કવિ-પત્નીની ગઝલ


(દીવાબત્તીટાણું…                                     …સુરત, જુલાઈ-૨૦૦૬)

*

કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?

મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ દિલની નજદીક રાખે?

અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ
કશું છે જે આ રોમેરોમે દઝાડે.

વખાણોના કાંટે મને ભેરવીને
તું તારું જ ધાર્યું હંમેશા કરાવે.

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન,
શું માણસ ગણી તેં મને કોઈ કાળે ?

તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે –
આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે?

મળે લાશ મારી તો શું થાય, જો કોઈ
પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?!

આ કાગળ એ મારા સમયનું કફન છે,
મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.

– વિવેક મનહર ટેલર

29 thoughts on “કવિ-પત્નીની ગઝલ

  1. exellent !
    કવિ પત્નિ ના મન ની મૂંઝવણ…બહુ જ સુંદર શબ્દો વણ્યા છે.
    ખૂબ ખૂબ અભિનંદન.

    કવિતામાં તારું તું જીવન વિતાવે,
    મને એમાં કે એને મુજમાં જીવાડે ?

    દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
    તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

    આભાર !!!

  2. વૈશાલીબેન,
    શબ્દ તો માત્ર અભિવ્યક્તિ છે. બહારનું રૂપ છે. પ્રાણ તો અંદરનો અવ્યક્ત ભાવ છે. ભાવ એટલો વિશાળ હોય છે કે જેને દેહ આપવા માટે શબ્દો અને શ્વાસ ઓછા પડે છે.
    તમે ખુશનસીબ છો કે ભાવની આટલી સુંદર અભિવ્યક્તિ કરી શકનાર જીવનસાથી પામ્યા છો. હવે સંગના રંગમાં ખેંચાઇ , બીજી ઘણી બધી રચનાઓ પણ આપતાં રહેશો તો અમારો તમારી તરફ ભાવ વધશે.

  3. સુરેશભાઈ,

    આ એક કવિએ લખેલી કવિ-પત્નીની ગઝલ છે, વૈશાલીની જિંદગી નથી…. હા, આ નવ શેરોમાં ક્યાંક ક્યાંક એની અભિવ્યક્તિ પણ ખરી જ, છતાં આ એક કાવ્ય છે…. જે મારા જીવનમાં નથી ઘટતું એ પણ અહીં હોવાનું જ…

  4. વખાણોને કાંટે મને ભેરવીને ,તું તારું જ ધાર્યું હંમેશાં કરાવે :
    દુ:ખી થાઉં તો મારા દિલને હું બાળું ,તને દુ:ખ પડે તો તું કાગળને બાળે !
    વૈશાલી બહેન ! આવા પતિ સાથે હું તો ના રહું હોં !

  5. Dear Vivek
    It is very nice to read ur “KAVITA” , I love your “SAAT PAGLA,SATH JANAM..,THis is the BEST i have read in my life…It is really So HEART TOUCHING..

  6. શું કવિને જ આ સમસ્યા છે? અમને કમ્પ્યુટર વાળાને નથી? અમારી પત્ની કંઇક આવું વિચારે છે.

    કમ્પ્યુટરમાં તારું તું જીવન વિતાવે,
    મને એમાં કે એને મુજમાં બતાડે ?

    મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
    તું કોને વધુ લેપની નજદીક રાખે?

    અહર્નિશ ને અઢળક પડયા છે વાસણો,
    હું સાફ કરુ ને તું સમય બગાડે?

    વખાણોના કાંટે મને ભેરવીને
    ઇલેક્ટ્રોનીક ફૂલો બે’નપણીઓને મોકલે.

    દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
    તું ખોટેખોટું વીજળીનું બિલ બાળે.

    કવિ પત્નિવત્ ગણ્યું મારું જીવન,
    શું સહન કરી લઇશ આ બધું કોઈ કાળે ?

    તારે રસોઇ કરવી પડે કે વાસણ –
    આ દ્વિધાની સૂડી તને જીવાડે કે મારે?

    મળે બ્લોગ કે સાઇટ મારી તો શું થાય,
    પછી કી બોર્ડ પર માથા પછાડે?!

    આ ઇ-મેઇલ એ મારું આખીરનામું છે,
    ભલે તને શબ્દે શબ્દે દઝાડે.

    -piyush

  7. Very nice gazal Vivekbhai!
    કવિ-પત્નિના મનોભાવની સુંદર અભિવ્યક્તિ છે.

    જોકે મારા મતે તો એક પત્નિ માટે પતિને (પછી એ કવિ હોય કે ન હોય)એના મનોભાવની માત્ર ખબર હોવી.. એય ઘણું છે!!

  8. સરસ ગઝલ.

    દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
    તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

    સીધી વાત છે. પણ એના સમીકરણ ઊંડા છે.

    આડવાતમાં, સાહિત્યપ્રેમી પતિઓની પત્નીની વાત નીકળી છે તો શીલા ભટ્ટે લખેલ આ લેખ યાદ આવી ગયો. એમા શીલા ભટ્ટ કાંતિ ભટ્ટ વિષે વાત પુસ્તક-પ્રેમના માધ્યમથી કરે છે. આ લેખ પુસ્તકો વિષે છે એમ પહેલા લાગે પણ ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે ખરેખર તો આખો લેખ કાંતિ ભટ્ટ વિષે છે !

  9. પ્રિય ભાઈશ્રી ધવલભાઈ !
    આપે શીલા ભટ્ટની ડાયરીનું સૂચન મૂક્યું તે
    ખૂબ ઉપકારક મારે માટે તો બન્યુંજ !મેં તે વાંચીને
    અભિપ્રાય મોકલી આપ્યો છે,તે જાણ માટે.

  10. પ્રિય વિવેકભાઈ.

    આપના પિતાશ્રીનું નિધન થયું તે જાણી ને દુ:ખ થયું. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી મારી પ્રભુપ્રાર્થના. આપનો થોડા સમય બાદ સંપર્ક કરીશ.

  11. પત્નીની મીઠી મૂંઝવણને શબ્દો માં આટલી સુંદર રીતેતો વિવેકભાઇ જ ઢાળી શકે. !!!

    Too Good !!

  12. મિત્રો..
    હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ… અને મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું… અને મારો આજ જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે…

    મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે.. પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે… જો આપ સૌ મિત્રો મારા બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

  13. Very nice gazal.
    Vivekbhai, to be very honest, Vaishaliben’s writing style is very lucid and easy to follow.
    It seems that this gazal is written naturally without any effort, and therfore, touches everyone !
    I would urge her to write more often and let us have opportunity to read.

  14. પ્રિય પંચમભાઈ,

    આપની થોડી ગેરસમજ થઈ છે… આ ગઝલ એ એક કવિ-પત્નીની અભિવ્યક્તિ ખરી પણ એ મેં જ લખી છે. અને આ ગઝલમાં ક્યાંક ક્યાંક વૈશાલીના મનોજગતને મેં સમજવાની કોશિશ પણ કરી છે પણ બધા શેર અમારી જિંદગીનો ચિતાર નથી જ… વૈશાલીના માધ્યમથી મેં અલગ-અલગ પ્રકારના કવિઓની પત્નીઓ એમના પતિદેવો વિશે શું વિચારતી હશે એ વિચારવાનો પ્રયત્ન કર્યો છે…

    કવિતા છે….બધું જ વાસ્તવિક તો ક્યાંથી હોવાનું ?

  15. You all have said correct. I am a wife of a Screen Writer/movie maker who is alos an IT person. Unfortunately, he doesn’t read Gujarati but it seems as writer was able to hear those silent words from my heart.

  16. પ્રિય વિવેકભાઈ.
    સુંદર રચના….
    કવિ પત્નીના આ સવાલો ના જવાબ આપતા કવિની કોઇ રચના પણ ઘડતરમાં હોય તો …સારુ રહે કે નહિ… ? , just a thought…

  17. આ કાગળ એ મારા સમયનું કફન છે,
    મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *