બળબળતા વૈશાખી વાયરા

PA179921
(સૂતેલો ઇતિહાસ…                                       …લોથલ, ઓક્ટોબર-૨૦૦૯)

*

બળબળતા વૈશાખી વાયરા,
ધગધગતી રેતીને રંઝાડે, સંઈ ! જ્યમ આંખ્યુંને કનડે ઉજાગરા.

હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
થોરિયાના તીણા તીખા નહોર;
સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
ગુંજી રે’ આખ્ખી બપ્પોર,
સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા.
બળબળતા વૈશાખી વાયરા.

સીમ અને વગડા ને રસ્તા બળે છે
એથી અદકું બળે છ મારું મંન;
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો,
લાગે ટાઢા આ ઊના પવંન,
બળઝળતી રાત્યુંને ઝાકળ જ્યમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા !
બળબળતા વૈશાખી વાયરા.

-વિવેક મનહર ટેલર
(૨૦-૨૧/૧૦/૨૦૦૯)

52 thoughts on “બળબળતા વૈશાખી વાયરા

 1. શ્રી વિવેકભાઈ,
  મિત્ર છો એટલે પક્ષપાતી ટિપ્પણી નહીં પણ એક કવિ અને ભાવકના દ્રષ્ટિકોણથી એક વાત સરેઆમ કહીશ કે,
  ગીતને જરૂરી તમામ કાબેલિયત અને ગઝલને ખપતી સર્વ ખૂબી આજના સમયમાં બહુ ઓછી વ્યક્તિઓમાં મળે છે, એ ઈશ્વરે તમને ય આપી છે.
  માત્ર આ એક રચના જ નહીં આજપર્યંત પોસ્ટ થયેલી,પ્રકાશીત થયેલી રચનાઓની સર્વાંગ
  અસરમાંથી પસાર થઈને વ્યક્ત થયેલ વાત છે.
  અભિનંદન.

 2. બળઝળતી રાત્યુંને ઝાકળ જ્યમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા !
  બળબળતા વૈશાખી વાયરા.

  આજે ડોક્ટર અને સવેદનશીલ કવિનું સંમિશ્રણ ક્યાં આવું જોવા મળે છે.? ઘણું જ

 3. વિવેકભાઈ,

  ખુબ અભિનંદન! તમારા ગીતોના ગ્રામ્ય શબ્દો મને પ્રદ્યુમન તન્નાના ગીતોની યાદ આપે છે. તમે સુરત શહેરમાં રહીને આ ગ્રામ્ય ભાષા ક્યાંથી શીખી ગયા? ગીતના ભાવો પણ ખુબ સુંદર છે. Very refreshing to read these thoughts in rual language ! Congratulations!

  Dinesh O. Shah, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat, India

 4. વિવેકભાઈ,
  બહુ સરસ્ ,
  બહુ સરસ્

  નિખિલ્

 5. “(સૂતેલો ઇતિહાસ… …લોથલ, ઓક્ટોબર-૨૦૦૯)”
  કે ધરબાયેલો ઈતિહાસ (?)
  કવિતાનો કક્કો નથી આવડતો. વાંચવી ગમે. ખરેખર ધોમધખતા બપ્પોરે રણમાં જે અનુભવ થાય તેનું તાદ્રશ્ય ચિત્ર. કચ્છથી સારો ખજાનો લઇ આવ્યા છો !

 6. સુંદર ગીત.

  વૈશાખી આતપની સચિત્ર રજૂઆત અને પછી કાવ્યનાયિકાની બળુ બળુ ચીસથી ઠાકરાને આહ્વાન એ તપ્તસંવેદનાના શિખર સુધી પહોંચે છે. બે જ બંધમાં ‘બાવનથી બહાર’ નીકળી જ્વાય એવી તીવ્રતા.

 7. Beautiful , as Dineshbhai said ,it just touches the heart as we read and that too in real rural gujarati language. Love it.

 8. બળઝળતી રાત્યુંને ઝાકળ જ્યમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા !
  સુંદર અભિવ્યક્તિ…

 9. ખૂબજ સરસ રચના. વસંતી વાયરા સાથે ઊની ભડભડતી ઊનાળાની કોઇક ગ્રામીણ બપોર યાદ આવી ગઈ. ગીત ગઈ શકાય એવું લાગ્યું.

 10. ખુબજ સરસ રચના. ઊના વાયરાની ભદભડતી ઊનાળાની બપોર યાદ આવી ગઈ. ગાઈ શકાઈ એવું છે.
  “સાજ મેવાડા

 11. ખૂબ સુંદર લય અને ભાવ તરબોળ ગીત! અભિનંદન!!
  સુધીર પટેલ.

 12. બળબળતું તડકીલું સુંદર ગીત… બંને બંધ સ-રસ થયા છે!
  તળપદાં ભાષા પર પક્કડ વધી રહી છે, અભિનંદન દોસ્ત…

 13. બળઝળતી રાત્યુંને ઝાકળ જ્યમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા ……….

  ઉત્ત્ત્મ લ ખા ણ્……..!

 14. ખુબ જ સુંદર

  “હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
  થોરિયાના તીણા તીખા નહોર;
  સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
  ગુંજી રે’ આખ્ખી બપ્પોર,”

 15. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 16. વૈશાખી વાયરાની શુષ્કતા, ઉષ્ણતા અને દાહકતા પ્રણયઘેલી સ્ત્રીના હૈયામાં કેવો ઉલ્કાપાત મચાવે એનું એના હૈયાની તળપદી ભાષામાં સુંદર વર્ણન. જેમ જેમ ગીત આગળ વધે તેમ ઉર્મિઓની ધાર વધુ તેજ થતી જાય છે અને આખરી પંક્તિ …. ખરેખર કમાલની છે. અભિનંદન.

 17. સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા.

  ખુબ જ સુંદર નીરુપણ, કવિતા વાંચતા વાંચતા જ ઘોમધખતી બપોરનો અનુભવ થયો.

 18. વિવેક્ભાઈ,બળબળતા આ વાયરા………..સરસ ……..ભાવસાથેનીરચના.

 19. ખુબ જ સરસ કાવ્યરચના………! તારુ કાવ્યવિશ્વ આમ જ વિસ્તરતુ રહે…..!તુ આમ જ રોજ અવનવુ કલ્પતો રહે અને લખેીને અમને એમા ભિજવતો રહે ……….!

 20. વિવેકભાઈ, સહૃદય અભિનંદન.
  બહુ જ સરસ કાવ્ય. દિલને રાજીના રેડ કરી ગયું.
  તમે મારા એક ગમતા કવિ છો, જે મને સારી કવિતાની મોજ કરાવે છે. અોશિંગણભાવ અનુભવું છું.

 21. પ્રણય તડપ ને સુન્દર અભિવ્યક્તિ દ્વારા પ્રગટ કરી છે ગામ્ય ભાષામાઁ…!

 22. પ્રણય તડપ ને સુન્દર અભિવ્યક્તિ દ્વારા પ્રગટ કરી છે ગ્રામ્ય ભાષામાં..!

 23. तळपदी भाषामां मननी वातो घणी बळूकी रीते व्यक्त थई छे अने नितान्त सुन्दर गीत रजू थयुं छे. कवि प्रह्लाद पारेखनुं एक वर्षा-गीत छे : हे वैशाख! लाव लाव तुज झञ्झावात! वैशाखनी धोमधखती बपोरे धरणीना ऊंडाणमां क्यांक धरबायेलो निसासा नाखतो इतिहास पेला छायाचित्रनी चोखण्डी दीवालनी वच्चेथी केटकेटली वातो जाणे कही रह्यो छे! आकाशमां शुभ्र वादळ देखाय छे. अने गीतमां विरहाग्नि-कामाग्निने वैशाखी वायरानी उष्णता करतां पण वधु दाहक गण्यो छे – अने वैशाखी वायरा अन्ते तो आषाढी मेघने ज खेंची आवे छे.
  સુક્કાભઠ્ઠने बदले સૂકાભઠ होय तो कदाच गीतनुं पठन वधु लयबद्ध थाय एम मने लागे छे – पण एम तो ए पठन करनारा पर आधार राखे छे.
  મન-પવનने बदले મંન-પવંન एम सानुस्वार लखवा पाछळ कोई खास आशय? मन्न-पवन्न एवा उच्चार अभिप्रेत छे?

 24. સર્વાંગ સુંદર રચના!!

  હા શરુઆત ની પંક્તિમા “જ્યમ આંખ્યુ ને કનડે…..” ના બદલે “ઈમ આંખ્યુ ને કનડે…” કદાચ કાવ્યના મુળ ભાવને વધુ બંધ બેસે!!

 25. માંહ્યલા રસ્તાનો ધખધખતો તાપ અને બળતી આરઝુ નું સુંદર બયાન…..

 26. સરસ શબ્દો અને સરસ અભિવ્યક્તિ ખુબ આન થયો………..

 27. વિવેક,આ સંદર્ભમાં મારી એક રચનાઃ રેતીની નદી, કાંઠે પથ્થરોનું ખેતર અને ખદકોનું વન….નકશામાં દરીયાની ભીનાશ શોધ્યા કરે………* એક મુક્તક ; રાત રહી તરફડતી સહરાની તરસે ,ઢોળાતું રહ્યું મ્રુગજળ ચાંદનીનું આસમાની ફરસે…….* એક રચના; સપનાની ચકલીઓ ચણી ગઈ નીદ્રા ,હવે બળબળતું કોરું આંખોનું આંગણું………તારી રચનાઓ મનના ભીતર સુધી પ્રવેશે છે,આમ જ તારી સર્જનયાત્રા આગળ ધપતી રહે એવી અનેક શુભેચ્છાઓ….નેહલ.

 28. ખુબ સુંદર. યાદ આપી સ્વ્.પ્રહલાદ પારેખનુ ગીત “હે વૈશાખ લાવ લાવ તુજ ઝંઝાવાત “.જરુર વાંચી જજો

 29. વિવેકભાઈ,

  મઝા પડી ગઈ !
  થોડી વધારે મઝાનો પ્રયત્ન કરીએ ?

  ખાલીખમ ફળિયામાં ઘુમે છે વૈશાખ
  ને આંખ્યુમાં ઘુમે છે વરસાદ;
  આંગણિયુ બળતુ ને ઊની છે આંખ
  આ તો વૈશાખી વા’લમનો પરસાદ;
  સૂના મંદિરિયે યાદોની મૂરત, છે આ તો જિવતરની જાતરા.

 30. વિવેકભાઈ,
  સહૃદય અભિનંદન.
  બહુ સરસ્
  સરસ શબ્દો અને સરસ અભિવ્યક્તિ

 31. સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર…

  સુક્કાભઠ્ઠની જગ્યાએ સૂકાભઠ અને મંન -પવંનની જગ્યાએ મન-પવન મૂકવાથી ગીતનો લય ખોડંગાતો નથી અને મૂકવાથીય એ અક્ષત જ રહે છે… કવિ તરીકેની છૂટ ગણી શકાય, બીજું તો શું?

  ફરીથી સૌનો આભાર…

 32. સીમ અને વગડા ને રસ્તા બળે છે
  એથી અદકું બળે છ મારું મંન;
  રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો,
  લાગે ટાઢા આ ઊના પવંન,
  બળઝળતી રાત્યુંને ઝાકળ જ્યમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા !
  બળબળતા વૈશાખી વાયરા.

  વાહ્
  તારો ઘુમટો….આ તો ચૈત્રી-વૈશાખના વાયરા સાંભળી મારો પૌત્ર પૂછે
  ” આજી ઘુમટો કેવો આવે?”

 33. I like it very much. The history is hidden everywhere but we have to hear the words in every moment. You have expirenced the sad music of this historical silent place..! The ear and eye of poet is manificent gift of GOD. You have used this god gift efficiently ….thanks..

 34. આજે તારીખ ૨૮ /૦૪/૨૦૧૧
  આજના મુંબઈ સમાચારમાં વર્ડનેટમાં કવિનો શબ્દમાં વાંચો – આ ગીત 🙂

Comments are closed.