સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો

(ગુજરાતમિત્ર 28-08-2006)

હાથે કયા તે શહેરના આ રાખડી હશે ?
હર તાંતણામાં જ્યાં નદી રમણે ચડી હશે;
છે દિન બળેવનો અને આખા નગરમાં પૂર ?
આંખો શું કોઈ બહેનની આજે રડી હશે ?
* * * * *

કિનારા તોડીને શું પામવાને આ નદી નીકળી ?
ચડીને પૂરે શું શીખવાડવાને આ નદી નીકળી ?
સતત અવિરત ને અઢળક કચરો સૌએ આપ્યા કીધો છે,
જે લીધું છે શું પાછું આપવાને આ નદી નીકળી ?

ડૉ. વિવેક મનહર ટેલર

(આ પહેલાના બે મુક્તકો વાંચવા માટે અહીં ક્લિક કરો)

14 comments

 1. radhika’s avatar

  are! ! ! !

  Docter Saheb,

  aa to tame j chho ! ! ! !
  tame saras lakho chho ane ” laystaro ” thatha ” shabdo chhe swas mara” mate lakho chho e to khabar hati j
  pan
  news paper mate pan lakho chho e aaje j khabar padi…shu aap koi chokkas colum mate lakho chho j pratidin parsidhh thati hoy ?

 2. Anonymous’s avatar

  vivek,
  aa vyatha ne shabdoma utaarvanu gaju taaru j hoi …
  Meena

 3. ઊર્મિસાગર’s avatar

  પહેલાંના મુકતકોની જેમ આ બંને પણ ખૂબ જ સરસ છે…

 4. sana’s avatar

  વાહ! વાહ!
  ખરેખર બન્ને મુક્તક ખુબ સરસ છે.

 5. Anonymous’s avatar

  Surat nu pur kona thaki hatu?

  Saras lakhyu chhe

 6. karan bhatt’s avatar

  je lidhu chhe te shu pachhu aapvane aa nadi nikali?
  Wahh shu vaaat chhe Vivekbabu.
  Aa to nadi ni katha ne manvi ni vyatha,fari pachhi aavi eni e j varta.
  atyant sundat abhinandan.

 7. Hardik’s avatar

  વાહ! વાહ!

  પહેલાંના મુકતકોની જેમ આ બંને પણ ખૂબ જ સરસ છે…

 8. ARVIND PATEL’s avatar

  Arvind Patel (3/9/2007 10:36:40 PM): પનદીને ણ રમવાનુ મન થાયને? નદીને ક્યા ખબર કે રમવા જતા જતા કોઈ માનવીને તકલીફ અથવા મ્રુત્યુ મળશે. છતા પાછળથી પશ્તાવો થયો હશે.

 9. mitesh patel’s avatar

  very very nice i m from surat mitesh patel tata sky eng.

 10. Amit Dangera’s avatar

  u have done very good job

  Amit Dangera

 11. Manan Desai’s avatar

  ખુબ જ સુન્દ્ર્ વિવેક્ અન્કલ્…………..

 12. Deval’s avatar

  waah….mane news paper cutting mathi 1,2,4 sher savishishe gamya…abhinandan doctor saheb….

Comments are now closed.