હોવાપણું – ૩


(Arise, awake & stop not…      …વિવેકાનંદ રોક, કન્યાકુમારી,ફેબ્રુ’02)

*

હોવાપણાંનો તાગ શું પામી શકાય ?
આકાશના અવકાશને માપી શકાય ?

આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.

થઈ પ્રાણવાયુ શબ્દ જ્યાં વહેતા રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જીવ્યો જે એને શું મારી શકાય ?

– વિવેક મનહર ટેલર

‘હોવાપણું’ શૃંખલાની આ ત્રીજી અને અંતિમ ગઝલ છે. પહેલી બે ગઝલોમાં પ્રશ્નાર્થ બનીને રહ્યા પછી આ ગઝલમા જવાબોની સમીપે સરકવાની કોશિશ કરી છે.

14 thoughts on “હોવાપણું – ૩

  1. In 3rd para you have mention that one much not think “Who am I”,But how is it possible to leave without our own identity?

    Very nicely expressed “Howapanu” in 3 parts.

  2. ‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
    આ જિંદગીને એમ પણ માણી શકાય.

    hmmmm….

    એમ તો આ પ્રશ્નમાં અટકયા વગર પણ જિંદગીને માણી શકાય, પરંતુ આ પ્રશ્ન પણ કદી આપણો પીછો છોડે એવો તો છે જ નહિં!!

    વિવેકભાઇ, “હોવાપણું – 4” માં બધાં જવાબો મળી જશે ખરાને?! હવે તો એની રાહ જોવી જ પડશે! 🙂

    “ઊર્મિ સાગર”
    http://www.urmi.wordpress.com

  3. થઈ પ્રાણવાયુ શબ્દ જ્યાં વહેતાં રહે,
    એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?

    શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
    દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?

    ” શબ્દો છે શ્વાસ મારાં ” blog name aa pankati thi sarthak thay chhe

    ‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
    આ જિંદગીને એમ પણ માણી શકાય. nice one….

  4. અલગ મેલથી મારાં બે સૂચનો મોકલું છું.
    આ કાવ્ય સરસ છે ! અભિનંદન !

  5. વિવેકભાઈ! મારું કહેવું એમ છે કે “વિવેક”
    એ શબ્દ જ કહેવાય !અક્ષર નથી.
    એકલો જ ‘એ’ અક્ષ્રર છે( સ્વર છે).હવે મને
    સ્પષ્ટતા કરવાની સારી તક મળી !સમજાયું ?
    ત્રણે સુન્દર કાવ્યો બદલ ખૂબ જ ધન્યવાદ !

  6. શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
    દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?

    પ્રિય મનવંતભાઈ,

    શબ્દ અને અક્ષરની વચ્ચે રહેલો જે તફાવત આપ મને સમજાવવા માંગો છો એ હું સમજી શક્યો છું અને એ હું જાણું જ છું.

    શબ્દનું આયુષ્ય શું? વાંચીને ભૂલી જવાય એટલું… ખરુંને? અને વિવેક તરીકે મારું આયુષ્ય કેટલું? બળીને ખાખ થાઉં એટલુ?

    અહીં હોવાપણાંની વાત છે… અહીં જે વાત હું કહેવા માંગું છું એ શબ્દ કે અક્ષરની નથી… મારી કવિતાની છે… મારા દેહનું આયુષ્ય ગમે એટલી નશ્વર હકીકત કેમ ન હોય, પણ હું એકવાર કવિ બન્યો, એટલે કે બીજા અર્થમાં શબ્દ બની ગયો તો અમર-નશ્વર થઈ જવાનો… મારું હોવાપણું શાશ્વત થઈ ગયું. અને એટલે મેં ‘અક્ષર’ શબ્દને તોડીને ‘અ-ક્ષર’ શબ્દના ક્ષર ન હોવાપર ભાર મૂક્યો છે…. એક વાર કવિ લોકોના હૃદયમાં રમતો થઈ ગયો એટલે એ અ-ક્ષર થઈ ગયો!

  7. વાહ વિવેકભાઈ! તમારી સ્પષ્ટતા ઊડીને આંખે
    વળગી ગઈ.તમારે આટલી બધી ચોખવટ કરવી પડી તે બદલ હું અફસોસ સાથે ક્ષમાયાચના કરું છું.બાકી
    તમારી જેમ જ મારી સમજ પણ હતી જ !

  8. ‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
    આ જિંદગીને એમ પણ માણી શકાય.
    વાવાહ…..

    ‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
    આ જિંદગીને એમ પણ માણી શકાય.?

    શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
    દિલમાં જીવ્યો જે એને શું મારી શકાય ?
    liked it much better after the explanation.:):):)

  9. આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
    બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

  10. ‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
    આ જિંદગીને એમ પણ માણી શકાય.

    શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
    દિલમાં જીવ્યો જે એને શું મારી શકાય ?

    વાહ્…!

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *