પાછું ફરશે ન કદી ચોમાસું

PA221748
(છપ્પનિયો…                            ….કચ્છ, ઓક્ટો-૦૯)

*

આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
છપ્પનિયો તારા જવાનો એવો ગોઝારો, દૂર દૂર દૂર નથી એક આંસુ.

પાતાળે ગરકી ગયેલ દેડકાંઓ કદી
બ્હાર આવી કરશે ન ડ્રાંઉં ડ્રાંઉં;
તળની તિરાડોમાં ખાલીપો લઈ લઈને
હું ને હું આમતેમ સુસવાઉં,
વર્તારા સારા હતા પણ ટિટોડીથી ઈંડું એક રહી ગ્યું છે ત્રાંસું.
આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

કાગળની હોડી હું લઈને ક્યાં જાઉં
ને રણના દરિયામાં કેમ નાંખું ?
શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
કાણાં ભલેને બે’ક રાખું ?
ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬/૧૦-૦૪-૨૦૧૦)

*

Titodi
(ટિટોડી…                                                              ….લોથલ, ઓક્ટો-૦૯)
(Red-wattled Lapwing ~ Vanellus indicus)

44 thoughts on “પાછું ફરશે ન કદી ચોમાસું

  1. ખુબ સરસ.!

    શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
    કાણાં ભલેને બે’ક રાખું ?

    એટલે.?????

    ડૉ. રાજેશ ડુંગરાણી

  2. ચારમાસી ચોમાસું ચાર વર્ષે પાછું ફર્યું અને શબ્દના ગોરંભથી તરબતર કરી ગયું. સુંદર ગીત.

  3. સ્વાસ નાક થિ લેવાય નાક ને બે કાના હોય એત્લુ તો સમજો યાર્

  4. ખુબ સુંદર

    “તળની તિરાડોમાં ખાલીપો લઈ લઈને
    હું ને હું આમતેમ સુસવાઉં,
    વર્તારા સારા હતા પણ ટિટોડીથી ઈંડું એક રહી ગ્યું છે ત્રાંસું.
    આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

    કાગળની હોડી લઈને હું ક્યાં જાઉં”

  5. વિવેકભાઈ, વિરહનું તે કેવું અા ચિત્ર ? અાંખોના પાદરની બહાર, સીમમાં પહોંચેલાં, ચોમાસાંની વાત લઈને તમે અાવો છો, પણ તેની પછીતે તો વિરહનો વલોપાત જ ડોકાયા કરે છે. સરસ કવિતા, સરસ ચિત્રાંકન અને ગણગણ્યા કરીએ તેવો લય. શાબાશ.

  6. સુંદર મજાનું ગીત માણવું ગમ્યું.

  7. કાગળની હોડી લઈને હું ક્યાં જાઉં
    ને રણના દરિયામાં કેમ નાંખું ?
    શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
    કાણાં ભલેને બે’ક રાખું ?

    સરસ મજાનું ગીત..ફોટોગ્રેફી સાથે વધુ સુંદર લાગ્યુ

  8. આઁખોના પાદરથી ….
    તળની તિરાડૉ…….. સુઁદર . કદી પાછુ ફૃરશે ના હવે ચોમાસુ……… અજમાવી શકાય્ ?

  9. આંખોમા ગોરંભો લાવ્યું ગીત
    કાગળની હોડી લઈને હું ક્યાં જાઉં
    ને રણના દરિયામાં કેમ નાંખું ?
    શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
    કાણાં ભલેને બે’ક રાખું ?
    ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
    આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
    અને બે વાર ગણગણતા તો પડ્યા ફોરા! થયું
    બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા રે
    મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

  10. વાહ…..
    આમ તો આખ્ખેઆખું જ ગીત ઊંડી અને ગોરંભાતી લાગણીનું ગીત કહી શકાય એવું આરપાર ઉતરી જાય એવું બન્યું છે પણ ખાસ
    તળની તિરાડોમાં ખાલીપો લઈ લઈને
    હું ને હું આમતેમ સુસવાઉં,
    એ વિષેશ ગમ્યું.

  11. ના, શબ્દોનો ગોરમ્ભો તણાઇ ગ્યો ન જ હોય. આ ધાસુ ગિત પચ્હિ માનિ ન શકાય.

  12. કાગળ ની હોડી લૈને હુ ક્યાં જાઉ
    ને રણના દરીયા માં કેમ નાખુ?

    i love this lines…..really nice

  13. ખૂબ સુંદર ગીત,

    આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
    સરસ.

  14. @ ડૉ. રાજેશ ડુંગરાની:

    પોતાની કવિતા વિશે બોલવાનું કોને ન ગમે? તમારા પ્રશ્ન બદલ આભાર…

    આ ગીત વાંચું ત્યારે સહુથી પહેલો પ્રશ્ન મને આ થાય- આ કોની ઉક્તિ છે? નાયકની કે નાયિકાની? કવિએ ક્યાંય લિંગ સ્પષ્ટ કર્યું નથી… પણ કવિતામાં બે’ક સંદર્ભથી આ વાત ખુલે છે… આંસુની વાત અને વ્હાલમ શબ્દ આ ગીત નાયિકાની ઉક્તિ હોઈ શકે એવું સાફ કરે છે…

    આ વિરહનું ગીત છે અને કદાચ કાયમી જુદાઈનું પણ… કેમકે પહેલી જ કડીમાં પાછું ફરશે ન કદી ચોમાસું એવું ગવાયું છે… ચોમાસું આમ તો દર વરસે આવે પણ અહીં ‘કદી’ શબ્દ વાપરીને એના પુનરાગમનની શક્યતાનો છેદ ઉડાવાયો છે…

    હવે તમારા પ્રશ્ન તરફ:

    શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
    કાણાં ભલેને બે’ક રાખું ?

    – શાબ્દિક રીતે શ્રી રાજેશ આઇ. પંડ્યાએ સમજાવેલો અર્થ પણ બરાબર છે કે શ્વાસ નાકથી લેવાય અને નાકને બે નસકોરાં હોય… પણ મારે આટલી સ્થૂળ વાત કરવી નથી કેમકે નાક તો ત્યારે જ ચૂવે જ્યારે શરદી થઈ હોય…

    નેવું એટલે છાપરા પરના છેડાના નળિયાં જેના પરથી પાણી બહારની તરફ પડે છે પણ એમાં કાણાં હોય તો પાણી ઘરમાં ચૂવે એવી વકી રહે છે… શ્વાસનું નેવું એટલે શ્વાસનું નાકું… અસ્તિત્વનો છેડો….. આ જીવનમાં હવે પ્રિયતમ ક્યારેય પાછો ફરવાનો નથી… એના વહાલનો વરસાદ કરી પડવાનો નથી… આ ચોમાસું હવે પરત નહીં ફરે એટલે આયખાના નેવામાં બે’ક કાણાં અર્થાત્ તારા આગમનનો લગીરેક અવકાશ પણ ભલેને રાખીને હું બેઠી હોઉં… આ નેવાં હવે કદી ચૂશે નહીં…

  15. આભાર વિવેક,
    શબ્દો ગ્મ્યા, શબ્દોની પાછળ પડેલો ભાવ સમજાયો વિશેષ ગમ્યુ.

    સાચવુ છું આંસુની ભીનાશ હું,
    માવઠું થૈ આવુ તારી પાસ હું.

  16. ગેીત તો સરસ જ્….!પરન્તુ એને સમજાવવા માટે જ લખ્યુ એ પણ એટલુ જ સરસ્….!સુન્દર રચના….! keep it up Bro..!

  17. આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
    છપ્પનિયો તારા જવાનો એવો ગોઝારો, દૂર દૂર દૂર નથી એક આંસુ.

    ખૂબ સુંદર ગીત..મઝા આવી ગઈ

  18. ખૂબ સુંદર ગીત..મઝા આવી ગઈ
    excellent – i have borrowed few lines & with credit to you on facebook !

  19. વિવેક, બધા ચોમાસાની રાહ જુવે છે ત્યારે તુ’ આવી કવિતા લખે તે બરાબર નથી, ચોમાસુ જલ્દી લાવ. કવિતા સુન્દર છે.

  20. ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
    આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

    વાહ વાહ, છેલ્લી પંકતિ ખૂબ જ સુંદર છે.

  21. ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
    આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું !

    – સરસ !

  22. અદ્ ભુત પંક્તિઓમાં સુંદર અભિવ્યક્તિ…… મઝા આવી ગઈ….. ધન્યવાદ
    —–નટુ સોલંકી (અમદાવાદ)

  23. આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
    છપ્પનિયો તારા જવાનો એવો ગોઝારો, દૂર દૂર દૂર નથી એક આંસુ.
    આ ગમ્યું અને ગીત પણ..

  24. છપ્પનિયા દુકાળની વેધક યાદ અપાવતું સુંદર વિરહ ગીત!
    સુધીર પટેલ.

  25. ખુબ જ સુન્દર ગીત.-આનાથી વિશેષ લખવાની જરૂર છે!
    અભિનંદન વિવેક
    અજમા

  26. ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
    ………….

    ખુબ સુંદર!!

  27. એકલ
    નદીકાન્ઠે
    ઉતરતી સન્ધ્યાએ
    ચીરતી આકશને
    હૈયાને વીન્ધતી
    ટીટોડીની ચીસ
    સામ્ભળુ
    મારા નિઃશ્વાસમાન્.

Leave a Reply to "માનવ" Cancel reply

Your email address will not be published. Required fields are marked *