સડક


(ઈતિહાસના ગર્ભગૃહમાં…                         …ભીમબેટકા, નવે-05)

*

હાશ!
હવે ગાડી ચોથા ગિયરમાં ચલાવી શકાશે…
આવનારી પેઢી માટે
પેટ્રોલ પણ બચાવી શકાશે
અને
ઓછા ધુમાડાના કારણે
પર્યાવરણને પણ ફાયદો થશે!
સરસ સડક બની ગઈ છે,
કાલે જ
કોર્પોરેશને
મસમોટું ઝાડ કાપી નાંખ્યું હતું
તે જગ્યા પર!

– વિવેક મનહર ટેલર

 1. Anonymous’s avatar

  ઝાડવાં કપાય છે ને સડક સ્થપાય છે,
  લાકડીના જોર પર ભેંસ દોરવાય છે.

  Reply

 2. Suresh’s avatar

  હેય , વિવેક! તારી આ પહેલી જ અછાંદસ રચના વાંચી.

  Reply

 3. વિવેક’s avatar

  પ્રિય સુરેશભાઈ,

  એક બીજી અછાંદસ આપની નજર બહાર રહી ગઈ લાગે છે:

  http://vmtailor.com/2006/07/blog-post_26.html

  આના ઉપર આપનો અભિપ્રાય અનિવાર્ય છે….

  Reply

 4. manvant’s avatar

  “ગુલ વીંધી ગેંદો કરે, એ જુલ્મ જાહેર છે અહીં :
  ગુલચશ્મથી ના ચમકવાની એબ આદમ જાતને !”

  ઝાડ કાપી સડક કરી !ઘણી બહાદૂરી કરી !
  રંગ છે કવિ તને !

  Reply

 5. Jayshree’s avatar

  ખૂબ સરસ રીતે વાત રજૂ કરી છે. Excellent.. as usual.

  Reply

 6. Chetan Framewala’s avatar

  બહુ જ સુંદર,

  જીંદગી બસ એક ઝટકે પૂરી- ભૈ,
  શ્વાસ ને ઉછ્ વાસની, મજબૂરી- ભૈ.
  ઝાડ જેવા ઝાડ પર ‘ચેતન’ રડે?
  માનવી જ્યાં લાગતો, મામૂલી -ભૈ!

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા..

  Reply

 7. Siddharth’s avatar

  સરસ રચના છે. ચોટદાર વાત છે.

  સિદ્ધાર્થ

  Reply

 8. Anonymous’s avatar

  pag lamba karee ne, padyo patharyo rahyo tadko
  chhayda ne smashaan lai jata joto rahyo tadko

  Mitr Vivek,

  tari aa kataksh rachna sparshi gayi.

  Meena

  Reply

 9. Neha’s avatar

  Excellent!!

  The Advant. over Disadv.in form of poem.I dont know the Type of poem but thought b/h that saying lot.!!

  Reply

 10. Rina’s avatar

  વાહ…

  Reply

 11. Jayesh Bhoot’s avatar

  Nice. I like it. It is also touchable. @Jayesh Bhoot

  Reply

 12. kumar Jinesh Shah.’s avatar

  વિવેક ભાઈ, શાયરનું નામ યાદ નથી. ક્ષમા કરશો…
  હરિયાળી એક ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર પૂછવા.
  કોક કુહાડી ક્યાંક ઉઠી છે, ચાલ ઝાડની ખબર પૂછવા..!

  Reply

 13. neha’s avatar

  વાહ, વાહ…
  વૃક્ષનો સ્વભાવ એ, ધાર ને ચૂમી હશે
  ચુમ્બની અવશેશ કુહાડે મળે તો લાવજો…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *