એ નજર…

PB110454
(એ નજર…                  ….અરુણાચલના રસ્તાઓ પર, ૧૧-૧૧-૨૦૧૦)

*

હજારોની ભીડ ચીરીને
એ નજર
એ એક નજર
એ જ નજર
ક્ષણાર્ધમાં
ક્ષણાર્ધ માટે જ મને વીંધી ગઈ…
અને તીવ્ર થતા તડકા સામે બાષ્પીભૂતાતા ઝાકળની જેમ
આખી ભીડ…
આ જ નજરના હીંચકા પર
જિંદગીના
કંઈ કેટલાય ખુશનુમા વરસો હીંચ્યા હતા.
આ જ નજરના ઝરણામાં
કંઈ કેટલાય સ્મરણો નાહી-ધોઈને ઉજળાં થયાં હતાં.
આ જ નજરના રસ્તે ચાલીને
કંઈ કેટલીય ઇચ્છાઓ આંટણિયાળી થઈ હતી.
આ જ નજરના છાંયડામાં
જન્મોજનમના કોલ વાવ્યા હતા.
આ નજર મારી નજરમાં
એમની એમ જ અકબંધ લઈને
સદીઓથી
હું ત્યાં જ ઊભો હતો.
કોઈ તડકો-ટાઢ-વરસાદ-ધુમ્મસ કે આંધી
એને લગરીક પણ ધુંધળી કરી શક્યાં નથી.
આજે
અચાનક
સદીઓ પછી
એ ચિરાંકિત નજર ફરીથી રૂ-બ-રૂ થઈ.
ભીડ ગાયબ.
સમય-શબ્દ-સ્થળ-સૃષ્ટિ કંઈ જ ન રહ્યું…
ચંદ શ્વાસોની ચાલુ આવ-જા સિવાય
નિશ્ચેત દેહ લઈને
હું
એ નજરને
કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
એ વિમાસણમાં
કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪-૨૦૧૦)

*

PB089583
(તારી આંખનો અફીણી…       …પર્ણવી પટેલ, આસામ, ૧૩-૧૧-૨૦૧૦)

26 thoughts on “એ નજર…

  1. પ્ર્યાર કો બુસ ચહિય અએક જ નજ્રર , જિન્દ્ગિ ભ્રર ન ભુલેગિ વો બર્સત કિ રાત …………..બુસ આજ વાત નિ ભુજ સર્સ્સ રજુવાત ચે ……………આનદ આવે……………….અભિનદ્નન ….ધ્ન્યવાદ્……………………………………..આભાર્……….

  2. હું
    એ નજરને
    કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
    એ વિમાસણમાં
    કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…

    બહુ સરસ ….

  3. સમય-શબ્દ-સ્થળ-સૃષ્ટિ કંઈ જ ન રહ્યું…
    ચંદ શ્વાસોની ચાલુ આવ-જા સિવાય
    નિશ્ચેત દેહ લઈને
    હું
    એ નજરને
    કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
    એ વિમાસણમાં
    કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…
    ખૂબ સરસ

  4. ઝેર દુનિયાનુ પછી ક્યાંથી ચડે…………..!
    આંખ કોઈની અમી પાયા કરે…………….!!

    સુંદર રચના…..

  5. નાનપણમાં અબુધ અવસ્થામાં અણસમજમાં સુંદરતા જોવાના કેટલાય સપના
    આવી કોઈક પળે મોટી ઉમરે નાના બની જોવાય ત્યારે દિલમાં એક અનેરો
    ન કલ્પી શકીએ એવૉ આનંદ થાય છે જે તમે શબ્દોમાં ઉતાર્યો. વાહ ! ખુબ ખુશી મળી.

  6. સર તમે કોઇ પણ ચિત્ર કે વિષય પર આટલી સુંદર રીતે લખી લ્યો છો…
    કઇ રીતે….? એ પણ કેટલુ બધુ કઇ જાવ છો…? ફ્ક્ત એક ચિત્ર પર…!!!

  7. સરસ રચના, બધે નજરના જ કમાલ છે ને? એક નજર જ કાફી હોય છે, એ જ તો કાયમની યાદ બની રહે છે…………..

  8. રમેશ પટેલ (પ્રેમોર્મિ)

    શ્બ્દો છે શ્વાસ મારા આ તમારીજ ઉક્તીને તમે આ કવિતામાં
    યથાર્થ કરી આપી છે
    “કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…”
    કદાચ આવું સુંદર વાંચવા હું પણ કદાચ સદીઓ સુધી રાહ જોઇશ
    ખુબ ખુબ સુંદર, અંતરના અભિનંદન.

  9. બહુ સુંદર અછાંદસ! ચોટદાર અંત વધુ ગમ્યો.
    સુધીર પટેલ.

  10. આ જ નજરના છાંયડામાં
    જન્મોજનમના કોલ વાવ્યા હતા.
    આ નજર મારી નજરમાં
    એમની એમ જ અકબંધ લઈને
    સદીઓથી
    હું ત્યાં જ ઊભો હતો.
    કોઈ તડકો-ટાઢ-વરસાદ-ધુમ્મસ કે આંધી
    એને લગરીક પણ ધુંધળી કરી શક્યાં નથી…

    એક સોનેરી યાદ માં આટલુ ખોવાઈ જવાની કલ્પના માત્રથી જ રોમાંચ નો અનુભવ થઇ ગયો વિવેકભાઈ !!!

  11. અચાનક
    સદીઓ પછી…..

    ફરી આ અછાંદસ વાંચવું ગમ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *