ઓળંગી ગયો…

Green bee-eaters
(હૂંફ…              …પતરંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)
(કચ્છ, ઓક્ટોબર-૨૦૦૯)

*

હું સમયનાં આંસુઓની પાળ ઓળંગી ગયો,
આજમાં નિશ્ચલ ઊભો, ગઈકાલ ઓળંગી ગયો.

બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
હું બધી ઇચ્છા તણાં કમઠાણ ઓળંગી ગયો.

સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.

તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.

ત્યારબાદ જ સ્થિર થઈ શક્યો ગઝલના ગામમાં,
મૌન ઓળંગી ગયો, સંવાદ ઓળંગી ગયો.

ગાલગાગા ગાલગા વેઢાં ઉપર ગણતો રહ્યો,
ગણતાં ગણતાં જાગૃતિનાં દ્વાર ઓળંગી ગયો.

કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૧-૨૦૧૦)

55 thoughts on “ઓળંગી ગયો…

  1. વાહ… બધા જ શેર વારાફરતી ફરી ફરી વાંચી ગઇ… આખી ગઝલ જ ગમી ગઇ….!!
    અને હા… સૌથી પહેલું ‘આહા… ‘ તો ઉપરનો ફોટો જોઇને થયું…!!

  2. સરસ કવિતા..
    સમય ની પાળ ઓળંગવી,
    જાત ને ઓળંગવી,
    અને હું પણા ની વાડ ઓળંગી ગયો,
    સરસ…

  3. કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
    શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

    શબ્દ અનાયાસે કોઈ કુદરતી તડપનથી જ્યારે એક પછી એક – છંદ, બંધારણ અને સુષ્ઠુ શબ્દો, લોકોને ગમે તેવા ભાવો/વિષયો જેવી એનેક સરહદો ઓળંગવાનું શરૂ કરે ત્યારે એક સાચી કવિતાના ગર્ભની યાત્રાનો આરંભ થાય છે.

    સરસ ગઝલ.

  4. “ગાલગાગા ગાલગા વેઢા ઉપર ગણતો રહ્યો,
    ગણતાં ગણતાં જાગૃતિના દ્વાર ઓળંગી ગયો.
    કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
    શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.”

    સુન્દર ગઝલ ને કવિતા લખો વાઁચવાની મઝા આવેછે.

  5. એ જ છે મારા પરિચયની કથા
    ગા લગા ગાગાલગા ગાગાલગા
    જિંદગી છે દાખલો વ્યવહારનો
    પ્રેમ પર આડા ઊભા લીટા થયા
    -મનહર મોદી

    વાહ…..

    મુક્કરર……

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  6. “તું’પણાના ખેતરોમાં એ જ લહલહનાર છે,
    જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.”

    ઉત્તમ શેર.. અને આખીયે ગઝલ બેનમુન

    લતા હિરાણી

  7. વિવૅકભાઈ, તમારી સુંદર રચનાની દાદ હું મારા ઍક ખુબ જ પ્રિય ઍવા હિન્દી ફીલ્મના ગીતની પંકિતઓથી કરીશ.

    ” ગમ ઔર ખુશીમૅં ફર્ક ન મહેસુસ હો જહાં, દિલ કો ઉસ મકામ પૅ લાતા ચલા ગયા”

  8. વાહ……
    વિવેકભાઈ,
    ગઝલગંગાનો સ્રોત વહે તો ઘણું ઘણું ઓળંગી જાય.
    સુંદર અને મારી પસંદગીના છંદની રવાની તમારી કલમે માણવાનું બહુ ગમ્યું.
    અભિનંદન.

  9. કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
    શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.
    ખૂબ સુંદર
    પ્રાણવાયુ શબ્દ જ્યા વહેતા રહે,
    એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?
    કેમ છે ભીંતો અને સરહદ બધે ?
    ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?
    આમ તો એ શું હતું ?
    શબ્દો હતા.. પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?
    જેમનાથી જિંદગી દોડ્યા કર્યું, એ હતું શું ?
    દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ શકે?

  10. કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
    શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

    – સરસ !

  11. સુંદર ગઝલ… અભિનંદન !

    ‘કમઠાણ’ અને ‘લહલહનાર’ શબ્દો નવા જાણવા મળ્યાં…

    સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
    જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.

    ત્યારબાદ જ સ્થિર થઈ શક્યો ગઝલના ગામમાં,
    મૌન ઓળંગી ગયો, સંવાદ ઓળંગી ગયો.

    ગાલગાગા ગાલગા વેઢા ઉપર ગણતો રહ્યો,
    ગણતાં ગણતાં જાગૃતિના દ્વાર ઓળંગી ગયો.

    કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
    શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

    આ ચાર અશઆર વધુ ગમ્યાં…

  12. બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
    હું બધી ઇચ્છા તણા કમઠાણ ઓળંગી ગયો.

    તું’પણાના ખેતરોમાં એ જ લહલહનાર છે,
    જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.

    બહુજ સુઁદર ગઝલ અને નવા કાફિયા તથા શબ્દાલ્ઁકાર સાથે સરસ રચના. ગઝલને આવા નવા અવતારોની જ બહુ જરૂર છે.અભિન્ઁદન.

  13. ગઝલને અનુરુપ ફોટો ગઝલને કેવળ વાંચવા જ નહી જોવાલાયક પણ બનાવે છે.શ્રાવ્ય દ્રશ્ય ક્ષમતા
    તમારી વેબની હમેશા ખસિયત રહી છે અને તે હું હમેશા જોતો જ રહ્યો છૂં.

  14. સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
    જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.

    સુંદર શેર !

  15. I m very please to find quite updated gujarati blog, as I am gujarati. I found many gujarati blogs but not updated. Your poems are excellent and touch my heart.

    keep sharing…

  16. લાંબા…વિરામ પછી સાચે જ સુંદર ગઝલ. ખરેખર મન મોહી પડ્યું. બધા જ શેર મઝાના થયા છે. ઓળંગી જવાની ભીતરી સંવેદનાઓ બખૂબી ઉજાગર થઈ છે. અભિનંદન મિત્ર.

  17. વાહ, ખૂબ જ સુંદર ગઝલ થઈ છે!
    ગઝલના પ્રથમ ત્રણ શે’ર વિશેષ ગમ્યાં. અભિનંદન!!
    સુધીર પટેલ.

  18. તેજસની વાતને પુરો ટેકો આપુ છું.
    બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
    હું બધી ઇચ્છા તણા કમઠાણ ઓળંગી ગયો…….. આ તો અક્લાતૂન્..

  19. HI PLZ NOTE MY THIS E MAIL ID.

    FROM THIS GHAZAL I LIKD 3D SHER…. NICE 1 THNX. SMARAN SHAIYAA !!! NICE LY COINED WORD !!

  20. સમયના આસુઓની પાળ ઓળંગવી આસાન નથી.
    નિશ્ચલ રહી તારી પાસે આવવું હવે આસાન નથી.

    સ્મરણના રણમાં તારી યાદના મૃગજળ છેતરે મને
    તને મેળવી તને આમ ખોઈ દેવી હવે આસાન નથી

    જાતને છોડીને આવ્યો દુર દુર હું તને મળવા દોડીને
    ખોવાયેલ મારી જાતને શોધવી હવે આસાન નથી

    મૌનના શબ્દોને કંડાર્યા છે તારા આશ્લેશની હુંફમાં
    એકલતાના આ આવરણો તોડવા હવે આસાન નથી

    આપે તો વર્ણવી છે આપની લાગણીઓ એ ગઝલમાં
    શબ્દોથી મારા મનની લાગણી કહેવી હવે આસાન નથી

  21. તમે ઘ ણુ ઓ ળ્ં ગી ગ્ યા પ ણ અ મ ને સ્ત બ્ધ ક્ રી ગ યા………..

  22. કોઈ એક શેરની વાત શું કરવી, આખી ગઝલ સુસ્વાદ છે.
    દાદ તો દેવી જ પડે એવી સરસ, સુંદર અને આબાદ છે !

    અભિનંદન વિવેકભાઈ !

  23. મને ખુબ ગમી

    મારા બ્લોગ અ મુકવાની પરવાનગે માહ્સે?

  24. વાહ !
    સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
    જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો…..
    ખૂબ જ સુંદર ગઝલ થઈ છે
    બધ જ શેર લાજવાબ થયા છે.
    અભિનંદન !

  25. આ ગ્ઝ્લ આપ્ણિ ઉત્ત્મ ગઝ્લો મા નિ એક છે……..વા હ્….

    મ્નોજ નિ “ક્ષણો ને તોડ્વા….”

    નો શેર
    “મ્ને સદ ભાગ્યકે શબ્દો મળ્યા …..”….. નિ યાદ આપિ ગ્યા….

    ઉત્તમ ક્વિ તા…!!

  26. You always come out with such a nice suject which touches heart, great keep it up love to waite and read ,and thanks for keeping Gujarati Gazals alive.

  27. अहङ्कारनो त्याग टप्पे टप्पे थाय तो ज प्रेम टप्पे टप्पे वधतो जाय. निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति! ए शान्तिमां अतीतनी पण अतीत थवुं पडे छे :
    है प्रीत कठिन सखी! खेल नहीं – तन-मन-धन वार के मिलती है
    जब जनम जनम की बाज़ी लगी तब प्रेम-कली कहीं खिलती है!
    ए प्रेम पण केवो छे! प्रिय-पात्रनो प्रतिभाव अपेक्षतो नथी – एनी कडवी-मीठी उथापे छे, वीसरे छे, एमां नथी मौननो रञ्ज के नथी संवादनी सङ्गत! शब्दोमां मढी शकाय एवो आ भाव ज नथी. निःशब्द स्थितिमां थतुं निर्वाण छे आ – पण शून्य-निर्वाण नहि – ब्रह्म-निर्वाण छे. अत्यन्त सुन्दर भावना साद्यन्त सुन्दर ग़ज़लमां व्यक्त थई छे.
    સમયના આંસુઓ, ઇચ્છા તણા કમઠાણ, તુંપણાના ખેતરો, વેઢા ઉપર, જાગૃતિના દ્વાર आ बधा शब्दोमां नपुंसकलिङ्गी बहुवचन छे माटे आपणा नियमो मुजब સમયનાં આંસુઓ, ઇચ્છા તણાં કમઠાણ, તુંપણાનાં ખેતરો, વેઢાં ઉપર, જાગૃતિનાં દ્વાર एम अनुस्वार अपेक्षित छे.

  28. छायाचित्र विषये लखवानुं भूली गयो – छ पक्षीओ लगोलग बेठां छे – षड्-रिपुओ ज जोई ल्यो! चांचे-चांचे वींधे छे – लोहीलुहाण करी नाखे छे! पण ए ज छ पक्षीओनां छ मोढां देवगणना सेनाधिपति षडानन कार्तिकेयनी पण याद अपावे छे : षड्रिपुनी सामे लडवा पण षडानन ज जोईए ने! अने अभय अने अद्वैतने सीधो सम्बन्ध छे!

  29. સ્થિર થવા ને ગઝલ ના મુલક મા, પચાવિ ગયા ચ્હો શબ્દ તમે,
    આવિ કલમ કાગળ પર ને, ગઝલ બની વિવેક ભાઇ!!!!!

    ખુબ ગમ્યો શબ્દ ને વહેતા મુકવા નો આ અન્દાઝ ….

  30. તું’પણાના ખેતરોમાં એ જ લહલહનાર છે,
    જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.

    ત્યારબાદ જ સ્થિર થઈ શક્યો ગઝલના ગામમાં,
    મૌન ઓળંગી ગયો, સંવાદ ઓળંગી ગયો.

    આખીય ગઝલ ખૂબ સરસ થઈ છે…. પણ આ બે વધુ સુંદર વિભાવનાઓ છે… હું પણું એ વાડ અને તું પણું એ ખેતર………. કમાલ છે વિવેકભાઈ….

    ફોટો પણ ખૂબ સુંદર છે

  31. વિવેકભાઈ,

    મઝા પડી ગઈ !!

    થોડે આગળ જઈએ……..

    આ શ્વાસ મારાં આભારી છે તારી જુદાઈના,
    તારી રાહમાં સેંકડો હું ઘાત ઓળંગી ગયો.

    મને શી ખબર કે ખુદાના રંગરુપ કેવાં હશે ?
    એને ચિતરવા જતાં હું માપ ઓળંગી ગયો.

    – વિનીત પરીખ

  32. વાહ કવિ વાહ….ખુબ સરસ ગઝલ બધા જ શેર ગમી ગયા..

    બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
    હું બધી ઇચ્છા તણાં કમઠાણ ઓળંગી ગયો.

    ત્યારબાદ જ સ્થિર થઈ શક્યો ગઝલના ગામમાં,
    મૌન ઓળંગી ગયો,વાદ ઓળંગી ગયો.

    કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
    શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

  33. આ તો બધુ ઓળન્ગતા ઓળન્ગતા ધ્યાનની સ્થિતિમા પહોચી ગયા વિવેકભાઇ. અને વિનીત પરીખે પણ કમાલનો ઉમેરો કર્યો. આ વાચ્યા બાદ ઇશ્વરનો આભાર માન્યો કે આવુ બધુ વાચીને એને સમજવા માટે પૂરતી પણ એના વિશે કાઇ ટિકા ટિપ્પણી કરવા માટે અપૂરતી એવી માપસર બુદ્ધિ મને આપી કે જેના થકી આવી રચનાઓને એના અપ્રદૂષિત (ઇતર વિચારો વડે) સ્વરુપમા માણી શકુ છુ. Thanks Vivekbhai.

  34. કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
    શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

    બહુ જ સરસ ગઝલ.

  35. ઓળંગવું – આમ તો કપરું પણ …

    સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
    જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.

    ખૂ….બ સરસ ગઝલ !!

  36. વિવેકભાઈ,
    વાહ!!!!!!!બેનમુન ગઝલ.
    બધુ જ ઓળંગી ગઝલથી સમાધી સુધી તમે અમને લઈ આવ્યા.

  37. બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
    હું બધી ઇચ્છા તણાં કમઠાણ ઓળંગી ગયો.

    Good one..

  38. ચિન્તનની ચરમ સીમાથી પ્રગટેલી આ અદ્-ભુત ગઝલ માટે ખૂબ ખૂબઆભિનન્દન્!શબ્દ જ્યારે શબ્દપણાની વાડ ઑળંગી ગયો ,શબ્દબ્રહ્મ થઈ ગયો.

  39. Jai ShreeKrushna!

    With immense pleasure, we wish to share this with you. Following is the explanation of the term ‘vivek’,
    as described by Pujyashree Bhupendrabhai Pandya during his recent ‘Bhagavat Darshan discourse and Meditation Shibir’ held at Panvel, Maharashtra.

    Usually, people translate vivek as Namrataa, courteousness.

    But in Vedaanta, vivek has a much deeper meaning.

    Life is nothing but a series of choices.

    In the journey of life, we are challenged with options – some right and some wrong.

    We have to choose that suits us the best.

    If we choose the right one, we get sukh(happiness).
    If we choose the wrong one, we get dukh(unhappiness).

    Hence, our present life is nothing but a result of choices we made in the past.

    We had choices on each and every step of our life, right form our childhood.
    What we want to do?
    How we want to do it?
    When we want to do it?
    Whether we want to do it or not?

    What we are today is the result of what we selected then.

    So, always make the right selection.

    VIVEK is wisdom to decide what is true and having the courage to put it into action.

  40. પ્રિય ભૂમિ,

    “વિવેક” વિશે આપે સરસ માહિતી આપી… ભગ્વદ્ગોમંડલ “વિવેક”ના આ પ્રમાણે અર્થ આપે છે:

    ૧. पुं. ( વેદાંત ) આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન સર્વ અનિત્ય છે એવો વિચાર.
    ૨. पुं. ( કાવ્ય ) એક એ નામે જાતનો અલંકાર.
    ગુણસામ્યથી ભેદની પ્રતીતિ ન થતાં છતાં કોઈ નિમિત્તથી વૈલક્ષણનું જ્ઞાન થાય એ વિવેક અલંકાર કહેવાય છે. – કાવ્યશાસ્ત્ર
    ૩. पुं. કરકસર; સંભાળીને ખરચવાની રીત.
    ૪. [ સં. વિ ( વિશેષ ) + વિચ્ ( છૂટા પડવું ) + અ ] पुं. ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ગાંધીજી લકે છે કે: જીવનમાં મને અનુભવ થયો છે કે, એકલી ભલાઈ બહુ કામ આવતી નથી. આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યની સાથે સંકળાયેલો સૂક્ષ્મ વિવેકનો ગુણ હરેક જણે કેળવવો જોઈએ. કોઈપણ કટોકટી ભરેલી પરિસ્થિતિમાં ક્યારે બોલવું અને ક્યારે મૂંગા રહેવું, ક્યારે કંઈક કરવું અને ક્યારે કંઈપણ કરવાનું માંડી વાળવું એનું જ્ઞાન આવશ્યક છે. આવા સંજોગોમાં કર્મ અને અકર્મ પરસ્પર વિરોધી નથી રહેતાં; કર્મ તે જ અકર્મ, અને તે જ કર્મ બને છે.
    ૫. पुं. ચાતુર્ય; ડહાપણ.
    ૬. पुं. ન્યાયાધીશ.
    ૭. पुं. ( જૈન ) પરિગ્રહનો ત્યાગ; અતિ પ્રિય વસ્તુને તજવી તે.
    ૮. पुं. પાણીનો ધરો.
    ૯. पुं. બોધ; જ્ઞાન.
    ૧૦. पुं. વિનય; સુશીલતા; શિષ્ટતા; સભ્યતા.
    ૧૧. पुं. ( વેદાંત ) સાક્ષી અત્માને પાંચ કોશથી જુદો કરીને નિશ્ચય કરવો તે. ઉપનિષદ્ ભાષ્યમાં કહેલ છે કે, સંસારમાં સરવાળે સુખ કરતાં દુ:ખની માત્રા જ વધુ હોવાથી વિવેકીઓએ નિર્ણય કર્યો છે કે, આ દુ:ખના મહાનર્કમાંથી છૂટવાને માટે આત્મજ્ઞાન સિવાય બીજું સાધન નથી. આત્મજ્ઞાન વિવેક સિવાય ઊપજતું નથી અને વિવેક વિચારમંથન સિવાય પ્રકટતો નથી. વિવેકના બે પ્રકાર છે: (૧) નિત્યાનિત્યવસ્તુ વિવેક. (૨) આત્મઅનાત્મ વિવેક.

  41. વિવેકભાઈ પ્રણામ

    ખૂબ સુન્દર!! તમેબધુઓળ્ન્ગિ ગયા અને હુઁ કવ્યમાઁ આખેી ઓગળેી ગઈ!

    વૅવેકના અર્થ જણાવવા બદલ આભાર. ગેીતાંમા શુચિ અને દક્ષતા શબ્દો સાથે ભગવાને મુક્યા.
    કલ્પના

Leave a Reply to BHARGAVI Cancel reply

Your email address will not be published. Required fields are marked *