સમયની છીપમાં રેતીનો કણ…

વહાલા મિત્રો,

મારી કેટલીક મનપસંદ ગઝલો આજે ફરી એકવાર આપ સહુ માટે… ઇચ્છાનું ખરું મૂલ્યાંકન એ અધૂરી હોય ત્યારે થાય કે પૂરી થઈ જાય ત્યારે ? સમયની છીપમાં રેતીનો કણ થઈને સ્વાતિબુંદ માટે પ્રતીક્ષારત્ હોય એથી વિશેષ પ્રણયની તીવ્રતા શી હોઈ શકે વળી? પ્રેમમાં તો કાંકરો થઈને નદીમાં ડૂબી જઈ અસ્તિત્વ એકાકાર કરી દેવાનું હોય, ભલેને લોકો સમજે કે ડૂબી ગયો !

આપને ગમી આ ગઝલો?

P2074690
(પ્રભુના પ્રેમનો ટપાલી…                     …શબરીધામ, ૦૭ -૦૨-૨૦૧૦)

*

Feelings_chhe hath hath ma
(‘ફીલિંગ્સ’, જાન્યુઆરી,2010…          …તંત્રી: શ્રી વિજય રોહિત)

*

Feelings_shabd na raste
(‘ફીલિંગ્સ’, માર્ચ, 2010…                  …તંત્રી: શ્રી વિજય રોહિત)

*

Kavi_maro padchhayo
(“કવિ”, જાન્યુ-ફેબ્રુ, 2010 …                  …તંત્રી શ્રી પ્રો. મનોજકુમાર શાહ )

12 thoughts on “સમયની છીપમાં રેતીનો કણ…

 1. હુઁ સમયની પાર વિસ્તરતો રહુ
  તુ અનાગત થૈ મને મળતી રહે………..

  આ જગતમા

 2. આ જગતમા એ જ તો ફાવી ગયો,
  જે વખત પર આવીને ચાલી ગયો…..
  દૂર મ્રુગજળ સમ ભલે સરતી રહે,
  પણ સદા દ્રષ્ટિને ભીઁજવતી રહે……….
  શેર ખૂબ્ સૂઁદર રહ્યા.

 3. ત્રણેય ગઝલો ફરી માણવી ગમી.
  સુધીર પટેલ.

 4. ’ફીલિંગ્સ’ અને ‘કવિ’ ના પાના અહિ દુબઈમાં વાંચવા મળે એ આનંદની વાત છે.
  એમાય વિવેકભાઈના શબ્દો હોય તો વાત જ શી પુછવી?
  ત્રણેય ગઝલો ખુબજ સરસ…

 5. ત્રણેય ગઝલો ફરી માણવી ગમી.
  આપણી પાસે રહેલું પાગલ મન જ આપણને જંપવા દેતું નથી. વિચાર સંગ્રહ-સર્જન અને વિનાશની પ્રક્રિયા આપણાં અસ્તિત્વને સતત હલાવે છે; આપણે સ્થિર રહી શકતા નથી. સ્થિરતા જ આનંદ આપે છે; અલગતાનો નાશ કરે છે. આ ગઝલોના શબ્દોમાં એવો જાદું હતું કે વિચારહીન કોઇ અદ્ભુત આનંદ પ્રાપ્ત થાય છે.માણવામાં અગમ્યતા છુપાયેલી છે તેથી તેમાં આધારની જરૂર પડતી નથી.સતત નિરાધારપણું એ મુક્તાવસ્થા છે.જ્યારે સમજવામાં ગમ્યતા છુપાયેલી છે તેથી આધારોની-વિચારોની,તર્કની જરૂર પડે છે.
  પ્રેમમાં તો કાંકરો થઈને નદીમાં ડૂબી જઈ અસ્તિત્વ એકાકાર કરી દેવાનું હોય, ભલેને લોકો સમજે કે ડૂબી ગયો !

  વાહ્

 6. સરસ ગઝલો ચ્હે. ફરિ ફરિ વાચ્વિ ગમે તેવિ ચ્હે.

 7. સરસ ગઝલો…
  ગઝલો લખતા રહો વિવેકભાઈ,
  અને કોઈવાર “ચંદ્રપૂકાર”પર આવતા રહેજો !
  DRCHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vivekbhai, as a DOCTOR, inviting you as a DOCTOR to READ my Posts on HEALTH on my Blog..Hope to see you ONCE !

 8. મહેંદી નો રંગ ……. અને તુ શબ્દ મારા છ….. ખુબ જ સરસ

  મિત્ર ને માટૅ કંઈક લખી મોકલશો….. Please….

  Thanks.

Comments are closed.