એ જુઓ

PB054175
(Colour of paradise…..            ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

આપ સામે શું રજૂઆત કરું છું એ જુઓ,
પંડને શી રીતે સાક્ષાત્ કરું છું એ જુઓ.

શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.

કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

તુર્ત નિષ્કર્ષ ઉપર આવી જવું ખોટું છે,
ચુપ રહું છું કે પ્રત્યાઘાત કરું છું એ જુઓ.

બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.

ના જુઓ, રાત-દિવસ એક કર્યા છે કે નહીં ?
કામ બસ આ જ દિવસ-રાત કરું છું એ જુઓ.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૦)

  1. Rajesh Dungrani’s avatar

    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    સુપર્બ……….!!!

    રાજેશ

    Reply

  2. sharad’s avatar

    તુર્ત નિષ્કર્ષ ઉપર આવી જવું ખોટું છે,
    ચુપ રહું છું કે પ્રત્યાઘાત કરું છું એ જુઓ.

    ખુબ સરસ

    Reply

  3. ડૉ.મહેશ રાવલ’s avatar

    સુંદર રજૂઆત તો ખરી જ, સાથે-સાથે કૂશળતાપૂર્વકની કેફિયત પણ ખરી…..!
    અને એ અકસ્માતે નહીં બરોબર તાકીને છોડેલાં તીર જેમ એ………..જુઓ!!!
    ગમ્યું,મિત્ર…..

    Reply

  4. Harikrishna’s avatar

    Vivekbhai,
    Very good. Keep on ‘working’ and keep on enriching pleasures in our hearts.

    Reply

  5. kanti vachhani’s avatar

    ખુબ સરસ

    Reply

  6. kumar shah’s avatar

    આખિ રચના અદભુત……શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ, મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ…..બહુજ ગમ્યુ

    Reply

  7. Pancham Shukla’s avatar

    સરસ કેફિયત ગઝલ.

    Reply

  8. pragnaju’s avatar

    સ રસ ગઝલ
    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.
    ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
    વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.
    આ શેરો ખૂબ ગમ્યા
    આયુર્વેદાચાર્યોઆને વાતદોષનું એક સ્વરૂપ -પરિસંવાદ દોષ કહે છે.
    યુનાની હકીમો આને સનેપાત કહે છે. આ રોગને પણ ઊગતો જ ડામવો પડે. જેના મગજમાં સેમિનારનો ધુમાડો અથવા આયુર્વેદાચાર્યોકહે છે તે પરિસંવાદ વાયુ ભરાઇ જાય છે તે વ્યકિત ધુણવા માંડે છે. તેના શરીરમાં જાણે કોઇ અન્ય આત્માએ પ્રવેશ મેળવ્યો હોય તેમ તે જાતજાતનું બોલવા લાગે છે, સાથે સાથે હાથ પણ ઉછાળે છે. જો એ વ્યકિત બોલતી હોય ત્યારે બીજા હાજર રહેલા લોકો હકાર કે નકારમાં માથું ધુણાવે તો બોલનાર વ્યકિતનો સનેપાત વધી જાય છે અને આમ બોલતાં બોલતાં તેના હૃદયની ઊર્મીઓ ખૂબ ઊછળી આવતાં તેનું હૃદય ફાટી પડે છે.આનાથી વિરુદ્ધ જેને દેશી ભાષામાં બોલવા કહીએ છીએ તેવો આ રોગ જેને થયો હોય તેને બોલવાની ના પાડીએ તો તેવી વ્યકિતને જબરદસ્ત રૂંધામણ થાય છે, તેનો રકતચાપ એકદમ વધી જાય છે
    ત્યારે
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.
    અ દ ભૂ ત

    Reply

  9. Hemantgiri S. Goswami’s avatar

    હંમેશ ની જેમ એકદમ સરસ રચના!!

    Reply

  10. urvashi parekh’s avatar

    સરસ રચના..
    બધી વાતો ની ,કાવ્ય માં શું શું કબુલાત કર છુ એ જુઓ..
    સુન્દર..

    Reply

  11. devika’s avatar

    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    વાહ્,વાહ મઝા આવી.

    Reply

  12. rajeshree trivedi’s avatar

    પઁડ્ને સાક્ષાત કરુ છુ અને મૌનથી કેવો મહાત કરુ છુઁ શેર સરસ.ગમ્યુ.

    Reply

  13. Shreepal’s avatar

    Wonderful ghazal, mind blowing

    Keep it up Dr. Vivek

    I like this

    Reply

  14. Raju’s avatar

    Very nice words

    Reply

  15. vinodsingh’s avatar

    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ

    સરસ

    Reply

  16. રાજેશ જોશી

    જયારે એક કવિનુ મૌન બોલે છે.
    ત્યારે તે અનંત સુધી વિસ્તરે છે.

    Reply

  17. સુનીલ શાહ’s avatar

    મૌનથી મ્હાત અને ચૂપ રહેવાની કે પ્રત્યાઘાત આપવાની વાત ગમી ગઈ..
    સરસ ગઝલ.

    Reply

  18. વિહંગ વ્યાસ’s avatar

    સરસ કૅફિયત !

    Reply

  19. Vipul Mistry’s avatar

    Is Great Dear……………..

    I love and respect this all word.

    Nice Vivek very nice word set …..

    Reply

  20. dangodara vinod

    સરસ ગઝલ,
    ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
    વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.
    હદય ને મલકાવી ગઈ,
    કવિ અશોક ચાવડાની એક ગઝલ છે તેની પંક્તિ ગમે છે તે અહી મુકું છું.
    “થોડો રહી જાય અહંકાર હદયમાં,
    એમાંથી જનમ લેય ગુનેગાર હદયમાં.”

    Reply

  21. Ankita’s avatar

    કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
    કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

    ના જુઓ, રાત-દિવસ એક કર્યા છે કે નહીં ?
    કામ બસ આ જ દિવસ-રાત કરું છું એ જુઓ.

    બિલ્કુલ મારા માટે લખાયેલી પંક્તિ !!
    આફરીન આફરીન!!

    Reply

  22. P Shah’s avatar

    ખૂબ સરસ !

    Reply

  23. Rajendra M. Trivedi,M.D.’s avatar

    “આપ સામે શું રજૂઆત કરું છું એ જુઓ,
    પંડને શી રીતે સાક્ષાત્ કરું છું એ જુઓ.

    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.”

    મૌનમ સર્વાથ સાઘનમ્……….

    રાજેન્દ્ર ત્રિવેદી

    Reply

  24. Harnish Jani’s avatar

    સભામાં મૌન રાખો-તમે મૂર્ખ છો એવી શંકા પેદા થાય તો ભલે થાય પરંતું એકે શબ્દ બોલીને લોકોની શંકા દૂર ન કરવી.

    બહુ વખત પછી આવેી સરસ ગઝલ વાંચી-દોસ્ત.
    નીચેનો શેર યાદ આવી ગયો.
    હોઠ સીવીને ચૂપચાપ જોયા કરો
    મૌન પેદા કરે છે ભરમ કેટલા
    (શૂન્ય)

    Reply

  25. ભાવના શુક્લ’s avatar

    શબ્દમા સનેપાત અને મૌનથી મ્હાત… સનેપાત અને મૌનની અર્થપુર્ણ ગુથણી!!
    અહી તો એ પણ અભિભુત થાય કે
    શબ્દમા કેવા શ્વાસ ભરુ છુ એ જુઓ!

    એક બહુ જ સરસ રચના.

    Reply

  26. Amit Patel’s avatar

    ખૂબ સુંદર રચના! એક એક શે’ર અદભુત થયો છે!!!

    Reply

  27. sujata’s avatar

    જુગ જી તી ગ્ યા જી યો ક લા ક ર્……..!

    Reply

  28. ઊર્મિ’s avatar

    ખૂબ જ સ-રસ ગઝલ થઈ છે. બધ્ધા શે’ર ગમી ગયા… ડાયલોગ મારવા માટે મોઢે કરી લેવા પડશે- એવા મસ્ત થયા છે… 🙂

    Reply

  29. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

    નજર લાગી જાય એટલું સારું ન લખો.

    Reply

  30. ઊર્મિ’s avatar

    અને હા, આ વખતનો ફોટોગ્રાફ પણ એક અનોખી કવિતા જેવો જ લાગે છે… childhood innocence and the pure joy have been captured so well !

    Reply

  31. kishore modi’s avatar

    ખુદ વિશે રજુઆત કરતી સુંદર ગઝલ

    Reply

  32. Akhilesh J. Dalia’s avatar

    વાહ ભાઇ વાહ…

    Reply

  33. Malti’s avatar

    શબ્દો ખુબ સરસ અને અસરકારક છે. મૌનથી કેવો મહાત કરુ’ છુ સુ’દર.

    Reply

  34. Vijay Bhatt (Los Angeles)’s avatar

    સુન્દર્ ગઝલ્… this is such a strong Gazal which reminds me of some very celebrated Gazals by Befam….

    Very soon most of the Gujarati Sugam Sangeet Singers… will start composing this and will present it in Mahefil….

    One of the nicest ખુમારી વ્ળી ગઝ્લ્…..!!!

    Reply

  35. Chandrakant Lodhavia’s avatar

    શ્રી વિવેકભાઈ,
    એ જુઓ – April 17, 2010 in ગઝલ by વિવેક.
    “ગઝલની કઈ કડી ગમી તે કહેવું કઠણ છે,
    તે કરતાં ન ગમી તે કહેવું અતિ કઠણ છે.”
    આજ ભારતને સ્વતંત્ર થયાને ૬૦+ વર્ષ થઈ ગયા. ત્યાર થી તે આજ સુઘી લોકોના મિજાઝ પણ એટલા જ સ્વછંદ થઈ ગયા છે. નેતઆઓએ ગરીબીના નામે જનતાનો મત છે કહી ધન ભેગું કર્યું અમીરોએ કારખાના નાખી લોકોને શેર ઘારકો બનાવી ઓછી મુડીએ કરોડોની મિલ્કતો બનાવી. થોડાં અક્ક્લબાજોએ અવળી રીતે બુઘ્ઘિ વાપરી ચંડાળ ચોકડી બનાવી ઘન ભેગું કર્યું (હર્ષદ મહેતા – તેલગી વિગરે.) તેવી જ રીતે ઘણા લોકો મિલીભગત કરી શોખીનો (ક્રિકેટ – શેરબજારના સટ્ટાખોરોને ખંખેર્યા.) આ દરેક કોભાંડોના પ્રેક્ષકો (જનતા) ૫ વર્ષની મતની તાકાત થી દીલ્હીને હચમચાવી રહ્યા છે. આ સંર્દભમાં આપની ગઝલ જમાનાની તાસિર રજુ કરી રહી છે.
    ખુબ જ સુંદર અભિવ્યક્તિ છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

    Reply

  36. Lata Hirani’s avatar

    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    આ ઉત્તમ પંક્તિઓ છે. ગઝલ જેટલો જ ફોટોગ્રાફ સુંદર !!

    લતા હિરાણી

    Reply

  37. Dr Suresh Kubavat’s avatar

    બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
    કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.
    વાહ !

    Reply

  38. rachna’s avatar

    વાહ્……અદભુત રચના…!સુપર્બ્….!

    Reply

  39. sudhir patel’s avatar

    ખૂબ સુંદર ગઝલ! બધાં જ શે’ર માણવા લાયક છે. અભિનંદન!
    સુધીર પટેલ.

    Reply

  40. Hemang Desai’s avatar

    Very good ..I am learning how to sing Gazals, Looking forward to understand more creation & attempt to sing…I love to sing songs like “Laga Chunri main Daag” , “Jhanak Jhank Tori Baje Payalia” , “Surmai Sham is tarah Ayi” , “Chupke Chupke Raat Din ” , “ranjish hi sahi , “Koi paas Aya Savere saver” etc.

    Hemang Desai

    B.E.(Mech)

    Reply

  41. Tejas Shah’s avatar

    શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
    મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

    સરસ શેર.
    આખી ગઝલ ગમી….વાહ!

    Reply

  42. mita’s avatar

    allways exellent,

    Reply

  43. bankim’s avatar

    ખરેખર,બહુ સરસ ગઝલ.ખૂબ ગમી.

    Reply

  44. tarun  dave’s avatar

    મને કવિતા શક્તિ આપે . કમ્પનિ આપે. હ્સાવે અને રદાવે,આનન્દ આપે, મજા ક્રરાવે.

    સવારના ચાર થયા. કવિતાનિ લાહ્નનિ ક્ર્રો તેમા મારુ નામ લખજો.

    તરુન દવે

    Reply

  45. nikunj desai’s avatar

    તમારા થકિ સરસ રચના મલિ. અભાર.
    નિકુન્જ દેસાઇ.

    Reply

  46. Niraj’s avatar

    કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
    કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

    વાહ ડૉક્ટર

    Reply

Reply

Your email address will not be published. Required fields are marked *