મારે પપ્પા બદલવા છે…

P7106653
(જીવન નામે પરપોટો…                           …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

*

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે  શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

*

PB033648
(લાખેણું સ્મિત…                     …સ્વયમ્, કારવાર, ગોવા, ૩-૧૧-૨૦૦૮)

*

(મારી વહાલસોયી ભાણજી -શિમોલી અને ભાણેજ-પ્રહર્ષને એમના જન્મદિવસ નિમિત્તે સસ્નેહ ભેટ)

48 thoughts on “મારે પપ્પા બદલવા છે…

 1. સહજભાવે નિર્દોષ બાળ લાગણીને વાચા આપી…
  સુંદર ગીત
  અમારા મિત્ર માનસિક રોગના નિષ્ણાત છે.તેમના પ્રમાણે આવી સરળ વાતનો મોટો હા ઉ ઉભો કરી સલાહ આપે…
  “Avoid being counter-aggressive. Your son may have irrational beliefs that he will try to bring into a conflict.
  – Try to understand the world through your son’s eyes. What makes them interpret what you say in the way that they do?
  – What is the real issue? What is the real problem? Is it really the messy bedroom? Or is it something more, something else that happened? If you’re in a cycle, repeating the same old argument, what ever you’re talking about isn’t the real issue because it isn’t getting resolved.

  – (and from Sean, a graduate of Montcalm School, to teenage sons): “Be as open minded as possible. Family is always forever and your dad is always your dad. What I did was let him speak and then made sure he heard me out too.”
  યાદ આવી
  તને સાઇકલ સાથે આપું છું વાદળ,

  જજે એક દિવસ તું મારાથી આગળ.

  હવે લખજે એને તું તારી જ રીતે,

  તને જન્મ સાથે મળ્યો કોરો કાગળ.

  ક્ષમા, નીતિ, શ્રદ્ધા, સમર્પણ અને સત્,

  કદી ના ખુટાડીશ આત્માનાં અંજળ.

  અદેખાઇ, ઘૃણા છે નબળા હરીફો,

  રહે તું ગતિમય, તો રહે સઘળું પાછળ.

  કદી વારસાની અપેક્ષા ન રાખીશ,

  પરોઢે પરોઢે નવું હોય ઝાકળ

 2. મજાક લાગે એવી રીતે બાળમાનસની વાત સરસ રીતે કહેવાઈ છે, ગમ્યું.
  “સાજઃ મેવાડા

 3. ખુબ મઝાનું કાવ્ય.બાળકના આંતરમન ની વાત ને વાચા આપી.એની વાતમાં મને કાંઈ ખોટી માગણી લાગતી નથી.પિતાની દાદાગીરી બહુ હોય છે ડૉ.વિવેક આવા નવા વિચારોને વાચા આપવા જાણીતા છે.સરસ્.

 4. બહુ સરસ બાળગીત. હાથે કરીને વધુ પડતા વ્યસ્ત થઇ જતા પપ્પાઓને ટપારે એવું ગીત.

 5. વરસો પહેલા નિ વાત છે …એક વાર અમ્ને કાર એક્સિડેન્ટ થયેલો જેમા મારા મમ્મિ ને વધારે વાગેલુ અમે બધા સાથે હતા એટ્લે હું ગભરાય રડવા લાગિ એટલે મારિ દિકરિ જે ત્યારે ત્ર્ણ ચાર વરસ હતિ તે મને કહેવા લાગિ કે મમ્મિ તુ રડ નહિ ,તારા માટે આપણે નવિ મમ્મિ મુંબઈ થિ લઈ આવિશુ…..તિયારે મને થયુ કે મારે રડવુ કે પછિ હસવુ?

 6. ના હોય, શું આ સ્વયમની ફરિયાદ છે?

  બાળ મનોદશાનું સરસ નિરૂપણ કર્યું છે.

 7. માંગશો નહી મારી પાસેથી કશું
  આપી નહી શકુ હું બાળપણ મારું

  હજું તો મારા દાંત છે દુધિયા ને
  પપ્પાના વધી ગયાં છે ઉધામા

  હાફ ડે માંથી ફુલ ડે થઇ સ્કુલ
  રમવાની કલાકો મિનિટોમાં થઇ ડુલ

  થાકી પાકીને દફતરનો ભાર ઉતરે ને
  હોમવર્કની તૈયારીમાં ભૂલાય ભાન

  મમ્મી મારી વ્હાલી ધરે દુધની પ્યાલી
  એ ક્યાં સમજે સ્કુલની યાદીની ખ્યાલી

  બેડરુંમ મારો અલાયદો ને સૌથી જુદો
  એક ખૂણો છે મારા રમકડાનો અલાયદો

  શૈશવનો આંનદ હું ક્યાંથી માણીશ
  ભણી ગણીને ચોપડીમાથી જાણીશ

 8. આભાર ..! મામુજાન્..! પણ મારે પપ્પા બદલવા નથેી…!સ્વયુ અને અમારે આજ વહાલા પપ્પા અને મામા જ જોઇએ …! birthday નેી આ સોથેી અમુલ્ય ભેટ્.. સુન્દર રચના..!ભાઇ…ખુબ જ સુન્દેર્ બાળગેીત્…!keep it up.

 9. hum saath saath hai, par tame pass pass cho
  mare papa badalva nathi.thank you MAMA. very good birthday gift.
  maro foto pan mukone, mamu. PRAHARSH.

 10. મામુ,તમે પપ્પા બદલવાનો સારો ઓપ્શન આપવા બદલ આભાર,પણ મારા પપ્પા મને ખૂબ ગમે ચ્હે તેથી મારે પપ્પા બદલવા નથી. but then also i liked the brthday gift u gave me.નો 1 can give anybody such a unique & beautiful gift. તમારી બૅસ્ટ અને વહાલસોયી
  ભાણજી ……….શિમોલી.

 11. તારું આ સરસ બાળગીત વાંચી બાળપણ યાદ આવી ગયું

 12. આપણે ક્યારેકતો આપણને હસવા જ જોઇએ–
  દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
  મારે પપ્પા બદલવા છે…
  ઉપાડ સરસ છે.

 13. કહેવું પડે..ઘણા દિવસો પછી બાળગીત માણવાની તક મળી છે.આભાર વિવેકભાઈ.!
  મીત

 14. આખી વાત જો બાળકની નજરેથી જોઇએ તો કેટલી બદલાઇ જાય નહીં?ક્યારેક બાળમાનસમાં ડોકિયુ કરવા મળે તો બધા જ સમીકરણો જ બદલાઇ જાય.

 15. આ ડીમાન્ડ સ્વયંમની ન જ હોય એની ખાત્રી છે..સરસ બાળગીત…

 16. રડવુ હોય ત્યારે માતા નો ફક્ત ખોળો મળે છે જ્યારે પપ્પા નો ખભો મળે છે.

  Ashish Swami
  onlyswami17@googlemail.com

 17. વાહ…
  મને યાદ છે અહિ યુ.એસ. મા જ્યારે પરિતોષ નવો નવો આવ્યો હતો ત્યારે તેના ૫ વર્ષના નાનકડા મગજ મા એક વાત સરસ બેસી ગઈ હતી કે શોપરાઈટ (ઈસ્ટ નોર્થ અમેરીકન ગ્રોસરી ચેઈન) મા બધુ સેલ મા મળે. ડેડી પર ગુસ્સો આવે ત્યારે વહાલથી ડોક મા વળગી ને કહેતો..
  “મોમ ચાલને નવા ડેડી લઈ આવીએ…. યુ નો ! ! ! ! શોપરાઈટ મા સેલ મા છે…” ને પછી કરન્ટ ડેડી જુના થઈ ગયા છે તે માટે ની કેટલી બધી ભોળી ભટાક દલીલો…એ પણ મારી ઉપર એક પામર જીવ જેવી દયા ખાઈને કે અરે રે રે … મારી મોમ ને આટલી સરસ ડીલ ની ખબર જ નથી બીચારીને..

  ઘણા વખતે આજ મતલબની કાવ્યાત્મક રજુઆત જોઇ ને બહુ જ ગમી ગઈ…
  જો કે બાળકોને મોમ સામે વધુ ફરીયાદો હોય છે ડેડી કરતા…

 18. આ કાવ્ય યાદ અપાવે છે જ્યારે ટીવી પર આવ્યું હતુ એક બાલકને પોતાના
  માતા પિતાથી છૂટાછેડા જોઇતા હતા.
  સુંદર રચના. જીવનમા બધું બદલી શકાય છે માત્ર માતા, પિતા અને બાળકો.

 19. sir, really superb. but i found in my practise mothers r more problematic for child. so please write something related to that.

 20. આખું ગીત બાળમાનસને બરોબર ચિપકીને લખાયું છે વિવેકભાઈ !
  પપ્પા કાયમ કાં ખિજાય અને કાં શિખામણ આપ્યા કરે એટલે બદલી નાખવાના… અને મમ્મી બધા તોફાન અને તોડફોડ છૂપાવવામાં મદદ કરે,પપ્પાને ફોસલાવી ધાર્યું કરાવવાના માસ્ટર પ્લાનમાં ય મદદગારી કરે એટલે એ વહાલી…..ને વ્હાલી જ રહે એમ?
  આ જબરૂં ગણિત છે “ટેણિયાશાહી”નું…!!!
  -સતત ભારેખમ વિષયો વચ્ચેની વ્યસ્તતાને આ નવી રીતે હળવાશમઢીને આલેખવાનું/ માણવું ગમ્યું.

 21. સહજભાવે બાળસ્વભાવનુ નિરુપણ અને આજીજીનો અહેસાસ કરાવતી રચના, ડો. વિવેકભાઈને અભિનદન……………..

 22. પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  ઘણાંને આ ગીત મારા દીકરા સ્વયંની ઉક્તિ લાગી… આ એક કવિતા છે. એક બાળગીત. આ સ્વયમની ઉક્તિ પણ હોઈ શકે અને સંસારના બધા જ દીકરા-દીકરીઓની પણ… આ જ વાત બાળક મમ્મી માટે પણ કહી શકે…

  બાળકનું મન વહેતી નદી જેવું હોય છે. એની કોઈ બે ક્ષણ સરખી હોતી નથી. બાળકનું માન વળી કાચ જેવું પારદર્શક પણ છે. એ કશું છુપાવતું નથી… બાળકનું મન અરીસા જેવું છે, એ બધું જેમ છે એમ જ બતાવે છે. બાળકનું મન કોરી પાટી જેવું છે એના પર આપણે જે લખીએ છીએ એ જ લખાય છે…

  બાળક ક્યારેક મસ્તીમાં તો ક્યારેક રીસમાં આવીને મને પપ્પા ગમતાં નથી કે મને મમ્મી ગમતી નથી એમ કહી દે… હું તો પપ્પાનો દીકરો અને હું તો મમ્મીનો દીકરો એવું પણ એ ક્યારેક કહે પણ એને એવું શીખવાડનારા મૂળે તો આપણે જ છીએ… આપણે જ એને પ્રશ્ન પૂછીએ છીએ કે બોલ, તું કોનો દીકરો છે? પપ્પાનો કે મમ્મીનો?! અને એના કોરી સ્લેટ જેવા મનમાં આ સંભાવનાનો જન્મ થાય છે કે હા, હું મમ્મીનો અથવા પપ્પાનો દીકરો હોઈ શકું…

  મારા બધા જ બાળગીત સ્વયમની કોઈક મસ્તીની પળોમાંથી જ જન્મ્યા છે, એનો હું સ્વીકાર કરું છું… પણ આ એની જિંદગીની માત્ર એક જ ક્ષણ છે જેને મેં મારી કલમના કેમેરામાં કંડારી છે અને એમાં વળી મારા જ વિચારો આરોપ્યા છે… આ જ મારો દીકરો બીજી જ ક્ષણે એમ પણ કહે કે, ‘મારે પપ્પા બદલવા નથી…’. જુઓ: http://vmtailor.com/archives/779

Comments are closed.