સડક


(ઈતિહાસના ગર્ભગૃહમાં…                         …ભીમબેટકા, નવે-05)

*

હાશ!
હવે ગાડી ચોથા ગિયરમાં ચલાવી શકાશે…
આવનારી પેઢી માટે
પેટ્રોલ પણ બચાવી શકાશે
અને
ઓછા ધુમાડાના કારણે
પર્યાવરણને પણ ફાયદો થશે!
સરસ સડક બની ગઈ છે,
કાલે જ
કોર્પોરેશને
મસમોટું ઝાડ કાપી નાંખ્યું હતું
તે જગ્યા પર!

– વિવેક મનહર ટેલર

14 thoughts on “સડક

  1. ઝાડવાં કપાય છે ને સડક સ્થપાય છે,
    લાકડીના જોર પર ભેંસ દોરવાય છે.

  2. “ગુલ વીંધી ગેંદો કરે, એ જુલ્મ જાહેર છે અહીં :
    ગુલચશ્મથી ના ચમકવાની એબ આદમ જાતને !”

    ઝાડ કાપી સડક કરી !ઘણી બહાદૂરી કરી !
    રંગ છે કવિ તને !

  3. બહુ જ સુંદર,

    જીંદગી બસ એક ઝટકે પૂરી- ભૈ,
    શ્વાસ ને ઉછ્ વાસની, મજબૂરી- ભૈ.
    ઝાડ જેવા ઝાડ પર ‘ચેતન’ રડે?
    માનવી જ્યાં લાગતો, મામૂલી -ભૈ!

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા..

  4. pag lamba karee ne, padyo patharyo rahyo tadko
    chhayda ne smashaan lai jata joto rahyo tadko

    Mitr Vivek,

    tari aa kataksh rachna sparshi gayi.

    Meena

  5. વિવેક ભાઈ, શાયરનું નામ યાદ નથી. ક્ષમા કરશો…
    હરિયાળી એક ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર પૂછવા.
    કોક કુહાડી ક્યાંક ઉઠી છે, ચાલ ઝાડની ખબર પૂછવા..!

  6. વાહ, વાહ…
    વૃક્ષનો સ્વભાવ એ, ધાર ને ચૂમી હશે
    ચુમ્બની અવશેશ કુહાડે મળે તો લાવજો…

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *