પહેલો વરસાદ…

P1011275
(ચાલ ને ભેરુ ! નહાવાને, વરસાદની મોસમ છે….          …સ્વયમ્, 2005)

*

દોસ્તનો ફોન આવ્યો:
“અરે !
પહેલો વરસાદ પડ્યો.
કંઈ લખ્યું કે નહીં ?”
– શું કહું ?
શી રીતે
લખી શકાય
ભીના કાગળ પર ?!

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૧૦)

 1. pragnaju’s avatar

  પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે.
  ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી –
  ચારેકોર બધું જ તરબોળ, વરસાદ …
  શી રીતે
  લખી શકાય
  ભીના કાગળ પર ?!
  અનુભવાય!
  સહજ સરળ વાત…
  કદાચ એ ભીનો કાગળ
  આનંદના અશ્રુથી ભીનો પણ હોય!

  Reply

 2. HEMAL VAISHNAV’s avatar

  એક શેર યાદ આવી ગયો…

  જિસ પર હમારી આંખને મોતી બીછાયે રાત ભર
  ભેજા વોહી કાગઝ ઉસે, હમને લિખા કુછભી નહિ…

  Reply

 3. Nikunj Jani’s avatar

  Good Morning Sirji.

  Short, but so Sweet.

  Regards.

  Reply

 4. Hiral Vyas

  લાગણી ભીનો કાગળ ……!!!!

  પ્રથમ વરસાદ પડે તો ધરતીમાંથી એક મીઠી સુગંધ ઉઠે……અને સર્વત્ર ભીનાશ ભીનાશ થઇ જાય…..પ્રથમ પ્રેમનું પણ એમ જ……હ્રદયની મીઠી સોડમ આવે…..અને પ્રિયપાત્રને લખવા લીધેલો કાગળ લાગણી ભીનો થઇ જાય.

  સુંદર.

  Reply

 5. Akbar Lokhandwala’s avatar

  short and sweet with wetness

  Reply

 6. Rajesh I Pandya’s avatar

  પહેલિ જ વર્શા
  તન તરબતર
  મન તો કોરુ

  Reply

 7. વિહંગ વ્યાસ’s avatar

  પહેલા વરસાદની શુભેચ્છાઓ.

  Reply

 8. Pancham Shukla’s avatar

  ચોમાસું ઓણ જરાક વહેલું લાગે છે. ૨૦૦૫ની જેમ આ વખતે સ્વયમે વરસાદ મણ્યો? તમે ફોટો પડ્યો ? આ બધી ઘટનાઓ જ રોજિંદી કવિતા છે ને !

  આ ટૂંકા પણ સચોટ કાવ્ય દ્વારા હાર્ડવાય્રડ મશીન Vs સંવેદન તંત્રની જે વાત કહેવાઈ છે એ મને બહુ સ્પર્શી. કુદરતી કવિતા ક્યારે, કેમ અને શેના પર લખાય એનું સામાન્ય સાધારીકરણ કે ગાણિતિક સૂત્ર નથી. જો કે સરકારી ફરમાનો /દિનો /અભિયાનો પર કરેલી કવિતાસદૃશ નેટપ્રેક્ટિસ કોક દી સાચી કવિતા અવતરે ત્યારે ટેકનીકલ મઠારણમાં કામ જરૂર લાગે.

  Reply

 9. dr. jagdip’s avatar

  ઝીણી ઝરમરતી મસ્તીમાં એક વાર જાત ને ઝબોળો
  સાલી બળબળતી આખી આ જીંદગીનો કાંઈ ના ભરોસો

  Reply

 10. રાજની ટાંક’s avatar

  સુંદર……
  તાપી મૈયા આતુરતાથી ચોમાસાની રાહ જોવે છે…

  આવ રે વરસાદ…ઢેબરીયો વરસાદ……………….. 🙂

  Reply

 11. મીના છેડા’s avatar

  ..

  Reply

 12. nehal’s avatar

  ….તરબતર……..

  Reply

 13. Harikrishna’s avatar

  Simply excellent.
  Keep it up

  Reply

 14. nilam doshi’s avatar

  પણ ભીના મન ઉપર તો જરૂર લખી શકાય…..

  .

  Reply

 15. વાહ..!

  વિવેક અંકલ….

  ખુબ સરસ….

  Reply

 16. bhogi’s avatar

  very good one vivekbhai !

  Reply

 17. vishwadeep’s avatar

  Short & sweet..

  Reply

 18. Rajul Shah’s avatar

  વરસાદની ભિનાશ માટીથી લઈ મન સુધી પ્રસરે.
  હ્રદયની કાગળ સુધી ?

  સુંદર રચના.

  Reply

 19. Maheshchandra Naik’s avatar

  સરસ અભિવ્યક્તિ, વરસાદી ભિજાસ અનુભવવા મળી, આભાર……

  Reply

 20. Chirag’s avatar

  ભીના કાગળ પર અત્તરથી લખી શકાય…

  લાગણીભીનું મજાનું કાવ્ય.

  Reply

 21. Sana’s avatar

  True, your poem is a reflection of the times. Just as W.H.Davies has rightly said:- What is this life if full of care, we have no time to stand and stare.

  Reply

 22. Sandip’s avatar

  સરસ !
  સાવ સીધી દેખાતી રચનામાં એકાધિક સંકેતો છે.
  भीगते रहो ! भीगोते रहो !

  Reply

 23. Pravina Avinash Kadakia’s avatar

  અરે, પહેલો વરસાદ એની શું વાત કરું
  હૈયુ હળવું ને બદન ભીનું ભીનું
  અંગ અંગ જણાયે વરસાદનું ફોરું
  વસંતના ફુલ સમ મન મારુ મોહર્યું

  Reply

 24. Daxesh Contractor’s avatar

  કાગળનું ભીંજાવું એ જ કાવ્યનું અવતરણ … શરત એટલી જ કે લિપિ ઉકેલાવી જોઈએ. ખરું ને ?

  આંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,
  એ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.

  Reply

 25. જગત’s avatar

  આહ ! વિવેક ભાઈ !

  અદભૂત !

  Reply

 26. Darshan’s avatar

  આકળ વિકળ આખ કાન વરસાદ ભીજવે, કોને કોના ભાન સાન – વરસાદ ભીજવે. મને ભીજવે તુ, તને વરસાદ ભીજવે…….. – જુની પણ એટલી જ નવી …..

  Reply

 27. shrirang vyas’s avatar

  આ ઇશ વર નો સાદ છે….. ને….ટેઇલર ની યાદ છે ……. ભીતર થી ભીંજાવા ની વાત છે…….”તરબતર” મા એક વાર ” સામ્બેલાધાર ” થઇ જાય…….think over it….

  Reply

 28. shrirang vyas’s avatar

  આ ઇશ વર નો સાદ છે …….. ને… ટૈઇલર મૈઇડ દાદ છે…..

  Reply

 29. GURUDATT’s avatar

  આવા ટૂંકા વિચાર્ર કાવ્યોની મઝા કાઈ ઓર છે..વાહ્..

  Reply

 30. sapana’s avatar

  સરસ! આ કાગળ ભીનો શી રીતે કાઈ લખું?
  હા પણ આહ પહેલો વરસાદ !કાઈક તો લખાયું!
  ટીપે ટીપે તારી યાદ તરવરે
  પાને પાને તારું નામ તરવરે,
  ક્ષણે ક્ષણે મારી આંખ નીતરે,
  તરણે તરણે તારી યાદ તરવરે
  સપના

  Reply

 31. Jignesh Adhyaru’s avatar

  ખૂબ સરસ ભીની અભિવ્યક્તિ…
  તરબતર કરી ગઈ…..

  Reply

 32. bhavna garg’s avatar

  simple words with lot of d..e..p…t…h!thank god!finally i am able to grasp some of your kavitaas.

  Reply

 33. preetam lakhlani’s avatar

  વરસાદની મોસમ છે ખોટૂ શુ બોલુ……..ખરેખર સરસ્…

  Reply

 34. shilpa prajapati’s avatar

  વાહ સુંદર વાત કરી તમે.
  દોસ્તને ખબર નહી હોય કે મારા નયનમાં તો બારે માસનો વરસાદ છે….
  શિલ્પા પ્રજાપતિ..
  ).http://shil1410.blogspot.com/
  http://zankar09.wordpress.com/
  My own blogs……

  Reply

 35. ભાવના શુક્લ’s avatar

  ક્યુટ!!

  Reply

 36. રાજેશ ડુંગરાણી’s avatar

  તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
  અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

  Reply

 37. Niraj’s avatar

  વાહ

  Reply

 38. મીના છેડા’s avatar

  – શું કહું ?

  આટલા માત્ર શબ્દ એક નવો વરસાદ લાવવા જવાબદાર બને છે….

  ફરી મન આ તરફ વળ્યું… ફરી આ શબ્દોએ જકડી રાખી…

  Reply

 39. apurva’s avatar

  beautiful. loved it.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *