બે મુક્તક..

(રૌદ્ર રમ્યા… તાપી…08-08-06)

તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
દુઃશાસકો(-નો)એ હાથે ખેંચી કાઢી છે;
ભીષ્મીકરણ આ બબ્બે બંધોનું કરી,
સૂરત સુરતની પાણીમાં ડૂબાડી છે.

* * * * *

ચારે તરફ પાણી જ પાણી, કાચું સોનું વરસે છે,
એક બુંદ પાણી માટે તો પણ લોક આજે તરસે છે;
વરસાદ પર કાબૂ કરવાને બંધ બબ્બે બાંધ્યા છે,
પણ બંધ આંખોના લીધે પાણીમાં સુરત કણસે છે.

ડૉ. વિવેક મનહર ટેલર

 1. VJ’s avatar

  Vah!
  suratni vyathaa atli sundar rite tame j lakhi shako

  Vijay Shah

  Reply

 2. Jayshree’s avatar

  I wish the second most clean city of yesterday would become the Most Clean city of India very soon.

  સુરત જલ્દી સાજુ થાય એવી પ્રાથના.

  Reply

 3. ketanvyas’s avatar

  Sabda na malya aapni rachana ne vakhanava mate, vicharyu to janyu ke ae to aapna swash bani chukya hata…….

  Aapni biji kruti vanchva malshe to dhanya banish…….

  Reply

 4. chetan fremwala’s avatar

  વિવેકભાઈ,
  આપનાં શ્રેમ્-કુશળ જાણી, મન ને શાંતી થઈ,
  ૭/૨૬ નાં જે આફત મુંબઈ પર હતી , આજે સુરત માં એવાજ હાલ છે, આ બધી માનવ સર્જિત આફતો છે,આપણે કુદરત ને બાંધી ; પણ કુદરત બાંધી બંધાતી નથી એ આપણે ભૂલી ગયાં, ને એના દરદ બધા ને સહેવા પડે છે.
  બન્ને મુકતક સુંદર છે.
  એક મુકતક આપનાં મુકતક ના અનુસંધાન માં ….

  પાણી માટે, પાણીમાં, તરસે હવે.
  બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
  આપણે બાંધ્યા’તા જળ-છૂટા થયા,
  વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા…

  Reply

 5. ઊર્મિસાગર’s avatar

  આટલો આક્રોશ અને વેદના…
  …એક સુરતવાસી જ શબ્દોમાં ઢાળી શકે!

  ઊર્મિસાગર
  http://www.urmi.wordpress.com

  Reply

 6. Siddharth’s avatar

  વિવેક,

  સુરતની તારાજીના ખબર નેટ અને ટીવી દ્ધારા જાણ્યા. દીલદાર અને જાંબાઝ સુરતીઓ આમાથી પણ બેઠા તો થઈ જ જશે અને તે માટે અમારી શુભેચ્છાઓ…

  અમારી સહાનુભૂતિ દરેક પૂરપિડિતો સાથે જ છે અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે સુરત જલ્દીથી એની અસલ સૂરત પ્રાપ્ત કરે.

  આશા રાખીએ કે તમારો પરિવાર આ કઠિન સમય દરમ્યાન સહિસલામત હોય અને પૂર પછીના સમયમાં તમે તમારી સેવાની મહેક શક્ય એટલી પ્રસરાવો.

  સિદ્ધાર્થ

  Reply

 7. sana’s avatar

  Aapni “Punyasalila” aje khub Rudra Swarup nu darshan apyu…

  Rail nu khub sundar varnaan karyu che.
  Hope you and your family are safe.

  Reply

 8. mahendra’s avatar

  with heavy heart i have to say its true

  Reply

 9. Anonymous’s avatar

  આખું ભીનું શહેર નીચોવ્યું
  એકે આંસુ
  નીકળ્યું નહીં.
  ચગદાયેલું સપનું
  તરડાયું પણ
  સ્મિત એકેય ચૂક્યું નહીં.
  મોડી રાત્રે છરીથી કાપ્યું
  તોય સવારે
  ધબકવાનું ચૂક્યું નહીં.

  Reply

 10. radhika’s avatar

  i agree with “Urmi”

  surat na hraday drvak drashyo e ek kavi hraday par keva uzarda padya chhe e aa muktak dwara chhatu thay chhe

  hope god will take care of Surat

  Reply

 11. manvant’s avatar

  ભાઈશ્રી વિવેકભાઈ !આપના સૌના સમાચાર જાણવા
  મેં એક ઈમેલ યાહૂ મારફતે મોકલેલી.શ્રી મૃગેશભાઈ
  પાસેથી મેળવીને સેલફોન પણ !હશે ! બધું હેમખેમ
  પાર ઊતર્યું: પરંતુ તમને વ્યક્તિગત કેટલું નુકસાન થયું તે જાણામાં નથી.સુરત ઉપર આભ ફાટ્યું !બધે
  જળબંબાકાર થયો !મુક્તકો ઘણું કહે છે.શ્રી.હ.દવે
  પરની મેલ મેં વાંચેલી.કુશળતા માટે પ્રભુ-પ્રાર્થના!

  Reply

 12. Anonymous’s avatar

  seen Tapi as Mahasagar.I’m sure surat will change its surat again…Suren

  Reply

 13. aksh’s avatar

  This post has been removed by the author.

  Reply

 14. aksh’s avatar

  tamara shabdo na vaprash mate maari pase shabdo nathi.. hu ek kavya premi chu ne haal ma chicago chu. hu tamari saame ek muktak raju karu chu ne mane asha che ke a tamo ne game. aa muktak aapda gujarati bhaiyo ne rehni karni par aadharit che..
  -vatan ni yaad aave che,ne bhale ruye che aankhdi,”DOLLAR”ni maaya chut ti nathi,shi dasha che aapdi?
  tamo ne gamyu hoi to plz mane reply karjo mane ghano anand thashe ke tamara jeva ucch kavi jiv a aa nana kevi ne reply karyo..

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *