આરબનું ઊંટ…

પ્રિય મિત્રો,

ગયા વરસે અમેરિકા આવવા નીકળ્યો ત્યારે પાછળ ઘરે રિનોવેશનનું ભૂત દાખલ કર્યું. પણ એ તો આરબના ઊંટ જેવું સાબિત થયું. ધીમે ધીમે ઊંટ આ તંબુમાં દાખલ થતું ગયું અને અમે લોકો લગભગ ઘર બહાર થઈ ગયા…  આમાંના કેટલાક ફોટોગ્રાફસ થોડા સમય પહેલાં ફેસબુક પર પણ મૂક્યા હતા.  આ કામ હજી કેટલો સમય ચાલશે એ કહેવું અશક્ય છે.પણ હાલ પૂરતું આ સાઇટ ઉપર અનિયતકાલિન વેકેશન જાહેર કરું છું… થોડો આરામ કરી લઉં એ પછી ફરી મળીશું…

*

P2024444
…પછી આ ઘર, આ ઓરડા, આ દ્વાર મળે ન મળે…

*

P3255267
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું….

*

P3255269
કશુંક તો રંધાઈ રહ્યું છે…

*

P3255265
મુસાફિર હૂઁ, યારોં ! ન ઘર હૈ, ન ઠિકાના…

*

P3255264
મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ…

21 comments

 1. વિહંગ વ્યાસ’s avatar

  નવી રચનાઓ લઇને ફરી વહેલા આવો તથા રીનોવેશનનું કામ સરસ રીતે પૂર્ણ થાય તેવી શુભેચ્છા.

 2. Pancham Shukla’s avatar

  સાચે જે આ કામ આરબનાં ઊંટ જેવું જ હોય છે. સ્રરખો આરામ કરી અને નવી રચનાઓ લઈ આવજો. તમારી રાહ જોઈશું….

 3. Mahendra’s avatar

  ખુબ સરસ, આભાર

  ગુજરાતી બ્લોગ એગ્રીગેટર

  http://gujvani.tk

 4. pragnaju’s avatar

  .. જરાક મોઢું પોતાના તંબુમાં રાખવાની છૂટ આપનાર આરબના તંબુમાં આખું ઊંટ પેસી જાય ને તંબુવાળો બહાર ટાઢ – તાપ વેઠે.
  આ નીતિકથાનું કયું પાત્ર છીએ આપણે ?
  યાદ …
  ફ્લોરપ્લાનર એ ઇન્ટરએક્ટિવ, બ્રાઉઝર આધારીત અને ડ્રેગ ડ્રોપ ( માઉસની ક્લિક વડે) ગોઠવણ કરી શકાય તેવા વિવિધ ભાગોની સગવડ ધરાવતી વેબસાઇટ છે. જો કે આ વેબસાઇટનો ઉપયોગ કરવા આપના કોમ્પ્યુટરમાં અડૉબ ફ્લેશ 9 કે તેથી વધુ નવું હોવું જરૂરી છે. નવું ઘર ખરીદવું, નવી ઓફીસ બનાવવી કે અત્યારના ઘરમાં ફેરફાર કરવો, ફ્લોરપ્લાનર આપને બધી સગવડો સાથે ઉપરોક્ત કાર્યો કરવાની સુંદર વ્યવસ્થા આપે છે. આપ આપના રસોડામાં અમુક રાચરચીલું આવશે કે નહીં, કે ક્યાં સારૂ લાગશે વગેરે સરળતાથી જોઇ શકો છો. જો કે આ સગવડ વાપરવી ખૂબ સહેલી છે પણ છતાં ઘરની યોજના બનાવવા વિશે થોડીક પ્રાથમિક માહિતિ જરૂરી છે.
  ડ્રોઇંગની શરૂઆત કરવા આપ માપણીના કેટલાક સાધનોથી શરૂ કરી શકો છો જેમાં આપનું ઘર જેટલી જગ્યા રોકવાનું છે તેનું માપ કે ક્ષેત્રફળ તથા તેનો રંગ પસંદ કરવાથી એક આપવાથી એક સપાટીની રચના થશે. તેમાં આપ દિવાલો બનાવી શકો છો, તેની જાડાઇ કે લંબાઇ પણ આપી શકો છો, અરે તેને તમારી પસંદગીના રંગ પણ આપી શકો છો. તેમાં દરવાજા અને બારીઓ પણ આપને જોઇતી જગ્યાએ મૂકી શકો છો.
  એક વાર પ્રાથમિક ચિત્ર તૈયાર થાય કે આપ તેમાં આપની પસંદગીનું રાચરચીલું મૂકી શકો છો. ટી.વી, સોફાસેટ, ભોજનનું ટેબલ, પલંગ, કબાટ, ટેબલ વિગેરે. જુદાજુદા માપના અને વિવિધ આકારો અને દેખાવના રાચરચીલા સાથે આપ ગોઠવણીને ઓપ આપી શકો છો. આ સિવાય આપ ઘરની બહાર કે પાછળના ભાગે ઘાસનો ગાલીચો, કાર જેવા અન્ય વિકલ્પો પણ મૂકી શકો છો. આપ કેમેરા વિકલ્પથી ભિન્ન રીતે આપના દોરેલા ચિત્રને જોઇ શકો છો.
  ત્યાં સુધી
  રહના નહીં દેસ વિરાના હૈ।
  યહ સંસાર કાગદ કી પુડ઼િયા, બૂઁદ પડ઼ે ઘુલ જાના હૈ।
  યહ સંસાર કાટોં કી બાડ઼ી, ઉલઝ-પુલઝ મરિ જાના હૈ।
  યહ સંસાર ઝાડ઼ ઔર ઝાંખર, આગ લગે મરિ જાના હૈ।
  કહત કબીર સુનો ભાઈ સાધો, સતગુરૂ નામ ઠિકાના હૈ।

 5. sudhir patel’s avatar

  ઘરનું નવીનીકરણ સરળતા અને સફળતા પૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા અને વેકેશન માણી ફરી સક્રીય થાઓ એવી શુભકામના!
  સુધીર પટેલ.

 6. kanchankumari parmar’s avatar

  ઘર ગમે તેટલુ અસ્તવ્યસ્ત હોય પણ હ્ર્દય ના ખુણે ખુણા સાફ હોવા જોઇએ….બાકિ તો ના કુછ હમારા …ના કુછુ તુમારા ….સબ કુછ …..ય્ંહા કા ય્ંહા….

 7. nilam doshi’s avatar

  પછી નવા ઘરની પાર્ટીમાં બોલાવશો ને ?

 8. Meihol’s avatar

  મને પન નવા ઘર ની પાર્ટીમાં બોલાવજો હો !!!!! ઃ)

 9. વિવેક’s avatar

  ચોક્કસ…

 10. rachna’s avatar

  ઘર ના ફોટાઓ જોઇને રડ્વુ આવેી ગયુ….!આ એ જ દિવાલો હતેી કે જેનેી સાથે મારેી ‘તારેી અને આપણેી ઘણેી જ ખાટેીમેીથેી યાદો જોડાયેલેી …..આપોઆપ જ આન્ખોમાથેી આસુ વહેવા માડ્યા….!જલ્દિથેી નવા ઘર મા પ્રવેશ સુખરુપે કરો એજ શુભકામના……….!અને પાર્ટેી માટે તૈયાર રહ્જે..!

 11. Naman-www.booksonclick.com’s avatar

  Hello,
  Your blog is Excellent. we are also doing activity to promote gujarati Language and Gujarati.
  Here is some Text for You. We are also on face book,orkut, Twitter,linkedin..

  કેમ છો, અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા http://www.booksonclick.com/ નામ ની વેબ સાઈટ લોન્ચ કરી છે. તેમા શક્ય ઍટલા તમામ લેખક ,કવિ લગભગ બધી રચનાઓ આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. દરેક પુસ્તક મૂળ કિંમતે જ છે.
  Please Visit It Ones And If You like tell Others else Tell Us

  Thanking You
  For Booksonlcick.com

 12. preetam lakhlani’s avatar

  ભાઈ વિવેક્ ખરેખર ધર એટલે ચાર દિવાલ વચ્ચેની ખાલી જગ્યા, આજે માણસે ચાર દિવાલ વ ચ્ચે આટલુ બધુ ખીચોખીચ ભરી દિધુ છે કે બિચારાને ખબર જ નથી કે આ દિવાલો મા મારુ ધર કયા છે ?……હુ આવુ જ કઇક મન વિશે પણ્ વિચારુ છુ !

 13. preetam lakhlani’s avatar

  વિવેક ભાઈ શુ મકાન કે બગલા નુ નવીનીકરણ કરી રહ્યા છો ? તો બે ચાર મહિના મા પુરુ થઈ જશે, બાકી ધર બનાવવામા કે નવીનીકરણ કરવામા તો આખુ આયખુ વિતી જાય્, મારા દોસ્ત્! માણસ જેને ખરેખર ધર કહેતો હોય છે, ખરે ખર મારી દષ્ટિએ વાસ્તવમા તે ધર નથી હોતુ !! બેચાર ધડી આરામ કરી શકે એવા ગમતિલા સ્થળથી વિસેશ કઈ નથી હોતુ!!…તમે તો ધણી કવિતા વાચો છો !! એટલે તમે કવિ નિરજન ભગતની ધર કવિતા વાચી જ્ હશે….કવિ કહે છે તમે ધર કોને કહેશો ?, શુ ટપાલી પત્ર લાવે જયા તેને? GooD LUCK! સાથે મબલખ શુભેચ્છા!!

 14. Pinki’s avatar

  હવે વેકેશનમાં અમદાવાદ જ આવી જાઓ …
  ક્યાં તો મનિષભાઈને ત્યાં જ રહેવા જતા રહો.

  જોકે, મનિષભાઈનો વાંક મને આજે દેખાતો નથી… ?!
  તમે જ કામ બહુ કરાવ્યું લાગે છે. 🙂

 15. વિવેક’s avatar

  સાચી વાત, પિંકીબેન…
  મનીષ તો ભગવાનનો માણસ છે. એની દેખરેખ હેઠળ જ આ બધું થઈ રહ્યું છે પણ જેમ આ નવીનીકરણનું કામ એમ જ મારી ઇચ્છા પણ આરબના ઊંટ જેવી છે… એ વધુને વધુ પગપેસારો, કહો કે ઘરપેસારો કરતી જ જાય છે…

 16. DR. CHANDRAVADAN MISTRY’s avatar

  ફોટોગ્રાફો સાથે વાતો કહેવાની આ કળા તમારી ગમી….ચંદ્રવદન
  હવે તટુંક સમયમાં જ્યારે રીનોવેશન થઈ જાય, અને બીજા ફોટાઓ મુકશોને?
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you & your READERS to Chandrapukar !

 17. ડૉ.મહેશ રાવલ’s avatar

  ધાર્યા સમયમાં કામ પૂર્ણ થાય અને તાજા-માજા થઈ ફરીથી નવા જોમ સાથે પધારો એજ અભ્યર્થના.
  અને હા….!આ ફોટા પછીના હાશ…..!થાય એવા ફોટા પણ મોકલજો એટલે અમને ય શાંતિ થાય કે અંતે,બધું પાર પડ્યું અને પાછું ઘર, ઘર થઈ ગયું….

 18. Harikrishna’s avatar

  વિવેક્ભઈ
  ખુબ જ સરસ. શબ્દો સાથે ચિત્રોનિ રચના.

 19. દિનકર ભટ્ટ’s avatar

  આશા રાખું છુમ કે ઉંટ બહાર કાઢીને ગૃહ પ્રવેશ કર્યો હશે. ચિત્રો સાથે લખેલી પંક્તિઓ બહુ ગમી ગઇ.

 20. વિવેક’s avatar

  જી… ગૃહપ્રવેશ થઈ જ ચૂક્યો છે… એના ફોટોગ્રાફ્સ આવતા અઠવાડિયે…

Comments are now closed.