સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં…


(ગણતરીના કલાકોમાં જે પુલને તાપી નદી ગળી ગઈ…08-08-2006)

*

અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.

જીવન તું માંગી રહી છે તો હું વધુ શું કહું ?
અમારું નહોતું કદી એ શી રીતથી દઈશું ?!

છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.

અમારા પ્રાણની સંયુક્તા તો શબદને વરી,
હરણ ન કરશે સમય પર તો એ ત્યજી દઈશું.

સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં,
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું.

– વિવેક મનહર ટેલર

12 thoughts on “સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં…

  1. અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
    કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.

    સરસ !

  2. કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું…
    એ શ્વાસે જ આપને શબ્દો લખવા બચાવ્યા ને ?

  3. છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
    ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.

    સુંદર શબ્દો છે…જેમાં સુરતી-ખુમારી સાફ દેખાય છે!

    UrmiSaagar
    http://www.urmi.wordpress.com

  4. પ્રિય સનાજી,

    ચોથા શેરમાં પૃથ્વીરાજને સંયુક્તાએ સ્વયંવર દરમિયાન પોતાનું અપહરણ કરવા કહેવડાવ્યું હતું એ વાતનો નિર્દેશ છે. જો પૃથ્વીરાજ સમય પર આવીને ઊપાડી ન જાય તો સંયુક્તાએ પ્રાણ ત્યાગી દેવાની ધમકી આપી હતી…

  5. છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
    ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.

    અમારા પ્રાણની સંયુક્તા તો શબદને વરી,
    હરણ ન કરશે સમય પર તો એ ત્યજી દઈશું.

    સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં,
    કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું……. sundar shabdooo….

  6. જીવન તું માંગી રહી છે તો હું વધુ શું કહું ?
    અમારું નહોતું કદી એ શી રીતથી દઈશું ?!

    છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
    ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.

    વાહ્હહ…..

  7. છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
    ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું….વાહ રે કવિ રાજ્…શું ખુમારેી છે…વાહ્…મજા આવેી ગઈ..

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *