
(ધોધ : ધરતીને ઊગેલું સ્વપ્ન… …સૌરાષ્ટ્ર, ઑગષ્ટ-03)
*
પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.
તું મોટો છે – શું એ કરવાને સાબિત પૂર લાવ્યો છે ?
…કે જ્યાં એક લાશ પણ લઈ હાથમાં તરણાં તરી આવે…
અમારા આભ સરખા ઘા ઉપર થીંગડા નહીં ચાલે,
ખબર છે તોય ઇચ્છું છું, તું ચાંદરણાં લઈ આવે.
નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછા,
આ શું કે આદમી કો’ આદમીવરણા નહીં આવે ?
જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.
તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.
આ મારો શબ્દ પણ તારી જ માફક જો હવા થઈ જાય,
તો મારા શ્વાસમા મારાય સાંભરણાં કદી આવે.
-વિવેક મનહર ટેલર
-
Je chodi ne jata rahya che tene yaad kari aa rachna rachi hasey….
nice writing…
-
નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછા,
આ શું કે આદમી કો’ આદમીવરણા નહીં આવે ?જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.વાહ વિવેકભાઇ લાજવાબ
-
wwaahhh

8 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/75/trackback