
(કોઈમાં હું, કોઈ મારામાં ખૂલે… ..જહાજ મહેલ, માંડુ, નવે-05)
*
આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું ?
ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઇચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?
તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?
વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?
ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?
ઇચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?
શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠા સુખના તો સ્વાદ ક્યાંથી લાવું?
-વિવેક મનહર ટેલર
(અવસાદ = અંત)
-
Su aje pan pc chaltu nathi?photo kem nathi? k pachi koi ucchit photo magaj ma na betho?
Iccha o no koi aant nathi.
-
Very nice .
-
Dr. this is too good, just amazing.
really!!!!May god bless you
-
ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ? -
ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ? -
આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું ?ઇચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?……વાહહ…..
-
beautiful. .

18 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/57/trackback