સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો

(ગુજરાતમિત્ર 28-08-2006)

હાથે કયા તે શહેરના આ રાખડી હશે ?
હર તાંતણામાં જ્યાં નદી રમણે ચડી હશે;
છે દિન બળેવનો અને આખા નગરમાં પૂર ?
આંખો શું કોઈ બહેનની આજે રડી હશે ?
* * * * *

કિનારા તોડીને શું પામવાને આ નદી નીકળી ?
ચડીને પૂરે શું શીખવાડવાને આ નદી નીકળી ?
સતત અવિરત ને અઢળક કચરો સૌએ આપ્યા કીધો છે,
જે લીધું છે શું પાછું આપવાને આ નદી નીકળી ?

ડૉ. વિવેક મનહર ટેલર

(આ પહેલાના બે મુક્તકો વાંચવા માટે અહીં ક્લિક કરો)

14 thoughts on “સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો

  1. are! ! ! !

    Docter Saheb,

    aa to tame j chho ! ! ! !
    tame saras lakho chho ane ” laystaro ” thatha ” shabdo chhe swas mara” mate lakho chho e to khabar hati j
    pan
    news paper mate pan lakho chho e aaje j khabar padi…shu aap koi chokkas colum mate lakho chho j pratidin parsidhh thati hoy ?

  2. je lidhu chhe te shu pachhu aapvane aa nadi nikali?
    Wahh shu vaaat chhe Vivekbabu.
    Aa to nadi ni katha ne manvi ni vyatha,fari pachhi aavi eni e j varta.
    atyant sundat abhinandan.

  3. Pingback: શબ્દો છે શ્વાસ મારા · કવિસંમેલન…

  4. Arvind Patel (3/9/2007 10:36:40 PM): પનદીને ણ રમવાનુ મન થાયને? નદીને ક્યા ખબર કે રમવા જતા જતા કોઈ માનવીને તકલીફ અથવા મ્રુત્યુ મળશે. છતા પાછળથી પશ્તાવો થયો હશે.

Leave a Reply to karan bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *