પહેલો વરસાદ…

P1011275
(ચાલ ને ભેરુ ! નહાવાને, વરસાદની મોસમ છે….          …સ્વયમ્, 2005)

*

દોસ્તનો ફોન આવ્યો:
“અરે !
પહેલો વરસાદ પડ્યો.
કંઈ લખ્યું કે નહીં ?”
– શું કહું ?
શી રીતે
લખી શકાય
ભીના કાગળ પર ?!

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૧૦)

42 thoughts on “પહેલો વરસાદ…

  1. પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે.
    ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી –
    ચારેકોર બધું જ તરબોળ, વરસાદ …
    શી રીતે
    લખી શકાય
    ભીના કાગળ પર ?!
    અનુભવાય!
    સહજ સરળ વાત…
    કદાચ એ ભીનો કાગળ
    આનંદના અશ્રુથી ભીનો પણ હોય!

  2. એક શેર યાદ આવી ગયો…

    જિસ પર હમારી આંખને મોતી બીછાયે રાત ભર
    ભેજા વોહી કાગઝ ઉસે, હમને લિખા કુછભી નહિ…

  3. લાગણી ભીનો કાગળ ……!!!!

    પ્રથમ વરસાદ પડે તો ધરતીમાંથી એક મીઠી સુગંધ ઉઠે……અને સર્વત્ર ભીનાશ ભીનાશ થઇ જાય…..પ્રથમ પ્રેમનું પણ એમ જ……હ્રદયની મીઠી સોડમ આવે…..અને પ્રિયપાત્રને લખવા લીધેલો કાગળ લાગણી ભીનો થઇ જાય.

    સુંદર.

  4. ચોમાસું ઓણ જરાક વહેલું લાગે છે. ૨૦૦૫ની જેમ આ વખતે સ્વયમે વરસાદ મણ્યો? તમે ફોટો પડ્યો ? આ બધી ઘટનાઓ જ રોજિંદી કવિતા છે ને !

    આ ટૂંકા પણ સચોટ કાવ્ય દ્વારા હાર્ડવાય્રડ મશીન Vs સંવેદન તંત્રની જે વાત કહેવાઈ છે એ મને બહુ સ્પર્શી. કુદરતી કવિતા ક્યારે, કેમ અને શેના પર લખાય એનું સામાન્ય સાધારીકરણ કે ગાણિતિક સૂત્ર નથી. જો કે સરકારી ફરમાનો /દિનો /અભિયાનો પર કરેલી કવિતાસદૃશ નેટપ્રેક્ટિસ કોક દી સાચી કવિતા અવતરે ત્યારે ટેકનીકલ મઠારણમાં કામ જરૂર લાગે.

  5. ઝીણી ઝરમરતી મસ્તીમાં એક વાર જાત ને ઝબોળો
    સાલી બળબળતી આખી આ જીંદગીનો કાંઈ ના ભરોસો

  6. સુંદર……
    તાપી મૈયા આતુરતાથી ચોમાસાની રાહ જોવે છે…

    આવ રે વરસાદ…ઢેબરીયો વરસાદ……………….. 🙂

  7. વરસાદની ભિનાશ માટીથી લઈ મન સુધી પ્રસરે.
    હ્રદયની કાગળ સુધી ?

    સુંદર રચના.

  8. સરસ અભિવ્યક્તિ, વરસાદી ભિજાસ અનુભવવા મળી, આભાર……

  9. ભીના કાગળ પર અત્તરથી લખી શકાય…

    લાગણીભીનું મજાનું કાવ્ય.

  10. True, your poem is a reflection of the times. Just as W.H.Davies has rightly said:- What is this life if full of care, we have no time to stand and stare.

  11. સરસ !
    સાવ સીધી દેખાતી રચનામાં એકાધિક સંકેતો છે.
    भीगते रहो ! भीगोते रहो !

  12. અરે, પહેલો વરસાદ એની શું વાત કરું
    હૈયુ હળવું ને બદન ભીનું ભીનું
    અંગ અંગ જણાયે વરસાદનું ફોરું
    વસંતના ફુલ સમ મન મારુ મોહર્યું

  13. કાગળનું ભીંજાવું એ જ કાવ્યનું અવતરણ … શરત એટલી જ કે લિપિ ઉકેલાવી જોઈએ. ખરું ને ?

    આંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,
    એ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.

  14. આકળ વિકળ આખ કાન વરસાદ ભીજવે, કોને કોના ભાન સાન – વરસાદ ભીજવે. મને ભીજવે તુ, તને વરસાદ ભીજવે…….. – જુની પણ એટલી જ નવી …..

  15. આ ઇશ વર નો સાદ છે….. ને….ટેઇલર ની યાદ છે ……. ભીતર થી ભીંજાવા ની વાત છે…….”તરબતર” મા એક વાર ” સામ્બેલાધાર ” થઇ જાય…….think over it….

  16. આ ઇશ વર નો સાદ છે …….. ને… ટૈઇલર મૈઇડ દાદ છે…..

  17. સરસ! આ કાગળ ભીનો શી રીતે કાઈ લખું?
    હા પણ આહ પહેલો વરસાદ !કાઈક તો લખાયું!
    ટીપે ટીપે તારી યાદ તરવરે
    પાને પાને તારું નામ તરવરે,
    ક્ષણે ક્ષણે મારી આંખ નીતરે,
    તરણે તરણે તારી યાદ તરવરે
    સપના

  18. વરસાદની મોસમ છે ખોટૂ શુ બોલુ……..ખરેખર સરસ્…

  19. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
    અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

  20. – શું કહું ?

    આટલા માત્ર શબ્દ એક નવો વરસાદ લાવવા જવાબદાર બને છે….

    ફરી મન આ તરફ વળ્યું… ફરી આ શબ્દોએ જકડી રાખી…

Leave a Reply to bhavna garg Cancel reply

Your email address will not be published. Required fields are marked *