
(ગણતરીના કલાકોમાં જે પુલને તાપી નદી ગળી ગઈ…08-08-2006)
*
અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.
જીવન તું માંગી રહી છે તો હું વધુ શું કહું ?
અમારું નહોતું કદી એ શી રીતથી દઈશું ?!
છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.
અમારા પ્રાણની સંયુક્તા તો શબદને વરી,
હરણ ન કરશે સમય પર તો એ ત્યજી દઈશું.
સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં,
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું.
- વિવેક મનહર ટેલર
-
છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.સુંદર શબ્દો છે…જેમાં સુરતી-ખુમારી સાફ દેખાય છે!
UrmiSaagar
http://www.urmi.wordpress.com -
Can you please explain me meaning of 4th para.I did not got meaning of those lines.
-
ઘણી ..
-
જીવન તું માંગી રહી છે તો હું વધુ શું કહું ?
અમારું નહોતું કદી એ શી રીતથી દઈશું ?!છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.વાહ્હહ…..
-
છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું….વાહ રે કવિ રાજ્…શું ખુમારેી છે…વાહ્…મજા આવેી ગઈ.. -
vivekbhai very nice

12 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/69/trackback