એક અમર પ્રેમકથા

P6096125
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)

*

હવે એનો ઉલ્લેખ વાતોમાં ન આવવો જોઈએ
એ વાત ઉપર
બંનેનો ઝઘડો અટક્યો.
એણે શ્વાસ જ રોકી દેવો પડ્યો
પા મિનિટ પસાર થઈ…
શ્વાસ બંધ…
અડધી મિનિટ…
પોણી મિનિટ…
નસકોરાં ફૂલી ગયાં.
આંખોમાં લોહી ઉતરી આવ્યું.
પણ નિર્ધાર પાકો હતો.
એક મિનિટ…
ઉપર દસ સેકન્ડ…
બીજી પાંચ સેકન્ડ…
ઉપર ચાર સેકન્ડ…
બીજી બે’ક સેકન્ડ…
બીજી એક…
ઉપર એ…ક…
ઉ…
….પ…
……….ર…
પાણી ભરેલા ફુગ્ગાની જેમ

હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.
એ તો ખલાસ થઈ ગયો
પણ
કાગળ પરના એ ડાઘા
એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૬-૨૦૧૦)

*

heron
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)

36 thoughts on “એક અમર પ્રેમકથા

 1. સુંદર અછંદાસ “રચના”…..

  કવિતા કહીશ તો વળી ચર્ચાનો દોર શરૂ થશે>>!!!!!!

  સરસ ખરેખર સરસ

 2. શબ્દ જેના શ્વાસ હોય એની પાસેથી શબ્દો એમ છિનવાય ગયા.
  જેમ નરસિહ મેહતા પાસેથી જાણે એનો ‘કેદાર’ છિનવાય ગયો.

 3. પાણી ભરેલા ફુગ્ગાની જેમ

  હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.
  એ તો ખલાસ થઈ ગયો
  પણ
  કાગળ પરના એ ડાઘા
  એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…
  સરસ રચના
  શું પ્રેમ કથા કરુણ જ હોવી જોઈએ?

 4. પ્રેમકથા હમેશા વિષાદમય રહી છે.પ્રેમ્નો મહીમા સમઝનારા બહુ ઓછા હોય છે જેઓ પ્રેમ નો ખોટ્ટો અર્થ કરી વિરોધ કરતા હોય છે.બહુધા આવા વિરોધીઓ ને સાચા પ્રેમનો અનુભવ નથી હોતો કે પ્રેમ કરવાની તક નથી મળી હોતી.આવા વિરોધને કારણે પ્રેમીઓ ને ભાગે પીડા,વિરહ અને વેદના સિવાય કશુ રહેતું નથી.
  શું કહો છો પ્રગ્નાજી?

 5. આખી રચના સુંદરરીતે વ્યક્ત થઈ અને અંતિમ ચરણસુધી પહોંચતા, ચમત્કૃતિ પણ અસરકારક રહી.
  -ગમ્યું.

 6. આપની અછાંદસ રચનાઓની એક વિશિષ્ટ શૈલી છે..આમે ય અછાંદસ નો આત્મા એ
  વિચાર ની ચમત્ક્રુતિ અને પરકાષ્ઠા પર છે; જે બંને આ રચનામાં જળવાય છે..
  એક સારી આર્ટ ફિલ્મ જેવી ..અતિસુંદર રચના.. અભિનંદન…જન્માષ્ટમી મુબારક..

 7. સરસ રચના… ડૂમો ભરાઈ જાવાની ઘટનાનુ વર્ણન ખુબ ગમ્યુ… 🙂

  ઘણિવાર મને એમ થાય છે કે…

  શુ જે નિષ્ફળ રહે એજ પ્રેમ કથા?

  શુ સફળ પ્રેમને પ્રેમકથા ના કહી શકાય?

 8. ખૂબ સરસ અછાંદસ રચના.ભાવકોના મનમાં વિચારોનો દોર શરૂ કરી દે છે.

 9. One Immortal Love Story !

  (DRAFT)

  They were not arguing any more !
  That matter
  shouldn’t be brought into their talks —
  they had agreed upon.
  He (she) had to stop breathing !
  Fifteen seconds passed…
  breathing stopped…
  thirty seconds…
  forty five seconds…
  nostrils got swollen.
  The eyes became bloody.
  But the decision was made.
  One minute.
  Ten seconds more…
  Another five seconds…
  Four seconds more…
  Another two or so seconds…
  Another one…
  One another…
  O…n…e… more.
  M…
  ….o…
  ……..r…
  …………e…
  Like a water balloon
  He (she)
  Collapsed on the blank page in his (her) hand !
  He (she) was gone.
  But
  Marks on that paper
  Won the prize for the best poem of that year…

  (Translation into English of the original Gujarati poem of Dr. Vivek Tailor: Copyright (c) 2010 by Girish Parikh. This translation will be posted on the Blog http://www.girishparikh.wordpress.com also.)

 10. પાણી ભરેલા ફુગ્ગાની જેમ

  હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.

  પણ
  કાગળ પરના એ ડાઘા
  એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…

  આવું જ કેમ થતું હશે હંમેશા..???

  સરસ રચના…

 11. ખૂબ સુંદર્ આ પ્રયત્ન હું પંદર વર્ષથી કરું છું પણ અમલમા નથી મૂકી શક્તી.

 12. ખુબ જ સુંદર રચના.અંગ્રેજી માં તરજુમો વધુ કાવ્યાત્મક બની શક્યો હોત.

 13. અમર પ્રેમ હંમેશા બલિદાન માંગે છે યા ઝૂરાપો. વિવેકે કવિતામાં એક મિનિટ ઉપર સેક્ન્ડનો મારો ચલાવી રહસ્ય સારું ઘૂંટ્યું છે.

 14. કાવ્યનો અંગ્રેજીમાં અનુવાદ ડ્રાફ્ટ છે. વિવેકને તથા ભાવકોને મઠારવા માટે સૂચનો આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

 15. સરસ રચના, ડો.વિવેક્ભાઈને અભિનદન, દરેક શબ્દોને ખુબ ખુબ મિજાજપુર્વક ગોઠવ્યા છે અને આ અછાંદસ રચના પ્રાપ્ત થઈ, આભાર્….

 16. ઍ ડાઘા કવિતા નહી હોય પણ ચિત્ર હશે !
  આતો જરા મજાક.સરસ રચના.

 17. @ ભરત પંડ્યા

  જે રીતે સચોટ કાવ્ય ચિત્ર ઊભું કરવાની ક્ષમતા ધરાવતું હોય છે એ જ રીતે ચિત્ર પણ શબ્દો આપતા જ હોય છે ને..
  અને આ જરા પણ મજાક નથી ..

 18. વિવેક્ભાઇ સુન્દર રચના. હવે અમેરિકા નુ નવુ કૈક આપશો

Comments are closed.