાત સામે હીંમતથી ઝઝુમે છે, સ્ત્રીત્વનો છે ઉડાતતી એક તદ્દન ભાવહીન સમાજ વ્યવસ્થાની એક બારી ખોલી અંધકાર, હિનતા અને હળાહળ અપમાનુ જે અંધારુ છે તેને કલમથી અનુભવવાની હિંમતની વાત હતી. દર્દની સાચી સમજ દર્દ સહેનારને હોઇ શકે પરંતુ વેદના ના મુળ ક્યા હશે તે તો સંવેદનાના હકીમ જ જાણી શકે માટે જ એમ લખાઈ ગયુ, ગઝલની અર્થપુર્ણતા (કે સંપુર્ણતા!) માટે બેશક આંખ બંધ થઈ ગયેલી જ છે.

  49. વિવેકભાઈ,

    તમારી ગઝલ મને ગમી પણ “વેશ્યાની ગઝલ” એવુ શિરષક પણ શા માટે? ભાવકની સમજ કે ગમા/આણગમા અન્ગે અવઢવને કારણે? e.e.comming પોતાની કવિતાને ટાઈટલ આપતો નથી અને એ રીતે તેની કવિતામા પ્રવેશવાની સગવડ કરી આપવાનુ ટાળે છે. આપણી કવિતા એ ભાવક માટે છે જે તેનો અધિકારી છે. કોઈ તમારી ગઝલનો અર્થ પૂછે ત્યારે તમને કેવુ લાગે?

    આપણા સમપાદકો જરા વધારે પડતા ચોખલિયા હોય છે તેથી તેમની રસ/રુચિ મુજબ સ્વિકાર/અસ્વિકાર કર્તા હોય છે બાકી અહી તો Sharon Olds જેવી કવિત્રીઓ કેવુ બેધડક લખતી હોય છે! તમે મારા ફેવરિટ કવિ છો એટલે જ આ બધુ લખવાનુ મન થાય બાકી તો………………..

  50. સોરી સરજી, મે આપની સુંદર ગઝલને વાસ્તવિક રુપ આપવા મારા બ્લોગ માં સફળ પત્ની નામના લેખ માં ઉપયોગ કર્યો છે, જેનો સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે….ધન્યવાદ. (નીચે લિંક આપુ છુ)

    http://wp.me/pN9jh-rk

    http://rajeshpadaya.com/2010/07/01/%e0%aa%b8%e0%aa%ab%e0%aa%b3%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a8%e0%ab%80/

  51. પ્રિય ભરતભાઈ,

    સામાન્યરીતે હું પણ મારી ગઝલ કે ગીતોને શીર્ષક આપતો નથી… પણ ક્યારેક શીર્ષક આપવાની ઇચ્છા અંદરથી ઊઠે તો અવગણતો પણ નથી… ચાર અલગ અલગ સ્ત્રીઓ – કવિ પત્ની, વેશ્યા, ચિરવિરહિણી અને ત્યક્તા- વિશેની ગઝલો લખી હતી એમાંની આ એક છે…

    ફરી એકવાર સહુ મિત્રોનો આભાર!!

  52. ઘણાં સમય બાદ એકી સાથે ઘણી ગઝલો..ગીતો..માણ્યા..
    અભિનંદન….
    આ ગઝલ વિશે તો ઉપર બધાએ જે કહેવાનું છે તે કહી જ દીધું છે..એટલે વધારે કશું લખવાનું નથી…
    હા…મને એટલું જરૂર લાગ્યું કે ગઝલનું નામ ન આપ્યું હોત તો ….

    સ્ત્રીને વેશ્યા બનાવે છે કોણ ? સંજોગો..કે મજબૂરી કે એવું કોઇ નામ હું નહીં આપું.
    સ્ત્રીને વેશ્યા બનાવનાર પુરૂષ અને માત્ર પુરૂષ જ…

    કોઇ પુરૂષ સ્ત્રી પાસે જાય ત્યારે જ ..તો જ એ વેશ્યા બની શકે ને ?

    પરંતુ બદનામ તો સ્ત્રી જ થાય..વેશ્યાનું બિરૂદ સ્ત્રીને જ મળે…પુરૂષ પોતાની ભૂખ સંતોષીને ધોળા કપડામાં સન્માનભેર પાછો જઇ શકે…

    જવા દો..કદાચ આખો લેખ લખાઇ જશે મારાથી…

    બાકી આ અને અન્ય દરેક સુન્દર રચના માટે હાર્દિક અભિનંદન…

    પુ

  53. આ બે લાઇનમા જાને આખુ વિશ્વ સમાઇ ગયુ. અને બે જાંઘની વચ્ચેથિ કેતલાય સૂર્યએ દુનિયાને અજવાલુ આપ્યુ ચ્હે

  54. ભૂખ, પીડા, થાક, અને અપમાનના અશ્વો લઇ
    રથ સતત હંકારતો બે જાંઘ વચ્ચેનો સૂર્ય.

    આ બે પંક્તિમાં જાણે આખું વિશ્વ સમાઈ ગયું.
    કારણ એ સૂર્યનો સ્વભાવ શીતળતા છે.
    માત્ર બજારમાં જ નહી પણ કેટલાય ઘરમાં આવા સૂર્ય
    ભૂખ, પીડા, થાક, અને અપમાનના અશ્વો રથ દોડાવતા હશે?
    એક રામ જાણે અને બીજો કવિ જાણે

  55. આટલા બધા સુંદર પ્રતિભાવો વાંચીને કાઈ કહેવાની જરૂર છે.

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  56. Pingback: ‘એક વેશ્યાની ગઝલ’નો શેર (‘વિવેકના શેરોનો આનંદ’: 8) « Girishparikh's Blog

  57. Pingback: એક વેશ્યાની ગઝલ-મારે કંઈક કહેવું છે… · શબ્દો છે શ્વાસ મારા

Leave a Reply to Bharat Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *