પપ્પા બદલવા નથી…

P7117020
(એકાગ્ર…                       …..સ્વયમ્, ઝરવાણી ગામ, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

*

શેઠ જી ! પાછા પેક કરી દો, મારે એ જોઈતા નથી,
જૂનાથી જ ચલાવી લઈશ હું, પપ્પા બદલવા નથી.

આંખ કાઢીને, ત્રાડ પાડીને
પપ્પા મને ભણાવે છે;
પણ નંબર પહેલો આવે તો
છાતી કોણ ફુલાવે છે ?
પપ્પા કડક ન હોય તો બંદા જાતે તો ભણતા નથી.
પપ્પા બદલવા નથી.

રાત પડ્યે લાખ બહાનાં કાઢે
પણ વારતા તો કહેવાના;
એમની તો ભઈ, સ્ટાઇલ જ એવી કે
આપણે કરગરવાના.
જુલે વર્ન શું ? કોનન ડૉઈલ શું? કોઈના કંઈ ગજા નથી…
પપ્પા બદલવા નથી.

નાની નાની વાતમાં પપ્પા
મારું કેવું રાખે ધ્યાન ?
હું નાનો ને નબળો છું તોય
હું મને લાગું બળવાન.
કુસ્તી કે ક્રિકેટ કે પત્તા – એ કદી જીતતા નથી.
પપ્પા બદલવા નથી.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૦)

*

PA312559
(તલ્લીન…                  … સ્વયમ્, વીલ્ડરનેસ રિસૉર્ટ, ગોવા, ૩૧ -૧૦-૨૦૦૮)

46 thoughts on “પપ્પા બદલવા નથી…

 1. હું નાનો ને નબળો છું તોય
  હું મને લાગું બળવાન.
  કુસ્તી કે ક્રિકેટ કે પત્તા – એ કદી જીતતા નથી.
  પપ્પા બદલવા નથી.

  just superb….!

 2. વાહ………..વાહ………..વાહ………..વાહ………..વાહ………..વાહ………..sir ji

 3. રાત પડ્યે લાખ બહાનાં કાઢે
  પણ વારતા તો કહેવાના;
  એમની તો ભઈ, સ્ટાઇલ જ એવી કે
  આપણે કરગરવાના.
  જુલે વર્ન શું ? કોનન ડૉઈલ શું? કોઈના કંઈ ગજા નથી…
  પપ્પા બદલવા નથી.
  બાળ માનસની સહ નિર્દોષ વિચારની અનુભૂતિ
  બાકી પશ્ચિમનું જાતિય વિજ્ઞાન તો દિકરો અને પિતા સહજ દુશ્મન ગણે !

 4. સુન્દર ..!!! પપ્પા એ પપ્પા … બેીજા બધા ગપ્પા…!!

 5. માતા પિતાનુ મુલ્ય સમજ્તા બાળ સહજ મનનેી વાત આપે સુન્દર રેીતે આલેખેી છે ..

 6. “my dad was great,rather “he was the greated dad in the world ” એવું કહેતાં મારી છાતી આજે ૬૮ વર્ષેય ગજ ગજ ફુલે છે તો આ નાનકડા બાળક ની તો વાત જ શું કરવી..
  ખુબ સરસ વાત કરી.
  નાની નાની વાતમાં પપ્પા
  મારું કેવું રાખે ધ્યાન ?
  હું નાનો ને નબળો છું તોય
  હું મને લાગું બળવાન.
  કુસ્તી કે ક્રિકેટ કે પત્તા – એ કદી જીતતા નથી.
  પપ્પા બદલવા નથી.

 7. બાપ તો કોઇપણ બની શકે-પપ્પા બનવા બલિદાનની જરૂર હોય છે-
  સુંદર રચના.

 8. Dear Vivekbhai:
  4th august was death anniversary of my dady,with your anticipated approval I would like to dedicate this wonderful..wonderful poetry to him.

  Thanks.

 9. આ રચનાને આગળની રચના સાથે રાખીને વાંચી ત્યારે કવિ જે કહેવા માગતા હતા એ બરાબર સમજાયું. બાલસહજ દ્વિધ ને વયસ્કને દ્વિધા સાથે જ્ક્સ્ટાપોઝ કરવાની વાત બાળકના દૃષ્ટિકોણથી જોવી જે વયસ્કના એ એક પેરાડોક્સ છે.

 10. સચીન એક સિક્સર મારે પછી પ્રેક્ષકો બીજી સિક્સરની માગણી કરે અને સચીન એમને નિરાશ ન કરે તેવું થયું. ” પપ્પા બદલવા છે” ની કોમેન્ટમાં અમે કહ્યું ” શું આ સ્વયમની ફરિયાદ છે?” અને આ બીજી સિક્સર, પહેલા કરતા પણ અફલાતૂન.

 11. મે તમારી ‘મારે પપ્પા બદલવા છે’ રચના સંજયને વંચાવી,વાંચી તરત જ બોલ્યા,તારે કે રુદ્રએ?
  મેં જવાબ આપયો નહોતો,આજે જવાબ મળ્યો,આભાર.

 12. ખુબ સરસ.!

  જયારે વાચિ રહ્યો હતો ત્યારે લાગ્યુ જાને માર્રો પુત્ર જ બોલિ રહ્યો છે………

 13. અરે, ભાઈ પપ્પા તે કદી બદલાય્ ?
  મમ્મી અને પપ્પા તો જીવનના દાતા છે
  વઢે કે વહાલ કરે અમને ખૂબ ભાવતા છે.
  ખ્બ સરસ

 14. પ્રણામ સર જી,
  વિચાર એકદમ સારા..પણ કાવ્યત્વ મા મઝા ના આવી..બહુ સપાટ રચના જેવું લાગ્યું..
  નાના મોઢે મોટી વાત કહું છું…
  માફ કરજો..

 15. નાની નાની વાતમાં પપ્પા મારું કેવું રાખે ધ્યાન ?
  હું નાનો ને નબળો છું તોય હું મને લાગું બળવાન.

  બાળક જે્વુ છે એનાથી ય વિશેષ એની ઓળખ ઉભી કરે એનુ નામ જ તો પપ્પા.
  આ પપ્પા મારે બદલવા નથી એ વાત બહુ ગમી કદાચ દુનિયાના દરેક પિતાને ગમશે.

 16. પ્રથમ કવિતા “પપ્પા બદલવા છે” એ જાણે કોઇ બાળ સહજ મનમાથી પ્રગટ થતી હોય તેટલી નિખાલસ હતી, બાળ લાગણીઓનુ શબ્દશરીર પણ એવુ જ કોંમળ અને નિખાલસ, જેથી દરેક વાચકને કોઇ રસક્ષતિ લાગતી નથી
  જ્યારે આ કવિતા “પપ્પા બદલવા નથી” એ કોઇક રીતે બાળક ને બદલે એક પપ્પાના મનમાથી જ વહી રહી છે તે સ્પષ્ટ છે. અહી ડોક્ટર કવિ વાચકોને છેતરી શક્યા નથી.
  આ રહ્યા શબ્દો જે પપ્પાના જ છે રિસાયેલા બેટડાના નથી. ‘કરગરવુ’, ‘ગજુ’ એ બાળસુલભ શબ્દો જેવા નથી લાગતા.

  રાત પડ્યે લાખ બહાનાં કાઢે
  પણ વારતા તો કહેવાના;
  એમની તો ભઈ, સ્ટાઇલ જ એવી કે
  આપણે કરગરવાના.
  જુલે વર્ન શું ? કોનન ડૉઈલ શું? કોઈના કંઈ ગજા નથી…
  પપ્પા બદલવા નથી.

 17. વાહભાઈ વાહ….હવે બરાબર….પપ્પા તે કદી બદલવાના હોય્????/ેવો વિચાર પણ ન કરી શકાય…..
  ખૂબ સુંદર બાળકાવ્ય. અભિનંદન.

 18. ફરી કહેવાનુ મન થાય કે હુ પોતે અનેક વાર નિષ્ફળ રહી ચુકી છે જ્યારે જ્યારે પરિતોષને પુછ્યુ છે કે તને ‘પપ્પા / કે મમ્મી! કેમ આટલા ગમે છે’ ત્યારે મારી સામે બે – પાચ ક્ષણો તાકીને ક્યાતો કહે છે “આમ જ બિકોઝ આઈ લવ યુ” અથવાતો ખાલી માથુ ખજવાળે છે અને જવાબ આપવા કરતા રમવામા વધુ રસ છે તેવુ કઈક અનુભવે-અનુભવાવડાવે છે અને વળી કોઇ વાર પુરી ચીડ સાથે કહે છે ” સ્ટોપ અસ્કિન્ગ ક્રેઝી ક્વેસ્ચ્ન્સ મોમ!!!!” રિઝનીંગ એ બાળ સુલભ નહી અનુભવે કેળવવી પડતી બાબત હોય એ કદાચ કારણ હશે.
  ખેર આપણે તો માત્ર કાવ્યને કાવ્ય તરીકે મજા માણીએ એ જ ઘણુ છે.. બાળક તરીકે કાવ્યને માણવાની ક્ષમતા ખોઇ ચુકાઈ છે કદાચ.

 19. સમજણ બધુંજ શીખવી જાય……નાના હોય કે મોટા બધાનો એ જાત અનુભવ હોય છે.
  હમણાં-હમણાં બચપણના માનસને આવરીને કવિતાઓ વિવેકાય છેને કંઈ….!
  – ગમે છે.

 20. સરસ! જિતેન્દ્રભાઈ, તમારી વાત સાથે અસહમત છુ. બાળગીત માટે તો રચના જેટલી સપાટ એટલુ સારુ (એકડો સાવ સળેકડો – એક્દમ સપાટ પણ એક બાળક માટે જિવનભર યાદ રહે એવી રચના)!ઊલટુ મને તો એમ લાગ્યુ કે જેમ ભવનાબહેને કહ્યુ તેમ આ ગીતમાં થોડા ‘ગજા’ બહારના શબ્દો વપરાયા છે!

 21. ખરી વાત છે ભાઇ ! તુઁ પપ્પા ના બદલીશ હોઁ !

 22. પ્રતિભાવ બદલ સહુ મિત્રોનો આભાર…

  રચના સારી હોઈ શકે અને ન પણ હોઈ શકે… કોઈને ગમે અને કોઈને ન પણ ગમે… બધી રચના બધાને સમાન સ્તરે ન પણ સ્પર્શે… સામાન્યરીતે જે રચના આપણા જીવનના કોઈક અંશને છૂપી રીતે ન અડતી હોય એ આપણને ન ગમે એવું બને…

  પણ ભાવનાબેનનું આ વાક્ય – અહીં ડોક્ટર કવિ વાચકોને છેતરી શક્યા નથી– મને ખટક્યું. છેલ્લા સાડા ચાર વર્ષથી શું હું મારા મિત્રોને છેતરવા મથી રહ્યો છું…???? જો એમ જ હોય તો તો આ બ્લૉગ મારે આજથી જ બંધ કરી દેવો ઘટે.

  ભાવનાબહેનના દીકરાએ આપેલા બે જવાબોએ મને ચોંકાવી દીધો: “આમ જ બિકોઝ આઈ લવ યુ” અને “સ્ટોપ અસ્કિન્ગ ક્રેઝી ક્વેસ્ચ્ન્સ મોમ!!!!” જે પેઢી ગુજરાતી બોલતાં જ શીખી નથી ઈમના મોઢે કરગરવું અને ગજું શબ્દોની આશા શી રીતે રાખી શકાય? મારો દીકરો અંગ્રેજી માધ્યમમાં પાંચમા ધોરણમાં ભણે છે પણ એ એના સાતમા ધોરણના ગુજરાતી માધ્યમના મિત્રો કરતાં વધુ ઝડપે ગુજરાતી નવલકથાઓ વાંચી શકે છે અને એનું ગુજરાતી શબ્દભંડોળ પણ અદભુત છે… એ ત્રીજા ધોરણમાં હતો ત્યારથી ‘હસ્તપ્રક્ષાલન’, ‘પાદપ્રહાર’, ‘દૂરભાષયંત્ર’ જેવા શબ્દો જાણે છે અને વાક્યપ્રયોગ પણ કરી શકે છે. ‘અપેક્ષા’, ‘ગર્વ’, ‘સુઘડ’, સુવાચ્ય’ જેવા શબ્દો એ આસાનીથી વાક્યમાં પ્રયોજે છે… એટલે મારા માટે ‘કરગરવું’ કે ‘ગજું’ શબ્દ કૃતક નથી…

  મારો દીકરો જુલે વર્ન, આર્થર કોનન ડોઈલ, રસ્કિન બૉંડ, ટોલ્સ્ટૉય, એનિડ બ્લાયટન, જે.કે. રૉલિંગ્સ – આ બધા લેખકોને બંને ભાષામાં પચાવી બેઠો છે…

  આપણા બાળકોને આપણે બાળાગોળીના સ્થાને યોગ્ય ગુજરાતી ભાષા ચટાડી શક્યાં નથી એમાં ખરો વાંક કોનો?

 23. જે દિકરા મા બાપ નિ વેદના ને સમજે તે દિકરો જિન્દગિ મા ખુબ પ્રગતિ કરે ૬.

 24. આભાર સર,
  કોઇ કેટલાય મહિનાઓ કદાચ વર્ષોથી તમારી સાઈટ પર મારા મનની તરસને છિપાવતી હોવાથી નિખાલસ અભિપ્રાય આપવાની ધૃષ્ટતા થઈ ગઇ…. આજ થી જ આ ભુલ સુધારવાની શરુઆર કરી દઇશ. મે કોઇ જ વાત વ્યક્તિગત રીતે સ્વયમ (ઇશ્વર તેને ૧૦૦ વર્ષનો કરે અને સદાય સ્વસ્થ અને હસતો રાખે) કે મારા “કેળવણી વગરના” દિકરા પરિતોષને ધ્યાનમા લઈને નહોતી કરી, હા મારો અંગત અનુભવ વિચારી જાત સાથે મનોમંથન જરુર હતુ. મંગળવારે મંદિરમા જઈ હનુમાનચાલીસા અને બજરંગબાણ કડકડાટ પુર્ણ શ્ર્ધ્ધા સાથે મા-બાપની કોઇ જ બળજબરી વગર બોલવા માગતો, એ માટે તે દિવસે શાળાનુ હોમવર્ક મારા જોબ પરથી આવ્યા પહેલા પતાવી દેતો, સદાય બીજા ને મદદ કરવા તૈયાર રહેતો એ બીચારો તો જુલે વર્ન ન વાચવાથી કે બાળપણથી અહી ભણતો હોવાથી સામાન્ય બોલચાલ મા છૂટથી ભોળુ ભુલુ અંગ્રેજી પ્રયોજતો હોવાથી તમારા જેવા ‘ગુજરાતી પ્રેંમી’ નુ સર્ટીફિકેટતો ક્યાથી પામે? મારી કેળવણીને જોયા જણ્યા વગર પ્રહાર કરવાની જે ક્ષમતા કેળવ શક્યા છો તેમા તમે તો કદિ કોઇ ને છેતર્યા નથી પરંતુ વાચકો કે ભાવકો એ કદાચ તમને છેતર્યા હશે… કારણકે છેતરામણની શરમથી હુ તો ડુબી મરી છુ કે “મે શા માટે ભુલ કરી… અને હુ છુ કોણ … કોઇ ને કાવ્ય રચના માટે મારુ મંતવ્ય આપનાર….” માટે માફી માગુ છુ અને ઇશ્વરને પ્રાર્થના કરુ છુ કે મારા બાળકને જોયા – જાણ્યા – સમજ્યા અને ઉપરાંત મારા પુછ્યાયા વગર તમે જે નિખાલસ અભિપ્રાય આપી શક્યા છો તે સજા સ્વયમ કે તે વેદના તેની માતાને કદિ ના મળે…. આજ થી જ અહિ અનસબસ્ક્રાઈબ પર ક્લિક કરીને વિરમુ છુ અને આશા છે તમને મારા જેવા પામર – કેળવણી વિહિન ગુજરાતીને જરાપણ પ્રેમ ન કરનાર વાચકથી બીજી કોઇ ખોટ તો નહી જ પડે..
  આવજો સર… ભાવના – માત્ર એક ‘મા’

 25. ડો વિવેકનો અંગત પરિચય છે અને ભાવનાબેન (મારા પિતાજીની અટક ધરાવે છે)ના પ્રખર બુધ્ધિશાળી પ્રતિભાવ અને અહીં અમેરિકાના વાતાવરણ ,કુટુંબ,સમાજ,જોબના પ્રશ્નોના સતત ઉકેલ લાવતા ભાવનાશાળી વ્યક્તીત્વનો વિચાર કરું છું ત્યારે અહીં મીશીગન,મેરિલેંડ અને સાઉથ કેરોલીનામા સંઘર્ષ કરતી મારી ત્રણેય દિકરીઓનો ખ્યાલ આવે છે.અને અમારા દોહીત્રોના પ્રશ્નો તો રોજ પડકાર રુપ હોય છે તેવી જ તેમની સાથે પ્રસન્નતા પમાય છે. કોંમ્પ્યુટર,ઈ-મે ઈલ અને ગુજરાતી બ્લોગ મારી હતાશાની સારવાર છે. ત્યાં અમારા હીરોના પ્રતિભાવ વાંચી દુઃખ થયું.
  મને લાગે છે હવે બુધ્ધિના હથિયારને બાજુએ મૂકવું પડશે અને જ્ઞાનીથી મળેલી સમ્યક સમજણથી ચાલવું પડશે. બુધ્ધિ તો સંસારમાં દેખાડે કે, સામો મને મુશ્કેલીમાં મૂકે છે. અને એટલે પોતે પણ સામાને એટલો જ મુશ્કેલીમાં મૂકીને આનંદ મેળવે. પણ એ રસ્તો ભટકવાનો છે. ત્યાં જ્ઞાનીની સમજણ કહે છે કે કોઈ આપણને કેમ મુશ્કેલીમાં મૂકી શકે ? આપણે કરેલી ભૂલનો બદલો આવે છે, એમાં કોઈનો શો દોષ ? માટે જમે કરી લો, એનો ઉપકાર માનીને કે ‘તેં મને કર્મમાંથી છોડાવ્યો, માટે તારો મહાન ઉપકાર.’ આમ આશીર્વાદ આપવાનો એને, તો હિસાબ ચોખ્ખો થઈ જશે. અને બદલો લેવા ફરશો તો હિસાબ ગુંચવાશે ને સંસારમાં ભટકવાનું થશે.
  બુધ્ધિનો સ્વભાવ જ છે કે સંસારમાં નેગેટિવ દેખાડવું. તેથી જ્ઞાની તેના ઉપાય બતાવે છે કે બુધ્ધિને ઓળખી લો અને તેની સલાહ માનવાની બંધ કરી દો. બુધ્ધિને કહી દો, તું અમને સલાહ ના આપીશ. તારી સલાહ માનીને સંસારમાં ભટક્યા. જેને જ્ઞાનરૂપી સૂર્યપ્રકાશ પ્રગટ્યો છે, એને મીણબત્તી રૂપી બુધ્ધિના દીવાને ઓલવી જ નાખવો પડેને !
  ડખા કરવાને બદલે મૌન પકડશો, જોયા કરશો તેમ બુધ્ધિ બંધ થશે, સંસારમાં વ્યવહારિક બુધ્ધિ વ્યવહારમાં વણાયેલી જ હોય છે, પણ જે વધારાની બુધ્ધિ છે એ જ નુકસાન કરી દે છે. બુધ્ધિ અહંકારની સહી લઈને સંસારના કાર્યો કરે છે પણ અહંકાર જો બુધ્ધિ સામે પોતાના ધ્યેય પ્રમાણે ચાલવા માટે વાંધો ઉઠાવે . એને જ વ્યવહારમાં પુરુષાર્થ કહેવાય છે. બહુ બુધ્ધિશાળી માણસે સહજ થવું હોય તો પોતે નક્કી કરવું જોઈએ કે આ બુધ્ધિની કિંમત નથી. સવળી બુધ્ધિ હોય તો કોઈ જોડે એટેક, કલેશ, મતભેદ બંધ થાય તેવા રસ્તા ખોળી આપે. એટલે સાચી બુધ્ધિ સંસારનાં પ્રશ્ન ઉકેલી આપે. બુધ્ધિના ડખા સામે જીતી જવાનીની સમ્યક સમજણ પ્રદાન કરશે.
  સમ્યગ બુધ્ધિ મતભેદ ના પડવા દે. દૂધ ઢળી ગયું હોય તો, ‘આ કેમ ઢળી ગયું’, એનો નિવેડો તરત આવી જાય. અને તરત કહે, ‘ઢળી ગયું તેનો વાંધો નહીં. હવે ધીમે ધીમે લૂછી નાખો.’ અને
  આખો દહાડો ડખાડખ થાય એ અવળી બુધ્ધિનું જ ડહાપણ છે ને !
  છેલ્લા થોડા સમયમા સ્નેહીઓની સંતાનોવાળી ચાર દિકરીઓને છૂટાછેડા લેતી અટકાવી શકા ઈ નથી અમારા સ્નેહીઓને નર્સીગ હોમમા મૂકી આવેલાની વેદના જોઈ ખૂબ દુખ થાય છે.અને ,,,
  સુજ્ઞેષુ કિં બહુના ?

 26. પ્રિય ભાવનાબેન,

  એક માતાની લાગણીને મારા જવાબથી ઠેસ પહોંચી એ બદલ નમ્રભાવે ક્ષમા ચાહું છું…

  કુશળ હશો….

 27. વાહ………..વાહ……….. ઘણા સમયે કૈક સરસ વાચવા મળ્યુ…. beautifully written !!

 28. aare aa to khub saras rachna. It reminds me of my papa. Mother and motherhood has been glorifies ALL over the world – but there is a vast gap in writing and speaking of fatherhood or even of papa.
  However unsignificat is the role of a ‘Father’ in our society of our world one should also remember the charactar of ‘Father’. He too has feelings and emotions.
  From an ’emotional father’ !

 29. મારે પપ્પા જોઇએ …..તારેી બને રચનાઓ મને તો આપણા બાળપણ નેી યાદોથેી ખુબ્ જ રડાવેી ગઇ…!હા… મારે પપ્પા જોઇએ …! તારા અને સ્વયમ નેી મસ્તેી મને આપણા પપ્પા નેી એજ ધમાલ અને મસ્તિ અને બધુ જ યાદ કરાવિ જાય્ …!ખુબ જ પ્રેમભર્યુ વહાલ્… સુન્દર રચનાઓ….સ્..ર્..સ્……!

 30. Really very nice poem. when read both the poems togather, it was fun.. but to be honest, after reading the poem, while going through comments, it spoilt the mood. Yes, everyone has their opinion, but what every has been written by bhavana and in a counter argument by vivek, here, that really spoilt the mood….as a admin, with due respect to everyone for their opinion, can anyone remove those comments..so even after reading the poem, one may remain in the same good mood, while going through comments..!

 31. માફ કરજો, ભાવિકભાઈ પણ અહીં દરેકને પોતાના અભિપ્રાય આપવાની છૂટ છે… કોઈના અભિપ્રાય રદ કરવાની સત્તા મેં મારા હાથમાં રાખી નથી… ભાવનાબહેનને એમનો સ્વતંત્ર અભિપ્રાય આપવાનો પૂરેપૂરો હક છે પણ સામે મને પણ મારો અભિપ્રાય વ્યક્ત કરવાની આઝાદી છે… હું એમના અભિપ્રાયને માન આપું છું અને મારા અભિપ્રાયને પણ! મારી ટકોર આજની તૈયાર થઈ રહેલી આખી પેઢી માટે હતી, એમના એક સુપુત્રને માટે નહીં…

 32. વાહ વાહ ભૈઇ વાહ ક્યા બાત હે આ અભિપ્રય આપવો અઘરો સે ખરેખર્.
  રમેશ વાઘેલા રાજકો ફોન.૯૮૭૯૦૮૧૦૨૨

 33. વાહ વાહ ભૈઇ વાહ ક્યા બાત હે આ અભિપ્રય આપવો અઘરો સે ખરેખર્.
  રમેશ વાઘેલા રાજકો ફોન.૯૮૭૯૦૮૧૦૨૨

Comments are closed.