તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

01

(આ તડકાને કેમ કરી વાળું? તારા સ્મરણોને કેમ કરી ખાળું?)
( ખાવડા ગામ, કચ્છ, ઓક્ટોબર-૨૦૦૯)

*

રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.

વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

– વિવેક મનહર ટેલર
(૨૫/૨૬-૧૧-૨૦૦૯)

27 thoughts on “તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

  1. યાર તમે તો કમાલ કરેી દેીધેી- આ સુરતીની કલમ નથેી લાગતેી-
    ફોટો પણ કમાલનો છે.

  2. વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
    ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
    રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
    ઈંમ રાતે એ શાને રંજાડે?
    આ તડકાને કેમ કરી ખાળું ?
    સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

    સાલુ આટલુ સરસ તો કંઇ લખવાનુ હોય..!
    બાપ્પુ ! તમને સલામ..!

  3. બહુ જ સુંદર રચના. ઘણી જ સુંદર કવિતા…… “કચરો કે કૂડો કે કંકર કે કાગળ- ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું, તારા સ્મરણોને કેમ કરી વાળું ? સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું” .

  4. સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
    ઉતરે એક ઓસરીનું ધાડું;
    કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
    ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
    તારા સ્મરણોને કેમ કરી વાળું ?

    વાહ ખૂબ મઝાની કલ્પના

    આજ રોકાય નહીં આસુંઓ,
    આજ તારા સ્મરણોની હેલી છે
    યાદ આવી
    વિષય તારો લઇને શબ્દ શોધતો જઇશ,
    સંઘર્ષને બનાવી ગાન, આકાર આપતો જઇશ.
    તારા સ્મરણોનો જ, આધાર છે જીવનમાં,
    પ્રકૃતિની સાથે તને, સરખાવતો જઇશ.
    સમયની પણ ઘણી અછત છે સફરમાં,
    છતાં ક્ષણની ફુરસદ, તને આપતો જઇશ.
    આકર્ષણ નથી રહ્યા, આજ નશ્વર સંસારના,
    જોઇ સ્વભાવની સ્વરછતા, ગુણ તારા ગાતો જઇશ.
    વિચારનો વિરામ જરાપણ અટકશે જયારે,
    તારા સમર્પણની કથા, વધારતો જઇશ.
    કેટલું ને કેવું નો ભેદ સમજાયો તારા થકી,
    જીવનની સાથર્કતાને તારા નામે કરતો જઇશ.

  5. કલ્પનોની કમાલ અને લયબધ્ધ રચનાએ સુઁદર ગીતનુઁ સર્જન કર્યુઁ છે.વાહ ભઈ કમાલ કરી છે.આફ્રિન!.

  6. ભઈ, સ્મરણોનું તો ઍવું જ્યાં લાગણીભીનું ર્હદય દીઠું ત્યાં અઠૅ દ્વારકા.

    વિવેકભાઈ, તમારી કવિતાનૉ કસુંબલ નશો નવા વર્ષૅ દિલો દિમાગ પર છવાઈ ગયો.

  7. હું નવો નવો ફૅન છું તમારો..આ કૃતિ ઘણી જ અદભૂત!!
    તમે મારા Inspiration છો!

  8. સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
    ઉતરે એક ઓસરીનું ધાડું;
    કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
    ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
    તારા સ્મરણોને કેમ કરી વાળું ?

    વાહ શુ સુન્દર શ્બ્દો!! બહુ જ સુન્દર કાવ્યરચના!!

  9. “આ તડકાને કેમ કરી વાળું ?
    સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?”

    બહુ સરસ રચના… તડપદિ ભાષા નો ટહુકો…

  10. વાહ,
    કચ્છનાં રણમાં મહાલી- આવા મીઠા ગીત આપવા માટે આપનો ખુબ આભાર.
    (ફાઈનલી મેં કચ્છની ટિકીટ બૂક કરાવી લીધી.–થેન્ક્સ ટૂ યુ.)

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  11. સરસ રચના..આ તડકાને કેમ કરિ વાળુ,
    તારા સ્મરણો ને કેમ કરી ખાળુ?
    સરસ શબ્દો…

  12. આખી કવિતા ધસમસતા પૂરની જેમ મન પર ફરી વળે છે…

    આ વાત કાવ્યના ભાવની, લયની અને કલાની…

    પૂરી શબ્દાવલી તળપદી યોજી છે ત્યાં ‘સાહિબ’ને બદલે એવો જ કોઇ બીજો શબ્દ મને વધુ ગમત !!

    લતા હિરાણી

  13. ખૂબ જ સુંદર રચના !
    ઝરણાં જેવો વ્હેતો લય માણવાની મઝા આવી.
    આજ રોકાય નહીં આસુંઓ,
    આજ તારા સ્મરણોની હેલી છે… વાહ !

  14. છ દાયકા કા પહેલા નિ વાત છે,મારા મોટા બેન કચ્છ પરણાવેલા ખુબ ભણેલા ઘર માથિ અચાનક પછાત પ્રદેશ મા તેમને જરાય સોરવતુ નહિ અને કાગળમા લખતા કે’વાગળ દેશ વેગળો ;નહિ ગાડિ નહિ પાવો….ધરમશાળા મા ધુબાકા મારે બે કુતરા ને એક બાવો’ અને આજે જુવો તો ચારેકોર વાહ ભઐ વાહ

  15. आँखोने देखाय नहि एवुं सूक्ष्म बाकोरुं मळे तो तेमांथी पण सूरजनुं किरण घरमां पेसवानुं ज. माटेस्तो सूर्यने मित्र कह्यो छे! आ स्मरणो पण एवां ज छे – जतां ज नथी – खाळ्या खळातां नथी ने वाळ्या वळातां नथी. पङ्कज मल्लिकनुं गीत गूंजे छे : याद आए के न आए तुम्हारी, मैं तुमको भूल न पाऊँ! तडको खेतरमां ऊभा मोलने दझाडे पण स्मरणो तो रातेय रञ्जाडे छे. विरहना तापमां तपती स्त्रीनां बे चित्रो – एक कॅमेरामां केद करेलुं ने बीजुं शब्दोमां मढेलुं – कोना वखाण करीए?

  16. ઉતરે એક ઓસરીનું ધાડું!!!

    ઓસરીના જ્યા ધાડા ઉતરી રહેલા હોય ત્યા સ્મરણોના તડકાને ક્યા સુધી વાળીને દુર કરી શકાય,
    એક રંજીશ મનની તળપદી વેદનાને એવાજ તળપદા શબ્દોથી શ્વસતી કરી દીધી.

    ખુબ સરસ રચના!

  17. સરસ !!

    કંઇક મારા તરફથી…..

    ઘરના વાડામાં ને ખેતરને શેઢે
    પાળ્યા છે બકરાં ને ઘેટાં,
    એમને તો બાંધીએ ખીલે કે તરત જ
    નજરોથી થઇ જાય એ છેટાં,
    તારા સ્મરણોને કેમ કરી ખાળું ?
    સાહિબ ! મારી સાથે ફરતું એનું જાળું !

  18. ખૂબ જ સુંદર કચ્છી તળપદી ભાષામાં ખળખળતું ગીત! તડકાને વાળવાનું તાજગી સભર કલ્પન અદભૂત છે!
    તસ્વીર પણ કમાલની છે! અભિનંદન!
    સુધીર પટેલ.

Leave a Reply to Niraj Cancel reply

Your email address will not be published. Required fields are marked *