પાછું ફરશે ન કદી ચોમાસું

PA221748
(છપ્પનિયો…                            ….કચ્છ, ઓક્ટો-૦૯)

*

આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
છપ્પનિયો તારા જવાનો એવો ગોઝારો, દૂર દૂર દૂર નથી એક આંસુ.

પાતાળે ગરકી ગયેલ દેડકાંઓ કદી
બ્હાર આવી કરશે ન ડ્રાંઉં ડ્રાંઉં;
તળની તિરાડોમાં ખાલીપો લઈ લઈને
હું ને હું આમતેમ સુસવાઉં,
વર્તારા સારા હતા પણ ટિટોડીથી ઈંડું એક રહી ગ્યું છે ત્રાંસું.
આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

કાગળની હોડી હું લઈને ક્યાં જાઉં
ને રણના દરિયામાં કેમ નાંખું ?
શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
કાણાં ભલેને બે’ક રાખું ?
ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬/૧૦-૦૪-૨૦૧૦)

*

Titodi
(ટિટોડી…                                                              ….લોથલ, ઓક્ટો-૦૯)
(Red-wattled Lapwing ~ Vanellus indicus)

 1. રાજેશ ડુંગરાણી’s avatar

  ખુબ સરસ.!

  શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
  કાણાં ભલેને બે’ક રાખું ?

  એટલે.?????

  ડૉ. રાજેશ ડુંગરાણી

  Reply

 2. Pancham Shukla’s avatar

  ચારમાસી ચોમાસું ચાર વર્ષે પાછું ફર્યું અને શબ્દના ગોરંભથી તરબતર કરી ગયું. સુંદર ગીત.

  Reply

 3. Rajesh I Pandya’s avatar

  સ્વાસ નાક થિ લેવાય નાક ને બે કાના હોય એત્લુ તો સમજો યાર્

  Reply

 4. Hiral Vyas

  ખુબ સુંદર

  “તળની તિરાડોમાં ખાલીપો લઈ લઈને
  હું ને હું આમતેમ સુસવાઉં,
  વર્તારા સારા હતા પણ ટિટોડીથી ઈંડું એક રહી ગ્યું છે ત્રાંસું.
  આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

  કાગળની હોડી લઈને હું ક્યાં જાઉં”

  Reply

 5. paresh’s avatar

  બોવ મસ્ત ચે બસ અમજ લખત ર્હો

  Reply

 6. paresh balar-Accu-chek roche’s avatar

  nice one sir but hope ke aa vakhate chomasu saru thay

  Reply

 7. paresh’s avatar

  ચોમાસું જાય ને કોય નિ યદ મુક્તુ

  Reply

 8. Vipool Kalyani’s avatar

  વિવેકભાઈ, વિરહનું તે કેવું અા ચિત્ર ? અાંખોના પાદરની બહાર, સીમમાં પહોંચેલાં, ચોમાસાંની વાત લઈને તમે અાવો છો, પણ તેની પછીતે તો વિરહનો વલોપાત જ ડોકાયા કરે છે. સરસ કવિતા, સરસ ચિત્રાંકન અને ગણગણ્યા કરીએ તેવો લય. શાબાશ.

  Reply

 9. વિહંગ વ્યાસ’s avatar

  સુંદર મજાનું ગીત માણવું ગમ્યું.

  Reply

 10. રાજની ટાંક’s avatar

  કાગળની હોડી લઈને હું ક્યાં જાઉં
  ને રણના દરિયામાં કેમ નાંખું ?
  શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
  કાણાં ભલેને બે’ક રાખું ?

  સરસ મજાનું ગીત..ફોટોગ્રેફી સાથે વધુ સુંદર લાગ્યુ

  Reply

 11. kanti vachhani’s avatar

  સરસ ગીત…….

  Reply

 12. rajeshree trivedi’s avatar

  આઁખોના પાદરથી ….
  તળની તિરાડૉ…….. સુઁદર . કદી પાછુ ફૃરશે ના હવે ચોમાસુ……… અજમાવી શકાય્ ?

  Reply

 13. pragnaju’s avatar

  આંખોમા ગોરંભો લાવ્યું ગીત
  કાગળની હોડી લઈને હું ક્યાં જાઉં
  ને રણના દરિયામાં કેમ નાંખું ?
  શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
  કાણાં ભલેને બે’ક રાખું ?
  ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
  આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
  અને બે વાર ગણગણતા તો પડ્યા ફોરા! થયું
  બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા રે
  મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

  Reply

 14. ડૉ.મહેશ રાવલ’s avatar

  વાહ…..
  આમ તો આખ્ખેઆખું જ ગીત ઊંડી અને ગોરંભાતી લાગણીનું ગીત કહી શકાય એવું આરપાર ઉતરી જાય એવું બન્યું છે પણ ખાસ
  તળની તિરાડોમાં ખાલીપો લઈ લઈને
  હું ને હું આમતેમ સુસવાઉં,
  એ વિષેશ ગમ્યું.

  Reply

 15. urvashiparekh’s avatar

  કાગળ ની હોડી લૈને હુ ક્યાં જાઉ
  ને રણના દરીયા માં કેમ નાખુ?
  સરસ.

  Reply

 16. raksha’s avatar

  ના, શબ્દોનો ગોરમ્ભો તણાઇ ગ્યો ન જ હોય. આ ધાસુ ગિત પચ્હિ માનિ ન શકાય.

  Reply

 17. સુનીલ શાહ’s avatar

  ખૂબ સુંદર ગીત..મઝા આવી ગઈ મિત્ર.

  Reply

 18. bhumi’s avatar

  કાગળ ની હોડી લૈને હુ ક્યાં જાઉ
  ને રણના દરીયા માં કેમ નાખુ?

  i love this lines…..really nice

  Reply

 19. dangodara vinod

  ખૂબ સુંદર ગીત,

  આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
  સરસ.

  Reply

 20. વિવેક અંકલ ખુબ જ સરસ ગીત છે…

  Reply

 21. વિવેક’s avatar

  @ ડૉ. રાજેશ ડુંગરાની:

  પોતાની કવિતા વિશે બોલવાનું કોને ન ગમે? તમારા પ્રશ્ન બદલ આભાર…

  આ ગીત વાંચું ત્યારે સહુથી પહેલો પ્રશ્ન મને આ થાય- આ કોની ઉક્તિ છે? નાયકની કે નાયિકાની? કવિએ ક્યાંય લિંગ સ્પષ્ટ કર્યું નથી… પણ કવિતામાં બે’ક સંદર્ભથી આ વાત ખુલે છે… આંસુની વાત અને વ્હાલમ શબ્દ આ ગીત નાયિકાની ઉક્તિ હોઈ શકે એવું સાફ કરે છે…

  આ વિરહનું ગીત છે અને કદાચ કાયમી જુદાઈનું પણ… કેમકે પહેલી જ કડીમાં પાછું ફરશે ન કદી ચોમાસું એવું ગવાયું છે… ચોમાસું આમ તો દર વરસે આવે પણ અહીં ‘કદી’ શબ્દ વાપરીને એના પુનરાગમનની શક્યતાનો છેદ ઉડાવાયો છે…

  હવે તમારા પ્રશ્ન તરફ:

  શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
  કાણાં ભલેને બે’ક રાખું ?

  – શાબ્દિક રીતે શ્રી રાજેશ આઇ. પંડ્યાએ સમજાવેલો અર્થ પણ બરાબર છે કે શ્વાસ નાકથી લેવાય અને નાકને બે નસકોરાં હોય… પણ મારે આટલી સ્થૂળ વાત કરવી નથી કેમકે નાક તો ત્યારે જ ચૂવે જ્યારે શરદી થઈ હોય…

  નેવું એટલે છાપરા પરના છેડાના નળિયાં જેના પરથી પાણી બહારની તરફ પડે છે પણ એમાં કાણાં હોય તો પાણી ઘરમાં ચૂવે એવી વકી રહે છે… શ્વાસનું નેવું એટલે શ્વાસનું નાકું… અસ્તિત્વનો છેડો….. આ જીવનમાં હવે પ્રિયતમ ક્યારેય પાછો ફરવાનો નથી… એના વહાલનો વરસાદ કરી પડવાનો નથી… આ ચોમાસું હવે પરત નહીં ફરે એટલે આયખાના નેવામાં બે’ક કાણાં અર્થાત્ તારા આગમનનો લગીરેક અવકાશ પણ ભલેને રાખીને હું બેઠી હોઉં… આ નેવાં હવે કદી ચૂશે નહીં…

  Reply

 22. રાજેશ ડુંગરાણી’s avatar

  આભાર વિવેક,
  શબ્દો ગ્મ્યા, શબ્દોની પાછળ પડેલો ભાવ સમજાયો વિશેષ ગમ્યુ.

  સાચવુ છું આંસુની ભીનાશ હું,
  માવઠું થૈ આવુ તારી પાસ હું.

  Reply

 23. Lata Hirani’s avatar

  કેટલું સરસ !!

  Reply

 24. rachna’s avatar

  ગેીત તો સરસ જ્….!પરન્તુ એને સમજાવવા માટે જ લખ્યુ એ પણ એટલુ જ સરસ્….!સુન્દર રચના….! keep it up Bro..!

  Reply

 25. bankim’s avatar

  ખૂબ સુંદર…..ધાંસુ , yes !

  Reply

 26. Rahul Shah ( Surat)’s avatar

  આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
  છપ્પનિયો તારા જવાનો એવો ગોઝારો, દૂર દૂર દૂર નથી એક આંસુ.

  ખૂબ સુંદર ગીત..મઝા આવી ગઈ

  Reply

 27. bhogi’s avatar

  ખૂબ સુંદર ગીત..મઝા આવી ગઈ
  excellent – i have borrowed few lines & with credit to you on facebook !

  Reply

 28. P Shah’s avatar

  સુંદર ગીત !

  Reply

 29. Malti Shah’s avatar

  વિવેક, બધા ચોમાસાની રાહ જુવે છે ત્યારે તુ’ આવી કવિતા લખે તે બરાબર નથી, ચોમાસુ જલ્દી લાવ. કવિતા સુન્દર છે.

  Reply

 30. Govind Maru’s avatar

  ખૂબ સુંદર ગીત..મઝા આવી..

  Reply

 31. Hemantgiri Goswami’s avatar

  ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
  આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

  વાહ વાહ, છેલ્લી પંકતિ ખૂબ જ સુંદર છે.

  Reply

 32. ધવલ’s avatar

  ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
  આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું !

  – સરસ !

  Reply

 33. Natu Solanki’s avatar

  અદ્ ભુત પંક્તિઓમાં સુંદર અભિવ્યક્તિ…… મઝા આવી ગઈ….. ધન્યવાદ
  —–નટુ સોલંકી (અમદાવાદ)

  Reply

 34. himanshu patel’s avatar

  આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
  છપ્પનિયો તારા જવાનો એવો ગોઝારો, દૂર દૂર દૂર નથી એક આંસુ.
  આ ગમ્યું અને ગીત પણ..

  Reply

 35. sudhir patel’s avatar

  છપ્પનિયા દુકાળની વેધક યાદ અપાવતું સુંદર વિરહ ગીત!
  સુધીર પટેલ.

  Reply

 36. chandrika’s avatar

  ખુબ જ સુન્દર ગીત.-આનાથી વિશેષ લખવાની જરૂર છે!
  અભિનંદન વિવેક
  અજમા

  Reply

 37. neerja parikh’s avatar

  શ્બ્દોની સુન્દર રમત….

  Reply

 38. ભાવના શુક્લ’s avatar

  ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
  ………….

  ખુબ સુંદર!!

  Reply

 39. nehal’s avatar

  એકલ
  નદીકાન્ઠે
  ઉતરતી સન્ધ્યાએ
  ચીરતી આકશને
  હૈયાને વીન્ધતી
  ટીટોડીની ચીસ
  સામ્ભળુ
  મારા નિઃશ્વાસમાન્.

  Reply

 40. pooja shah’s avatar

  m always loving with your gr8 poems….

  i really loked your gr8 viewed new gazal EK Veshya ni Gazal…

  Reply

 41. Niraj’s avatar

  ખૂબ સરસ

  Reply

 42. Rina’s avatar

  beautiful…..as usual…

  Reply

 43. Ajit Parmar Aatur’s avatar

  ખુબ જ સરસ ગીત …….

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *