ખુદની બાદબાકી થઈ ગઈ

P2074646
(તીડ…                                      ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)

*

સહુ મિત્રોને હોળી તથા ધૂળેટીની રંબેરંગી શુભકામનાઓ…

*

નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ,
નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ.

તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

તમે પાછાં ફરી જોયું જરી મારી તરફ..
હતી કહેવાની લાખો વાત બાકી, થઈ ગઈ !

શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)

45 thoughts on “ખુદની બાદબાકી થઈ ગઈ

  1. Vivek – you have stated an eternal truth here. Ghazal seems to be from your ‘bird watching’ days 😉

    તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
    ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

    Enjoyed!

  2. bahuj saras vivek bhai,…

    શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
    હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ……..kharekhar…aavu j chhe life ma..

  3. રચના સુંદર છે. પણ આવી ભર વસંતે અચાનક આવી રચના કેમ રજુ કરવી પડી? ફાગણીયો લહેરાય છે અને રંગોત્સવ માથા પર આવીને ઉભો છે તેવા વખતે આ બાદબાકી આકરી લાગી.

  4. પ્રેમ જ્યારે હૃદયમાં અંકુરિત પામે ત્યારે આ બાહ્ય મૌસમી પરિવર્તનો ગૌણ બને છે ,એ નશાનો તો માત્ર અનુભવે જ રસાસ્વાદ થાય તેમ છે
    વિવેકભાઈ ખુબ સુંદર !! નવસો નવ્વાણું ઈન્દ્રીઓ જયારે એક સાથે ભાવુક થઈને હર્ષગેલી પામી હતી તે ક્ષણ આજે આપે પછી આપી !! અત્યંત સુંદર

  5. ઘણા સમય પહેલા તમારી આ ગઝલ વાચી હતી આજે ફરી જુની યાદ તાજી થઈ
    શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
    જીવન નુ પણ કાઇક આવુ જ છૅ. કયારેક ભરવસંતે પણ વિદાય લેવી પાડતી હોય છે.
    રમેશ સરવૈયા {સુરત }

  6. સરસ ગઝલ. વિન્ટેજ ફિઝઝ્…!

    અકાકી = એકાકી છે? એ પછી એ ની સ્વરપુનરોક્તિ હિસાબે આમ રાખ્યું છે?
    મેં એકાકી રાખીને પઠન કરી જોયું – ખટકો લાગ્યો નથી.

  7. નશો ચઢ્યો રે મને નશો ચઢ્યો,
    આજ ત્રણ-ત્રણ વાતનો નશો ચઢ્યો.

    પહેલો નશો રે મને ચાખીને ચઢ્યો.
    જામ ભરેલો પડ્યો રહ્યો રે
    મને આજ ત્રણ વાતનો નશો ચઢ્યો.

    બીજો નશો મને ગણીને ચઢ્યો.
    નાણાં ગણતાં નિંદ ચૂકી ગયો રે
    મને આજ ત્રણ વાતનો નશો ચઢ્યો.

    ત્રીજો નશો મને જોતામાં ચઢ્યો.
    વ્હાલીનો અરમાં અધૂરો રહ્યો રે
    મને આજ ત્રણ વાતનો નશો ચઢ્યો.

  8. શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
    હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ… સુંદર

  9. તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
    ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

    – સરસ !

  10. વાહ વિવેકભાઈ…
    ફરીથી જુના પટારામાંથી મળી એક જે તે સમયની સંવેદના અને અભિવ્યક્તિની અસરને ઉજાગર કરતી રચના.
    ગમ્યું.

  11. તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
    ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
    મદમસ્ત ગઝલ !
    અને છેલ્લી બેમાં તો જીંદગીનું કેટલું મોટું તત્વદર્શન ! બેહદ સુંદર,વિવેકભાઈ..

  12. સુદઁર ગઝલ હ્ર્દયસ્પર્શી ,અભિનન્દન

    નીલેશ રાણા

  13. મજાની ગઝલ..

    તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
    ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

    લગભગ બધા જ શે’ર ગમી ગયા… પણ આ જરા ખાસ ગમી ગયો…

  14. બધા જ શે’ર ગમી ગયા… પણ નંબર ૪ જરા ખાસ ગમી ગયો…
    કેમકે…(પૂરા આદર સાથે…)

    શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? થયા કાકા બધા,
    બચી જે લાગણીઓ એ ય કાકી થઈ ગઈ!

    A very happy holi vivekbhai….

  15. “શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
    હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…”

    વાહ ! ખુબ જ સરસ..ફોટૉગ્રાફી પણ લાજવાબ

  16. લગભગ ૨૦-૨૧ વર્ષ જુના શબ્દો અને સાવ તરોતાજા સંવેદનાઓ…
    પ્રણયોર્મીઓનુ અદ્દલ સુરતી ઝરીકામ

  17. મારે સમયસર ખુલાસો કરવાનો હતો પણ સમયના અભાવે રહી જતું હતું…

    અકાકી શબ્દ જ છે, એકાકી નથી.

    અકાક = સુખદુઃખથી પર એ પરથી અકાકી!!

  18. ખૂબ સરસ ગઝલ! બધાં જ શેર દમદાર છે.
    સુધીર પટેલ.

  19. વાહ્!!!!!
    ખુબ સુન્દર ગઝલ,
    તમે પાછા ફરી જોયું જરી મારી તરફ—
    હતી કહેવાની લાખો વાત બાકી,થઈ ગઈ.
    આ એક નજર કઈં કેટલી વાતો કહી જાય છે એ તો એમાં પડેલા જ જાણે!!!!!

  20. વિવેકભાઇ,

    ખરેખર, મઝા આવે છે…થાવા દો !

    તમારા વિરહથી થયો એટલો ફાયદો
    અનાડી અભાવોની ચમક ઝાંખી થઇ ગઇ !

    આખી જિંદગી મથ્યો પણ ના મળી,
    તમે મળ્યા ને મને ખુદાની ઝાંકી થઈ ગઇ !

  21. તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
    ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ….

    સુંદર રચના !

  22. તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
    ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

    શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
    બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

    સુંદર શેર !

  23. સુંદર ગઝલ થઈ છે ખુદાની તો શું ખુદની બાદબાકી થઈ ગઈ..ખુબ સરસ

    સપના

  24. વિવેકભાઈ,
    ખુદની બાદબાકી થઈ ગઈ, February 27, 2010 in ગઝલ by વિવેક. કાવ્યની દરેક કડીઓમાં ભારોભાર લાગણી સભર નશામાં ડૂબવાની મઝા આવી ગઈ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  25. Hey VIVEK JI.
    u going good….
    this poem is so good, nice….
    best of luck………..
    all the very best……..
    god with u……

    Regards:
    jalpa.

  26. શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
    બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

    શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
    હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…
    વાહ્

  27. અહીં પ્રેમ કેરો સાદ છે
    પ્રભુજીનો પ્રસાદ છે
    ને પ્રકૃતિનો વરસાદ છે !
    બૉસ, આ ગુજરાત છે !
    અહીં નર્મદાનાં નીર છે
    માખણ અને પનીર છે
    ને ઊજળું તકદીર છે !
    યસ, આ ગુજરાત છે !
    અહીં ગરબા-રાસ છે
    વળી જ્ઞાનનો ઉજાસ છે
    ને સોનેરી પરભાત છે
    અલ્યા, આ ગુજરાત છે !
    અહીં ભોજનમાં ખીર છે
    સંસ્કારમાં ખમીર છે
    ને પ્રજા શૂરવીર છે !
    કેવું આ ગુજરાત છે !
    અહીં વિકાસની વાત છે
    સાધુઓની જમાત છે
    ને સઘળી નાત-જાત છે
    યાર, આ ગુજરાત છે !
    અહીં પર્વોનો પ્રાસ છે
    તીર્થો તણો પ્રવાસ છે
    ને શૌર્યનો સહવાસ છે !
    દોસ્ત, આ ગુજરાત

  28. આમ તો બધાંય શે’ર ખૂબ ગમ્યાં, પણ આ એક જરી’ક વધુ…

    તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
    ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

  29. I am Gujarati but before i never like that to read poems and all, specially when the Gujarati was compalsory in school, after I went in science field so there is no Gujarati subject, but today after reading all stuff on you site as well as on other i felt that its really nice and meaningful way to express what you think, I am posting your some good creation on my facebook wall definately with your name, and got good response from peole and sking from where i get all?
    I really enjoyed….
    keep writting good stuff…

Leave a Reply to Niraj Cancel reply

Your email address will not be published. Required fields are marked *