કવિતા થતી ન હોય ત્યારે ઈતર પ્રવૃત્તિ પર ધ્યાન આપવાનું વધુ બને એ સ્વાભાવિક છે. અ-કવિતાના રણમાં આજકાલ તરવા મથી રહ્યો છું એવા સમયમાં ભાતીગળ કચ્છના ફોટોગ્રાફ્સ વખાણીને બીજા ભાગની માંગ કરનાર મિત્રો માટે આજે આ બીજો ભાગ…
- ગમશે? (એન્લાર્જ્ડ વ્યૂ માટે દરેક ફોટા પર ક્લિક્ કરવા વિનંતી)
સૂક્કો રેતાળ કચ્છ પ્રદેશ ખરેખર જોવો-માણવો હોય તો થોડું અંતરિયાળ ઉતરવું પડે. ખરું કચ્છ અને ખરો કચ્છી માંડું એના ગામડાઓમાં વસે છે. થોડી રજવાડી સગવડો ત્યજવાની તૈયારી હોય અને નગણ્ય તકલીફ વેઠવાનો રાજીપો હોય તો કચ્છના અગણિત રંગ-રૂપ ચકાચોંધ કરી દે એવા છે.
![]()
(કન્યા કેળવણી (?)… …ગાંધીનું ગામ, કચ્છ)
*
![]()
(આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક, બાકી સહુની એક માટી, એકસરખો ચાકડો)
(ખાવડા ગામ, કચ્છ)
*
![]()
(દાંતે દબાવ્યું તારું નામ, તે દિ’થી નજરું ઠરી ન અવર ઠામ)
(નલિયા ઘાસપ્રદેશ જતાં રસ્તામાં…. કચ્છ)
*
![]()
(રણનું સોનું….. સુવર્ણ તીડ, છારી-ઢંઢ ઘાસપ્રદેશ, કચ્છ)
*
![]()
(…અહીં તો સમય પણ બે ઘડી જંપી જાય, હં… …માંડવી, કચ્છ)
*
![]()
(મોજાં સાથે રેસ…. …સ્વયમ્, પીંગળેશ્વર બીચ, કચ્છ)
*
![]()
(ધ્યાનસ્થ… ….ટચૂકડા કદની કાચિંડાની લુપ્ત થતી જતી પ્રજાતિ)
*
![]()
(અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યા…. શામ-એ-સરહદ વિલેજ રિસૉર્ટ, હોડકો)
*
![]()
(સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે… શામ-એ-સરહદ, હોડકો)
*
![]()
(ગુલાબી શમણાંઓ તરતાં મેલ્યાં હો એમ પાણીમાં વિચરે સુરખાબ)
(છારી-ઢંઢ ઘાસપ્રદેશ)
-
Very nice pictures, Vivek.
-
પહેલો ફોટો તો ફોટોગ્રાફી હરિફઐમાં પહેલો નંબર અપાવે- કુમાર મેગેઝિન તો તેને કવર બનાવે. બીજા બધાની વાત જવાદો- હું એ મા દીકરીના ફોટાને વોલ પેપર બનાવવાનો છું. કચ્છના તમારા ફોટાઓએ પ્રદ્યુમ્ન તન્નાની યાદ અપાવી દીધી.
-
બીજો ભાગ પણ ખૂબ જ સુંદર તસ્વીરોથી સભર!
સુધીર પટેલ. -
ખુબ સરસ ફૉટા અને આ પંક્તી
ચરખા જેવી જ મન શાંત કરે તેવા ચાકડાની વાત!
‘આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સહુની એક માટી, એકસરખો ચાકડો’
વાહ્ -
અતિ સુંદર તસ્વીરો અને તેટલીજ કલામય પંક્તિઓ. “આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક……..” વાહ! વાહ્!
-
આફ્રિન્,
ઊત્તમ તસ્વીરો.સલામ વિવેક્ભાઈ.પ્રત્યેક છબી હેઠે ની રુપકડી કાવ્યકણીકા દિલોદીમાગને તર્બતર કરી મુકેછે.
અભિનંદન. -
અદભુત ફોટા અનૅ સુંદર કાવ્યપંકિતઓ
-
Nice Photographs.
-
શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત,
વરસારે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારો માસ !ભાગ ૩ ની પ્રતિક્ષા માં…………………..
-
સુંદર ફોટા.જોવાની મઝા પડી. અભિનન્દન
-
ભાઇશ્રી વિવેક ટેઇલર,
સરસ સ્નેપ શોટસ લીધા છે. તમે જે નામ લખ્યું છે છારીધાંડ એનું સાચું નામ છારીઢંઢ છે. આ વખતે ત્યાં વધુ પક્ષીઓ જોવા ન મળ્યા ને? પણ તમે માંડવી કચ્છ ગયા હતાં ત્યારે માંડવીના ટોપણસર તળાવ તરફ કેમેરા ફેરવ્યો હોત તો તમને ત્યાં અસંખ્ય પક્ષીઓ જોવા મળત ફ્લેમીન્ગો પણ જેના માટે છારીઢંઢ પ્રખ્યાત છે. ખેર આશા છે તમારો કચ્છપ્રવાસ સુખદ રહ્યો હશે.
અસ્તુ -
Beautiful photographs!!:)
-
Good photographs. Can be send to National Geography.
-
ભાગ ૨ પ્રદર્શિત કરવા બદલ આભાર… સુંદર, આકર્ષક, બેનમૂન તસવીરો જોઇને કચ્છ જોવાનું મન થઈ ગયુ છે…
-
કચ્છ વિશે તમે ખુબજ સરસ લખયુ છે સર, અમારુ સૌરાષ્ટ્ર પણ ખુબજ સુન્દર છે, ક્યારેક ત્યા પણ ફરવા જાજો અને ત્યાના સુન્દર સ્થળો વિશે કૈક લખશો..?
-
ખરેખર.. તમે ત્યા છો..? ક્યા ક્યા ફર્યા છો..?
-
ખુબ્જ સુન્દર્.
-
વિવેકભાઈ બહુ સુન્દર ફોટોગ્રાફ છે.દાદ માગે તેવા છે . કયારેક અરવ્વલીની ટેકરીમા સમાયેલ બનાસ અને જસોરની પણ મુલાકાત લો.

30 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/616/trackback