એ જુઓ

PB054175
(Colour of paradise…..            ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

આપ સામે શું રજૂઆત કરું છું એ જુઓ,
પંડને શી રીતે સાક્ષાત્ કરું છું એ જુઓ.

શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.

કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

તુર્ત નિષ્કર્ષ ઉપર આવી જવું ખોટું છે,
ચુપ રહું છું કે પ્રત્યાઘાત કરું છું એ જુઓ.

બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.

ના જુઓ, રાત-દિવસ એક કર્યા છે કે નહીં ?
કામ બસ આ જ દિવસ-રાત કરું છું એ જુઓ.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૦)

49 thoughts on “એ જુઓ

  1. શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    સુપર્બ……….!!!

    રાજેશ

  2. તુર્ત નિષ્કર્ષ ઉપર આવી જવું ખોટું છે,
    ચુપ રહું છું કે પ્રત્યાઘાત કરું છું એ જુઓ.

    ખુબ સરસ

  3. સુંદર રજૂઆત તો ખરી જ, સાથે-સાથે કૂશળતાપૂર્વકની કેફિયત પણ ખરી…..!
    અને એ અકસ્માતે નહીં બરોબર તાકીને છોડેલાં તીર જેમ એ………..જુઓ!!!
    ગમ્યું,મિત્ર…..

  4. આખિ રચના અદભુત……શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ, મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ…..બહુજ ગમ્યુ

  5. સ રસ ગઝલ
    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.
    ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
    વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.
    આ શેરો ખૂબ ગમ્યા
    આયુર્વેદાચાર્યોઆને વાતદોષનું એક સ્વરૂપ -પરિસંવાદ દોષ કહે છે.
    યુનાની હકીમો આને સનેપાત કહે છે. આ રોગને પણ ઊગતો જ ડામવો પડે. જેના મગજમાં સેમિનારનો ધુમાડો અથવા આયુર્વેદાચાર્યોકહે છે તે પરિસંવાદ વાયુ ભરાઇ જાય છે તે વ્યકિત ધુણવા માંડે છે. તેના શરીરમાં જાણે કોઇ અન્ય આત્માએ પ્રવેશ મેળવ્યો હોય તેમ તે જાતજાતનું બોલવા લાગે છે, સાથે સાથે હાથ પણ ઉછાળે છે. જો એ વ્યકિત બોલતી હોય ત્યારે બીજા હાજર રહેલા લોકો હકાર કે નકારમાં માથું ધુણાવે તો બોલનાર વ્યકિતનો સનેપાત વધી જાય છે અને આમ બોલતાં બોલતાં તેના હૃદયની ઊર્મીઓ ખૂબ ઊછળી આવતાં તેનું હૃદય ફાટી પડે છે.આનાથી વિરુદ્ધ જેને દેશી ભાષામાં બોલવા કહીએ છીએ તેવો આ રોગ જેને થયો હોય તેને બોલવાની ના પાડીએ તો તેવી વ્યકિતને જબરદસ્ત રૂંધામણ થાય છે, તેનો રકતચાપ એકદમ વધી જાય છે
    ત્યારે
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.
    અ દ ભૂ ત

  6. શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    વાહ્,વાહ મઝા આવી.

  7. પઁડ્ને સાક્ષાત કરુ છુ અને મૌનથી કેવો મહાત કરુ છુઁ શેર સરસ.ગમ્યુ.

  8. સરસ ગઝલ,
    ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
    વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.
    હદય ને મલકાવી ગઈ,
    કવિ અશોક ચાવડાની એક ગઝલ છે તેની પંક્તિ ગમે છે તે અહી મુકું છું.
    “થોડો રહી જાય અહંકાર હદયમાં,
    એમાંથી જનમ લેય ગુનેગાર હદયમાં.”

  9. કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
    કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

    ના જુઓ, રાત-દિવસ એક કર્યા છે કે નહીં ?
    કામ બસ આ જ દિવસ-રાત કરું છું એ જુઓ.

    બિલ્કુલ મારા માટે લખાયેલી પંક્તિ !!
    આફરીન આફરીન!!

  10. “આપ સામે શું રજૂઆત કરું છું એ જુઓ,
    પંડને શી રીતે સાક્ષાત્ કરું છું એ જુઓ.

    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.”

    મૌનમ સર્વાથ સાઘનમ્……….

    રાજેન્દ્ર ત્રિવેદી

  11. સભામાં મૌન રાખો-તમે મૂર્ખ છો એવી શંકા પેદા થાય તો ભલે થાય પરંતું એકે શબ્દ બોલીને લોકોની શંકા દૂર ન કરવી.

    બહુ વખત પછી આવેી સરસ ગઝલ વાંચી-દોસ્ત.
    નીચેનો શેર યાદ આવી ગયો.
    હોઠ સીવીને ચૂપચાપ જોયા કરો
    મૌન પેદા કરે છે ભરમ કેટલા
    (શૂન્ય)

  12. શબ્દમા સનેપાત અને મૌનથી મ્હાત… સનેપાત અને મૌનની અર્થપુર્ણ ગુથણી!!
    અહી તો એ પણ અભિભુત થાય કે
    શબ્દમા કેવા શ્વાસ ભરુ છુ એ જુઓ!

    એક બહુ જ સરસ રચના.

  13. ખૂબ જ સ-રસ ગઝલ થઈ છે. બધ્ધા શે’ર ગમી ગયા… ડાયલોગ મારવા માટે મોઢે કરી લેવા પડશે- એવા મસ્ત થયા છે… 🙂

  14. અને હા, આ વખતનો ફોટોગ્રાફ પણ એક અનોખી કવિતા જેવો જ લાગે છે… childhood innocence and the pure joy have been captured so well !

  15. શબ્દો ખુબ સરસ અને અસરકારક છે. મૌનથી કેવો મહાત કરુ’ છુ સુ’દર.

  16. સુન્દર્ ગઝલ્… this is such a strong Gazal which reminds me of some very celebrated Gazals by Befam….

    Very soon most of the Gujarati Sugam Sangeet Singers… will start composing this and will present it in Mahefil….

    One of the nicest ખુમારી વ્ળી ગઝ્લ્…..!!!

  17. શ્રી વિવેકભાઈ,
    એ જુઓ – April 17, 2010 in ગઝલ by વિવેક.
    “ગઝલની કઈ કડી ગમી તે કહેવું કઠણ છે,
    તે કરતાં ન ગમી તે કહેવું અતિ કઠણ છે.”
    આજ ભારતને સ્વતંત્ર થયાને ૬૦+ વર્ષ થઈ ગયા. ત્યાર થી તે આજ સુઘી લોકોના મિજાઝ પણ એટલા જ સ્વછંદ થઈ ગયા છે. નેતઆઓએ ગરીબીના નામે જનતાનો મત છે કહી ધન ભેગું કર્યું અમીરોએ કારખાના નાખી લોકોને શેર ઘારકો બનાવી ઓછી મુડીએ કરોડોની મિલ્કતો બનાવી. થોડાં અક્ક્લબાજોએ અવળી રીતે બુઘ્ઘિ વાપરી ચંડાળ ચોકડી બનાવી ઘન ભેગું કર્યું (હર્ષદ મહેતા – તેલગી વિગરે.) તેવી જ રીતે ઘણા લોકો મિલીભગત કરી શોખીનો (ક્રિકેટ – શેરબજારના સટ્ટાખોરોને ખંખેર્યા.) આ દરેક કોભાંડોના પ્રેક્ષકો (જનતા) ૫ વર્ષની મતની તાકાત થી દીલ્હીને હચમચાવી રહ્યા છે. આ સંર્દભમાં આપની ગઝલ જમાનાની તાસિર રજુ કરી રહી છે.
    ખુબ જ સુંદર અભિવ્યક્તિ છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  18. શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    આ ઉત્તમ પંક્તિઓ છે. ગઝલ જેટલો જ ફોટોગ્રાફ સુંદર !!

    લતા હિરાણી

  19. બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
    કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.
    વાહ !

  20. ખૂબ સુંદર ગઝલ! બધાં જ શે’ર માણવા લાયક છે. અભિનંદન!
    સુધીર પટેલ.

  21. Very good ..I am learning how to sing Gazals, Looking forward to understand more creation & attempt to sing…I love to sing songs like “Laga Chunri main Daag” , “Jhanak Jhank Tori Baje Payalia” , “Surmai Sham is tarah Ayi” , “Chupke Chupke Raat Din ” , “ranjish hi sahi , “Koi paas Aya Savere saver” etc.

    Hemang Desai

    B.E.(Mech)

  22. શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    સરસ શેર.
    આખી ગઝલ ગમી….વાહ!

  23. મને કવિતા શક્તિ આપે . કમ્પનિ આપે. હ્સાવે અને રદાવે,આનન્દ આપે, મજા ક્રરાવે.

    સવારના ચાર થયા. કવિતાનિ લાહ્નનિ ક્ર્રો તેમા મારુ નામ લખજો.

    તરુન દવે

  24. કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
    કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

    વાહ ડૉક્ટર

Leave a Reply to P Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *