ત્રણ હાઈકુ

P2074610
(મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી….   ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)

*

પાનખરમાં
ઝાડ લીલાં, પોપટ
બેઠાં ડાળખે !

*

મોટર ચાલી
હવા ગૂંગળાવતી
ગાડા પરથી

*

બપોરે કોણે
ગાયો સૂર્યમલ્હાર ?
રણ ઝળૂંબ્યું !

*

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

46 thoughts on “ત્રણ હાઈકુ

  1. સુંદર હાઈકુઓ

    નાનપણમાં મે 3 હાઈકુઓ બનાવેલા, આપના 3 હાઈકુને જોઈને મને યાદ આવી ગયા.

    બેઠી કોયલ
    મધુરા ગીત ગાતી
    આમ્રની ડાળે

    બેઠો પોપટ
    કનકના પિંજરે
    ઉદાસ ઉરે

    ગગનભેદી
    પ્રભાકર કિરણો
    ગમ્યાં ધરાને

  2. સરસ હાઈકુ ત્રયી! બીજુ હાઈકુ સવિશેષ ગમ્યું.

    આ પ્રકારમાં ઘુસવાની મારી હિમ્મત જ થતી નથી. સત્તર અક્ષરમાં એક ચિત્રાત્મક કાવ્ય કરવા છપ્પનની છાતી જોઈએ.

  3. “olangi gayo…” ma me mara abhipray ma “vivek atale shu???” a post karyu 6e to i hope k tamane jaroor pasand avashe….
    really i like it so specially for u….

  4. ત્રણેય હાયકુ ગમ્યાં..પણ, નીચે ૧૯૮૬ વાંચી થયું કે ૨૪ વર્ષ પૂર્વે પણ તમારી કલ્પનાશક્તિ કેટલી સબળ હતી..! વિવેકભાઈ, હજી જૂનાં પેટારામાંથી કેટલું બ્હાર કાઢવાનું બાકી છે..?

  5. Hi,,Dr.Vivek,,,,How you doing ? You might not recognise me but I phoned you last year from London ,,First of all your three hikus are stunning and very touchable,,,,,I use to read your poetry and Gazals whenever you mailed me,,,,,last December I been to India but apologise that didn’t contact you,,,,,,I am not doing feedback frequently but whenever you post me mail ,I always read them and feedback stimulate from my heart that you are creating awesome,,,,,whenever I pass across river thames I imagined your posted imagies with poem ,,any way have a nice weekend and keep going on in the world of poetries and our literature,,,,,

  6. ઓગણીસો છ્યાંસી ની કલમ વાંચી મન તરબતર થયું.ક્યા બાત હય.ત્રણે હાયકુ હાઈ ક્લાસ બન્યા છે.અભિનન્દન્.

  7. ૨૪ વર્ષ પહેલાના હાઈકુયે ય તમારી અત્યારની સર્જનાત્મકતાની પૂરેપૂરી સાખ પૂરી છે.
    ત્રણે હાઈકુ ત્રણ અલગ ચિત્રો તાદૃશ કરી આપે છે. હેમંતભાઈની કમેન્ટ પણ ગમી.

  8. વાહ વિવેકભાઈ….
    ત્રણેય હાઈકુમાં વણાયેલ શબ્દચિત્રો પણ સરસ અને ‘૮૬ની સર્જનાત્મકતાએ આપેલો કલમની પાકટતા તરફની યાત્રાનો અણસાર પણ સરસ.
    સમયાન્તરે આમ ‘પટારો’ ખોલતાં રહેવું અમને ય “કંઈક” જાણવા/શિખવા મળ્યા કરે.
    -અભિનંદન

  9. ત્રણેય હાઈકુની તાજગી અને નવીનતા હજી અકબંધ છે એ બદલ અભિનંદન!
    સુધીર પટેલ.

  10. ત્રણે હાયકુ જુની યાદો ને તાજા કરી ગયા…. તારામા રહેલા એક કવિજીવડા ને શરુઆત થી જ નિરખનાર અને તારી આ આવડ્ત ની ઊચાઇ ને માણ્વાની મઝા લેનાર તરીકે મારી જાત ને ધન્ય માનુ ને…..? ત્યારે મને ગમ્યા હતા ,આજે ફરી એની તાજગી મન ને ભીજવી ગઈ…!

  11. you are a Horse of LAMBI RACE that you show us !!!!!!
    you have come a long way aslo, that’s prooved this 3 haikus.
    wonderful & everybody can enjoy it a lot.

    all the BEST !!!

  12. બહુજ સરસ , ત્રેવિસ વર્શ પહેલા નિ સુન્દર કલ્પના ! ! ખુબ મજા પામ્યા. .

  13. સરસ ………વિવેકભાઈ
    મેં હાઇકુ લખ્યું

    અલગારી જીવ
    હું મારા માંજ મસ્ત
    અલાયદો .
    રેખા જોશી

  14. હાયકુ લખવા એટલે વિવેક ભાઈ, ડાબા હાથનો ખેલ્….
    વનવગડે, આબા ડાળે કોયલ, ગાતી એક્લી!
    (૨)
    રણ દોડ્તુ, મુગજળ પાછ્ળ્,શોધવા નદી,
    ૯૩)
    થાકી હરણ્, બેઠુ ખજુરી તળે, પીવા છાયડો
    આજે ગઝલની જેમ હાયકુનો લીલો દૂકાળ છે! વિવેક ભાઈ, હાયકુ તો સ્નેહરશ્મીએ પણ લખયા ઢગલા બધ અને મુરલી ઠાકુરે પણ લખયા…પણ મુરલી ભાઈ જેવા ઉત્તમ હાયકુ સ્નેહ રશ્મીના નામે કેટલા?,અને હવે પન્ના નાયક પણ હાયકુ લખે છે ઢગલા બધ અને સુરેશ ભાઈ પ્રગટ્ કરે છે “કવિતા મા”! તમારા ૩ હાયકુમા થી બીજુ બહુજ ગમ્યુ, બાકી ના ઠીક છે!…..કદાચ બીજા મિત્રોની જેમ હુ પણ તમને સારુ લગાડ્વા કઈ શકુ કે કયા બાત યે વિવેક ભાઈ” અને એથી વિશેષ કહેવુ હોય તો કહી શકાય કે આવા હાયકુ આજ લગી ગુજરાતી સાહિત્યમા કયા લખાયા છે, ( આ વાકયનો બે અથ્ર થાય્ !) તમને મારો અભિપ્રાય ન ગમે તો તમે બાકાત કરી શકો છો, તમારી વેબ છે, બસ મારે તો તમ ને જણાવુ હતુ તે જણાવી દીધુ, એક વાચક તરીકે બાકી કવિતાને ઉમર સાથે શુ લેવા દેવા!

  15. પ્રિય પ્રીતમભાઈ,

    મારી સાઇટ પર બધા જ મિત્રોના બધા જ પ્રકારના અભિપ્રાયોનું ખુલ્લા દિલે ને મોકળા મને સ્વાગત છે… આપનો આ અભિપ્રાય પણ સર-આંખો પર… આપના પ્રામાણિક અભિપ્રાય બદલ આપનો આભાર!

    કવિતા સાથે ઉંમરને શું લેવા-દેવા? સાવ સાચી વાત… કવિતા સાથે તારીખ હું મારા આર્કાઇવ્ઝ અપડેટ રાખવા માટે જ લખું છું… બસ!

    સહુ દોસ્તોનો આભાર…

  16. સત્તર અક્ષરમાં દીઠો
    સુંદર કેવો વિવેક!

    અભિનંદન!

  17. બંધુશ્રી વિવેકભાઈ,
    સરસ…
    હાયકુના ઘાટ પર આતો આપે પ્રસંગોની ત્રિવેણી સર્જી દીધી !

    સત્તર અક્ષરે ઊઠ્યો
    આ વિવેકી વંટોળિયો !

  18. વિવેકભાઇ,

    સરસ હાઈકુ, પાનખરમાં ઝાડની લીલાશ પોપટ થકી, ખુબ સુદંર.
    એક મારું હાઈકુ વિવેચક માટે,હોળી છે,હસો ભાઈ.
    ન પીંખો રોજ,
    શિખાઉ શબ્દ મારો,
    ઓ સિધ્ધહસ્તો.

  19. હાઈકુ વાંચ્યાં બીજું હાઈકુ સારું છે.પહેલું હાઈકુ આમ લખ્યું હોત તો વધુ સારું લાગત.
    પાનખરમાં
    પોપટ બેઠા ડાળે
    ઝાડવાં લીલાં.

  20. બપોરે કોણે
    ગાયો સૂર્યમલ્હાર ?
    રણ ઝળૂંબ્યું !

    ખુબ સરસ … સત્તર અક્ષરના આ મૃગજળ પાછળ મન દોડતુ જાય એવુ કે તરસ પણ ભુલાઈ જાય

  21. લોકો લાંબુલચક અને તદ્દન વાહિયાત ભાષણ (બધેબધ) આપ્યા વગર પણ હાઈકુ ન ગમ્યા જેવો નિખાલસ અભિપ્રાય આપી શકે છે, જેમ કે “હાઈકુ ઓકે છે, તમારી ગઝલ જેવા બેસ્ટ નથી.” જેમ ખોટી વાહ વાહ કરવાની કોઈ જરૂર નથી હોતી (અને એવું કરવાનું કોઈ કોઈને કહેતુંયે નથી), એવી જ રીતે કાયમ ‘હું ખોટી વાહ વાહ નથી કરતો’ જેવો ઢોલ પીટી પીટીને પોતાની જાત જણાવવાની પણ કોઈ જરૂર નથી હોતી. પણ આખરે પેલી કહેવત છે ને કે ‘કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી’. કાગડા બધા જ દેશમાં કાળા હોય એવું પણ સાંભળ્યું તો છે જ.

  22. Looks like respondent “KAVITA” has some problems.
    First of all, he or she wants to hide the real name. Please give your real name and express your views if you are that wiser.

    Second, express some personal bias against other respondent in a very impolite way shows that Kavita is very frustrated and unhappy individual.

    I salute, Vivek for accepting comments from Mr. Lakhlani very positively.

    Let us enjoy intellectual exchange and poetry with ANAND and not bring personal frustrations on such a pure form of expression like poetry!!

  23. હમણા હમણા વેબ સાઈટો પર વાકયુધ્ધ( કે પડાખાર !) વધ્યો છે.ગુજરાતી ભાષામાં આ તો સુધારાયુગથી થતું આવ્યું છે, પણ ત્યારે ભાષાંમાં પાંડિત્ય હતું, અને હવે તોછડાઈ વધારે દેખાય
    છે.ભષા પ્રગતી કરે છે વિશ્વમાં આપણે અધોગતી કરીએ છીએ!? વેબજગતમાં આ નકારાત્મક
    ગતિવિધિથી જગત અખાડો થઈ ગઈ છે,મારા જેવા નવા આવેલા માણસ માટે આ હતાશા જન્ય છે…..
    તમે જાતે સ્વીકારેલી આ એક સજા છે.!

  24. પ્રિય વિવેકભાઈ,

    મઝા આવી એટલે બસ ! માથાકૂટ છોડો ને યાર !

    ચાલો, આજે હાઇકુની હોળી રમીએ …..

    પાંચ પગલાં
    પ્રેમના – પ્હૉંચાડશે
    પ્રભુચરણે !

    આવ્યો ઉનાળો,
    પવન પણ ચાલ્યો
    હિલ-સ્ટેશને !

    પાન ખરે ને
    દીસે સુંદર ડાળો –
    જલે વસંત !

    ડ લીલાં, પોપટ
    બેઠાં ડાળખે !

  25. હુ પન કૈક લખુ

    પન્કજ નામે
    મિત્ર હતો કોઇક્
    ગયો ભુલઇ

    મારા એક મિત્ર નિ યાદ મા

  26. ત્રીજું હાઈકુ વધુ ગમ્યું… પહેલા હાઈકુમાં કિશોરકાકાનું સૂચન પણ ગમી ગયું !

  27. Rachna to Rachna che. Tene Je swaroop ma lakhayel che tem j Mano. Do Not Criticise. A Mother has equal feeling for each and every child whether it is Apurn or Sampurn
    -Parul

  28. પ્રિય વિવેક ભાઈ, તમારા ખેલદીલિ અભિપ્રાય બદલ આભાર્!!!!અને ડાબા હાથને ખેલ કરવાનુ મન થયુ………!!

    ઝુલતી ડાળે
    કળી જોતી સમણૂ
    ફુલ થવાનુ!

  29. ત્રણેય મઝાના હાઈકુ
    આ વિશેષ ગમ્યું
    બપોરે કોણે
    ગાયો સૂર્યમલ્હાર ?
    રણ ઝળૂંબ્યું !

  30. નગજી ભીમજી લીંબડ. ગામ.:ખેડાસણ .તાલુકો:વિજયનાગર. on said:

    ચોરી કરવા,
    ગયો ચોર. સદાય,
    બન્યો સન્યાસી !

Leave a Reply to સુનીલ શાહ Cancel reply

Your email address will not be published. Required fields are marked *