![]()
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)
*
હવે એનો ઉલ્લેખ વાતોમાં ન આવવો જોઈએ
એ વાત ઉપર
બંનેનો ઝઘડો અટક્યો.
એણે શ્વાસ જ રોકી દેવો પડ્યો
પા મિનિટ પસાર થઈ…
શ્વાસ બંધ…
અડધી મિનિટ…
પોણી મિનિટ…
નસકોરાં ફૂલી ગયાં.
આંખોમાં લોહી ઉતરી આવ્યું.
પણ નિર્ધાર પાકો હતો.
એક મિનિટ…
ઉપર દસ સેકન્ડ…
બીજી પાંચ સેકન્ડ…
ઉપર ચાર સેકન્ડ…
બીજી બે’ક સેકન્ડ…
બીજી એક…
ઉપર એ…ક…
ઉ…
….પ…
……….ર…
પાણી ભરેલા ફુગ્ગાની જેમ
એ
હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.
એ તો ખલાસ થઈ ગયો
પણ
કાગળ પરના એ ડાઘા
એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…
- વિવેક મનહર ટેલર
(૦૧-૦૬-૨૦૧૦)
*
![]()
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)
-
Sir………. Nice Poem…. Achandash………
-
પાણી ભરેલા ફુગ્ગાની જેમ
એ
હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.
એ તો ખલાસ થઈ ગયો
પણ
કાગળ પરના એ ડાઘા
એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…
સરસ રચના
શું પ્રેમ કથા કરુણ જ હોવી જોઈએ? -
………………..
-
પ્રેમકથા હમેશા વિષાદમય રહી છે.પ્રેમ્નો મહીમા સમઝનારા બહુ ઓછા હોય છે જેઓ પ્રેમ નો ખોટ્ટો અર્થ કરી વિરોધ કરતા હોય છે.બહુધા આવા વિરોધીઓ ને સાચા પ્રેમનો અનુભવ નથી હોતો કે પ્રેમ કરવાની તક નથી મળી હોતી.આવા વિરોધને કારણે પ્રેમીઓ ને ભાગે પીડા,વિરહ અને વેદના સિવાય કશુ રહેતું નથી.
શું કહો છો પ્રગ્નાજી? -
ખુબ જ સરસ્..!
-
ખુબ સરસ કવિતા
-
ખૂબ સુન્દર અછાંદસ વિવેક્ભાઈ !!
-
ખૂબ સરસ અછાંદસ રચના.ભાવકોના મનમાં વિચારોનો દોર શરૂ કરી દે છે.
-
One Immortal Love Story !
(DRAFT)
They were not arguing any more !
That matter
shouldn’t be brought into their talks –
they had agreed upon.
He (she) had to stop breathing !
Fifteen seconds passed…
breathing stopped…
thirty seconds…
forty five seconds…
nostrils got swollen.
The eyes became bloody.
But the decision was made.
One minute.
Ten seconds more…
Another five seconds…
Four seconds more…
Another two or so seconds…
Another one…
One another…
O…n…e… more.
M…
….o…
……..r…
…………e…
Like a water balloon
He (she)
Collapsed on the blank page in his (her) hand !
He (she) was gone.
But
Marks on that paper
Won the prize for the best poem of that year…(Translation into English of the original Gujarati poem of Dr. Vivek Tailor: Copyright (c) 2010 by Girish Parikh. This translation will be posted on the Blog http://www.girishparikh.wordpress.com also.)
-
પાણી ભરેલા ફુગ્ગાની જેમ
એ
હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.પણ
કાગળ પરના એ ડાઘા
એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…આવું જ કેમ થતું હશે હંમેશા..???
સરસ રચના…
-
ખુબ જ સુંદર રચના.અંગ્રેજી માં તરજુમો વધુ કાવ્યાત્મક બની શક્યો હોત.
-
અમર પ્રેમ હંમેશા બલિદાન માંગે છે યા ઝૂરાપો. વિવેકે કવિતામાં એક મિનિટ ઉપર સેક્ન્ડનો મારો ચલાવી રહસ્ય સારું ઘૂંટ્યું છે.
-
કાવ્યનો અંગ્રેજીમાં અનુવાદ ડ્રાફ્ટ છે. વિવેકને તથા ભાવકોને મઠારવા માટે સૂચનો આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com -
સરસ રચના, ડો.વિવેક્ભાઈને અભિનદન, દરેક શબ્દોને ખુબ ખુબ મિજાજપુર્વક ગોઠવ્યા છે અને આ અછાંદસ રચના પ્રાપ્ત થઈ, આભાર્….
-
ઍ ડાઘા કવિતા નહી હોય પણ ચિત્ર હશે !
આતો જરા મજાક.સરસ રચના. -
@ ભરત પંડ્યા
જે રીતે સચોટ કાવ્ય ચિત્ર ઊભું કરવાની ક્ષમતા ધરાવતું હોય છે એ જ રીતે ચિત્ર પણ શબ્દો આપતા જ હોય છે ને..
અને આ જરા પણ મજાક નથી .. -
WONDERFUL……
-
સુંદર અછાંદસ રચના…અભિનંદન

36 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/769/trackback